Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 79
________________ on જ ; કે ગુજરાત કઈ રીતે સાંખી શકે ? કોઈએ કહ્યું કે ગમે તે થાય પણ મીનળદેવીને પાટણમાં પ્રવેશ આપી શકાય નહીં. વખત વીતતો ચાલ્યો. પાટણના ગઢના દરવાજા બંધ રહ્યા. આખરે થાકેલી મીનળદેવી ગામની બહાર આવેલી ધર્મશાળામાં રાતવાસો રહેવા જતી રહી. વખત વખતને માન હોય છે. મીનળદેવી આજે નિરાધાર હતી. એની સાથે યાત્રાએ ગયેલ મુંજાલ મહેતાથી પણ કશું થઈ શકે તેમ નહોતું. એવામાં મીનળદેવીને ઉદયન મંત્રીનો વિચાર આવ્યો. એમણે ઉદા મહેતાને ચિઠ્ઠી લખીને કહેવરાવ્યું કે આજે ભાઈના પ્રેમની ખરી પરીક્ષા છે. બહેનની આબરૂ જવા બેઠી છે, કંઈક કરો. પાટણમાં રહેતા ઉદા મહેતાને ચિઠ્ઠી મળી. તેઓ તરત પાટણના મહાજન પાસે ગયા. એ જમાનામાં મહાજનની હાક વાગતી, મહાજન પાસે બુદ્ધિ, બળ અને ધન ત્રો હતાં. જ્યાં ધન વાપરવાની જરૂર હોય ત્યાં ધન વાપરી જાણતા. જ્યાં તલવાર ચલાવવાની જરૂ૨ હોય ત્યાં તલવારના દાવપેચ બતાવી જાણતા. મહાજન એકઠું થયું. ઉદા મહેતાએ પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. ઉદા મહેતાની વાતનો વિચાર કરીને મહાજને ઠરાવ કર્યો. | ‘આજનો સમય કપરો છે. બીજાને રાજ કાજ સોંપાય નહીં. દંડનાયક મદનપાળ રાજમાતા મીનળ સાથે રહીને રાજવહીવટ ચલાવે.’ મહાજનની તાકાત એટલી કે એની સામે થવાની કોઈની હિંમત નહીં, ભલભલા ચમરબંધીને પણ માથું નમાવવું પડે. રાજમાતા મીનળદેવીના વિરોધીઓના હાથ હેઠા પડ્યા. પાટણના કિલ્લાના દરવાજા ખૂલ્યા, એમના પ્રવેશનો ઉત્સવ ઊજવાયો. ઉદા મહેતાની હિંમત અને આવડત પર મીનળદેવી ખુશ થયાં. એમણે મૂળ મારવાડના ઉદા મહેતાને કર્ણાવતીના નગરશેઠ બનાવ્યા. ૬૫. હૃદયપલટો સાડા ત્રણસો વર્ષ પૂર્વેની આ કથા છે. એ સમયે ગુજરાતનો દરિયાકાંઠો ગુજરાતી વેપારીઓની કાબેલિયતથી જગતમાં ગાજતો હતો. વાજિયા શેઠનાં વહાણો સાગર પર સામ્રાજ્ય ધરાવતાં હતાં. વાજિયા શેઠ સાગરની સફર માટે વહાણો તૈયાર કરતા હતા, ત્યારે તેમના મુનીમે જાણ કરી કે દરિયામાં કચ્છકાઠિયાવાડના સંધાર, જત અને મેર લોકોએ દરિયામાં ભારે ડર ઊભો કર્યો છે. અરબી અને ફિરંગી ચાંચિયાઓ સાથે એ ભળી ગયા છે. વાજિયા શેઠ આનો સામનો કઈ રીતે કરવો એનો વિચાર કરે છે, ત્યાં તો કપ્તાન વીજરેલનાં વહાણો દેખાયાં, ચાંચિયાઓને નાથવામાં કપ્તાન વીજ રેલ જાણીતો હતો. એણે હજારો ચાંચિયાઓનો ઘાણ કાઢચો હતો અને દરિયાઈ લડાઈમાં ભલભલાને શરણે લાવ્યો હતો. એના શૌર્યચિહ્ન રૂપે જાણે એના દેહ પર કેટલાય થા દેખાતા હતા. કપ્તાન વીજ રેલ વાજિયા શેઠ પાસે આવ્યો અને કહ્યું, ‘શેઠ, આજે તો સાગરના સાવજને પકડીને લાવ્યો છું. સાગર | શ્રી મહાવીર વાણી | અસ્તેય વ્રતમાં નિષ્ઠા રાખનાર વ્યક્તિ કોઈની અનુમતિ વિના ત્યાં સુધી કે ધંત ખોતરવા એક તણખલું પણ લેતો નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૯, ૨૮ કથામંજૂષા ૧૪૬ કથામંજૂષા ૧૪૭

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82