Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/034279/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કથામંજૂષા. કુમારપાળ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ કથામંજૂષા લેખક કુમારપાળ દેસાઈ પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મીનાર, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, ૧૪મી ખેતવાડી, મુંબઈ-૪00 001 ફોન : ૨૩૮૨૦૨૯૬ ઈ-મેઈલ : shrinjys@gmail.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Katha Manjusha by Kumarpal Desai Published by Shri Mumbai Jain Yuvak Sangh કિંમત : રૂ. ૧૫૦ કુમારપાળ દેસાઈ ISBN : પહેલી આવૃત્તિ : 2017 પૃષ્ઠ : 8152 નકલ : 1000 : પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મીનાર, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, ૧૪મી ખેતવાડી, મુંબઈ-૪૦૦ ૦૦૪ ફોન : ૨૩૮૨૦૨૯૯ ઇ-મેઈલ : shrimjvsagmail.com **** : પ્રાપ્તિસ્થાન : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મીનાર, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, ૧૪મી ખેતવાડી, મુંબઈ-૪૦૦ ૦૦૪ ફોન : ૨૩૮૨૦૨૯૬ ઇ-મેઈલ : shrimjys@gmail.com ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫ ફોન : ૦૭૯-૨૬૭૬૨૦૮૨ ગૂર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001 ફોન : 079-22144663, 22149660 e-mail: goorjar@yahoo.com, web : gurjarbooksonline.com ગૂર્જર સાહિત્ય પ્રકાશન 102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે, 100 ફૂટ રોડ, પ્રહ્લાદનગર, અમદાવાદ 380015 ફોન ઃ 26934340, 98252 68759 - gurjarprakashan@gmail.com ઃ મુદ્રક ઃ ભગવતી સેટ સી ૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004 પણ ખંત, પુરુષાર્થ અને નીતિમત્તાથી ઉદ્યોગમાં અપ્રતિમ સિદ્ધિ મેળવનાર, સેવાપ્રવૃત્તિ અને બિદ્યાપ્રવૃત્તિના સહયોગી, ધર્મસંચળ અને ગુભાન આત્મકલ્યાણના માર્ગના પથિક એવા શ્રી સી. કે. મહેતા (કોપક નાઇટ્રાઇડ)ને સાદર સમર્પણ • કુમારપાળ દેસાઈ - Page #4 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી મહાવીર વાણી 11 શ્રદ્ધાહીનને જ્ઞાન હોતું નથી. જ્ઞાનહીનને આચરણ હોતું નથી. આચરણહીનને મોક્ષ પ્રાપ્ત થતો નથી અને મોક્ષ મેળવ્યા વિના નિર્વાણ-પૂર્ણ શાંતિ મળતી નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પ્રસ્તાવના જૈન કથાઓની વિશેષતા એ છે કે એમાં જૈનદર્શનના સિદ્ધાંતો અને જૈન આચાર-વિચાર તાણાવાણાની માફક ગૂંથાયેલા છે. આ વાર્તાઓ ધર્મજિજ્ઞાસુઓને કલ્પના પણ ન આવે, તે રીતે વાર્તારસના પ્યાલામાં સંસ્કાર-વારિનું પાન કરાવતી રહી છે. જૈનસાહિત્યમાં વિપુલ પ્રમાણમાં કથાસાહિત્ય પ્રાપ્ત થાય છે. કથા પ્રવાહમાં જ પોતાને અભિપ્રેત સિદ્ધાંત વહેતો હોય છે. છેક આગમગ્રંથોથી માંડીને અત્યાર સુધીના ગ્રંથોમાં જૈન કથાઓનો મહિમા જોવા મળે છે. આ કથાઓ દ્વારા જૈનદર્શનના મર્મને ઉજાગર કરવામાં આવ્યો છે. ‘કથામંજૂષા’માં આલેખાયેલા પ્રસંગો જૈન સિદ્ધાંતની પશ્ચાદ્ભૂમાં જીવન સાર્થક્યની વાત કરતાં હોવા છતાં એ જૈન-જૈનેતર સહુ કોઈને સ્પર્શી જાય તેવા છે. જૈન ધર્મ એ જ્ઞાતિ, વાદ, વાડા કે સંપ્રદાયથી પર છે અને એનું સ્વ-રૂપ આ પુસ્તકની કથાઓમાં વાચકોને મળશે. આ કથાઓનું કેન્દ્રબિંદુ માનવતા છે. એમાં માનવજીવનને ગુણોથી સુરભિત કરવાની ખેવના છે અને એ વિશે વ્યક્તિની અંતરયાત્રામાં આ કથાઓ ઉપયોગી બને તેમ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જેવી સંસ્થાએ આ કથા-પ્રસંગો પ્રકાશિત કરવાનું સ્વીકાર્યું તે માટે એના સર્વ હોદ્દેદારોનો આભારી છું. આના વિતરણના સંદર્ભમાં ગુર્જર એજન્સી અને શ્રી મનુભાઈ શાહનો આભાર માનું છું. ઘણી વાર આ કથાઓનું આલેખન પરંપરાગત અને રૂઢિગત રીતે થયું હોય છે તેને બદલે અહીં આજની શૈલીમાં આ કથાઓ આલેખી છે. વળી બીજી બાબત એ છે કે પારિભાષિક શબ્દોનો અતિ વપરાશ ટાળ્યો છે જેથી સહુ કોઈ આ વાર્તાઓને આત્મસાત્ કરી શકે. આમાંથી જૈન ધર્મની આગવી વિચારણાનો અને વ્યાપકતાની થોડીય ઝાંખી મળી રહેશે તો મારો પ્રયત્ન સાર્થક માનીશ. - કુમારપાળ દેસાઈ ૩-૪-૨૦૧૭ અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧. 2. 3. 8. ૫. 9. ૩. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ત્યાગનો રાગ વીરનો ધર્મ ઊનું જમો છો કે ટાઢું વાંદરા પર ઘા અધોગતિનું કારણ ગોખેલું બોલું છું. અનુક્રમ તું છે અનુપમ લાખેણાં આંસુ વીર અને મહાવીર ભિક્ષાનો આનંદ જિનેશ્વર અને જિનદાસ ડોળીવાળાની ચિંતા સ્નેહ કરતાં સાધના મહાન ઉજળા સંગનો રંગ પશ્ચાત્તાપનો મહિમા ‘રહ્યાં વર્ષો’ની ચિંતા અનંત છે યાચના કોનું ઊંઘવું સારું ? ધન્ય જીવન, ધન્ય મૃત્યુ શિલ્પમાં કોતરાઈ ધર્મભાવના આત્મજાગૃતિનો અવસ૨ ઊંચી હિંમત ને સાફ નિયત અવિરત વરસતી પ્રેમધારા જીર્ણોદ્ધારનું પિતૃઋણ ૧ 3 + の - ૧૧ ૧૩ ૧૫ ૧૭ ૧૯ ૨૧ ૨૩ ૨૫ ૨૭ ૨૯ ૬૨ ૪ ૪ ૪ ૪ છે છે “ ૨૫. ૨૬. ૨૩. ૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૫. 39. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪. ૪૭. ૪૮. ૪ શીલ ધર્મની સુવાસ દીક્ષાત્યાગ કે પ્રાણત્યાગ સ્થૂળ અને સૂક્ષ્મ જ્ઞાનમાર્ગની નૌકા માતાનો પુણ્યપ્રકોપ ક્ષણમાં નરક ક્ષણમાં મોક્ષ સામાનું વિચારે તે સંત એટલે તો એ રામ છે અપ્રતીમ સ્મરણશક્તિ યુદ્ધ એટલે પરાજય ‘સૂરિઃ શ્રી માનદેવશ્ચ’ નિજરૂપની ઓળખ આત્મવિજય એ શ્રેષ્ઠ વિજય મહાન ગ્રંથનું પુનઃસર્જન સન્માર્ગ બતાવે તે સાચા ગુરુ અનેકાંતનો વિજય પ્રતિકૂળતા એ જ અનુકૂળતા અણહકનું ન ખપે કાદવમાં ઊગે છે કમળ તપનું ફળ શું ? પ્રાણની આહુતિ ધન વિશેની દૃષ્ટિ અભયની ઓળખ અહીં દાનમ્ ! અહી દાનમ્ ! ધર્મનિષ્ઠ માતાની પ્રેરણા ૐ ૐ ૐ 8 1 ” どの ૮૧ ૪ ८८ 9 છુ ૩ ૩ ? ? ? ? ? ? ? Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૧૨૦ ૧૨૨ પી. ત્યાગના નામે રાગ ૫૧. અગમ પિયાલાની મસ્તી પર. રાજાઓ શિષ્ય બન્યા ૫૩. સૌથી અઘરી છે સરળતા ૫૪. યુદ્ધબંધીની ભિક્ષા વર્ણનો નહીં કર્મનો મહિમા પવું. મારક અને તારક આંગીની શોભા મંત્ર : ચલણી નાણું ? જ્ઞાનનો ગર્વ ૬૦. આતિથ્યનો આનંદ ૬૧. અર્નકાંતનું ઐક્ય ક૨. સર્વ જીવો પ્રત્યે કરુણા ફિ૩. પ્રજાનાં આંસુ મહાજનની સૂઝ ૬૫. હૃદયપલટો ત્રાજવું અને તલવાર ૯૭. માનવતાનો મુગટ ૧. ત્યાગનો રાગ ૧૪૩ ૧૪૫ ૧૪૩ ૬૬, ૧૪૯ ૧પ૧ શહેનશાહ અકબરના દરબારમાં આવેલા આચાર્યશ્રી હીરવિજયસૂરિના ત્યાગ અને વૈરાગ્યને જોઈને શહેનશાહ ખુદ આશ્ચર્ય પામ્યા. સમ્રાટ અકબરે વિચાર્યું કે આટલા મોટા અહેસાનનો બદલો વાળવો કઈ રીતે ? છેક ગુજરાતના ગાંધાર બંદરમાંથી નીકળીને પંચાવન વર્ષની ઉંમરે આચાર્ય હીરવિજયસૂરિ પગપાળા વિહાર કરીને ફતેહપુરસિકી આવ્યા હતા. એ વિહારની પાછળ ધર્મભાવના અને અહિંસાની ભાવના જગાડવાનો આશય હતો. એની પાછળ મૈત્રીભાવની સુવાસ ફેલાવવાની ઇચ્છા હતી. આટલા લાંબા વિહાર પછી આચાર્ય હીરવિજયસુરિજીએ જ્યારે ફતેહપુર સિક્રીથી વિદાય લીધી ત્યારે શહેનશાહ અકબર આ સાચી સાધુતાને વંદન કરતો હતો. એણે કહ્યું, “આપના અહેસાનનો બદલો હું કરી રીતે વાળી શકું? આપના જેવા ત્યાગીને હું શું આપી શકું ? જે માત્ર કથામ ધારું Page #7 -------------------------------------------------------------------------- ________________ બીજાને જ આપવામાં માને છે, તેમને હું શું આપું ?" આચાર્ય હીરવિજયસૂરિએ કહ્યું, “આપની વાત સાચી છે. જેઓ ત્યાગના ઉપાસક હોય તેમને કશી ખોટ હોતી નથી કે કોઈ જરૂર હોતી નથી.” શહેનશાહ અકબરે કહ્યું, “એ વાત હું જાણું છું એટલે જ વધુ મૂંઝાઉં છું, પણ મારી એક વિનંતીનો આપ સ્વીકાર કરો. મારી પાસે આપના મજહબના ગ્રંથો ધરાવતો વિશાળ ગ્રંથભંડાર છે તેનો આપ સ્વીકાર કરો, પદ્મસુંદરજી નામના પતિશ્રીનો આ ભંડાર રાજની પાસે આવ્યો છે અને રાજ આપને ભેટ ધરવા માગે on HTT ૨. વીરનો ધર્મ આચાર્ય હીરવિજયસૂરિજીએ કહ્યું, “આપની ભાવનાની અમે કદર કરીએ છીએ, પરંતુ એ ભંડાર આપની પાસે જ રાખો. આપ એને બરાબર જાળવજો.” આમ કહ્યા છતાં શહેનશાહ અકબરે આગ્રહ ચાલુ રાખ્યો ત્યારે સૂરિજીએ ગ્રંથભંડારનો એક ગ્રંથ સ્વીકારીને બાકીના ગ્રંથો આગ્રાના જૈન સંઘને અર્પણ કરી દીધા. આચાર્ય હીરવિજયસૂરિજીએ નામનુંયે વળગણ ન રહે તે માટે એ ગ્રંથ ભંડારનું ‘અકબરિયા ગ્રંથ ભંડાર' એવું નામાભિધાન કર્યું. શહેનશાહ અકબર સૂરિજીની અનાસક્તિ જોઈને અપાર આનંદ પામ્યા. વસુંધરા વીરને વરે છે અને ધર્મ નિર્ભયને શોધે છે. મહાન આચાર્ય આર્ય કાલકની બહેન અને મહાન સાધ્વી સરસ્વતીને પોતાની સત્તાના મદમાં રાજા ગર્દભિલ્લ અપહરણ કરી ગયા. આની સામે આર્ય કાલકે સાધુવેશ ત્યજીને સૈનિકનો વેશ લીધો. અધર્મને નાથવા માટે શકરાજની સહાય લીધી. શકરાજે દોઢસો મરજીવા આપ્યા, આર્ય કાલકે આ સેનાની આગેવાની લીધી. ઉજ્જૈનીની વિરાટ સેના અને રાજા ગર્દભિલ્લની ગર્દભિ વિદ્યા આગળ આર્ય કાલકની નાનકડી સેનાનો પરાજય થશે એવી સૌની ધારણા હતી. આર્ય કાલકને શ્રદ્ધા હતી કે અન્યાય સહેતી પ્રજાના હૃદયમાં ખમીર ક્યાંથી બચ્યું હોય ? અધર્મથી હતપ્રભ થયેલી પ્રજા પર વિજય મેળવતાં વાર નહીં લાગે. બન્યું પણ એવું કે આર્ય કાલકની ધનુષવિદ્યા આગળ ગર્દભિલ્લની ગર્દભિ વિદ્યા નિષ્ફળ ગઈ. ગર્દભના ભયંકર સૂરથી સર્વ પ્રાણીઓ નિર્માલ્ય થાય એવી વિધા હતી, પરંતુ આર્ય કાલકે તીરની વર્ષા કરીને ગર્દભનું મુખ સીવી લીધું. આર્ય કાલક પોતાના એકસો પચાસ મરજીવા સાથે ઉજજૈની નગરીમાં શ્રી મહાવીર વાણી | ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ એનાં મુખ્ય અંગ છે. જેનું મન હમેશાં ધર્મમાં લાગેલું રહે છે, તેને તો દેવો પણ નમસ્કાર કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૧-૧ કથામાં ૨ કથામંજૂષા 3 Page #8 -------------------------------------------------------------------------- ________________ વંટોળિયાના વેગે ધસી આવ્યા અને રાજા ગર્દભિલ્લને પકડ્યા. આવા રાજાને તો મોત સિવાય બીજું શું મળે ? યોદ્ધા કાલકે આ રાજાને ઊંચક્યો. એમનો હેતુ જોશભેર પૃથ્વી પર પટકીને એમના પ્રાણ લેવાનો હતો, પરંતુ એકાએક એક હાડપિંજર જેવી યુવતી ધસી આવી. સાવ કંકાલ જેવી સ્મશાનમાંથી કોઈ વૃદ્ધાનું શબ જાગ્યું હોય તેવી. અરે ! આ તો એમની બહેન સરસ્વતી હતી. એની દુર્દશા જોઈને કાલકનો ક્રોધ વધ્યો. આંખોમાંથી આગ ઝરવા લાગી. બાહુમાં બદલાનું બળ આવ્યું અને રાજાને જોશભેર પૃથ્વી પર પછાડવા વિચાર કર્યો, ત્યાં તો સરસ્વતીએ એમને અટકાવ્યા. એણે કહ્યું, “પ્રિય ભાઈ, પૃથ્વી પર પટકીશ નહીં, એના પ્રાણ હરીશ નહીં.” આર્ય કાલકે કહ્યું, “અરે, જેણે તને આટલો સંતાપ આપ્યો, તારું હરણ કર્યું, તને આવી કંગાલ, કંકાલ, કદરૂપી બનાવી તેને તો મોત પણ ઓછી સજા કહેવાય.” સરસ્વતી બોલી, “ભાઈ, એને માફ કરો. એને મારી નાખશો નહીં. જીવતો રહેવા દો." આર્ય કાલકે ગર્જનાભર્યા અવાજે કહ્યું, “આને જીવતો રહેવા દઉં તો જગત મને મૂર્ખ નહીં, પણ મહામૂર્ખ કહેશે. જેણે મારી ભગિની સાધ્વી સરસ્વતીની આવી દુર્દશા કરી, જેને કારણે મારે ધર્મનું આંગણું છોડીને સમરાંગણમાં ખેલવું પડયું એને હું ક્ષમા આપું ? અશક્ય, અશક્ય.” સરસ્વતી કહે, “ક્ષમા એ તો વીરનું ભૂષણ છે. આ રાજાને જીવતર ભારે વહાલું છે. એને પશ્ચાત્તાપ માટે જીવવા દો.” આર્ય કાલકે પોતાની ભગિની સરસ્વતીની વાતનો સ્વીકાર કર્યો અને ઉજ્જૈનીના ગર્દભિલ્લ રાજાને મુક્ત કર્યા. ૩. ઊનું જમો છો કે ટાટું ? ભવ્ય, મનોહર અને કલામય દેલવાડાનાં જિનમંદિરો આજેય મંત્રી વસ્તુપાળ અને એમનાં પત્ની અનુપમાદેવીની કીર્તિગાથા કહે છે. ગિરિરાજ આબુ પર આવેલા લુણિગવસહી નામના આ મનોહર પ્રાસાદ એ દંપતીની ધર્મભાવનાઓનો ઉદ્ઘોષ કરે છે. મંત્રી તેજપાળના ઘેર મુંજાલ મહેતા નામના નામું-ઠામું લખનાર વડીલ હતા. વર્ષોથી પરિવારમાં હોવાથી કુટુંબીજન બની ગયા હતા. એક વાર આ મુંજાલ મહેતાએ મંત્રી તેજપાળને વિચિત્ર પ્રશ્ન કર્યો. એમણે પૂછયું, “અરે મંત્રીરાજ ! તમે કહેશો ખરા? તમે ઊનું જમો છો કે ટાઢું જમો છો ?” મંત્રી તેજપાળને આ પ્રશ્ન સમજાયો નહીં. એમણે કહ્યું, મહેતાજી, તમે શું કહો છો અને શા માટે કહો છો તે હું સમજી શકતો નથી. જરા ફરી કહો તો બરાબર સમજાય.” મુંજાલ મહેતાએ કહ્યું, “મારે એ જાણવું છે કે તમે અગાઉ બનાવેલું ભોજન જમો છો કે પછી નવું તાજું ભોજન ખાવ 11 શ્રી મહાવીર વાણી | આ સંસારમાં જીવને માટે ચાર પરમ વસ્તુઓ અત્યંત દુર્લભ છે : (૧) મનુષ્યજન્મ, (ર) શ્રુતિ એટલે શાસ્ત્રશ્રવણ (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમપાલન માટે વીર્ય એટલે આત્મબળ. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, ૩-૧ છો ?