________________ અમારાથી જોયું જતું નથી. તમે સહુને સહાય કરો છો તો અમને પણ સહાય કરો.' જગડુશાહે કહ્યું, ‘આ અનાજ રાજાઓ માટે નથી, અમીરો માટે નથી, આ અનાજ તો ગરીબોનું છે. ગરીબો પણ એવા કે જેમને અનાજ વિના જીવવું દોહ્યલું બન્યું છે. ભૂખથી ટળવળનારા એવા લોકો હોય છે કે કદાચ અન્ન વિના સાંજના સૂર્યાસ્ત પ્રાણત્યાગ કરી દે.' રાજાઓએ જગડૂશાહને કહ્યું કે તેઓ આ અન્ન આવી વ્યક્તિઓને જ આપશે. ગરીબમાં ગરીબ માણસોના મુખમાં એ અનાજનો કોળિયો જશે એવી ખાતરી આપી. જગડુશાહનો અન્નભંડાર આમજનતા માટે ખુલ્લો મુકાયો. એમણે ઠેર ઠેર અન્ન આપતી દાનશાળાઓ ખોલી. એકસ ને બાર જેટલાં સ્થળોએ ચાલતી દાનશાળામાંથી દુષ્કાળથી પીડિત લોકો અન્નદાન મેળવતા હતા. જગડુશાહે આઠ અબજ અને સાડા છ કરોડ મણ અનાજ અનૂની દાનગંગામાં વિનામૂલ્ય વહાવી દીધું. હજારો ગરીબોના મોતના મુખમાંથી ઉગારો થયો. કારમો દુકાળ પાર થયો. આ દાનવીર જગડુશાહ મૃત્યુ પામ્યા ત્યારે ખુદ દિલ્હીના બાદશાહે માથા પરથી મુગટ ઉતાર્યો હતો, કારણ કે એ દિવસે માનવતાના મુગટે આ દુનિયાની વિદાય લીધી હતી. દેશના ઇતિહાસમાં દાનવીર જગડુશાહ દાનેશ્વરી તરીકે તો વિખ્યાત બન્યા, પરંતુ એથીય વિશેષ મહાન માનવતાવાદી તરીકે પૂજાયા હતા. માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે. શ્રી મહાવીર વાણી | જે વ્યક્તિ દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, એ બ્રહ્મચારીના ચરણોમાં દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર એ બધા નમસ્કાર કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, 16, 13. કથામંજૂષા ૧પર)