________________
‘ધન, આજ ધનથી ધર્મ ટકશે. સૈનિકો માટે શસ્ત્ર, વસ્ત્ર ને અન્ન જોઈએ, અને એ આણવા માટે ધન જોઈએ.'
‘રાણાજી ! દરેક દેશવાસીનો દેહ જેમ રાષ્ટ્રની મૂડી છે, એમ દરેક દેશવાસીની માલમત્તાનું માલિક આખરે તો રાજ્ય છે. મારી પાસે પૂરતું ધન છે. આપ સ્વીકારો!' ‘પણ ભામાશા ! મને તો અપાર ધન ખપે. કેટલું ધન છે તમારી પાસે ? સાત સાત પેઢીનું સંઘરેલું ધન ! સાવરણીની સળીથી લઈને સ્ત્રીના સૌભાગ્યકંકણ સુધીનું સર્વસ્વ આપને સમર્પણ !' વણિક નર ભામાશાએ કહ્યું. એમાં આવેશનો જરાય અંશ નહોતો. પોતે મોટું દાન કરે છે એવો કોઈ ગર્વ નહોતો, માત્ર ફરજ અદા કર્યાનો ભાવ હતો.
‘ધનની ખૂબ જરૂ૨ છે. સામે દિલ્હીપતિ જેવો દુશ્મન છે.’
‘રાણાજી ! અડસટ્ટે પચીસ હજાર સૈનિકોને ૨૦ વર્ષ નભાવી શકાય તેટલું ધન મારી પાસે છે અને પછી આ ઝોળી છે. રાષ્ટ્ર માટેની ભીખમાં કદી ભૂખ હોતી નથી. અઢાર કરોડની આ સંપત્તિના ધન સાથે આત્મદાન પણ કરું છું. સેવકને ત્રાજવું ને તલવાર બંને ઝાલતાં આવડે છે.’
‘શાબાશ ભામાશા ! પડતા ભાણને ઉધ્ધાર્યો એક કવિએ અને એક વિણકે ! આ રાષ્ટ્ર અને મારા શૂરા સરદારો તમારા સદાના ઋણી રહેશે. મેવાડના યશલેખ લખાશે ત્યારે તમારો યશ પહેલાં ગવાશે. તમે તમારા રાણાને અને રાષ્ટ્રને પડતાં ઉદ્ધાર્યાં છે !'
એ સાંજ આ અર્પણ જોઈને નકરું સોનું વરસાવતી આથમી ગઈ.
ઇતિહાસ કહે છે કે ભામાશાએ સંપત્તિનું દાન તો આપ્યું પણ એથીય વધુ લડાઈના મેદાનમાં રાણા પ્રતાપ સામે રણજંગ ખેલી જાણ્યો.
11 શ્રી મહાવીર યાણી 11
જો મતિમાન સાધક સત્યની આજ્ઞામાં સદા તત્પર રહે
છે, તો માર અર્થાત્ મૃત્યુના પ્રવાહને પાર કરી જાય
છે.
શ્રી આચારાંગ સૂત્ર, ૧, ૩, ૩
કથામંજૂષા૧૫૦
૬૭. માનવતાનો મુગટ
વિ. સં. ૧૩૧૪ અને ૧૩૧૫માં ત્રણ વર્ષનો કારમો દુકાળ દેશ પર પડ્યો.
આ દુકાળના ખપ્પરમાં માણસો અને પશુઓ હોમાવા લાગ્યાં. લોકો કણ કણ અનાજ માટે તરફડતા હતા. માતા સંતાનોને વેચીને મૂઠી અનાજ મેળવતી હતી.
આવી કારમી પરિસ્થિતિમાં જગડૂશાહે પોતાના અન્નભંડાર ખુલ્લા મૂકી દીધા. સામાન્ય માનવી આવે સમયે નફાનો વિચાર કરે જ્યારે જગડૂશાહે માનવતાની ચિંતા કરી.
માનવતા કોઈ જાતને જ જુએ, નાતને ન જુએ, અમીર કે ગરીબનો ભેદ ન પાડે, એની દૃષ્ટિ તો માત્ર માનવ પર જ હોય. જગડૂશાહના અન્નભંડારમાંથી ગરીબ અને અમીર, ઊંચ અને નીચ સહુને અનાજ મળવા લાગ્યું.
આ સમયે કેટલાય રાજાઓ દાનવી જગરૂશાહ પાસે દોડી આવ્યા. એમણે કહ્યું, ‘અમારા રાજનો અન્નભંડાર ખાલીખમ થઈ ગયો છે. રૈયત અનાજ વિના ટળવળે છે. પ્રજાનું દુઃખ
કથામંજૂષા ૧૫૧