** સ્થામાં છે તું કથામંજૂષા હૃપા Page #9 -------------------------------------------------------------------------- ________________ મંત્રી તેજપાળને આ પ્રશ્ન ઢંગધડા વગરનો લાગ્યો. બીજા લોકોને થયું કે વીર યોદ્ધા અને રાજનીતિમાં કુશળ એવા તેજપાળને આવો વાહિયાત પ્રશ્ન કરાતો હશે ? આમ છતાં તેજપાળે વિનયથી મુંજાલ મહેતાને કહ્યું, “તમારો પ્રશ્ન મને સમજાતો નથી. એનો સંદર્ભ સ્પષ્ટ કરો તો ખ્યાલ આવે.” મુંજાલ મહેતાએ કહ્યું, “આજ સવારે ધર્મસ્થાનમાં ગયો હતો. સાધુ મહારાજ સાથે આપના વિશે વાત નીકળી. તેઓને એ જાણવું છે કે આપ રોજ ઊનું જમો છો કે ટાટું ?” મંત્રી તેજપાળ વિચારમાં પડી ગયા. નક્કી સાધુમહારાજની વાતમાં કોઈ સંકેત હોવો જોઈએ. મુંજાલ મહેતાએ એ સંકેત સ્પષ્ટ કરતાં કહ્યું, “તમે જે કંઈ વૈભવ ભોગવો છો તે તો તમારા પૂર્વજન્મની કમાણી છે. સવાલ એટલો કે માત્ર ટાઢું ખાઈને બેસી રહો છો કે પછી આ જન્મમાં પુણ્યની નવી કમાણી કરીને ઊનું જમો છો ?” ૪. વાંદરા પર ઘા એકસો આઠ ગ્રંથોના રચયિતા આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી પોતાના વતન વિજાપુરની આસપાસના વિસ્તારોમાં વિહાર કરતા હતા. રસ્તામાં કોઈ શાંત અને નિર્જન સ્થળ મળે એટલે ધ્યાનમાં ડૂબી જતા હતા, તો કોઈ સ્થળે પ્રેરણા જાગતાં લેખન કરવા બેસી જતા. આમ એમની વિહારયાત્રા ચાલે, વિચારયાત્રા ચાલે. અને ધ્યાન અને અધ્યાત્મની યાત્રા પણ અવિરત ચાલતી રહે. એક વાર મહુડીનાં કોતરોમાંથી આચાર્યશ્રી પસાર થતા હતા. એમની બાળપણની અનેક સ્મૃતિઓ જાગી ઊઠી, કારણ કે આ કોતરોમાં બાળપણમાં ઘણી મોજ-મસ્તી કરી હતી. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને નવી તાજગીનો અનુભવ થયો. તેઓ લલ્લુભાઈ નામના એમના એક ભક્તની સાથે આ કોતરોમાંથી પસાર થતા હતા, ત્યારે એક વાંદરાને વૃક્ષ પર બેઠેલો જોયો. મોત સામે જોઈને એ બેબાકળો બની ગયો હતો. એની મતિ મૂંઝાઈ ગઈ હતી. એનાં સાન-ભાન ભુલાઈ ગયાં હતાં. બુદ્ધિસાગરજીએ જોયું તો ઝાડની નીચે એક વરુ બેઠું હતું. 11 શ્રી મહાવીર વાણી | સંસારરૂપી વનમાં અરિહંત ભગવાન માર્ગ બતાવનાર છે, સંસારરૂપી સમુદ્રમાં અરિહંત ભગવાન સુકાની (જીવનનકાને પાર ઉતારનાર) છે. છ જીવનિકાયના રક્ષક છે. એટલે અરિહંત ભગવાન ત્રણ ગોપ પણ કહેવાય છે. શ્રી આવશ્યક નિર્યુક્તિ, ૮૯૮ સ્થાનેથી ૬ ક્યામંજૂષા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ on વરુ રાહ જોતું હતું કે ડરનો માર્યો આ વાંદરો ક્યારે ઝાડ પરથી નીચે પડે અને હું એને ખાઈ જાઉં ! ઝાડ પર રહેલો વાંદરો પણ શિયાવિયા થતો હતો. હમણાં પડ્યો કે પડશે. આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ ઈંટનો એક ટુકડો લઈને જોરથી વાંદરાની નજીક ઘા કર્યો. ઈંટનો ટુકડો વાગવાના ડરથી વાંદરો ઝાડ પરથી કૂદ્યો. એક આંબા પરથી બીજા આંબા પર અને બીજા આંબા પરથી ત્રીજા આંબા પર. એ પછી તો એ વાંદરો કોતરોમાં ગાયબ થઈ ગયો. સૂરિજીની સાથે ચાલતા લલ્લુભાઈએ સૂરિજીને પૂછયું, ઓહ ! સાધુ થઈને આપનાથી પ્રાણી પર ઈંટનો ઘા થાય ખરો ?” આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીએ હસતાં હસતાં કહ્યું, “ભાઈ, કાર્યનો આધાર મન પર છે. મેં વાંદરાની નજીક ઈંટનો ઘા કરીને એની શક્તિને જાગ્રત કરી, મારો વિચાર તેને પથરો મારવાનો નહોતો, પરંતુ એને વરુના પંજામાંથી બચાવવાનો હતો અને થયું પણ એવું જ કે વાંદરાની શક્તિ જાગતાં એ જાતે જ વરુના પંજામાંથી છટકી ગયો.” ૫. અધોગતિનું કારણ મહિપતરામ રૂપરામ નીલકંઠ. ઈ. સ. ૧૮૬૦માં સમુદ્રયાત્રા કરી તેઓ ઇંગ્લેન્ડ ગયા. સાત વર્ષ સુધી જ્ઞાતિએ એમનો બહિષ્કાર કર્યો. આ મહિપતરામે ગુજરાતમાં પ્રાર્થના સમાજની પ્રવૃત્તિને વેગ આપ્યો, એમના ‘સત્યદીપક' નામના સામયિક દ્વારા લોકમત કેળવવાનો પુરુષાર્થ કર્યો. આવા સમાજસુધારક મહિપતરામના મનમાં સતત એક માન્યતા મનમાં ઘુમ્યા કરતી કે જૈન ધર્મને કારણે ભારતની અધોગતિ થઈ છે. એક વાર શ્રીમદ્ રાજચંદ્ર સાથે એમનો મેળાપ થયો. સુધારક મહિપતરામે એમની માન્યતા પ્રમાણે સીધેસીધું કહી દીધું કે દેશની અધોગતિ થવાનું એક કારણ જૈન ધર્મ છે. એણે દેશના લોકોને નબળા અને નિર્માલ્ય બનાવ્યા. આ સાંભળી શ્રીમદ્ રાજચંદ્ર એમને પૂછ્યું, “ભાઈ, તમને એ તો ખ્યાલ છે કે જૈન ધર્મ એ અહિંસા, ન્યાય, નીતિ, નિર્વ્યસન, સત્ય અને સંપ તથા સર્વપ્રાણી હિતનો ઉપદેશ આપે છે.” મહિપતરામે કહ્યું, “હાજી, જૈન ધર્મના બોધનો મને પૂરેપૂરો ખ્યાલ છે.” 1 શ્રી મહાવીર વાણી | જાણતાં કે અજાણતાં કોઈ અધર્મ કાર્ય થઈ જાય તો પોતાના આત્માને એમાંથી તરત હટાવી લેવો. ત્યાર પછી બીજી વાર એવું કાર્ય ન કરવું. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮-૩૧ ક્યામવી છે. ક્યામંજૂષા હૃe Page #11 -------------------------------------------------------------------------- ________________ n[ n શ્રીમદ્ રાજચંદ્ર પોતાની વાત આગળ ધપાવી. એમણે કહ્યું, “તમને એ પણ ખ્યાલ હશે કે જૈન ધર્મ હિંસા, અનીતિ, અન્યાય, કૂરતા, વિજયલાલસા, પ્રમાદ અને આળસનો નિષેધ કરે છે.” મહિપતરામે કહ્યું, “હા જી, એનો પણ મને ખ્યાલ છે.” શ્રીમદે વળતો પ્રશ્ન કર્યો, “તમે જ મને કહો કે દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, દયા, નીતિ, સત્ય, સર્વપ્રાણી હિત, ન્યાય અને આરોગ્ય આપનારા ધર્મથી થાય કે પછી દેશની પ્રગતિ હિંસા, ક્રૂરતા, અસત્ય વગેરેથી થાય ?” મહિપતરામે કહ્યું, “દેશની અધોગતિ તો હિંસા, પ્રમાદ, અનીતિ કે છળકપટને કારણે થાય.” શ્રીમદ્ રાજચંદ્ર વાતનો દોર પકડી લેતાં કહ્યું, “ત્યારે દેશની ઉન્નતિ અહિંસા, ઉદ્યમ, સંપ વગેરે થકી થાય તે સાચું ને ?” મહિપતરામે સ્વીકારમાં માથું ધુણાવ્યું. એટલે શ્રીમદે કહ્યું, “જુઓ ભાઈ, જૈન ધર્મ દેશની અધોગતિ થાય તેવો બોધ કરતો નથી, પણ દેશની ઉન્નતિ થાય તેવો ઉપદેશ આપે છે.” મહિપતરામની માન્યતાના પાયો ધ્રુજવા લાગ્યા. એમણે કહ્યું, “ભાઈ, હું સ્વીકાર કરું છું કે દેશની ઉન્નતિનાં સાધનોનો બોધ કરે છે, પરંતુ આજ સુધી મેં આવી સૂકમતાથી આ વાતનો વિચાર કર્યો નહોતો. અમને તો ખ્રિસ્તીઓની શાળામાં જે સંસ્કાર પડ્યા હતા તેને પરિણામે વગર વિચારે લખી નાખ્યું.” ૬. ગોખેલું બોલું છું આચાર્ય શ્રી સૂરાચાર્યની વિદ્વત્તા અગાધ હતી તો એમની કવિતા સર્જતી કલ્પનાશક્તિ અનુપમ હતી. તેઓ શિષ્યોને સ્વાધ્યાય કરાવતા ત્યારે અભ્યાસની બાબતમાં સહેજે કચાશ રાખતા નહીં. ભણાવતી વખતે જે શિષ્યને પાઠ બરાબર આવડે નહીં, તેને પોતાના ઓધાની દાંડીથી ફટકારતા હતા. લાકડાની આ દાંડી વારંવાર મારવાથી તૂટી જતી હતી. તેથી એમણે લોખંડની દંડી રાખવાનું વિચાર્યું. તેઓના ગુરુને આની જાણ થઈ ત્યારે ગુરુએ એમને વાર્યા અને ઠપકો આપતાં કહ્યું, “જો જ્ઞાનનો આટલો બધો ગર્વ હોય તો રાજા ભોજની એકએકથી ચડિયાતા વિદ્વાનોની સભામાં જઈને વિજય મેળવી આવો. બાકી આ રીતે લોહદંડ એ તો યમરાજનું હથિયાર કહેવાય, ભયનું પ્રતીક છે. અભયના આરાધક સાધુને એ શોભે નહિ.” ગુરુનાં વચનોએ સૂરાચાર્યની કઠોરતા અળગી કરી, યોગાનુયોગ એવું બન્યું કે એ દિવસોમાં માળવાના રાજા ભોજે ગુર્જરપતિ ભીમદેવની સભામાં વિદ્વત્તા અને સંસ્કારિતાની કસોટી કરે તેવી, શ્લોકરૂ પી એક માર્મિક સમસ્યા મોકલી હતી. સોલંકી કથામંજૂષા૧૧ || શ્રી મહાવીર વાણી | દુર્રીય સંગ્રામમાં દસ લાખ શત્રુઓને માણસ હરાવે તેના કરતાં પોતાના આત્મા ઉપર વિજય મેળવે એ જ પરમ વિજય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૯-૩૪ કથામંજૂષા૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ રાજવી ભીમદેવે રાજના વિદ્વાન પંડિતોને માળવાના પડકારની વાત કરી. રાજમંત્રીઓ અને અન્ય પંડિતોએ એમ કહ્યું કે આ કામ તો માત્ર સૂરાચાર્ય જ કરી શકે. રાજાએ આદરપૂર્વક સૂરાચાર્યને રાજસભામાં બોલાવ્યા અને એમને રાજા ભોજે મોકલેલા શ્લોકના ઉત્તરની વાત કરી. હમણાં જ ઉચ્ચારાયેલા ગુરુવર્યોના શબ્દો સૂરાચાર્યના કાનમાં ગુંજતા હતા. સૂરાચાર્યે આવતાંની સાથે જ રાજા ભોજની સમસ્યાનો ઉકેલ બતાવતાં કાવ્યસંદેશાનું સર્જન કર્યું. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ગુજરાતમાં આવી અનુપમ કાવ્યશક્તિ ધરાવનાર કોઈ સર્જક સાધુ હોય. એ પછી તો ગુજરાત અને માળવા વચ્ચે કાવ્યરચનાઓનું આદાનપ્રદાન થતું ગયું અને બંને પ્રદેશોમાં કાવ્યરસની છોળો ઊડવા લાગી. ચૈત્યમાં ધર્મનૃત્યનાટિકાથી થાકેલી નર્તકી વારંવાર થાંભલાની આડમાં જઈને પોતાના તાલથી જ પરસેવો લૂછતી હતી. આવા પ્રસંગ પર રાજા ભોજે કાવ્યરચના કરી. એના પ્રતિ શ્લોક રચનાર સુરાચાર્યની સર્ગશક્તિ પર રાજા ભોજ પ્રસન્ન થયા. માળવામાં આવ્યા બાદ સુરાચાર્યે પોતાની પ્રતિભાથી રાજા ભોજની વિદ્વત્સભાને ચકિત કરી દીધી. આ સમયે પંડિતોએ એક નાના બાળકને પોપટની જેમ પઢાવીને એમની સાથે યુક્તિ કરી છે. વિદ્વત્તાના સાગર શ્રી સૂરાચાર્ય એમ કંઈ પાછા પડે ખરા ? એમણે બાળકને લાડકોડથી રમાડવા માંડ્યો. કાલીઘેલી ભાષામાં એની સાથે વાત કરવા લાગ્યા. આ સમયે પોપટની જેમ રટણ કરી જાણતા બાળકની સૂરાચાર્યે ભૂલ બતાવી તો એ બાળક સહજપણે બોલી ઊઠ્યો, “હું તો મારી પાટીમાં લખેલું બોલું છું. મને જેવું ગોખાવવામાં આવ્યું છે તે જ બોલું છું.” આમ પંડિતોની પોલ ઉઘાડી પડી ગઈ. આખરે ભોજના દરબારના પંડિતો શ્રી સુરાચાર્ય સાથે વાદવિવાદમાં ઊતર્યા, પરંતુ સૂરાચાર્યે સહુને પરાભવ આપ્યો. આચાર્યશ્રી સૂરાચાર્ય સોલંકી યુગની રાજધાની પાટણમાં પહોંચ્યા, ત્યારે પાટણના રાજવી ભીમદેવ અને નગરજનોએ એમનું ભવ્ય સન્માન કર્યું. એમણે ભગવાન ઋષભદેવ અને ભગવાન નેમિનાથ એ બંનેના ચરિત્રરૂપ કાવ્યગ્રંથ રચ્યો હતો. વિ. સં. ૧૦૯૦માં એમણે ગદ્ય-પદ્યમાં નેમિરિત્ર મહાકાવ્યની રચના કરી. શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્ર એમ ત્રણે શાસ્ત્રોમાં શ્રી સૂરાચાર્યની વિદ્વત્તા સમાન રૂપે પ્રગટ થઈ. કથામંજૂષા ૧૨ ૭. તું છે અનુપમ ! વિક્રમનો તેરમો સૈકો. ગુજરાતના સુવર્ણયુગનો આખરી તબક્કો. ઇતિહાસમાં અમર બનનાર વસ્તુપાળ અને તેજપાળની બેલડીની પરાક્રમગાથાઓ ગવાતી હતી. એક સમયે વસ્તુપાળ અને તેજપાળ શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરવા નીકળ્યા. પોતાની જે કંઈ સંપત્તિ હતી તે સાથે લઈને આ મંત્રી-કુટુંબ યાત્રાર્થે નીકળ્યું હતું. એક દિવસ બંને ભાઈઓ વચમાં આવતા હડાળા નામના ગામમાં નિરાંતે બેઠા હતા, ત્યાં વિચાર આવ્યો કે સોરઠમાં તો ભલભલા લોકો લૂંટારાનો ભોગ બનીને લૂંટાઈ જાય છે. આથી એમણે પોતાની સાથેની મિલકતનો ત્રીજો ભાગ જંગલમાં ક્યાંક ભંડારી દેવાનું નક્કી કર્યું. રાત્રે બંને ભાઈઓ પોતાનું એ ધન ધરતીમાં દાટવા ગયા, ત્યાં તો ધરતીમાંથી સોનામહેરો ભરેલો ચરુ નીકળી આવ્યો. એમણે વિચાર્યું કે આપણે લક્ષ્મીને ભૂમિમાં ભંડારવા ગયા, પરંતુ ભૂમિમાંથી વધુ લક્ષ્મી મળી. બંને ભાઈઓએ વિચાર્યું કે આ આપણી મહેનતનું ધન નથી તેથી તેનો શો ઉપયોગ કરવો ? આ અંગે અનુપમાદેવીની કથામંજૂષા ૧૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ સલાહ પૂછી તો એમણે કહ્યું કે ધનને ધરતીમાં ભંડારીને રાખવાને બદલે ઊંચે શિખર પર મૂકવું જોઈએ. એમાં જ માનવી અને સંપત્તિ બંનેની શોભા છે. લોભી વ્યક્તિ ધનને દાટીને અધોગતિ પામે છે. એ જ ધનને ઊંચે ગિરિવરો ઉપર જિનાલયોમાં ખર્ચીને ઊર્ધ્વગતિ પણ મેળવી શકાય, માટે શત્રુંજય અને ગિરનાર તીર્થના ઉદ્ધારમાં આ ધનનો ઉપયોગ કરીએ તેવો વિચાર અનુપમાદેવીએ કહ્યો. વસ્તુપાળના અંતરમાં અનુપમાદેવીની વાત વસી ગઈ. તેજપાળ એમના નિર્લોભીપણા માટે રાજી રાજી થઈ ગયા. શ્રી શત્રુંજય મહાતીર્થમાં વામદેવ સલાટ પાસે નંદીશ્વર જિનપ્રાસાદ બનાવ્યો અને એ મહાતીર્થમાં અનુપમ સરોવર બંધાવ્યું. સં. ૧૨૯૨માં પંચમી તપનું ઉજવણું કરતી વખતે પચીસ સમવસરણ બનાવ્યાં અને શત્રુંજય તીર્થની તળેટીમાં બત્રીસ વાડીઓ અને ગિરનાર તીર્થની તળેટીમાં સોળ વાડીઓ બનાવી. તેજલપુરમાં જિનાલય, સરોવર અને પોશાળ બનાવ્યાં. આબુ ગિરિરાજ પર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લૂશિંગવસહી નામે મનોહર, કલામય અને ભવ્ય પ્રાસાદ તૈયાર કરાવ્યો. અનુપમાદેવીએ શિલ્પીઓની માતાની માફક સંભાળ લીધી. એમનાં શરીર સ્વસ્થ અને સ્ફૂર્તિવાળાં રહે તે માટે મર્દન કરવાવાળા માણસો રાખ્યા. બધાને પૂરતી રકમ આપી. અને આબુમાં અજોડ જિનાલયોની રચના કરી. અનુપમાદેવી વિશે એમના સમયના કવિઓએ લખ્યું, “લક્ષ્મી ચંચળ છે, પાર્વતી ચંડી છે, ઇંદ્રાણી શોક્યવાળી છે, ગંગા નીચે વહેનારી છે, સરસ્વતી તો કેવળ વાણીના સારવાળી છે, પણ અનુપમા અનુપમ છે.” અનુપમાદેવી બાહ્ય રીતે રૂપાળાં નહોતાં, પણ એમનું ભીતરનું રૂપ અપાર હતું. એ ભીતરની ભાવનાને કારણે અનુપમા અમર બની ગયાં. G કથામંજૂષા ૧૪ ૮. લાખેણાં આંસુ સોરઠના વણથલી ગામના સવચંદ શેઠના જીવનમાં સમૃદ્ધિની ભરતી પછી સંકટની ઓટ આવી. દરિયાની વાટે વહાણ મોકલીને બહોળો વેપાર કરનારા સવચંદ શેઠનાં વહાણો ભરદરિયે ક્યાંક ખોવાઈ ગયાં. જાણે રત્નાકર સાગર આ વહાણોને ગળી ગયો ન હોય ! સવચંદ શેઠના એક એક વહાણમાં એક એક લાખનો માલ હતો. શેઠે ઘણી રાહ જોઈ. વહાણના કોઈ સમાચાર આવ્યા નહીં, પરંતુ બારણે લેણદારો આવીને ઊભા રહ્યા. કેટલાક કોઈ વ્યક્તિની આપત્તિ જોઈને સાથ આપવા દોડી જાય છે તો કેટલાક એને સાથ આપવાને બદલે પહેલાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. સવચંદ શેઠે ગામના ઠાકોર પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા. ઠાકોરને જાણ થઈ કે સવચંદ શેઠનાં વહાણનો કોઈ પત્તો નથી. શેઠે તકાદો કરનારા લેણદારોને દેવું ચૂકવવા માંડ્યું. હવે તો એમની પાસે આપવા જેવુંય કશું રહ્યું નથી. ઠાકોરને થયું કે હવે સીધી આંગળીએ ઘી નહીં નીકળે એથી કથામંજૂષા ૧૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ એમણે જુદો રસ્તો અપનાવ્યો. એમણે જઈને સવચંદ શેઠ આગળ રોદણાં રડવાનાં શરૂ કર્યો. ઠાકોર કહે કે પોતાને તો પૈસાની કોઈ જરૂર નથી, પરંતુ રાજ કુંવરે હઠ લીધી છે, એને દેશાવર ખેડવો છે. બાળહઠ આગળ હું લાચાર છું. તમે કંઈક કરો. સવચંદ શેઠ પારખી ગયા કે આ બદલાયેલા પવનનું પરિણામ છે. એમણે વિચાર્યું કે દુનિયામાં પડતાને પાડનાર લાખ હોય છે. પડતાને ઊભા કરનાર વીરલા જ હોય છે. સવચંદ શેઠે જૂનાં ખાતાં-પતરાં ઉખેડ્યાં, પણ કશું વળ્યું નહીં. આખરે ઠાકોરને અમદાવાદના શેઠ સોમચંદ-અમીચંદ પર લાખ રૂપિયાની હૂંડી લખી આપી. શેઠ સોમચંદ અમીચંદની કોઈ ઓળખાણ-પિછાણ નહીં. જેમ નરસિંહ મહેતાએ શામળશા પર હૂંડી લખી હતી એમ સવચંદ શેઠે હૂંડી લખી આપી. લખતી વેળા સવચંદ શેઠને વિચાર પણ આવ્યો કે મારે કોઈ ઓળખાણ નથી કે પિછાણ નથી. માત્ર મહાજનનું નામ જાણીને હૂંડી લખું છું. પોતાની દશા જોઈને સવચંદ શેઠની આંખમાં આંસુ આવ્યાં અને હૂંડીના કાગળ પર એ પડ્યાં. ઠાકોર હૂંડી લઈને સોમચંદ શેઠ પાસે ગયા. સોમચંદ શેઠ ઝીણવટથી હુંડી જોઈ. બે આંસુઓને કારણે આછા બનેલા અક્ષરો જોયા. મનમાં વિચાર્યું, “ઓહ, આ બે આંસુની કિંમત બે લાખની ગણાય. લાખેણા માણસનાં બહુમૂલ્ય સુ છે.” તરત જ સોમચંદ શેઠે ઠાકોરને લાખ રૂપિયા ગણી આવ્યા. ૯. વીર અને મહાવીર શહેનશાહ અકબરના દિલમાં સર્વ ધર્મ તરફ આદર હતો. અકબરના જમાનાના ઇતિહાસકાર અબુલ ફઝલને ભારતના જુદા જુદા ધર્મો અને તેનાં દર્શનોને જાણવાની જિજ્ઞાસા જાગી. અબુલ ફઝલને મુનિ ભાનચંદ્રજીએ ‘પદર્શન સમુચ્ચય' નામનો ગ્રંથ ભણાવ્યો. આચાર્ય હરિભદ્રસૂરિજીએ રચેલા ગ્રંથમાં છએ દર્શનોની વાત હતી. અબુલ ફઝલ આ ગ્રંથ વાંચીને આફરીન પોકારી ગયા. અત્યાર સુધી એમણે માત્ર સ્વધર્મની અતિ પ્રશંસા અને પરધર્મની આકરી ટીકા કરતા ગ્રંથો વાંચ્યા હતા. પહેલી વાર એમણે એવો ગ્રંથ વાંચ્યો, જેમાં છએ દર્શનોની ચર્ચા હોય, એમાં નહોતી વિધીની નિંદા કે નહોતી ખંડન અને મંડનની સાઠમારી. | મુનિ ભાનુચંદ્રજીને શહેનશાહ અકબર મળવા આવ્યા ત્યારે એકબરને એક સમાચાર મળ્યા. ગુજરાતના સૂબા અઝીઝ કોકાએ જણાવ્યું કે જામનગરના રાજવી સામેની લડાઈમાં આપણને ભવ્ય વિજય મળ્યો છે. જામનગરના રાજવી જામ સતાજીને કેદ કરવામાં આવ્યા છે. એમના લશ્કરના કેટલાય સૈનિકોને પકડીને 11 શ્રી મહાવીર વાણી , મિથ્યાપણું અને અજ્ઞાનના અંધકારને કારણે જ્યાં માર્ગ જડવો મુશ્કેલ છે એવા સંસારરૂપી વનમાં જેમણે માર્ગ દર્શાવ્યો-ચીંધ્યો એવા અહંન્તોને હું નમસ્કાર કરું છું. શ્રી આવશ્યક નિર્યુક્તિ, ૯૦૯ કથામંજૂષાર્શ૧૬ કથામંજૂષા૧૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ કેદમાં પૂરી દેવામાં આવ્યા છે. શહેનશાહ અકબર આ સમાચાર સાંભળીને આનંદવભોર બની ગયા. એમણે જોયું તો સામે સ્વસ્થ અને શાંત મુનિરાજ ઊભા હતા. પોતાના આનંદને પ્રગટ કરતાં શહેનશાહ અકબરે કહ્યું, “જુઓ મહારાજ, આપનું આગમન થયું અને આ અપાર આનંદના સમાચાર મળ્યા. અમારા આ આનંદના અવસરે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ અમારી પાસેથી કશુંક સ્વીકારો. અમે આપને આપેલા વચનનું પૂરેપૂરું પાલન કરીશું.” ત્યાગી મુનિને માગવાનું શું હોય ? એમને વિચારમાં ડૂબેલા જોઈને શહેનશાહ અકબરે ફરી કહ્યું, “મુનિરાજ, હું જાણું છું કે આપ ત્યાગી છો. આમ છતાં આજનો આ રૂડો અવસર છે. આવા અવસરે કંઈ માગો તો અમારો આનંદ વધે.” મુનિ ભાનુચંદ્રજીએ કહ્યું, “આપની વાત સાચી છે. આજના આનંદના અવસરે હું તો એટલું માગું કે આપના આનંદમાં સહુ કોઈ સહભાગી બને. આપના મિત્ર અને આપના દુશ્મન પણ ખરા.” મુનિ ભાનુચંદ્રજીની વાત સમ્રાટ સમજી શક્યા નહીં. એમણે કહ્યું, “આ અવસર મારે માટે આનંદનો ખરો, મારા શત્રુને માટે નહીં. એને વળી હું કઈ રીતે આનંદ આપી શકું ?" મુનિ ભાનુચંદ્રજીએ કહ્યું, “મારું એટલું જ કહેવું છે કે મને એવી ભિક્ષા આપો કે આજનો અવસર મારી અને આપની તો ઠીક, પણ આપના દુશ્મનની જિંદગીમાં પણ યાદગાર બની જાય.” મુનિ ભાનુચંદ્રજીની વાત સાંભળીને સમ્રાટ અકબર વિમાસણમાં પડ્યા. એમણે પૂછ્યું કે આવું કઈ રીતે બને ? દુશ્મનનું દુઃખ એ મારું સુખ. શત્રુને કેદ એ મારો વિજય. મુનિ ભાનુચંદ્રજીએ કહ્યું, “આથી જ હું આપની પાસે એટલી ભિક્ષા માગું છું કે જામ સતાજીને કારાવાસમાંથી મુક્ત કરો. એમના સૈનિકોને છોડી દો.” શહેનશાહ અકબર વિચારમાં ડૂબી ગયા. વચનપાલક શહેનશાહે મુનિરાજની વાત માન્ય રાખી. શહેનશાહ અકબરે જામનગરના રાજવી અને એમની સેનાને બંધનમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો. કથામંજૂષા ૧૮ ૧૦. ભિક્ષાનો આનંદ સરોતર નામનું ગામ. આ નાનકડા ગામમાં મહાન સાધુનો પ્રવેશ થયો. ગામ આખું ચોરી અને રંજાડ માટે જાણીતું. ગામલોકોને ચોરી એ ખેતી લાગતી. લૂંટ એ ભાગીદારનો ભાગ પડાવ્યા જેવી ગણાતી. અત્યાચાર આવડતનો અંશ મનાય અને વ્યસન એ રોજની મોજ મનાય. જેવા રાજા એવી પ્રજા. ગામની પ્રજા અવળા ધંધા અજમાવે અને એ બધામાં સૌથી હોશિયાર ગણાય ગામનો ઠાકોર અર્જુનસિંગ. લોકોનું આંચકી લેવામાં અર્જુનસિંગને જોરાવરી લાગતી. વ્યસનો એટલાં બધાં વળગેલાં કે એકે બાકી નહીં. માખી મારવી અને માનવી મારવો એને મન સમાન લાગતાં. ગામમાં સાધુ આવે એટલે ઠાકોરને દર્શને તો જવું પડે. એમાંય આ તો આચાર્યશ્રી હીરવિજયસૂરિ આવ્યા હતા. ખુદ મુઘલ સમ્રાટ શહેનશાહ અકબરે એમનાં દર્શનની-ઉપદેશની ઝંખના પ્રગટ કરી હતી. ઠાકોર અર્જુનસિંગ આચાર્યશ્રીનાં દર્શને આવ્યા અને વિનંતી કરી, “આચાર્યશ્રી, આપ મારે ત્યાં પધારો અને ભિક્ષા ગ્રહણ કરો. મારા પર મોટો ઉપકાર થશે.” કથામંજૂષા ૧૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીએ કહ્યું, “ભાઈ, તારી સાચે જ ભિક્ષા આપવાની ઇચ્છા છે ? ખરેખર ઉપકારનો આશય ધરાવે છે ? જો તારી ભાવના સાચી હોય તો હું જરૂર આવું.” ૧૧. જિનેશ્વર અને જિનદાસ ઠાકોર અર્જુનસિંગે કહ્યું, “મહારાજ, આજ સુધી દિલમાં ખોટી ભાવના રાખીને ઘણાં ખોટાં કામ કર્યા છે, પરંતુ આજે તો અંતઃકરણની વાત કરું છું. આપના જેવા સમર્થ આચાર્ય મારે ત્યાં પધારે તો મારું જીવન ધન્ય થઈ જાય.' આચાર્યશ્રીએ કહ્યું, “જીવન ધન્ય બનાવવા માટે ભિક્ષા પણ એવી જ આપવી પડશે. સાચી ભાવનાવાળી ભિક્ષા આપવાની તારી તૈયારી છે ને ?” ઠાકોર અર્જુનસિંગે જવાબ આપ્યો, “હા મહારાજ, આપ કહો તે ભિક્ષા આપવા તૈયાર છું.” આચાર્યશ્રીએ કહ્યું, “ભાઈ, તારી ધારણા એવી હશે કે અમે ભિક્ષામાં ભોજનની, આહારની વાત કરીશું, પણ અમારા જેવા સાધુનો ખરો આહાર તો સદાચાર છે. તું સદાચારની ભાવના રાખીને ખોટાં વ્યસનોના ત્યાગની ભિક્ષા આપતો હોય તો અમને આનંદ થાય.” અર્જુનસિંગના હૃદયના એક ખૂણામાં રહેલી ભલાઈને સાધુની વાત સ્પર્શી ગઈ. એ દિવસે એણે શેતાનનો સાથ છોડી દેવાનું નક્કી કર્યું. એણે આચાર્યશ્રીને કહ્યું, “આપે દુર્બસનોના ત્યાગની ભિક્ષા માગી છે તો આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે લૂંટફાટ કરીશ નહીં, નિર્દોષને રંજાડીશ નહીં, નિર્દોષ પ્રાણીઓની હત્યા નહીં કરું અને વ્યસનોનો ત્યાગ કરીશ.” આચાર્યશ્રી હીરવિજયસૂરિના ચહેરા પર આનંદની રેખાઓ તરવરી ઊઠી. આ રેખાઓમાં સરોતર ગામના ઠાકોર અર્જુનસિંગની સાચી ભિક્ષા મળ્યાનો આનંદ જોયો. મંદિર એટલે એવું સ્થાન કે જે માનવીમાં ઉન્નત ભાવ જગાવે. જગતના વ્યવહારમાં રચ્યોપચ્યો રહેતો માનવી એ સઘળી વાતોથી અળગો બનીને દેવાલયમાં પ્રવેશતો હોય છે. વ્યવહારજીવનના સઘળા વિચારોનો એ ત્યાગ કરે છે. ધીરે ધીરે પોતાની આસપાસની દેવાલયની દુનિયાનું વિસ્મરણ કરતો જાય. છે, અને માત્ર પ્રભુ તરફ એનું સમગ્ર ચિત્ત સમર્પિત થતું હોય - જિનમંદિરમાં પ્રવેશતી વખતે ત્રણ વખત નિસહી બોલવાની પરંપરા છે. નિસીહી એટલે અટકાવવું. મનને બાહ્ય વિચારોથી દૂર રાખીને પરમાત્મામાં પરોવવું એ એનો મર્મ, રાજા ભીમદેવનો પરમ વિશ્વાસુ દંડનાયક જિનદાસ દેવાલયમાં પ્રવેશ્યો ત્યારે રાજકાજના સઘળા વિચારો ભૂલીને માત્ર ભક્તિ અર્થે દાખલ થયો હતો. એણે પ્રભુપૂજાનો પ્રારંભ કર્યો. એવામાં એકાએક ધસમસતા કથામથી ૨૩ કથામંજૂષા# ૨ ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ દોડી આવેલા સિપાઈઓએ જિનદાસને કહ્યું, “અમે આખરે ચોર શોધી કાઢ્યો છે. ઊંટની ચોરી કરી જનારો ચારણ અંતે પકડાયો છે. કેટલાય ગરીબ ઊંટવાળાઓની આજીવિકા ઝૂંટવનાર ઝડપાયો છે. હવે આપ કહો તે સજા કરીએ.” દેવાલયની ભીતરમાં જિનપૂજા કરતા જિનદાસ બોલી કઈ રીતે શકે ? વળી રાજનું કામ હતું. સજા તત્કાળ જાહેર કરવી પડે તેમ હતી. આવે સમયે કુશળ જિનદાસે એક ડાળખીવાળું ફૂલ લીધું. ડાળખી પરથી ફૂલ ચૂંટી લીધું અને સંકેત કર્યો કે ચારણને ફાંસીની સજા કરો. ચારણ સંકેત પામી ગયો. એણે એની માર્મિક છટાથી કહ્યું, “ઓહ ! એક તારનાર અને બીજો મારનાર, ક્યાં જિનેશ્વર ભગવાન અને ક્યાં દંડનાયક જિનદાસ.” આ શબ્દો કાને પડતાં જિનદાસનું ચિત્ત ચમક્યું. એને ખ્યાલ આવ્યો કે પોતે કેવી ગંભીર ભૂલ કરી બેઠો છે. એક તો નિસીહી બોલીને પ્રવેશ્યો હતો અને હવે રાજકાજના વિચારમાં ડૂબી ગયો. એક બાજુ જગતતારકની પૂજા કરે અને બીજી બાજુ કોઈને મારવાનો વિચાર કર્યો. જિનદાસ પોતાના ચિત્તને રાજના વિચારોથી અટકાવી શક્યો નહીં, તે બદલ પ્રભુ પાસે ક્ષમાયાચના કરી અને સાથોસાથ ચારણની સજા પણ માફ કરી. 11 શ્રી મહાવીર વાણી 11 ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુ-ગુણોને, (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુ-ગુણોનો (અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા દ્વેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૯-(૩)-૧૧ કથામંજૂષા ૨૨ ૧૨. ડોળીવાળાની ચિંતા પોતાના જીવનનાં છેલ્લાં દસેક વર્ષોમાં આચાર્ય કૈલાસસાગરસૂરિજીને હૃદય પહોળું થવાથી ડોળીનો ઉપયોગ કરવો પડતો હતો. બને તેટલું ચાલે, પરંતુ પછી શ્વાસ ચડી જાય ત્યારે નાછૂટકે ડોળીમાં બેસતા. ડોળીમાં બેસે ત્યારે પોતાના કરતાં ડોળીવાળાની ચિંતા વધુ કરે. થોડેક આગળ વધે એટલે ડોળીવાળાને કહે કે હવે જરાક થોભી જાઓ. થોડોક આરામ લઈ લો. પછી આગળ ચાલીશું. આ સમયે પોતે મોડા પહોંચશે અથવા તડકો થઈ જશે એની ક્યારેય કોઈ ચિંતા કરતા નહીં. એક વાર હિંમતનગરથી અમદાવાદ આવતા હતા. પ્રાંતિજથી થોડે આગળ સલાલ ગામ પાસે આવ્યા હશે અને એકાએક મધમાખીઓનું ઝુંડ એમને ઘેરી વળ્યું. કોઈએ મધપૂડા પાસે ધુમાડો કર્યો હોય કે પછી એના પર પથ્થરનો ઘા કર્યો હોય, ગમે તે કારણે મધમાખીઓ વીફરી હતી. ચારે બાજુ ઊડતી, ડંખ દેતી હતી. આચાર્યશ્રી અને કથામંજૂષા ૨૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ ડોળીવાળા બધાને મધમાખી કરડી. મધમાખીના ડંખ કાઢવા માટે તત્કાળ ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરો ખૂબ ઝડપથી આવ્યા અને આચાર્યશ્રી કૈલાસસાગરજી પાસે ગયા. પૂ. કૈલાસસાગરજીએ કહ્યું, મારી ફિકર કરશો નહીં. મને તો બે-ચાર ડંખ જ લાગ્યા છે. પહેલાં આ ડોળીવાળાની સારવાર કરો.” ડૉક્ટરો તાજુબ થયા. આ તે કેવું ? પોતાને ડંખ લાગ્યા છે, પણ એની પરવા નથી અને ડોળીવાળાની ચિંતા કરે છે. આચાર્યશ્રીએ ડૉક્ટરો પાસે પોતાના બદલે ડોળીવાળાઓની સારવાર પહેલાં કરાવી. આ ઘટનાના સમાચાર જાણી બીજા લોકો પણ દોડી આવ્યા અને તેઓ આચાર્યશ્રીને સુખ-શાતા પૂછતા હતા ત્યારે તેમણે કહ્યું, મને ખાસ કંઈ થયું નથી. ખબર પૂછવી હોય તો ડોળીવાળાની પૂછો. એમને મધમાખીએ ઘણા ડંખ માર્યા છે.” એક વ્યક્તિએ એમના કાન પાસે લાગેલો મધમાખીના ડંખ જોઈને કહ્યું, અરે ! આ મધમાખીએ તો તમારા કાન પાસે ડંખ માર્યો છે.” વિષાદને પ્રસન્નતામાં ફેરવતા હોય તેમ આચાર્ય શ્રી કૈલાસસાગરજીએ કહ્યું, મને એમ લાગે છે કે જરૂર આ મધમાખીઓ મને કાનમાં કશુંક કહેવા આવી હોવી જોઈએ.” વેદનાભર્યું વાતાવરણ વિનોદમાં પલટાઈ ગયું. ૧૩. સ્નેહ કરતાં સાધના મહાન એક વખત મગધરાજ શ્રેણિકે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, “પ્રભુ, આપના પ્રતિસ્પર્ધી ગોશાલકની મૃત્યુ પછી શી ગતિ થશે ?” પ્રભુએ માલકૌંસ રાગની અજબ સુરાવલિમાં જવાબ આપ્યો, ગોપાલક સ્વર્ગમાં જશે.” મગધનાથે ફરી પ્રશ્ન કર્યો, “પ્રભુ, હું આપનો પરમ ભક્ત, કઈ ગતિને પામીશ ?” પ્રભુનું પૂનમના ચાંદ જેવું મુખડું મરક્યું, પોતાની ભક્તિનો રાજાને ગર્વ હતો. પ્રભુએ કહ્યું, “રાજન, તારી ગતિ નરકમાં 11 શ્રી મહાવીર વાણી આત્મા પોતે જ પોતાનાં સુખદુ:ખનો કર્તા છે અને એનો નાશ કરનાર પણ છે. એટલા માટે સન્માર્ગે ચાલનારો આત્મા મિત્ર છે અને કુમાર્ગે ચાલનારો આત્મા શત્રુ છે. શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, ૨૦-૨૭ મગધરાજની કાપો તો લોહી ન નીકળે તેવી દશા થઈ. તેમણે કહ્યું, “શું પારસમણિના સ્પર્શે લોઢું સુવર્ણ નહિ બને ? આપના ભક્તની આ દશા ?” પ્રભુ બંસરીના સૂરે બોલ્યા, “રાજનું, સંસારમાં સ્નેહ કરતાં સાધના મોટી વસ્તુ છે. મારા તરફના તારા સ્નેહ કરતાં કથામંજૂષા ૨૪ કથામંજૂષારું ૨૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ મારાં તત્ત્વોની સાધના તને તારશે.” સાચે જ આજે પ્રભુ પ્રત્યેના સ્નેહની બોલબાલા છે, કિંતુ પ્રભુ માટેની સાધનાની અવગણના જોવા મળે છે. પ્રભુ તરફ એવો અપાર સ્નેહ બાંધીને બેઠા છીએ કે એની આસપાસ આભૂષણોના કિલ્લા રચાયા છે. ઇમારતોના ઘેરા ઘાલ્યા છે. ચોમેર એનાં યશોગાન ચાલે છે. એની કીર્તિના કોટડા બંધાય છે. પ્રભુ તરફના સ્નેહમાં સાચી સાધનાને ભૂલી ગયા છીએ. પ્રભુ બહાર રહે છે અને અંતરમાં એ જ દાવાનળ સળગે છે. ઈશ્વરનાં ગાન ગાઈએ છીએ, પણ હૃદયમાં તો રાગ-દ્વેષનું એ જ રમખાણ નિરંતર ચાલી રહ્યું છે. ૧૪. ઊજળા સંગનો રંગ ભગવાન મહાવીર. નીચ-ઊંચમાં સમત્વ જોનારા. નીચાને ઊંચા બનાવનારા. નીચા લોકોએ જ એમનો સામનો કર્યો. રે, આ તો આપણને મિટાવી દેવાનું ઊજળા લોકોનું કાવતરું! નીચા લોકોમાં એક બહુ પ્રસિદ્ધ ચોર. નામ રોહિણય. કામ કરે લૂંટફાટનું. એક વાર ભગવાન મહાવીર ઉપદેશ આપે. રોહિણેયને ત્યાંથી નીકળવાનું બન્યું. એને તરત ખ્યાલ આવ્યો કે મહાવીર બોલે છે. એનું બોલ્યું સાંભળવામાં પાપ છે. જાતિદ્રોહ છે. રોહિણેયે કાન પર હાથ દાખ્યા, પણ સંજોગોવશાત્ એક મોટો કાંટો પગમાં પેસી ગયો. હવે ? કાંટો કાઢયા વગર ડગ દેવાય તેમ નહોતું. આખરે એણે મનમાં વિચાર્યું કે સાંભળવાથી કંઈ નહીં, મનમાં ઉતારીએ તો નુકસાન. એ વખતે પ્રભુ મહાવીરે કહ્યું, “દેવ હોય એને પડછાયો ન હોય, જેના ચરણ પૃથ્વીને અડતા નથી, જેની આંખો મટકું 1 શ્રી મહાવીર વાણી | આઠ પ્રકારનાં કર્મો જીવોના મોટા શત્રુઓ છે, આઠ પ્રકારનાં કર્મરૂપી શત્રુનો એ નાશ કરે છે માટે તેઓ અરિહંત ભગવાન કહેવાય છે. શ્રી આવશ્યક નિર્યુક્તિ, ૯૧૪ કથામંજૂષા ૨૬ કથામંજૂષારું ૨૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ મારતી નથી, જેણે પહેરેલી ફૂલમાળા ક્યારેય કરમાતી નથી અને જેના શરીરે ધૂળ કે પરસેવો હોતો નથી તે દેવ કહેવાય છે.” સાંભળ્યું ન સાંભળ્યું. કાંટો કાઢ્યો ન કાઢચો ને રોહિણેય ચાલ્યો ગયો. વાક્ય પણ માલ વગરનું હતું. વર્ષો વીતી ગયાં. - રોહિણેયની લુંટફાટથી લોકો ત્રાસી ગયા. કેમેય પકડાય નહીં અને પકડાય તો ગુનો સાબિત થાય નહિ ! એક વાર દારૂના કેફમાં તે પકડાયો. પકડીને જેલમાં નહિ પણ મહેલમાં લાવ્યા. એક બનાવટી તરકટ કર્યું. દેવ-દેવી સરજાવ્યાં ને ઇન્દ્રાણીએ કહ્યું, તમે દેવલોકમાં આવ્યા છો. અહીં રિવાજ છે કે પૃથ્વીલોકનાં બધાં પાપ તમારે કહી દેવાં ને પછી સિહાસને બેસવું.” રોહિણેય તો ખુશ ખુશ થઈ ગયો. એ પોતાનાં પાપ કહેવા જતો હતો ત્યાં એને યાદ આવ્યું કે ભગવાન મહાવીરનું એક વચન મેં સાંભળ્યું હતું. તેઓ કહેતા હતા કે દેવને પડછાયો હોય નહિ ને આ બધાને તો પડછાયા છે. નક્કી દગો. રોહિણેય ચેતી ગયો. એને શકનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો. એ દિવસથી લૂંટારો રોહિણેય પ્રભુ મહાવીરનો ભક્ત બની ગયો. જેનું માત્ર એક વચન સાંભળવાથી જીવન બચે છે, એનાં બધાં વચન સાંભળવાથી જીવન ધન્ય બની જાય છે. મહાવીરના વાક્ય રોહિણોયને ફાંસીના ફંદામાંથી બચાવ્યો. આવી દિવ્ય-વાણી વ્યક્તિને અનેક મૃત્યુમાંથી ઉગારે છે. ૧૫. પશ્ચાત્તાપનો મહિમા સાંજના સમયે મોજ-મસ્તી કરવા નીકળેલા યુવાનિયાઓ મુનિ ચંડરુદ્રાચાર્યના ઉપાશ્રયે આવી પહોંચ્યા, આ ઉપાશ્રયમાં વૃદ્ધ અને ક્રોધી શ્રી ચંડરુદ્રાચાર્ય બિરાજમાન હતા. તોફાને ચડેલા યુવાનિયાઓને આ વયોવૃદ્ધ સાધુની ટીખળ કરવાનું સૂઝવું. આ મસ્તીખોર યુવાનિયાઓમાં એક મીંઢળબંધો યુવાન હતો. એનાં લગ્ન લેવાઈ ચૂક્યાં હતાં, બીજા યુવાનો આ મીંઢળબંધા યુવાનને આગળ કરીને વૃદ્ધ મહારાજની મજાક કરતાં બોલ્યા, “મહારાજ , આને ઉગારો. બિચારાને પરણવાની લેશમાત્ર ઇચ્છા નથી છતાં પરાણે લગ્ન કરાવવામાં આવે છે. આપ તો દયાવાન છો. જો આપ એના પર કરુણા કરીને એને દીક્ષા આપો, તો એનાં સઘળાં દુ:ખોનો અંત આવશે. આપનો મોટો ઉપકાર થશે.” પહેલાં તો વૃદ્ધ મહારાજે આ યુવાનોની ટીખળ તરફ લક્ષ્ય ન આપ્યું, પણ તેથી યુવાનોને વધુ જોશ ચડ્યું. એમણે ફરી પેલા મીંઢળબંધા યુવાનને સંસારથી છુટકારો આપવા વિનંતી કરી. શ્રી ચંડરુદ્રાચાર્ય પ્રકૃતિએ અત્યંત ક્રોધી હોવાથી એ | 11 શ્રી મહાવીર વાણની ll લોખંડનો કાંટો બે ઘડી દુઃખ આપે છે અને તે શરીરમાંથી સહેલાઈથી કાઢી શકાય છે, પરંતુ કઠોર વાણીરૂ પી કાંટો સહેલાઈથી કાઢી શકાતો નથી. તે વેરની પરંપરા વધારે છે અને મહાભયાનક હોય છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૯-(૩)-૭ કથામંજૂષા ૨૮ કથામં પા૨e. Page #21 -------------------------------------------------------------------------- ________________ ચંડરુદ્રાચાર્યને નામે જાણીતા હતા. યુવાનોની અતિશય ટીખળને કારણે વૃદ્ધ મુનિરાજે ક્રોધિત થઈને પેલા મીંઢળબંધા યુવાનને કહ્યું, “ખેર, તારે દીક્ષા લેવી છે ને ? તો તને દીક્ષા આપું છું, પછી કેટલી વીસે સો થાય એની તનેય ખબર પડશે.” મીંઢળબંધો યુવાન તો હજી ટીખળી મિજાજમાં હતો. એણે વૃદ્ધ મુનિરાજને કહ્યું, “હા મહારાજ, મને દીક્ષા આપો. મારે કોઈ પણ ભોગે આ સંસારનો માર્ગ ત્યજીને સંયમનો માર્ગ ગ્રહણ કરવો છે.” શ્રી ચંડરુદ્રાચાર્યનો ગુસ્સો બહાર ઊછળી આવ્યો. એમણે તો પેલા યુવાનને પકડીને એના વાળ ઝાલી બરાબર લોચ કરવા માંડ્યો. આ દૃશ્ય જોઈને બીજા ટીખળી યુવાનો તો ભાગ્યા; જ્યારે પેલો મીંઢળબંધો યુવાન એક તસુ પાછો હઠઠ્યો નહીં. એણે શ્રી ચંડરુદ્રાચાર્યને વિનંતી કરી, “મહારાજ, મારાં સગાંઓ હમણાં આવી પહોંચશે. તેઓ આવે તે પહેલાં આપણે વિહાર કરીને અહીંથી નીકળી જઈએ.” ચંડરુદ્રાચાર્યે તો વૃદ્ધાવસ્થાને કારણે ગચ્છની સઘળી જવાબદારી ક્યારનીય શિષ્યને સોંપી દીધી હતી. તેઓએ માત્ર આત્મસાધના કરવાની સ્થિતિ સ્વીકારી હતી. આવા મુનિરાજને વિહાર કરાવવો કઈ રીતે? વૃદ્ધ મુનિરાજને ખભે બેસાડીને યુવાન શિષ્ય ચાલવા લાગ્યો. રસ્તો અતિ દુર્ગમ અને ખાડા-ટેકરા તથા કાંટાથી ભરેલો હતો. શિષ્યનો પગ સહેજ લથડે અને ધક્કો વાગે એટલે તરત ગુરુનો ગુસ્સો ફાટી પડે. શિષ્યના પગ લોહીલુહાણ થઈ ગયા. ગુરુ એના ખભા પર બેઠાં બેઠાં સતત ઠપકો આપતા હતા. એવામાં ખાડો આવતાં શિષ્યનો પગ લથડ્યો અને ખભા પર બેઠેલા ગુરુ ડગમગી ગયા. બસ ! આવી બન્યું. ગુરુના ક્રોધનો જ્વાળામુખી ફાટતાં એમણે શિષ્યના માથા પર જોરથી દંડ ફટકાર્યો. આવી કપરી દશા થઈ હતી, છતાં શિષ્ય તો વિચારે કે પોતાના કારણે ગુરુને કેટલો બધો શ્રમ અને પરેશાની ભોગવવાં પડે છે ! આવા પશ્ચાત્તાપથી શિષ્યની પરિણતિ વિશુદ્ધ બની જતાં એને કેવળજ્ઞાન થયું. ગુરુએ કહ્યું કે, “પહેલાં બરાબર ચાલતો ન હતો અને હવે કેમ બરાબર ચાલવા લાગ્યો ? આટલા અંધારામાં તને કઈ રીતે બધું બરાબર દેખાય છે ?” શિષ્યએ કહ્યું, “જ્ઞાનબળે પ્રભુ.” આ સાંભળતાં જ ગુરુ શિષ્યના ખભા પરથી નીચે ઊતરી ગયા. કેવળજ્ઞાન પામેલા શિષ્યને પગે પડી ક્ષમાયાચના કરી. પશ્ચાત્તાપમાં ડૂબી ગયેલા ગુરુને એ પળે કેવળજ્ઞાન લાધી ગયું. G કથામંજૂષા ૩૦ ૧૬. ‘રહ્યાં વર્ષો'ની ચિંતા માતા અને મુનિઓની વૈરાગ્યમયી વાણીનું વર્ષો સુધી શ્રવણ કરવા છતાં ક્ષુલ્લકકુમારના ચિત્તમાં ત્યાગ, વૈરાગ્ય કે સંયમનો ભાવ જાગતો નહોતો. માત્ર આઠ વર્ષની નાની ઉંમરે માતાએ એને દીક્ષા આપી હોવા છતાં ચારિત્રમોહનીયનો ઉદય થવાની એના ચિત્તમાં ઘર કરી ગયેલી વિષયવાસના વિદાય લેતી નહોતી. માતાને આપેલા વચનને કારણે એણે એમની પાસેથી જિનેશ્વરપ્રભુની અમૃતવાણીનું પાન કર્યું હતું, પરંતુ એ અમૃતની વર્ષા મુનિ ક્ષુલ્લક પર કશી અસર કરી શકી નહીં. બાર વર્ષ સુધી શ્રવણ કર્યા બાદ માતાની પાસેથી વિદાય લેતા હતા, ત્યારે માતાએ પોતાનાં ગુરુણીની અનુમતિ અને રજા માગવા જણાવ્યું. ગુરુણીએ વધુ બાર વર્ષ ઉપદેશ સંભળાવ્યો. એ પછી ઉપાધ્યાય અને ગચ્છાધિપતિ આચાર્યશ્રીએ પણ બાર બાર વર્ષ સુધી ઉપદેશ આપ્યો, પરંતુ સઘળું પથ્થર પર પાણી સમાન ! અંતે ૪૮ વર્ષના દીક્ષાપાલન બાદ સુલ્લક ચાલી નીકળ્યા ત્યારે માતાએ પોતાની પૂર્વાવસ્થાનાં રત્નકંબલ અને મુદ્રા (વીંટી) ક્થામંજૂષા ૩૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ on ૧૭. અનંત છે યાચના આપ્યાં. શ્રી કુલ્લક મુનિને ગોચરી માટે ઘેર ઘેર ફરવાનું મુશ્કેલ લાગતું હતું. એમણે ગોચરી લેવા જવાનું બંધ કર્યું. તેઓ વિચારતા હતા કે જમીન પર સંથારો કરવાથી એમના શરીરના સાંધેસાંધા દુઃખે છે. આથી એમણે પલંગ હોય તો સારું એમ ગુરુદેવને કહ્યું. એવી જ રીતે ઉકાળેલું પાણી લાવીને સ્નાન કરવાની આજ્ઞા માગી. સમય જતાં લોચ સહન ન થતાં અસ્ત્રાથી મુંડન કરવાની પણ ગુરુ પાસેથી રજા મેળવી લીધી. અંતે મુનિના સંયમનાં સર્વ ચિહ્નો ત્યજીને આ ક્ષુલ્લક કુમાર સાકેતપુરની રાજ સભામાં સંધ્યાકાળે પહોંચ્યા, ત્યારે દરબારમાં નર્તકીના મોહક નૃત્યની મહેફિલ જામી હતી. દીવાઓની ઝાકઝમાળ રોશનીથી રાત દિવસ બની હતી. રત્નજડિત ચળકતું સિંહાસન, ઉદીપક કામભાવો જગાડતી દીવાલ પરની ચિત્રસૃષ્ટિ, સુવર્ણદીપિકાનો ચળકતો પ્રકાશ અને કામી પ્રેસ કોથી નૃત્યાંગનાને અપાતી દાદ સંભળાતાં હતાં. આ વાતાવરણમાં ક્ષુલ્લક તલ્લીન બની ગયા. પ્રભાત ખીલવાને ચારે ક ઘડી બાકી હતી ત્યારે એકાએક નર્તકીને થાકથી લથડતી જોઈને સાજિંદાઓ વચ્ચે બેઠેલી નર્તકીની માતા અક્કાએ સંગીતના આલાપમાં કહ્યું, “હવે રાત્રિ ઘણી વ્યતીત થઈ ગઈ છે. થોડા માટે પ્રમાદ ન કર.” એક્કાનું ગાયન સાંભળીને નર્તકી સાવધાન બનીને નૃત્ય કરવા લાગી. અક્કાના ‘બહોત ગઈ, થોડી રહી' એ શબ્દો કાને પડતાં જ ક્ષુલ્લકકુમારનું હૃદય જાગી ઊઠયું. તેઓ જીવન જગાડતો નૂતન બોધ પામ્યા ! આથી એમણે નર્તકીને રત્નકંબલ ભેટ આપી. મુલ્લકના હૃદયમાં મનોમંથન જાગ્યું : અરે ! જીવનમાં આટલાં બધાં વર્ષો તો સંયમપાલનમાં વ્યતીત કર્યો, હવે બાકીની થોડી જિંદગી માટે પ્રમાદ કરવો ઉચિત નથી. ‘ગયાં વર્ષોની કમાણી ‘રહ્યાં વર્ષોમાં વેડફી કેમ દેવાય ? અત્યાર સુધી ગુરુજનોનાં શાસ્ત્રવચનો પાસેથી જાગૃતિ સાંપડી નહીં, તે ફુલ્લનો સુષુપ્ત હદયમાં અક્કાની એક પંક્તિએ સંયમની સાચી જ્યોત પેટાવી. ક્ષુલ્લકે માતાએ આપેલી નામવાળી વીંટી રાજા પુંડરિ કને બતાવીને કહ્યું કે હું તમારા નાના ભાઈનો પુત્ર છું એનો ખ્યાલ આ નામમુદ્રા પરથી આપને સાંપડશે. રાજા પુંડરિકે નાના ભાઈ કંડરીકના આ પુત્રને ઓળખ્યો. રાજા અને રાજ સોંપવા ઉત્સુક બન્યા, કિંતુ મુલ્લકે કહ્યું કે રાજ્યસત્તાની આસક્તિ ઉત્પન્ન કરનારો મોહરૂપી ચોર તો મારા આત્મપ્રદેશમાંથી ક્યાંય દૂર દૂર ચાલ્યો ગયો છે, તેથી આ રાજ ગાદી સ્વીકારીને હું શું કરું ? અંતે કુલ્લકકુમાર સાથે રાજા આદિ સહુએ દીક્ષા લીધી કૌશાંબી નગરીના રાજ્યશાસ્ત્રી કાશ્યપનો પુત્ર કપિલ લાડકોડમાં ઊછરવાને લીધે કશું ભણ્યો નહીં. કાશ્યપને સ્થાને આવેલા રાજ્યશાસ્ત્રીની પાલખી ઘરની નજી કથી પસાર થતી જોઈને કપિલની માતા શ્રીદેવીની આંખમાંથી આંસુ સરી પડ્યાં. માતાની આંખનાં આંસુએ કપિલને વિદ્યાભ્યાસ માટે પ્રેરિત કર્યો, કિંતુ શ્રાવતી નગરીમાં વિદ્યાભ્યાસ માટે ગયેલો કપિલ શાલિભદ્રના ઘરની દાસીના મોહમાં ડૂબી ગયો. વિદ્યાભ્યાસ તો અભરાઈએ ચડી ગયો, કિંતુ સંસાર મંડાતાં આજીવિકાનો આકરો પ્રશ્ન ઊભો થયો. એમાંય દાસીને પ્રસૂતિકાળ સમીપ આવતાં ધનની ખૂબ જરૂર પડી. આ નગરીનો રાજવી વહેલી સવારે એને ત્યાં સૌપ્રથમ આવીને આશીર્વાદ આપનારને બે માસા સુવર્ણ આપતો હતો. આ રીતે એક સવારે સહુથી વહેલા પહોંચવા મધરાતે કપિલ ઘેરથી નીકળ્યો, પણ રસ્તામાં કોટવાળે ચોર માનીને પકડી લીધો. બીજે દિવસે રાજસભામાં કપિલે પોતાની જીવનકથા વર્ણવતાં પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું કે, “તારે જે જોઈએ તે કથાએ પાકે ૩૨ કથામ (પારુ૩૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ on માગ. તને જરૂર આપીશ.” ખોબો ભરીને માગવા જનારને સાગર આપવાની વાત થાય તો કેવું બને! આથી કપિલે બીજે દિવસે પૂર્ણ વિચાર કરીને પોતાની ઇચ્છા પ્રગટ કરવાનું રાખ્યું. અશોકવાટિકામાં એક શિલા પર બેસીને વિચારતાં કપિલે બે માસી સોનામહોરમાંથી એ કસો સોનામહોર માગવાનું વિચાર્યું. એમાંથી વળી કરોડ સોનામહોર માગવાનો વિચાર જાગ્યા. આ સમયે અચાનક વૃક્ષ પરથી ખરતાં જીર્ણ પાંદડાંને જોઈને કપિલે વિચાર્યું કે સંસાર તો જીર્ણ અને વિનાશશીલ છે. મારે જરૂર તો બે માસા સુવર્ણની હતી, એમાંથી એક કરોડ સોનામહોરો સુધી પહોંચી ગયો ! કપિલ મુનિનો હળુકર્મી જીવ ઊંડો વિચાર કરવા લાગ્યો. જે રાજા એને કંઈક આપવા માગે છે તેનું રાજ પ્રલોભનવશ એ છીનવી લેવા માગે છે. કૃતજ્ઞતાને બદલે કેવી કૃતજ્ઞતા ! મદદ માટે હાથ લાંબો કરનારનો હાથ કાપી નાખવાનો વિચાર કર્યો ગણાય. વળી વિચારે છે કે અડધા રાજ્યની પણ મારે શી જરૂર ? હજારનો પણ મારે શો ઉપયોગ ? મારે તો માત્ર બે જ માસાની જરૂર છે. વળી, વિચારે છે કે આ રીતે બે માસા લઈને શું કરું ? મારી પાસે જે છે એનાથી મારે સંતોષ માનવો જોઈએ. સંતોષ એ જ સાચું સુખ છે. લાલચ તો લપસણી છે, મન લાલચના દોર પર ચાલે છે. મનનો શ્વાસ અતૃપ્તિ છે. મનનો નિઃશ્વાસ અજંપો છે. યાચના કરનારના મોહને અક્કલ હોતી નથી. યાચનાનો કોઈ અંત કે છેડો હોતો નથી. જીર્ણ પાંદડાંએ કપિલને વર્તમાન જીવન અને જગતની જીર્ણતા અને ક્ષણભંગુરતાનો સંકેત આપ્યો. આ સમયે ગહન વિચારમાં નિમગ્ન કપિલને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. મુનિવેશ ધારણ કરીને રાજાની પાસે ગયેલા કપિલને રાજાએ કેટકેટલાંય પ્રલોભનો આપ્યાં, પણ તેઓ મેરુપર્વતની જેમ અડગ રહ્યા. આવા મુનિ કપિલ કેવલીના હાથે કચ્છના સુપ્રસિદ્ધ ભદ્રેશ્વર તીર્થની આઘે પ્રતિષ્ઠા થઈ હોવાની અનુશ્રુતિ પણ સાંપડે છે. કપિલ કેવલીનું જીવન એટલે અસંખ્ય તૃષ્ણાઓથી ઘેરાયેલા ભૌતિક જીવનમાંથી બહાર આવીને પ્રગટેલો ત્યાગનો વિરલ પ્રકાશ. ૧૮. કોનું ઊંઘવું સારું ? ભગવાન મહાવીર કૌશાંબીના ચંદ્રાવતરણ ચૈત્યમાં ઊતર્યા. આ સમયે કૌશાંબીના રાજા શતાનિકની બહેન જયન્તી ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળવા આવી. ઉપદેશ પૂરો થતાં સહુ સહુને સ્થાને વિદાય થયા. આ વખતે રાજ કુમારી જયન્તી પોતાના પરિવાર સાથે ત્યાં જ બેસી રહી. પછી યોગ્ય સમય જોઈને, એણે ભગવાનને થોડા પ્રશ્નો કર્યા. ભગવાને પોતાની સાદી શૈલીમાં સુંદર ને માર્મિક જવાબ આપ્યા. જયન્તી : જીવ ભારે કેમ થાય છે ? ભગવાન: હિંસા, જૂઠ, ચોરી, અનાચાર ને સંગ્રહની વૃત્તિ વગેરે ૧૮ પાપસ્થાનકોના સેવનથી જીવ ભારે થાય છે, દુઃખી થાય છે. એનાથી સંસાર વધે છે, લાંબો સમય થાય છે, ને ભ્રમણ વધે છે. ચાર ગતિના ચક્કરમાં જીવ ફરે છે. જયન્તી : ભગવાન, ઊંઘવું સારું કે જાગવું સારું ? ભગવાન : કેટલાક જીવોનું ઊંઘવું સારું છે, કેટલાકનું જાગવું સારું છે. કથામંજૂષા ૩૫ કથામંજૂષાશું ૩૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ on જયન્તી : ઊંઘવું કે જાગવું-બેમાંથી એક વાત સારી હોઈ શકે. બે વિરોધી વાતો એકસાથે કેવી રીતે સારી હોઈ શકે, પ્રભુ ? ભગવાન : અધર્મ માર્ગના પ્રવાસી, અધર્માચરણ કરનાર ને અધર્મથી જીવનનિર્વાહ કરનારા જીવો ઊંઘે છે, ત્યાં સુધી એ હિંસાથી બચે છે, ને બીજા જીવો ત્રાસથી બચે છે. એનું ઊંઘવું એના માટે ને અન્ય માટે સારું છે. જયન્તી : સાચું કહ્યું, ભગવાન ! હવે જાગવું કોનું સારું છે ? ભગવાન : જે જીવો કરુણાપરાયણ છે, સત્યવાદી છે, અણહકનું લેતા નથી, સુશીલ છે, અસંગ્રહી છે, તેવા લોકો જાગે તેમાં તેની જાતનું ને જગતનું કલ્યાણ છે. જયન્તી : જીવો સબળ સારા કે નિર્બળ સારા ? ભગવાન : ધર્મી જીવો સબળ સારા. તેઓ પુરુષાર્થ દ્વારા પોતાનું ને પારકાનું કલ્યાણ કરે છે. અધર્મી જીવો નિર્બળ સારા. પોતાની નિર્બળતાથી એ પારકાને પીડા પહોંચાડી શકતા નથી અને પોતાની જાતનું પણ ઘણું અકલ્યાણ કરી શકતા નથી. ૧૯. ધન્ય જીવન, ધન્ય મૃત્યુ પુરાણપ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ઇતિહાસપ્રસિદ્ધ મધુમતી નગરી એટલે આજનું મહુવા બંદર. આ નગરીનો જાવડશા મહુવાનાં બાર ગામનો અધિપતિ હતો. શસ્ત્ર વિના વાઘનો સામનો કરીને પરાજિત કરવાનું એનામાં શૌર્ય હતું. આવા વીર જાવડશા અને એની પત્ની સુશીલાદેવીને છળકપટ કરીને યવન સૈનિકોએ પકડી લીધો અને એમને ગુલામ બનાવીને યવન દેશમાં લઈ ગયા. આ યવન દેશમાં જાવડશાને વેપાર ખેડવાની, ધન રળવાની અને આનંદ-પ્રમોદયુક્ત જીવન ગાળવાની સઘળી મોકળાશ હતી, પરંતુ એને માત્ર સ્વદેશ પાછા ફરવાની છૂટ નહોતી. વીરા જાવડશા, એની ધર્મપત્ની સુશીલાદેવી અને પુત્ર જાગનાથ પરદેશી રાજ્યમાં નજરકેદ જેવી સ્થિતિ અનુભવતાં હતાં. આ પરાધીનતા એના હૃદયમાં શૂળની માફક ભોંકાતી હતી. અપાર ધનવૈભવ અને સુખસાહ્યબી હોવા છતાં જાવડશાને વતનની યાદ સતાવતી હતી. એનાં રોમેરોમમાં વતનપરસ્તીનો સાદ ગુંજી રહ્યો હતો, “ક્યારે મારી માતૃભૂમિમાં પહોંચે અને ક્યારે મધુમતી નગરીની 1 શ્રી મહાવીર વાણી II જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ થાય છે. લાભથી લોભ વધતો જાય છે. બે માસા સોનાથી જે કામ પાર પાડી શકે, તે કામ કરોડોથી પણ પૂરું થતું નથી. શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, ૮-૧૭ કેળામજુથી ૩૬ કથામંજૂષારું ૩૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ જાવડશાએ શ્રી શત્રુંજય તીર્થનો તેરમો મહાજીર્ણોદ્ધાર કરાવ્યો. ગામેગામથી નાનામોટા સંઘો આ ધર્મોત્સવમાં સામેલ થવા શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યા. કેટલાંય વર્ષો પછી શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા શક્ય બની હતી. જાવડશા અને સુશીલાદેવીનું હૃદય તીર્થાધિરાજને જોતાં ગદ્ગદ બની જતું હતું. તેમણે સંઘના દર્શન કર્યું. શ્રીસંઘ સાથે જાવડશા અને સુશીલાદેવીએ જિનપ્રાસાદ પર ચડીને ધર્મધજાને ભાવપૂર્વક પ્રણામ કર્યા. સર્વત્ર મહાતીર્થનો જયજયકાર ગુંજી રહ્યો હતો. ધીમે ધીમે શ્રીસંઘ નીચે આવી ગયો, પણ જાવડશા અને સુશીલાદેવી સહેજે ખયાં નહીં. જીવનની કૃતાર્થતામાં પ્રભુમગ્ન બની ગયાં. ઘણો સમય વીત્યો છતાં તેઓ તળેટીમાં પાછાં આવ્યાં નહીં, તેથી સંઘના મોવડીઓએ ઉપર જઈને તપાસ કરી જોયું તો જાવડશા અને સુશીલાદેવી દેવદર્શનની મુદ્રામાં સ્થિર બની ગયાં હતાં. તીર્થોદ્ધારની ભાવનાનું સાફલ્ય અને તીર્થયાત્રાની ધન્યતા પામીને બંનેનો આત્મા સદાને માટે મહાયાત્રાએ સંચરી ગયો હતો. પવિત્ર ધૂળ મારા માથે ચડાવું !” આ યવન દેશ પર નજીકના બળવાન શત્રુએ આક્રમણ કર્યું અને યુદ્ધસંહારથી બચવા હાર-જીતના ફેંસલા માટે મલ્લયુદ્ધની શરત મૂકી. પોતાના શહેનશાહ વતી મલ્લયુદ્ધ કરીને વીર જાવડશાએ વિજય મેળવ્યો. જાવડશાને અડધું રાજ્ય અને શાહજાદી મળ્યાં, પરંતુ રાજ કર્તા વૃદ્ધ ખલીફાની યુવાન સ્ત્રી જાવડશા પર મુગ્ધ બની, જાવડશાને મોહિત કરવા સામ, દામ, દંડ અને ભેદ બધું અજમાવી જોયું, પણ જાવડશા સહેજે વિચલિત થયા નહીં . એણે વૃદ્ધ ખલીફાની યુવાન રાણીને ધર્મબોધ આપ્યો અને કાદવમાં કમળ ઊગે તેમ મોહગ્રસ્ત મલિકા જાવડશાની ધર્મભગિની બની ગઈ. જાવડશાએ એની કુનેહથી મ્લેચ્છ રાજવીનું હૃદય જીતી લીધું. તેઓ સુખરૂપ મધુમતી નગરીમાં પાછા આવ્યા. આ સમયે શ્રી શત્રુંજય તીર્થ પર કપર્દી અસુરે અત્યંત ઉપદ્રવ મચાવ્યો હતો. આ પરમ પાવન પર્વતની શિલાઓને મદિરા અને માંસથી અપવિત્ર બનાવી હતી. મહાપુણ્યના ધામને અધર્મીઓએ પાપભૂમિ બનાવી દીધી હતી. વીર જાવડશાએ પહેલો નિર્ધાર એ કર્યો કે ગમે તે ભોગે, પણ શ્રી શત્રુંજય તીર્થને દુષ્ટ પિશાચના હાથમાંથી મુક્તિ અપાવીશ, એની થતી ઘોર આશાતના દૂર કરીશ અને એનો જીર્ણોદ્ધાર કરીશ. શરૂઆતમાં કપર્દી સહેજે પાછો પડ્યો નહીં. એણે જાવડશાને પજવવામાં કશું બાકી રાખ્યું નહીં, પરંતુ જાવડશાના નિશ્ચયમાં પ્રાણને ભોગે પણ સંકલ્પ સાધવાની અડગતા હતી. એની આગળ કપર્દી અને એના અસુર સાથીઓને ઝૂકવું પડ્યું. જાવડશાની વીરતાએ તીર્થાધિરાજ શત્રુંજય પર કબજો જમાવીને બેઠેલાં અનિષ્ટ અને અનાચારી તત્ત્વોને દૂર ક્ય. એની વીરતાએ અસંખ્ય માનવીઓની શ્રી શત્રુંજય તીર્થ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરવાની તક આપી. આચાર્ય વજસ્વામી શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરવાનો ઘણાં વર્ષથી પ્રયાસ કરતા હતા, પરંતુ કપર્દી અસુર એમની ધર્મપ્રેરણા પર પાણી ફેરવી દેતો હતો. હવે એનો ભય દૂર થતાં આચાર્યદેવના હૃદયમાં આનંદ પ્રગટ્યો. શ્રીસંઘના આહ્વાદની કોઈ અવધિ ન રહી. તીર્થાધિરાજના ઉદ્ધારનું કામ વીજળીવેગે ચાલવા લાગ્યું. પ્રતિષ્ઠાનો પાવન અવસર આવી પહોંચ્યો. આચાર્ય વજસ્વામીની નિશ્રામાં | શ્રી મણવીર વાણી | અરિહંત ભગવાનને કરાયેલા નમસ્કાર સર્વ પાપોને સર્વથા નષ્ટ કરે છે અને સર્વ મંગલોમાં એ પ્રથમ મંગલ છે. શ્રી આવશ્યક નિર્યુક્તિ, ૯૨૦ કથામંજૂષારું ૩૮ કથામંજૂષાૐ ૩૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૦. શિલ્પમાં કોતરાઈ ધર્મભાવના રાજસ્થાનના નાંદિયા ગામના મૂળ વતની શેઠ ધરણાશાહ માલગઢ ગામમાં વસતા હતા. એમના પિતાનું નામ કુંરપાલ અને માતાનું નામ કામલદે હતું. આખું કુટુંબ ધર્મપ્રિય, ભાવનાશીલ, ઉદાર અને સંસ્કારી હતું. યુવાન ધરણાશાહની તેજસ્વી બુદ્ધિમત્તાથી પ્રભાવિત થઈને કુંભા રાણાએ એમને રાજ્યના મંત્રીપદે નીમ્યા હતા. ધરણાશાહ સદૈવ ધર્મકાર્ય અને દાનધર્મમાં દ્રવ્યનો સદુપયોગ કરતા હતા. એમણે નવાં જિનાલયોની રચના કરી હતી અને જરૂ૨ જણાઈ ત્યાં પ્રાચીન દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ ધરણાશાહે શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢીને યાત્રા કરી તેમજ આ મહાતીર્થની પવિત્ર નિશ્રામાં જુદાં જુદાં બત્રીસ નગરોના શ્રીસંઘો સમક્ષ નાની વયે આજીવન ચોથા વતની (બ્રહ્મચર્ય વતની) બાધા લીધી હતી. પોતાના પ્રદેશમાં ઋષભદેવ ભગવાનનું ભવ્ય જિનાલય સર્જવાની ધરણાશાહની ઉત્કટ ભાવના હતી. એવી કિવદંતી છે કે ચક્રેશ્વરી માતાએ એક દિવસ સ્વપ્નમાં ધરણાશાહને સ્વર્ગલોકના નલિની ગુલ્મ વિમાનનું દર્શન કરાવ્યું. એ દિવસથી ધરણાશાહના હૃદયમાં એક જ તીવ્ર ભાવના જાગી કે ક્યારે મારા પ્રદેશમાં મારા મનમાં જેનું દર્શન પામ્યો તે નલિનીગુલ્મ દેવવિમાન જેવું જિનાલય બંધાવું ! મંત્રી ધરણાશાહ એ સમયના પ્રખર આચાર્યશ્રી સોમસુંદરસૂરિજી મહારાજ પાસે દોડી ગયા. આ મહાન આચાર્યના શુભ હસ્તે અનેક સ્થળે જૈન મંદિરોનાં નિર્માણ અને પ્રતિષ્ઠાના પ્રસંગો ઊજવાયા હતા. મંત્રી ધરણીશાહે આચાર્યશ્રી સમક્ષ એમણે જોયેલા સ્વપ્નનું વિગતે વર્ણન કર્યું.. સ્વપ્નમાં નીરખેલી ભવ્ય સૃષ્ટિને સાકાર કરી શકે એવો કુશળ શિબી જોઈએ. નલિની ગુલ્મ દેવવિમાન જેવું મંદિર આરસપહાણમાં કંડારી શકે તેવો કસબી જોઈએ, નગરનગર અને ગામેગામના શિલ્પીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં. એ સમયના પચાસ નિષ્ણાત શિલ્પીઓ મંત્રીશ્વર ધરણાશાહની કલ્પનાને નકશાની રેખાઓમાં સાકાર કરવા લાગ્યા. મંત્રી ધરણાશાહ એક પછી એક નકશો જુએ છે અને ઘોર નિરાશા અનુભવે છે. એકએકથી ચઢે તેવા પચાસમાંથી એકે શિલ્પીનો નકશો મંત્રીની કલ્પનાને પ્રગટ કરતો નહોતો. આખરે મુંડારા ગામના રહેવાસી દેપા નામના શિલ્પીને બોલાવવામાં આવ્યા. દેવાને માટે શિલ્પકલા એ આરાધના હતી. શિલ્પનિર્માણ એ સાધના હતી. શિલ્પાકૃતિ એ ઉપાસના હતી. સંન્યાસી જેવું જીવન ગાળતા દેપાને પોતાની સામાન્ય આર્થિક સ્થિતિમાં સંતોષ હતો. એનો નિયમ હતો કે હંમેશાં ઉત્કૃષ્ટ શિલ્પાકૃતિ જ રચવી, નહીં તો આરસને ટાંકણાં મારવાં નહીં. વળી દેરાસર બંધાવનાર ધર્મનિષ્ઠ વ્યક્તિ હોય તો જ એનું કાર્ય હાથમાં લેવું. મંત્રી ધરણાશાહની જીવનશૈલી અને ધર્મપરાયણતાથી દેપા શિલ્પી પ્રસન્ન થયા. એમણે આ કાર્ય સ્વીકાર્યું. તેઓ વારંવાર ધરણાશાહ પાસે આવીને બેસતા હતા અને મંત્રી જિનાલયનું જે વર્ણન આપે એ નોંધી લેતા હતા. એ પછી દેવા શિલ્પીએ નકશાઓ તૈયાર કરવા માંડ્યા. મંત્રી ધરણાશાહને એક નકશો આબેહૂબ નલિનીગુલ્મ દેવવિમાન જેવો લાગ્યો. આચાર્ય સોમસુંદરસૂરિના આશીર્વાદ સાથે ભવ્ય જિનાલય કાર્યનો પ્રારંભ થયો. અઢી હજારથી વધુ કારીગરો કામે લાગી ગયા. દસ, વીસ નહિ, બલકે પચાસ પચાસ વર્ષ વીતી ગયાં. જિનાલયનું કાર્ય હજી બાકી હતું, પરંતુ ધરણાશાહની કથામંજૂષા દ0 કથામંજૂષા ૪૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ તબિયત કથળતાં પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. આ ભવ્ય ધર્મકાર્યના પ્રેરણાદાતા આચાર્યશ્રી સોમસુંદરસૂરિ પણ અતિ વૃદ્ધ થયા હતા. પરિણામે વિ. સં. ૧૪૯૯માં શ્રી રાણકપુર તીર્થની પ્રતિષ્ઠા થઈ. પ્રેરક આચાર્ય અને કર્મઠ ધરણાશાહ બંનેની હાજરીમાં આ કાર્ય પૂર્ણ થયું, તે ઘટના ઘણી મહાન ગણાય. ધરણાશાહે બંધાવેલું આ જૈન મંદિર ધરણવિહાર તરીકે ઓળખાય છે. ત્રણે લોકમાં દેદીપ્યમાન હોવાથી આ મંદિરનું નામ “શૈલોક્યદીપક' રાખવામાં આવ્યું. આ મંદિરના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ચાર પ્રતિમાઓ ચોમુખી તરીકે બિરાજમાન છે. એક બાજુ ખળખળ વહેતી મધઈ નદી અને બીજી બાજુ અરવલ્લીના ડુંગરો એ બેની વચ્ચે માદ્રી પર્વતની તળેટીમાં આવેલા આ જિનાલયમાં કુલ ૧૪૪૪ થાંભલા છે. આ થાંભલાઓને એવા યોજનાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે કે કોઈ પણ થાંભલા પાસે ઊભા રહેનારને ભગવાનનાં અચૂક દર્શન થાય. ધરણાશાહની ધર્મભાવનાએ ઉત્કૃષ્ટ શિલ્પસમૃદ્ધિ ધરાવતું તીર્થ રચી દીધું. ૨૧. આત્મજાગૃતિનો અવસર ધીના કુંડલા (ગાડવા) વેચતા એ શ્રાવકને સહુ કુંડલિયો કહેતા હતા. ઘી વેચવાનો વ્યવસાય કરતો આ શ્રાવક ધર્મદર્શનનો ઊંડો જાણકાર હતો. એક વાર નગરમાં ઘી વેચવા નીકળેલા કુંડલિયાએ જોયું તો રાજ માર્ગ પરથી પાલખીમાં બિરાજમાન થઈને આચાર્યશ્રી રત્નાકરસૂરિજી રાજમહેલ ભણી જતા હતા. પાલખીની સાથે અનેક વિદ્વાનો પગપાળા ચાલતા હતા. આગળ શસ્ત્રધારી સૈનિકો અને પાછળ નામાંકિત રાજસેવકો હતા. સહુ કોઈ ઊંચા અવાજે જોર-જોરથી આચાર્યશ્રીનો જય પોકારતા હતા. કેટલાક આચાર્યશ્રીની દૃષ્ટિ પડે અને તેને પરિણામે રાજ કૃપા સાંપડે તે માટે ધક્કામુક્કી કરી એમની પાલખીની પાસે આવતા હતા. કુંડલિયો શ્રાવકે આ જોઈને વિચારમાં પડ્યો. એ જાણતો હતો કે આચાર્ય રત્નાકરસૂરિજી ધર્મસિદ્ધાંત, દર્શનશાસ્ત્ર, ન્યાયવ્યાકરણ, સાહિત્ય, છંદ વગેરે અનેક વિદ્યામાં પારંગત હતા. સકલ શાસ્ત્રમાં નિપુણ અને સ્વ-પર શાસ્ત્રના રહસ્યના પારગામી | શ્રી મહાવીર વાણી | સર્વ જીવો જીવવા ઈચ્છે છે. કોઈ જીવને મરવું ગમતું નથી. એટલા માટે નિગ્રંથ મુનિઓ ભયંકર પ્રાણીવધનો ત્યાગ કરે છે.. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૩-૧૦ તા. કથામંજૂષા ૮૨ કધામ Page #28 -------------------------------------------------------------------------- ________________ કોઈ પંડિત એમની આગળ પંડિત તરીકે પરિચય આપતા નહિ, કારણ કે આચાર્યશ્રીની પંડિતાઈ આગળ એમનું પાંડિત્ય કશી વિસાતમાં નથી એમ માનતા હતા. આવા પ્રજ્ઞાવાન અને શાસ્ત્રપારંગત શ્રી રત્નાકરસૂરિજી એક પદના અનેક સુસંગત અર્થ કરી શકવાની વિશિષ્ટ શક્તિ ધરાવતા હતા. એમની આવી શક્તિને કારણે સ્વયં રાજાએ એમને બહુમાનપૂર્વક “અનેકાર્થવાદી'નું બિરુદ આપ્યું હતું. રાજા અને પ્રજા સર્વેએ એમના પ્રત્યે માન-સન્માન દાખવવા માટે રાજસભામાં પગે ચાલીને વિહાર કરવાને બદલે પાલખીમાં બિરાજીને આવવાની આગ્રહભરી | વિનંતી કરી. એ પછી ક્રમશઃ આચાર્યશ્રી રત્નાકરસૂરિજીના ચારિત્રગુણમાં શિથિલતા આવતાં ઓટ આવવા માંડી. એક ભૂલ એકસો ભૂલ સર્જે . સમય જતાં રાજા અને સામંત જેવો સ્વાદિષ્ટ, મિષ્ટ આહાર અને ઉત્તમ મતી વસ્ત્રો વાપરવા લાગ્યા. વખત જતાં મોતી-માણેકની ભેટ પણ સ્વીકારવા લાગ્યા. કુંડલિયા શ્રાવકે વિચાર્યું કે અહો, આ શાસનના પ્રભાવક ગણાતા આચાર્ય શું પાલખીમાં બેસે છે ? કીમતી ભેટ-સોગાદ સ્નેહથી સ્વીકારે છે ? મોંઘાં વસ્ત્રો ધારણ કરે છે ? અપરિગ્રહી સાધુને માટે આવું યોગ્ય ગણાય ખરું ? આવા મહાન આચાર્ય કદાચ પ્રમાદમાં પડી જતા હોય, પણ એમને સત્ય હકીકત કહેવાની હિંમત કોણ કરે ? જેઓ ખુદ આટલા ગહન જ્ઞાની હોય, એમને કશું શીખવી શકાય કઈ રીતે ? કુંડલિયા શ્રાવકે આચાર્યશ્રીને વિધિપૂર્વક વંદન કર્યા. રત્નાકરસૂરિજીના વ્યાખ્યાનમાં ગયો. વ્યાખ્યાન બાદ ‘ઉપદેશમાલા' ગ્રંથની ગાથા કહીને અર્થ પૂછડ્યો. એણે પૂછ્યું, दोससयमूलजालं, पुचरिसिविवज्जियं जइयंतं । अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ।। (સેંકડો દોષોને ઉત્પન્ન કરવામાં મુળ જાળ સમાન, પૂર્વઋષિઓએ ત્યાગેલા, યતિ-મુનિઓએ જેનું વમન કર્યું છે તેવા અને અનર્થ કરનારા એવા અર્થ(ધન)ને જો વહન કરે અર્થાતુ પાસે રાખે, તો પછી શા માટે નિરર્થક તપ કરે છે ? અર્થાત્ ધનાદિ પરિગ્રહને ગ્રહણ કરનારના તપ-સંયમાદિ નિરર્થક છે.) અનેકાર્થવાદી આચાર્યશ્રીએ પોતાની પ્રજ્ઞા-પ્રતિભાથી સર્વ પંડિતો માન્ય કરે એવા આ શ્લોકના મુળ અર્થને બદલે એના અનેક જુદા જુદા અર્થ કરી બતાવ્યા. કથામંજૂષા ૮ ૪ કુંડલિયા શ્રાવકે નમ્રતાથી કહ્યું, “આચાર્યશ્રી ! આપની પાસે અદ્દભુત અર્થ સાંભળ્યો, પરંતુ આવતી કાલે એનો મૂળ અર્થ વિશેષ પ્રકાશિત કરીને મારા આત્માને કૃતાર્થ કરશો તેવી વિનંતીપૂર્વકની મારી પ્રાર્થના સ્વીકારશો.” આમ કહી વંદન કરી કુંડલિયો ઘી વેચવા નીકળી ગયો. ફરી બીજે દિવસે આવ્યો. આચાર્યશ્રીએ શબ્દપર્યાયના આધારે શ્લોકની નવીન વ્યાખ્યા કરી. ત્રીજે દિવસે આવ્યો ત્યારે કદી ન સાંભળ્યો હોય તેવો સાવ નવીન અર્થ કર્યો. આમ ગાથાના અર્થની વ્યાખ્યામાં છ મહિના વીતી ગયા. છ મહિના બાદ કુંડલિયાએ આવીને કહ્યું, “આચાર્યશ્રી ! ઘી વેચીને ઉપાર્જન કરેલું સઘળું નાણું આજે ખલાસ થઈ ગયું છે. એક જરૂરી કામથી મારે મારા ગામ પાછા જવું પડશે. માત્ર એક વાતનો વસવસો રહેશે કે આપના જેવા મહાન અને સમર્થ ગુરુમહારાજ પાસેથી ગાથાનો મૂળ અર્થ હું સમજી શક્યો નહીં.” આચાર્યશ્રીએ એને આવતી કાલે ફરી આવવા કહ્યું. તેઓ ખુદ ચિંતનમાં પડ્યા. પછીને દિવસે ગાથાનો યથાર્થ અર્થ કુંડલિયાને સંભળાવ્યો. શ્રાવક કુંડલિયો આનંદિત થતો ઘેર ગયો. શ્રી રત્નાકરસૂરિજી મહારાજનો આત્મા જાગી ગયો. પોતાના પ્રમાદ માટે પારાવાર પશ્ચાત્તાપ થયો. તેની આલોચના કરવા શ્રી શત્રુંજય મહાતીર્થ પર જઈને શ્રી આદીશ્વર ભગવાન સમક્ષ વૈરાગ્ય રસથી ભરપૂર સ્તુતિ કરી, જે સ્તુતિ ‘રત્નાકર પચ્ચીશી' તરીકે ભાવિકોના કંઠે વસી ગઈ. || શ્રી મહાવીર વાણી | સમુદ્ર જળમાં પડી ગયેલા રત્નની પુનઃ પ્રાપ્તિની જેમ જ મનુષ્યત્વની પ્રાપ્તિ દુર્લભ છે એવો નિશ્ચય કરીને મિથ્યા અને અરુચિકર આચરણને છોડી દો. શ્રી દ્વાદશાનુપ્રેક્ષા, ૨૯૭ કથામંજૂષાર્જ ૪૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨. ઊંચી હિંમત ને સાફ નિયત વિક્રમ સંવત ૧૯૩૯ના જેઠ મહિનાની વદ ૧૩ અને શુક્રવારે આચાર્યશ્રી હીરવિજયસૂરિજી ફતેહપુર પહોંચ્યા. શહેનશાહ અકબરને આચાર્યશ્રીનાં દર્શનની ઇચ્છા જાગી હોવાથી એમને આવતા જોઈને સિહાસન પરથી ઊતરી એ કબરે સામે ચાલીને પ્રણામ કર્યા. એકબરના ત્રણ રાજ કુમારો શેખ સલીમ, મુરાદે અને ધનિયાલે એમને નમસ્કાર કર્યા. આ સમયે ફત્તેહપુર સિક્રીના શાહીમહેલમાં કીમતી ગાલીચા બિછાવેલા હતા. આચાર્યશ્રી હીરવિજયસૂરિજીએ તેના પર ચાલવાની ના પાડી, આખો રાજદરબાર સ્તબ્ધ બની ગયો. એવું તે શું થયું કે આચાર્યશ્રી દરબારના દ્વાર પર અટકી ગયા ? આશ્ચર્યચકિત શહેનશાહ અકબરે આનું કારણ પૂછતાં આચાર્યશ્રીએ કહ્યું કે વર્ષોથી ઢાંકેલી જમીન પર અમે પગ મૂકતા નથી. અકબરે પ્રશ્ન કર્યો, “આની પાછળ કોઈ કારણ ખરું ?” આચાર્યશ્રીએ કહ્યું, “આનું કારણ એ કે કદાચ એની નીચે કીડી અને જીવજંતુ હોય તો તે કચડાઈ જાય. આપણા પ્રમાદને કારણે હિંસા થાય તે કેમ ચાલે ?** શહેનશાહ અકબરે કહ્યું, “આ તો શાહીમહેલના કીમતી ગાલીચા છે. રોજ સફાઈ થાય છે. એની નીચે કોઈ જીવજંતુ હોય તેવી શક્યતા નથી. આમ છતાં આપ કહો તો જરા ગાલીચા ઉપાડવાનું કહ્યું.” શહેનશાહ અકબરે ગાલીચા ઉપાડવાનું ફરમાન કર્યું, તો ખ્યાલ આવ્યો કે એની નીચે સેંકડો કીડીમંકોડા અને જીવજંતુઓ હતાં. શહેનશાહે જ્યારે જાણ્યું કે આચાર્યશ્રી દોઢેક વર્ષ પગપાળા ચાલીને ગંધાર, બંદરેથી અહીં આવ્યા છે, ત્યારે આશ્ચર્યચકિત શહેનશાહે કહ્યું કે આપ મારી કોઈ ભેટનો સ્વીકાર કરો. આચાર્યશ્રીએ કહ્યું કે તેઓ આવું કશું સ્વીકારી શકે નહીં, એમ છતાં જો આપવું જ હોય તો પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કરો. ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કરાવો. પર્યુષણ પર્વના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કરો. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કરો. શહેનશાહ અકબરે સૂરિજીની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ ચાર દિવસો ઉમેરીને બાર દિવસ માટે જીવવધ બંધ કરવાનો હુકમ આપ્યો. વળી ગુજરાત, માળવા, અજ મેર, દિલ્લી-ફતેહપુર, લાહોર અને મુલતાન સુધીના પોતાના સામ્રાજ્યમાં આ ફરમાન મોકલી આપ્યાં, એ જ રીતે ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરિયાજી, આબુ, રાજ ગૃહી અને સમેતશિખરજી જેવાં તીર્થોમાં આસપાસ કોઈએ જીવહિંસા કરવી નહિ એવું ફરમાન કર્યું. આ ફરમાનમાં શહેનશાહ અકબરે કહ્યું કે સમસ્ત પશુ ઈશ્વરનાં બનાવેલાં છે. એ બધાથી કોઈ ને કોઈ લાભ થાય છે. એમાં ગાયની જાતિ, પછી તે માદા હોય કે નર, લાભ આપનારી છે, કારણ કે મનુષ્ય અને પશુ અન્ન ખાઈને જીવે છે. અન્ન ખેતી વિના નથી ઉત્પન્ન થતું. ખેતી હળ ચલાવવાથી જ થઈ શકે છે અને હળોનું ચલાવવું બળદો પર આધાર રાખે છે, તેથી સ્પષ્ટ છે કે સમસ્ત સંસાર, પશુઓ તથા મનુષ્યોનાં જીવનનો આધાર એક ગાય જાતિ જ છે. કથામંજૂષા ૪૭ કથામં પાત૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ અકબર ફરમાન કરતાં કહે છે, “આ કારણોથી અમારી ઊંચી હિમ્મત અને સાફ નિયતનો તકાદો છે કે અમારા સામ્રાજ્યમાં ગૌહત્યાની રસમ બિલકુલ ન રહે. એટલા માટે આ શાહી ફરમાનને જોતાં જ સહુ રાજ કર્મચારીઓએ આ બાબતમાં વિશેષ રૂપે પ્રયત્ન કરવો જોઈએ, જેથી શાહી ફરમાન અનુસાર હવેથી કોઈ ગામ કે શહેરમાં ગૌહત્યાનું નામનિશાન પણ ન રહે. “જો કોઈ આદમી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરી, વર્જિત કામને નહીં છોડે તો તેને સુલતાની કોપમાં, જે ઈશ્વરીય કોપનો નમૂનો છે, ફસાવું પડશે અને તેને દંડ દેવામાં આવશે. આ ફરમાનનું જે ઉલ્લંઘન કરશે તેના હાથ-પગની આંગળીઓ કાપી નાખવામાં આવશે. શહેનશાહ અકબરે સમગ્ર ભારતવર્ષમાં છ મહિના સુધી એક પણ પ્રાણીની કતલ ન થાય તેવો કાયદો કર્યો. એટલું જ નહીં, પણ એણે એના રોજના આહારમાં પરિવર્તન કર્યું. શાહકુટુંબ દ્વારા ખેલાતા શિકારમાં સેંકડો પ્રાણીઓની ક્રૂર હત્યા થતી હતી, તેના પર પ્રતિબંધ મૂક્યો. આથી જ શહેનશાહ અકબરે પોતાને નવી દૃષ્ટિ આપનાર અને પ્રાણીમાત્રના કલ્યાણની ખેવના કરનાર આચાર્ય હીરવિજયસૂરિજીને વિક્રમ સંવત ૧૯૪૦માં ‘જગદ્ગુરુ'ની પદવી આપી. ૨૩. અવિરત વરસતી પ્રેમધારા * ગ્રામક સન્નિવેશથી વિહાર કરીને ભગવાન મહાવીર શાલિશીર્ષ ગામમાં આવ્યા. અહીંના રમણીય ઉધાનમાં તેઓ કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા. માઘ મહિનાની કડકડતી ઠંડી હતી. હાડ સોંસરવો ઊતરી જાય તેવો પવન સુસવાટા લેતો હતો. એમાંય પ્રભુ મહાવીર ખુલ્લા, વિશાળ ઉદ્યાનમાં હતા તેથી પવન એમના વસ્ત્રવિહોણા દેહ પર શૂલની માફક ભોંકાતો હતો. ભલભલા બળિયાનાં હાડ ધ્રુજી ઊઠે એવી આ કારમી ઠંડી હતી. શાલિશીર્ષના ગ્રામજનો તો ગરમ વસ્ત્રો ઓઢીને સૂતાં હતાં, છતાં કારમી ઠંડી એમને ધ્રુજાવતી હતી. રાતના સમયે થીજી જાય એવી ઠંડીમાં ભગવાન મહાવીર વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા હતા. બહારની દુનિયા વીસરાઈ ગઈ હતી. એમના અંતરના જગતમાં અજવાળાં પથરાયેલાં હતાં. ધ્યાનસ્થ દશા પણ એવી કે ગમે તેવી સુસવાટાભર્યો પવન આવે, ગમે તેવી કારમી ઠંડી હોય છતાં તદ્દન અડોલ, અપ્રતિબદ્ધ અને આલંબનરહિત હતા. 11 શ્રી મહાવીર વાણી કોઈ માણસ અસત્ય ભાસે એવું વચન બોલે તો પણ તે પાપ ગણાય છે; તો પછી જે ખરેખર અસત્ય બોલે તેની તો વાત જ શી ? શ્રી દશવૈકાલિક સૂત્ર, ૭-૫ કથામંજુમાં ૪૮ કથામંજૂષાર્જ૮૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ ધ્રુજાવી શકે ? બાહ્ય આપત્તિ એમને ક્યાંથી અકળાવી શકે ? કટપૂતનાને થયું કે થોડો વખત આ સહન થાય, પણ લાંબો વખત સહન થશે નહીં. થોડા સમયમાં જરૂર આ યોગી શાલિશીર્ષનું ઉદ્યાન છોડીને ભાગી જશે. આમ વિચારતી કટપૂતનાએ સતત ઠંડું જળ અને કાતિલ પવનોનો મારો ચાલુ રાખ્યો. આખી રાત એણે ભગવાન મહાવીરને ધ્રુજાવી નાખવા કોશિશ કરી, કિંતુ પ્રભુ તો સુમેરુ પર્વતની જેમ પરિષહ સહેવામાં નિશ્ચલ રહ્યા. એમણે આ શીતલ જ ળછંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો. સુસવાટાભર્યા પવનને આનંદની લહેરીમાં પલટાવી દીધો. કટપૂતના હારી-થાકી અને એનો ક્રોધ ધીરે ધીરે શમી ગયો. પૂર્વભવનું વેર ત્યજીને વિચારવા લાગી કે કેવી અભુત તિતિક્ષા અને કેવી અમાપ સમતા છે મહાવીરમાં ! એ ભગવાન મહાવીરના ચરણમાં નમી પડી અને પોતાના આવા ઘોર અપરાધ માટે એમની ક્ષમા માગી. ક્ષમાસાગર વાત્સલ્યમૂર્તિ પ્રભુ મહાવીરની પ્રેમધારા અવિરત વરસતી હતી ! આ સમયે કટપૂતના નામની વ્યંતરીએ ધ્યાનસ્થ મહાવીરને જોયા અને એનું પૂર્વ વેર પ્રજ્વળી ઊઠ્યું. ભગવાનના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એમને એક રાણી હતી. એ અણમાનીતી રાણીનું નામ વિજયવતી હતું. એ પછી ઘણા ભવભ્રમણ બાદ કટપૂતના બની હતી. એણે જ્યારે પ્રભુ મહાવીરને જોયા, ત્યારે એના હૃદયમાં ભક્તિની પાવન ભાવના ઊભરાઈ નહીં, બલકે દ્વેષનો દઝાડતો દાવાનળ જાગી ઊઠ્યો. ભગવાન મહાવીરનું મુખારવિંદ જોઈને વાત્સલ્યનો અનુભવ થવાને બદલે એનું હૃદય વેરથી ધગધગી ગયું. આનું કારણ એ હતું કે જુગજૂના વેરનો વિપાક જાગ્યો હતો. આ વેરને પરિણામે કટપૂતનાએ ધ્યાનસ્થ મહાવીરનો ધ્યાનભંગ કરવાનો વિચાર કર્યો. એમને હેરાન-પરેશાન કરવાના ઉપાયો વિચારવા લાગી. એણે વિચાર્યું કે શિયાળાની આ કડકડતી ઠંડી એવી છે કે આ સમયે ભલભલાનાં ગાત્રો થીજી જાય. ભલે મહાવીર આ ઠંડીની સામે હજી સુધી અડોલ ઊભા હોય, પરંતુ એમના પર હિમ જેવું ઠંડું પાણી રેડું કે જેથી એ થરથરી જાય, ઠંડીથી ઠૂંઠવાઈ જાય. આમ થશે તો જ વેરથી બળતા મારા હૃદયને થોડી ટાઢક વળશે. કટપૂતનાએ તાપસીનું રૂપ ધારણ કર્યું. એની જ ટામાંથી મેઘની ધારાની માફક હિમની શીતળતાને ભુલાવે એવું ટાઢું પાણી ભગવાન મહાવીરના દેહ પર વરસાવવા લાગી. ભગવાનના કોમળ ખભા પાસે ઠંડી હવાની કાતિલ લહેરો ફેલાવવા લાગી. એક બાજુ બરફના જેવું ઠંડું જળ ભગવાન પર છાંટવા માંડ્યું અને બીજી બાજુ તલવારના પ્રહારથી પણ વધુ તીરણ એવા જોરદાર પવનનો સુસવાટો શરૂ થયો. કટપૂતના અટ્ટહાસ્ય કરતી જોઈ રહી, એને હતું કે હમણાં આ યોગી ધ્રુજી ઊઠશે. ધ્યાન ધ્યાનને ઠેકાણે રહેશે અને જીવ બચાવવા દોડી જશે. અસહ્ય પવનના સુસવાટા નહીં ખમાય એટલે ચીસાચીસ કરી મૂકશે. એની આખીયે લીલા સમેટાઈ જશે. કટપૂતનાનો આ શીત ઉપસર્ગ એવો હતો કે સામાન્ય માનવી તો આવી ઠંડીથી સાવ અચેતન બની જાય અને ટૂંઠવાઈ-ટૂંઠવાઈને મૃત્યુ પામે. કટપૂતનાએ ભગવાનની કાયાને કષ્ટ આપવામાં કશું બાકી રાખ્યું નહીં, પણ કાયાની માયા કે મમતા મહાવીરને ક્યાંથી સ્પર્શે ? કાયાનું કષ્ટ એમને ક્યાંથી ll શ્રી મહાવીર વાણી વિધિપૂર્વક વાવેલાં બીજ વર્ષાને કારણે જેવી રીતે ફળમાં પરિણમે છે તેવી જ રીતે અરિહંત આદિની ભક્તિ જ્ઞાન, ચારિત્ર, દર્શન અને તારૂ પી ફળોમાં પરિણમે છે. શ્રી ભગવતી આરાધના, ૭૫૧ કથામંજૂષા પ0 કથામંજૂષા ૫૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ h ૨૪. જીર્ણોદ્ધારનું પિતૃઋણા ચિત્તોડના તોલાશાહના હૃદયમાં વેદનાનો પાર નહોતો. એમનું હૈયું વલોવાતું હતું. જે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની રોજ સવારે સ્મરણ-વંદના કરતા હતા એ તીર્થાધિરાજની ગરિમા વિદેશીઓને હાથે ખંડિત થતી હતી. જ્યારથી તોલાશાહે જાણ્યું કે મહમ્મદ બેગડાના પુત્ર અહમ્મદ સિકંદરે શ્રી શત્રુંજય તીર્થનાં દેરાસરો અને મૂર્તિઓનો વિનાશ કર્યો છે, ત્યારથી તોલાશાહ માટે જીવન શૂળી પરની સેજસમું બન્યું હતું. એની ધર્મભાવના એને ઊંડેઊંડેથી પોકાર પાડતી હતી કે આવા મહાતીર્થની થયેલી આવી ઘોર આશાતના ક્યારે દૂર કરી શકાશે. તોલાશાહનો છઠ્ઠો અને સૌથી નાનો પુત્ર કર્માશાહ પિતાની વેદના જોઈને મનોમન વિચાર કરતો હતો કે ક્યારે આ મહાતીર્થનો ફરી જીર્ણોદ્ધાર કરું ? ક્યારે એની પાવન પવિત્રતાને પુનઃ જાગ્રત કરું ? બન્યું પણ એવું કે આચાર્ય રત્નસિંહસૂરિએ દુઃખી તોલાશાહને કહ્યું કે તમે મહાતીર્થ વિશેની વેદના ભૂલી જાઓ. કારણ એટલું જ કે તમારો પુત્ર કર્માશાહ શ્રી શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરવાની ઉત્કટ ભાવનાને સાકાર કરવાનો છે. આ સમયે કથામંધા પર ઉપાધ્યાય શ્રી વિનયમંડન કર્માશાહને મહાતીર્થ અંગે વખતોવખત ઉપદેશ આપતા હતા. એવામાં તપાગચ્છના આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી ચિત્તોડમાં પધાર્યા અને એમણે પણ કર્માશાહને આ માટે પ્રોત્સાહિત કર્યા. વિ.સં. ૧૫૮૩ની શ્રાવણ વદિ ૧૪ને દિવસે બહાદુરશાહ ગુજરાતનો સુલતાન બન્યો. એ અગાઉ પોતાના પિતાથી રિસાઈને બહાદુરશાહ તોલાશાહનો અતિથિ બન્યો હતો. એને કારણે એ સમયે શાહજાદા બહાદુરશાહ અને કર્માશાહ વચ્ચે ગાઢ મૈત્રી થઈ હતી. ચિત્તોડથી ગુજરાત જતાં પહેલાં શાહજાદાએ વાટખર્ચીની ૨કમ માગી, ત્યારે કર્માશાહે વિના શરતે એક લાખ રૂપિયા આપ્યા હતા. કર્માશાહને જ્યારે જાણ થઈ કે બહાદુરશાહ ગુજરાતના સુલતાન બન્યા છે, ત્યારે તેને મળવા માટે તેઓ અમદાવાદ આવ્યા. સુલતાને એમને આદર આપ્યો. એમની પાસેથી લીધેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા અને સ્નેહથી પૂછ્યું, “મારે યોગ્ય કોઈ કામ હોય તો જરૂર જણાવો. હું તમારો અહેસાનમંદ છું.” કર્માશાહે કહ્યું કે, “મારી ભાવના શ્રી શત્રુંજય તીર્થમાં મારા પ્રભુજીની પ્રતિમા બેસાડવાની છે તો મને તેની રાજ-અનુમતિ આપો.” સુલતાને કર્માશાહને પરવાનગી આપતું ફરમાન કર્યું. કર્માશાહ અમદાવાદથી ખંભાત ગયા અને ઉપાધ્યાય શ્રી વિનયમંડનજીને સઘળી હકીકત જણાવી. એમને શ્રી શત્રુંજય તીર્થ પર પધારવા વિનંતી કરી. કર્માશાહ શ્રીસંઘ સાથે પાલિતાણા ગયા. એ સમયે સોરઠના સૂબા ખાન મઝદખાનને શ્રી શત્રુંજય તીર્થ સ્થપાય તેવી ઇચ્છા નહોતી, પરંતુ સુલતાનના હુકમ આગળ એનું કશું ચાલ્યું નહીં. ઉપાધ્યાય વિનયમંડનજી સાધુ-સાધ્વીઓના પરિવાર સાથે પાલિતાણા આવ્યા. એક બાજુ મૂળ જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર ચાલ્યો, બીજી બાજુ મહામંત્રી વસ્તુપાળે મૂકી રાખેલી મમ્માણી પાષાણની શિલાને બહાર કાઢી. આદિતીર્થંકર ભગવાન ઋષભદેવની જિનપ્રતિમા તૈયાર કરાવી. છ’ રી પાળતો યાત્રાસંઘ લઈને કર્માશાહ પાલિતાણા આવ્યા. જિનપ્રતિમાની અંજનશલાકાની મોટી વિધિ કરાવી. અહમ્મદ સિકંદરે આ મૂળ પ્રતિમા ખંડિત કરી હતી, તેને સ્થાને ભગવાન આદીશ્વરનાથની નવી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને શ્રી શત્રુંજય મહાતીર્થનો સોળમો મોટો ઉદ્ધાર કરાવ્યો. શ્રી શત્રુંજય મહાતીર્થના કર્માશાહે કરાવેલા સોળમા મહાજીર્ણોદ્ધારની પ્રશસ્તિ કથામંજૂષા ૫૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છના પંન્યાસ લાવણ્યસમયગણિએ રચી હતી અને પંન્યાસ વિવેકથીરગણિએ એને શિલા પર આલેખી હતી. એ પ્રશસ્તિ-શિલાલેખમાં નોંધાયું છે કે સંઘવી કર્માશાહે કરેલા આ તીર્થ-પ્રતિષ્ઠાના ઉત્સવમાં આચાર્ય શ્રી સોમજય વગેરે દસ આચાર્યો અહીં હાજર હતા અને તેઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે આ શત્રુંજય મહાતીર્થ છે અને તે ૮૪ ગચ્છોનું શ્વેતામ્બર જૈન તીર્થ છે. આ કર્માશાહ રાણા સંગના પુત્ર અને ઉત્તરાધિકારી રત્નસિંહના મંત્રી હતા. મંત્રી બન્યા પૂર્વે સાહસિક વેપારી કર્માશાહ બંગાળ અને ચીન જેવા દેશોમાંથી કાપડ આયાત કરતા હતા અને કાપડના વેપારમાંથી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું હતું. મંત્રી બન્યા બાદ પિતાની શ્રી શત્રુંજય મહાતીર્થના મહાઉદ્ધારની ભાવના કર્માશાહે સાકાર કરી. ૨૫. શીલધર્મની સુવાસ ભગવાન મહાવીરના વત્સલ ભાઈ નંદીવર્ધનની પત્ની અને વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેડા રાજાની પુત્રી જ્યેષ્ઠા અત્યંત સૌંદર્યવતી હતી. જીવનના પ્રારંભના પાઠ એ રાજપરિવારમાં પામી હતી અને તેથી એનામાં આગવું કલાચાતુર્ય હતું. ભગવાન મહાવીરના વંશનો કુળધર્મ શ્રી પાર્શ્વનાથ પરંપરાનો હતો. એને પરિણામે નંદીવર્ધન અને જ્યેષ્ઠા એમાં દેઢ શ્રદ્ધા ધરાવતાં હતાં. નંદીવર્ધનની પત્ની જ્યેષ્ઠાનાં રૂપ-ગુણની સર્વત્ર પ્રશંસા થતી હતી. એના શીલનો પ્રભાવ પણ એવો હતો કે સહુ કોઈ એની મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. વળી ભગવાન મહાવીરના ઉપદેશ-શ્રવણથી એનામાં એક-એકથી ચડિયાતી પ્રબળ ધર્મભાવના જાગ્રત થઈ હતી. આને કારણે એણે સમકિતના મૂળ રૂપસમાન બાર વ્રત અંગીકાર કર્યા હતાં. જ્યેષ્ઠા એના વ્રતપાલનમાં દૃઢ હતી. કોઈ પ્રલોભન કે કોઈ યુક્તિ-પ્રયુક્તિ એની વ્રતપાલનની દૃઢ નિષ્ઠાને લેશમાત્ર ડગાવી શકે તેમ નહોતાં. 1 શ્રી મહાવીર વાણી | આ મનુષ્ય-જન્મમાં જ તપનું આચરણ થાય છે, આ મનુષ્ય-જન્મમાં જ બધાં મહાવ્રતો આચરી શકાય છે, આ મનુષ્ય-જન્મમાં જ શુભ-ધ્યાન થઈ શકે છે અને મનુષ્ય-જન્મમાં જ નિવણની પ્રાપ્તિ પણ થઈ શકે છે. શ્રી દ્વાદશાનુપ્રેક્ષા, ૨૯ કથામંજૂષા ૫૮ કથામંજૂષા પ૫. Page #34 -------------------------------------------------------------------------- ________________ તેમાં તમે પાર ઊતર્યાં છો. અમારી આ કુંડળની ભેટ સ્વીકારો.” આમ કહીને દેવોએ જ્યેષ્ઠાને નંદીવર્ધનને ત્યાં પાછી મૂકી દીધી અને એમણે કરેલી જ્યેષ્ઠાના સતીત્વની પરીક્ષાની ઘટના કહીને એને મહાસતીનું બિરુદ આપ્યું. નંદીવર્ધન અને જ્યેષ્ઠાએ ગૃહસ્થ આશ્રમમાં રહીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - એ ચારે પુરુષાર્થ કર્યા અને શ્રાવકનાં બાર વ્રતો ગ્રહણ કરીને પોતાનું જીવન સાર્થક કર્યું. એક એવી પણ અનુશ્રુતિ મળે છે કે ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળીને જ્યેષ્ઠાને વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. પતિ નંદીવર્ધનની અનુમતિ મેળવીને ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી આર્યા ચંદનાના સાધ્વી સંઘમાં સંમિલિત થઈ હતી. આ રીતે જ્યેષ્ઠાનું જીવન એટલે સાત્વિક સંયમની શોભા અને શીલધર્મની મહેકતી સુવાસ ! એક વાર ઇન્દ્રસભામાં દેવરાજ ઇન્દ્ર જ્યેષ્ઠાના શીલની પ્રશંસા કરી. એમણે કહ્યું કે ગમે તેવા દેવદેવેન્દ્રથી પણ જ્યેષ્ઠા ચલિત થાય તેમ નથી. આ સાંભળીને એક દેવતાથી રહી શકાયું નહીં. એણે કહ્યું, “માટીના માનવીની શી તાકાત ! એને ભય બતાવો એટલે શરણાગતિએ આવે. એને વૈભવ બતાવો એટલે વશ થઈ જાય. એને સુખ બતાવો એટલે મોહ પામે. એના વ્રતને તોડવું એ તો મારે માટે ચપટી વગાડવા જેવો ખેલ છે.” ગર્વિષ્ઠ દેવે એના ઘમંડમાં જ્યષ્ઠાનું અપહરણ કર્યું અને ઘનઘોર જંગલની વચ્ચે એને એકલી છોડી દીધી. એ પછી પેલા દેવ હાથી, અશ્વ, પાયદળ વગેરે સૈન્ય ઉતાર્યું. અત્યંત શક્તિશાળી અને વૈભવશાળી રાજાનો વેશ લઈને દેવ જ્યેષ્ઠી પાસે આવ્યો અને બોલ્યો, આ ઘનઘોર જંગલમાં અથડાતી-કુટાતી હે સ્ત્રી ! તારા રૂપ પર હું મુગ્ધ બન્યો છું. તને મારી પટરાણી બનાવીને આ વિશાળ ભોગવૈભવની સહભાગી બનાવવી છે.” જ્યેષ્ઠા આવાં કામી વચનો સાંભળી શકી નહીં. એણે એના બંને કાનમાં આંગળી નાખી દીધી અને બોલી, “સ્વર્ગમાંથી કોઈ દેવ ઊતરી આવે તો પણ મારા પતિવ્રતમાંથી હું ચલિત થાઉં તેવી નથી.” દેવે કહ્યું, “તું એમ સીધેસીધી નહીં માને. આ સિંહ, વાઘ અને પિશાચ જો . એ તને જીવતી ફાડી ખાશે. મારા શરણમાં આવીશ તો તને આ બધાંથી રક્ષણ મળશે.' જ્યેષ્ઠાએ દેવની આ માગણી ઠુકરાવી દીધી ત્યારે દેવે કહ્યું, “જો તું સીધેસીધી અમારી સાથે નહીં આવે તો અમે તને બળજબરીથી ઉપાડીને અમારી સાથે લઈ જ્યેષ્ઠાએ મક્કમ અવાજે કહ્યું, “જો તમે એવો પ્રયત્ન કરશો તો હું આત્મહત્યા કરીશ.” જ્યેષ્ઠાના આ દૃઢ વ્રતપાલનથી પ્રસન્ન થયેલા દેવ એના મૂળ રૂપમાં પ્રગટ થયા અને બોલ્યા, “હે પુણ્યવતી સતી સ્ત્રી ! અમે તારા સતીત્વની પરીક્ષા કરવા આવ્યા અને || શ્રી મહાવીર વાણી ll લોભી માણસને કદાચ કૈલાસ પર્વત જેવા સોના અને ચાંદીના અસંખ્ય પર્વત મળી જાય તો પણ તેને સંતોષ થતો નથી, કારણ કે ઇચ્છા આકાશ જેટલી અનંત છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૯-૪૮ કથામંજૂષા ૫૬ કથામંજૂષાછું પ૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬. દીક્ષાત્યાગ કે પ્રાણત્યાગ? ધન્ય છે ભદ્રામાતા અને ધન્ય છે પરણિક મુનિને! પુત્રની આધ્યાત્મિક પ્રગતિ ઇચ્છતી અને ભવભ્રમણમાંથી એને ઉગારવા ચાહતી માતાની ઉદાત્ત મહત્તાનાં દર્શન ભદ્રામાતાના ચરિત્રમાં થાય છે. અરણિકનાં માતા અને પિતાએ ભગવાનની વાણી સાંભળીને દીક્ષાનો નિર્ણય કર્યો. માતા-પિતા બંનેએ દીક્ષા લીધા બાદ પિતાએ પુત્ર અરણિકને દીક્ષા આપી. બાળ અરણિક મુનિ બન્યા, પરંતુ એના પિતા જ સંથારો પાથરવાનું કે ગોચરી વહોરી લાવવાનું કામ કરતા હતા. એમણે સંસાર છોડ્યો હતો, કિંતુ પુત્રમોહ ત્યજી શક્યા નહોતા. થોડા સમયે પિતા મુનિનો સ્વર્ગવાસ થતાં અરણિક મુનિને માથે ગોચરી વહોરવાની અને બીજાં ધર્મકાર્યોની જવાબદારી આવી. સાધુજીવનની કઠિનતાનો પ્રત્યક્ષ ખ્યાલ આવવા લાગ્યો. એક વાર ઉનાળાના દિવસે ધોમધખતા તાપમાં ખુલ્લા પગે અરણિક મુનિ જઈ રહ્યા હતા. ધરતી આગ ઓકતી હતી. આથી મુનિ જરા વિસામો લેવા માટે એક હવેલીના ઝરૂખા નીચે શીળો છાંયડો જોઈને ઊભા રહ્યા. મનોમન સાધુજીવનની કપરી સ્થિતિનો વિચાર કરતા હતા. એમ પણ થતું હતું કે આવું કપરું મુનિપણું જાળવી શકીશ ખરો ? આ સમયે હવેલીના ઝરૂખામાં ઊભેલી શ્રેષ્ઠીની માનુનીએ મુનિરાજને જોયા. મુનિની સોહામણી કાયા, તેજસ્વી ચહેરો અને સુદૃઢ બાંધો જોઈને એ માનુનીના ચિત્તમાં મોહવિકાર જાગ્યો, એની યુવાનીનો રંગ આ મુનિનો સંગ ઇચ્છવા લાગ્યો. માનુનીએ દાસીને બોલાવીને મુનિને પોતાનું આંગણું પાલન કરવા વિનંતી કરવાનું કહ્યું. એણે કહ્યું, “મુનિરાજ , મારી હવેલીમાં પધારો અને મોદક ગ્રહણ કરો.” મુનિ અરણિક થાક્યા હતા. ધોમધખતો તાપ શરીરને દઝાડતો હતો. સંયમનો આવો ભાર ખેંચી શકાશે નહીં, એમ વિચારતા હતા. એવામાં આવું નિમંત્રણ આવતાં જોઈતું હતું અને વૈદે કહ્યા જેવું થયું. સુંદરીએ ધીથી લદબદતા મોદકનું ભોજન કરાવ્યું. મુનિ મોહબંધનમાં ફસાયા અને એના આવાસમાં જ રહી ગયા. દીક્ષાનું મહાવત ત્યાગીને મુનિ સંસારી બની ગયા. જીવનમાં ચોમેર ભોગવિલાસની છોળો ઊડતી હતી. અરણિકની આંખો અને મન બંને એનાથી ઘેરાઈ ગયાં, બીજી બાજુ દીક્ષા ધારણ કરનારી અરણિકની માતા સાધ્વી ભદ્રાને આ આઘાતજનક સમાચાર મળ્યા, ત્યારે એના હૃદયમાં વલોપાતનો સાગર ઊમટ્યો. પોતાનો પુત્ર સંયમનો સાધનાભર્યો માર્ગ ત્યજીને મોહની મહાગર્તામાં ડૂબે તે માતાનું હૃદય કઈ રીતે સહી શકે ? આથી સાધ્વી ભદ્રા અરણિકને શોધવા નીકળે છે. નગર નગર અને ગામેગામ ફરે છે ! ભટકે છે. એ બૂમો પાડે છે, “ઓ મારા અરણિક ! તું ક્યાં છે? શાને કાજે તેં દીક્ષા છોડી દીધી ? એવું તે શું બન્યું કે તેં મારી કૂખ લજવી?” આમ ઠેર ઠેર ફરીને બૂમો પાડતી વૃદ્ધ સાધ્વીને પાગલ સમજીને લોકોનું ટોળું એની પાછળ દોડવા લાગ્યું. કોઈ એને કાંકરા મારે તો કોઈ એની હસી-મજાક ઉડાવે. એક દિવસ ઝરૂખામાં ઊભેલા અરણિકે વૃદ્ધ માતાના આર્ત પોકારો સાંભળ્યા અને એનું હૈયું પીગળી ગયું. હવેલીમાંથી દોડીને અરણિક નીચે આવીને માતાના પગમાં પડ્યા. માતાએ કહ્યું, અરે પુત્ર ! તારી આ દશા! તેં મારી કુખ લજવી. દીક્ષા છોડીને સંસારમાં ફસાયો. કોણે તને લોભાવ્યો ?” કથામંજૂષા®પ૮ કથામયાપક Page #36 -------------------------------------------------------------------------- ________________ અરણિકે કહ્યું, “માતા ! આ સાધનાનો માર્ગ અતિ કઠિન છે. ખાંડાની ધારે જીવન ગુજારવા જેવું છે. આવો સંયમ હું પાળી શકું તેમ નથી.” સાધ્વી ભદ્રાએ સમજાવ્યું કે ભવોભવના ભ્રમણમાંથી છૂટવા માટેનો આ એકમાત્ર માર્ગ છે. ભવસાગરને તરી જવાનો આ જ સાચો ઉપાય છે. માટે ફરીથી સંયમ ધારણ કરીને તેજસ્વી સાધુતા પાળી બતાવ. અરણિકે કહ્યું કે તે એક જ શરતે દીક્ષા લેવા તૈયાર છે અને તે એ કે દીક્ષા લીધા પછી અનશન કરીને પ્રાણ ત્યાગશે. માતાને માટે પુત્રના પ્રાણત્યાગથી બીજો કયો વજાઘાત હોય ? સાધ્વી ભદ્રાને માટે પ્રાણત્યાગ કરતાં પણ દીક્ષાત્યાગ વધુ અનિષ્ટકારક હતો, આથી માતાએ કહ્યું, સંસાર ભોગવીને ભવોભવ તારો આત્મા નીચ ગતિમાં જાય તેને બદલે તું દીક્ષા લઈને પ્રાણત્યાગ કરે તે વધુ ઉચિત છે.” અરણિકે ફરી દીક્ષા લીધી. અનશન કરીને સાધુ અરણિક પ્રાણત્યાગ કર્યા બાદ કાળક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. ૨૭. સ્થળ અને સૂક્ષ્મ સાધ્વી દેવાનંદાના ચરિત્રમાં એક બાજુ દુષ્કર્મનું ફળ અને કર્મની ગતિ જોવા મળે છે, તો બીજી બાજુ માતાનું અનુપમ વાત્સલ્ય અને વૈરાગ્યની ઉદાત્ત ભાવના માર્મિક રીતે પ્રગટ થાય છે. ભગવાન મહાવીરનો ચૌદમો ચાતુર્માસ બ્રાહ્મણકુંડની નજીક આવેલા બહુસાલ ઉદ્યાનમાં હતો. ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને બ્રાહ્મણકુંડ ગામનો પ્રતિષ્ઠિત નાગરિક કોડાલગોત્રીય બ્રાહ્મણ ઋષભદત્ત અને એમની પત્ની દેવાનંદા રથમાં બેસીને બહુસાલ ઉદ્યાનમાં આવ્યાં હતાં. એમણે વિધિપૂર્વક વંદન કરીને ભગવાનની દેશનાનું શ્રવણ કર્યું. આ સમયે દેવાનંદા ભગવાન મહાવીર સામે એકીટશે નીરખી રહ્યાં હતાં. એમનો અસીમ આનંદ એમની કાયાના કચોળામાં સમાતો નહોતો. એમના દેહની રોમરાજિ પુલકિત બની ઊઠી હતી. ચાતક ચંદ્રને નીરખી રહે એમ ભગવાન મહાવીરને નિહાળતાં દેવાનંદાનું માતૃવાત્સલ્ય ઊભરાતાં એમના ઉરમાંથી દૂધની ધારા વહી નીકળી. આ દૃશ્ય નિહાળી રહેલા જ્ઞાની ગૌતમને અપાર આશ્ચર્ય 11 શ્રી મહાવીર વાણી , મનુષ્ય જ્ઞાનથી પદાર્થને જાણે છે, દર્શનથી તેના ઉપર શ્રદ્ધા રાખે છે, ચરિત્રથી નિગ્રહ કરે છે અને તપથી પરિશુદ્ધ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮-૩૫ કથામંજૂષા ૬૯ કથામંજૂષા ૬૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે હરિણગમૈષી દેવે ગર્ભપરિવર્તન કર્યું. પોતાના પૂર્વજન્મની આ કરુણ ઘટનાઓ જાણતાં દેવાનંદાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઋષભદત્ત અને દેવાનંદા બ્રાહ્મણ હોવા છતાં જીવ-અજીવ, પુણ્યપાપ આદિ તત્ત્વોનાં જાણકાર અને પાર્શ્વનાથ પરંપરામાં શ્રદ્ધા ધરાવનારાં શ્રમણોપોસ કે હતાં. ભગવાન મહાવીરે એમની માતા દેવાનંદા અને પિતા ઋષભદત્તને ઉપદેશ આપ્યો અને બન્નેની દીક્ષાની ભાવના જોઈ એમને સાધુતાના પંથે વાળ્યાં. દેવાનંદાએ સાધ્વી ચંદનબાળાની નિશ્રામાં રહીને સંયમધર્મની આરાધના કરી. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વર્ષો સુધી તપ કરીને અને વ્રતપાલન કરીને એણે કર્મક્ષય કર્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી. જૈન આગમ ‘ભગવતીસૂત્રમાં આલેખાયેલી ઋષભદત્ત અને દેવાનંદાની જીવનકથામાં માનવજીવનના ધૂળથી માંડીને સૂક્ષ્મ આધ્યાત્મિક ભાવો સુધીની ઘટના જોવા મળે છે. થયું. એમણે ઉત્સુકતાથી ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, “ભગવાન ! આ બ્રાહ્મણ નારી દેવાનંદાનું શરીર આપનાં દર્શનને કારણે આટલું બધું પુલકિત કેમ થઈ ગયું ? એની આંખોમાંથી હર્ષનાં આંસુ અને ઉરમાંથી દૂધની ધારા કેમ વહી નીકળ્યાં ?” ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો, “ગૌતમ ! દેવાનંદા મારી માતા છે. હું એનો પુત્ર છું. દેવાનંદાના શરીરમાં જે ભાવ પ્રગટ થયો તેનું કારણ મારા તરફનો પુત્રસ્નેહ છે.” શા માટે પ્રભુ મહાવીર દેવાનંદાના પુત્ર બનવાને બદલે ત્રિશલાનંદન બન્યા? પૂર્વજન્મમાં દેવાનંદા અને ત્રિશલા દેરાણી-જેઠાણી હતાં. એક વાર જેઠાણીએ દેરાણીના રત્નજડિત અલંકારોની પેટી છુપાવી દીધી હતી. આને પરિણામે ત્રિશલાના પૂર્વજન્મમાં રહેલો દેરાણીનો આત્મા અપાર સંતાપ પામ્યો હતો. જેઠાણીએ જ આભૂષણોની પેટી સંતાડી દીધી છે એવી ખાતરી હોવા છતાં દેરાણીની વિનંતીને એણે ઠુકરાવી દીધી. આ દુષ્કર્મને કારણે ઉગ્ર લાભાંતરાય કર્મનું ઉપાર્જન થયું. પૂર્વે જેઠાણી તરીકે કરેલા અશુભ કર્મનો બદલો વાળવો પડ્યો. જગતના ઉદ્ધારક એવા પરમાત્મા મહાવીરના ગર્ભને ૮૨ દિવસ બાદ ગુમાવવાની ઘટના બની. હકીકતમાં પ્રાણતકલ્પ દેવલોકમાંથી ભગવાન મહાવીરનો જીવ વીને દેવાનંદાની કુતિમાં અષાઢ સુદ ૬ના દિવસે ગર્ભ રૂપે ઉત્પન્ન થયો. દેવાનંદાએ ચૌદ સ્વપ્નો જોયાં. એના પતિ ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યું કે આ સ્વપ્નનો મર્મ એ છે કે એની કૂખે સર્વગુણસંપન્ન મહાપ્રભાવશાળી પુત્રરત્નનો જન્મ થશે. આનંદવિભોર બનેલી દેવાનંદાના શરીરની કાંતિ અને લાવણ્ય વધુ ને વધુ તેજ ધારણ કરતાં ગયો. ૮૨ દિવસ બાદ દેવાનંદાએ પૂર્વે જોયેલાં સ્વપ્નને કોઈ ચોરી જતું હોય તેવો અનુભવ કર્યો. વાસ્તવમાં ભગવાન મહાવીરનો ગર્ભ દેવાનંદાની કુક્ષિમાં આવ્યો હતો. મરીચિના ત્રીજા ભવમાં કરેલા કુળાભિમાનને કારણે આવું બન્યું હતું. દેવરાજ ઇન્દ્ર આ ઘટના જોઈ. એમણે હરિણગમૈષી દેવને બોલાવ્યા અને કહ્યું કે તમારે તમારી શક્તિથી અસાધ્ય એવું કાર્ય કરવાનું છે. દેવાનંદાની કુક્ષિનો ગર્ભ ત્રિશલાની કૂખમાં મૂકવાનો છે અને ત્રિશલાનો ગર્ભ દેવાનંદાના ઉદરમાં મૂકવાનો છે. આ ગર્ભપરિવર્તન એવી રીતે થવું જોઈએ કે બંને માતાઓને લેશમાત્ર પીડા કે વેદના ન થાય. દેવરાજ 11 શ્રી મણવીર વાણી | ક્રોધ પ્રીતિનો નાશ કરે છે; માન વિજયનો નાશ કરે છે; માયા-કપટ મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વનો વિનાશ કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮-૩૭ કથામંજૂષાછું ૬૨ કથામંજૂષા ૬૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮. જ્ઞાનમાર્ગની નૌકા જૈન ધર્મની આગવી વિશેષતા એ છે કે એમાં સાધુની સાથે સાધ્વીને સમાદરપૂર્વક મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જૈન સાધ્વીસંઘ પર દૃષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રકારના ભેદભાવની સંકુચિત દીવાલો વિના તમામ જાતિ, વર્ગ અને વર્ણની મહિલાઓને આધ્યાત્મિક સાધના માટે આમાં પ્રવેશ સાંપડ્યો છે. વળી માત્ર રાજ કુટુંબની ધનવૈભવધારી જ સાધ્વીસંઘમાં સંસાર ત્યજીને સામેલ થઈ છે તેવું નથી, બલકે દાસી, ગણિકા અને પતિતાઓએ પણ આત્મોદ્ધારના પગલે ચાલીને દીક્ષા ગ્રહણ કરી છે અને તેઓ સમાજ અને સંસ્કૃતિમાં વંદનીય બની છે. આ સાધ્વીઓમાં ઉત્કૃષ્ટ જ્ઞાન, ઉજ્વળ શીલ અને પ્રબળ તપશ્ચર્યાનો વિરલ ત્રિવેણી સંગમ જોવા મળે છે. સમર્થ રાજવી કે સમાજના અગ્રણી પણ પોતાનું આસન છોડીને ઊભા થઈને આવી પવિત્ર, પુણ્યપ્રભા સાધ્વીઓને નમન કરતા હતા. આજે પણ બ્રાહ્મી, સુંદરી, ચંદના આદિને વંદન કરવામાં આવે છે. તીર્થંકરના નામસ્મરણની સાથોસાથ સોળ સતીઓનું નામસ્મરણ પણ થાય છે. આ જૈન સાધ્વીઓએ ઉત્કૃષ્ટ સ્મરણશક્તિ અને ગ્રંથસર્જનમાં પણ મહત્ત્વનું યોગદાન કર્યું છે. આવાં એક સાધ્વી હતાં આર્યા પોઈણી. તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી પછીના જિનશાસનની ગૌરવગાથામાં તેજસ્વી, ધર્મનિષ્ઠ અને ઉત્કૃષ્ટ આચાર ધરાવતી સાધ્વીઓનું યોગદાન અનેરું છે. પ્રાકૃત ભાષાના ‘ર્ણો’ શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે ‘સની'. આ પોતિનીનો અર્થ છે જહાજ ધરાવનારી. આર્યા પોઈણીએ જ્ઞાનમાર્ગના યાત્રા પ્રવાસની નૌકાથી ધર્માનુરાગી ભાવિકજનોને ભવસમુદ્ર પાર કરવામાં સહાય કરી હતી. વીર નિર્વાણની ચોથી સદીમાં થયેલાં આર્યા પોઈણી એમની બહુશ્રુતતા, આચારશુદ્ધિ અને નેતૃત્વના ગુણને કારણે જૈનશાસનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આર્યા પોઈણીનું જીવન દર્શાવે છે કે જનમાનસમાં ધર્મભાવના જાગ્રત કરવા માટે અને પ્રગટેલી ધર્મભાવનાને પ્રેરવા-પોષવા માટે જૈન સાધ્વીઓએ જૈન સાધુઓની માફક શ્રદ્ધા, સાધના અને સાહસ સાથે દેશના વિભિન્ન પ્રદેશમાં પગપાળા વિચરણ કરીને આધ્યાત્મિક ચેતના જગાવી હતી. ઇતિહાસનાં પૃષ્ઠો પર ભગવાન મહાવીરના નિર્વાણની ચતુર્થ શતાબ્દીના પ્રથમ ચરણમાં વાચનાચાર્ય બલિસ્સહજીના સમયમાં સાધ્વી-પ્રમુખ તરીકે આર્યા પોઈણી હતાં. કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન ખારવેલના સમયમાં જૈન ઇતિહાસની એક મહાન ઘટના સર્જાઈ. કલિંગના રાજવી ખારવેલને ખબર પડી કે પાટલીપુત્રના રાજવી પુષ્યમિત્ર જૈનો પર ઘોર અત્યાચાર આચરી રહ્યા છે. પોતાના રાજ્યશાસનના આઠમા વર્ષે ખારવેલે પાટલીપુત્ર પર ચડાઈ કરી અને પુષ્યમિત્રે શરણાગતિ સ્વીકારીને જૈનધર્મીનો પર અત્યાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને રાજવી ખારવેલ સાથે સંધિ કરી, પરંતુ થોડા સમય બાદ પુષ્યમિત્રે પુનઃ અત્યાચારોનો આરંભ કરતાં ચાર વર્ષ બાદ વિશાળ સેના સાથે ખારવેલે પાટલીપુત્ર પર આક્રમણ કરીને વિજય મેળવ્યો. ભારતીય ઇતિહાસમાં રાજવી ખારવેલ જેવી અપ્રતિમ વીરતા, અદ્ભુત સાહસ, ધર્મ પ્રત્યેની પ્રગાઢ નિષ્ઠા અને અનુપમ સાધર્મિક વાત્સલ્ય ધરાવતો જૈન રાજવી વિરલ છે. એ પછી આ મહાસમર્થ રાજવીએ કુમારગિરિ નામના પર્વત પર ચતુર્વિધ સંઘને એકત્ર કરીને આગમ સાહિત્યને સુરક્ષિત અને વ્યવસ્થિત કરવા માટે કંથામંજૂષા૬૪ કથામંજૂષાઋ૬૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આગમવાચના પરિષદનું આયોજન કર્યું. આ પરિષદમાં સાધ્વી-પ્રમુખા આર્યા પોઈણીના નેતૃત્વમાં ત્રણસો વિદુષી સાધ્વીઓએ ભાગ લીધો. આગમમર્મજ્ઞ, પ્રતિભાસંપન્ન અને પ્રકાંડ વિદુષી આર્યા પોઈણીએ આગમપાઠને નિશ્ચિત કરવામાં સહાય કરી. સાધ્વી પોઈણી વિદુષી, આચારનિષ્ઠ અને સંઘસંચાલનમાં કુશળ એવાં સાધ્વી હતાં. આ સમયે વિહાર કરીને સાધ્વી પોઈણી જનમાનસમાં અધ્યાત્મ ચેતના જગાડતાં હતાં તેમજ ધર્મપ્રસારનાં કાર્યોમાં સંઘને સહાયતા કરતાં હતાં. ઇતિહાસમાં આર્યા પોઈણીના કુળ, વય, શિક્ષા, દીક્ષા કે સાધના વિશે વિસ્તૃત વિવરણ ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાપ્ત કથાનકોના આધાર પર સાધ્વી યક્ષા પછી આર્યા પોઈણીનું સાધ્વીસંઘમાં પ્રમુખ અને ગૌરવભર્યું સ્થાન હતું. 11 શ્રી મહાવીર વાણી 11 આવું. આ દુર્લભ મનુષ્યત્વ મેળવીને પણ જે ઇન્દ્રિયોના વિષયોમાં રચ્યાપચ્યા રહે છે તે દિવ્ય રત્ન મેળવીને એને બાળીને રાખ કરી નાખે છે. શ્રી દ્વાદશાનુપ્રેક્ષા, ૨૯૯ કથામંજૂષા૬૬ ૨૯. માતાનો પુણ્યપ્રકોપ ગુજરાતની મહાજન પરંપરાનો તેજસ્વી ઇતિહાસ છે અને તેમાં પણ અમદાવાદના નગરશેઠની તો ભવ્ય અને ઉજ્જ્વળ પરંપરા જોવા મળે છે. જિનશાસનની કીર્તિગાથાનું આ એક યશસ્વી પ્રકરણ છે. શેઠ શાંતિદાસની કુનેહ, ઉદારતા અને ધર્મપરાયણતા એમના વારસોમાં ઊતરી આવી. માત્ર નગરશેઠ જ નહીં, પરંતુ હરકુંવર શેઠાણી, ગંગામા, મોહિનાબા જેવાં આ કુટુંબનાં નારીરત્નોએ ધર્મ અને સમાજમાં આગવો પ્રભાવ પાથર્યો હતો. શેઠ દલપતભાઈનાં પત્ની ગંગાબહેન અનેકવિધ ધર્મકાર્યોમાં સદાય અગ્રેસર રહેતાં હતાં. વિ. સં. ૧૯૨૧માં શેઠશ્રી દલપતભાઈએ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. પૂજ્ય મૂળચંદ્રજી મહારાજ આ સંઘ સાથે હતા અને એ સમયે પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ પાલિતાણાથી ભાવનગર પધાર્યા હતા. આ સંઘમાં ગંગામાએ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચમાં અને શ્રાવકશ્રાવિકાઓની સાધર્મિક ભક્તિમાં અઢળક ધન તો ખર્યું, પરંતુ કથામંજૂષા ૬૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ એની પાછળ પોતાની જાત પણ ઘસી નાખી. ચારે પ્રકારના સંઘની ગરિમા વહન કરતાં ગંગામાં ધર્મમાતા સમાન હતાં. સહુ કોઈને એમની પાસેથી માતાની મમતા, વાત્સલ્ય અને સેવા મળતાં હતાં અને તેથી જ તેઓ ગંગામા તરીકે ઓળખાતાં હતાંએમની ઉદારતા જોઈને સહુને આબુ ઉપર અક્ષયકીર્તિસમાં દેવાલયો બંધાવનાર અનુપમાદેવીનું સ્મરણ થતું હતું. વિ. સં. ૧૯૬૭ના કારતક વદ ૯થી માગસર વદ ૧૦ને રવિવાર સુધી અમદાવાદના ચારેય સંઘને અમદાવાદની શહેરયાત્રા કરાવી. આ ધર્મપ્રસંગ એટલો વિરલ હતો કે મુનિરાજ શ્રી રત્નવિજયજી મહારાજે આ ધર્મયાત્રાને વર્ણવતું ભાવવાહી સ્તવન રચ્યું હતું. એક વાર ગંગામા આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજી મ.સા નું વ્યાખ્યાન સાંભળતાં હતાં. આ સમયે શાસનસમ્રાટ આચાર્યશ્રીએ એમની સિંહગર્જનાભરી વાણીમાં તીર્થરક્ષાના મહત્ત્વ અંગે વિસ્તૃત વિવરણ કર્યું. ગંગામાના ચિત્તમાં આનાથી ઉલ્કાપાત જાગ્યો, એ સમયે પરમ પવિત્ર સમેતશિખરજી પહાડ પર અંગ્રેજો શિકારીઓ અને સહેલાણીઓ માટે એક ગેસ્ટ હાઉસ બાંધી રહ્યા હતા. ગંગામાનું ચિત્ત વિચારે ચડ્યું. અનેક તીર્થંકરો અને મુનિગણોની તપોભૂમિ અને નિર્વાણભૂમિની આવી આશાતના ! કેવી પાવન છે આ તીર્થભૂમિ કે જ્યાંથી વીસ તીર્થંકર પરમાત્મા અને અનેક મુનિગણો તપશ્ચર્યા કરતાં મોક્ષે સિધાવ્યા તમે નગરશેઠ હોવા છતાં કશું કરતા નથી. આવા નિષ્ક્રિય જ રહેવાના હો તો આ બંગડી પહેરી લો અને મને તમારી સત્તા આપી દો. હું તીર્થરક્ષા માટે મારા પ્રાણની આહુતિ આપવા તૈયાર છું.” માતાના પુણ્યપ્રકોપે લાલભાઈમાં જુસ્સો જ ગાડ્યો. પુત્રના વીરત્વને માતાની વાણીએ જાગ્રત કર્યું. એમણે અંગ્રેજ સરકાર સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને ગેસ્ટ હાઉસનું બાંધકામ બંધ રખાવ્યું. ગંગામાં સાધુ-સાધ્વીઓને અગાધ આદર આપતાં હતાં. સાથોસાથ પાંચ મહાવ્રતોની બાબતમાં સાધુ-સાધ્વી સમુદાયમાં શિથિલતા પેસી ન જાય તેની તકેદારી પણ રાખતાં હતાં. ક્યાંક કોઈ ક્ષતિ કે ઊણપ જુએ કે તરત જ વહાલસોયી માતાની માફક ધ્યાન દોરે. પોતાના પરિવારમાં પણ ધર્મમર્યાદા જળવાય તે માટે સદૈવ જાગ્રત રહેતાં અને અભણ્ય ભક્ષણ ન થાય તેની સાવચેતી રાખતાં. આવાં હતાં ધર્મમાતા સમાં ગંગામા ! = આવી પાવનભૂમિ પર અંગ્રેજ સહેલાણીઓ માટે મોજ શોખ, શિકાર, આનંદપ્રમોદ, માંસાહાર, મદિરા અને અભક્ષ્ય ભોજનનું અતિથિગૃહ ? ગંગામાં મનોમન પ્રભુ પાર્શ્વનાથની પ્રાર્થના કરવા લાગ્યાં. શ્રી સમેતશિખર પર્વત શ્રી પાર્શ્વનાથ પર્વત તરીકે પણ જાણીતો હતો. આ આપત્તિમાંથી ઉગારવા માટે ગંગામાં પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન ગાવા લાગ્યાં. ગંગામાને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ થયું. શેઠ શાંતિદાસે તીર્થરક્ષા માટે તો ધર્મઝનૂની એવા ઔરંગઝેબને નમાવ્યો હતો. ગંગામાના પુત્ર લાલભાઈ ભોજન માટે આવ્યા ત્યારે ગંગામાએ એમની થાળીમાં બંગડીઓ પીરસી, લાલભાઈ આનો અર્થ સમજી શક્યા નહીં ત્યારે ગંગામાએ કહ્યું, આચાર્ય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ તીર્થરક્ષા કાજે વ્યથિત છે ત્યારે કથામંજૂષા®૬૮ 11 શ્રી મણવીર વાણી | ઉપશમ દ્વારા કોઇને નષ્ટ કરો, મૃદુતા દ્વારા માનને જીતો, સરળતા દ્વારા કપટભાવને દૂર કરો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮-૩૮ કથામંજૂષાશ્રુ ૬૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ક્ષણમાં નરક, ક્ષણમાં મોક્ષ એક વખત ભગવાન મહાવીર રાજ ગૃહી નગરીમાં પધાર્યા, ત્યારે એમની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ હતા. મુનિ પ્રસન્નચંદ્ર એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા કરી, આગ વરસાવતા સૂર્યની સામે દૃષ્ટિ રાખીને ઉગ્ર સાધના કરતા હતા. એમની આવી આકરી તપશ્ચર્યા જોઈને મગધસમ્રાટ શ્રેણિક પ્રભાવિત થયા અને એમણે સમવસરણમાં પ્રભુ મહાવીરને પૂછયું, “પ્રભુ, બહાર એ ક પગે ઊભા રહીને અતિ ઉગ્ર તપ કરનારા મુનિ જો આ ક્ષણે મૃત્યુ પામે તો એમની કઈ ગતિ થાય?’ પ્રભુએ કહ્યું, “આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. જો એમનું આ જ ક્ષણે મૃત્યુ થાય તો સાતમી નરકમાં ગતિ પામે.” આ સાંભળતાં સંભામાં સન્નાટો વ્યાપી ગયો. મહારાજ શ્રેણિક મનોમન વિમાસણમાં પડ્યા. સાધુને નરકગમન હોય નહીં, તો પછી મુનિ પ્રસન્નચંદ્રની નરકગતિ કેમ ભાખી ? કદાચ પ્રભુ મહાવીરનાં વચનો પોતાને બરાબર સંભળાયાં ન હોય એમ માનીને મગધરાજ શ્રેણિકે પુન: પ્રશ્ન કર્યો, “હે ભગવાન ! તપસ્વી પ્રસન્નચંદ્ર મુનિ આ સમયે કાળ કરે તો ક્યાં જાય?" ભગવાન મહાવીરે કહ્યું, “સર્વાર્થસિદ્ધ વિમાને જાય. મોક્ષગતિ થાય.” ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળીને આશ્ચર્ય પામેલા મગધરાજ શ્રેણિકે કહ્યું, “પ્રભુ, આપે પહેલી વાર નરકગતિ પામશે એવી વાત કરી અને કથામંજૂષા થોડીક ક્ષણો બાદ મોક્ષગતિ મેળવશે એમ કહ્યું, આમ આપે બે તદ્દન જુદી વાત કેમ કહી ?” ભગવાને કહ્યું, “પ્રથમ વાર તમે પૂછવું ત્યારે તે મુનિએ દુર્મુખની વાણી સાંભળી હતી અને દુર્મુખે એમ કહ્યું હતું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પ્રસન્નચંદ્ર રાજાની નગરીને ઘેરો ઘાલ્યો છે અને પ્રસન્નચંદ્ર રાજાના મંત્રીઓ ફૂટી જવાથી બાળરાજાને મારી નાખીને રાજ્ય લેવા ઇચ્છે છે. આ સાંભળીને મુનિ પ્રસન્નચંદ્રના મનમાં રાજ્ય અને બાળક પરના મોહને કારણે હિંસક વિચારોનું સમરાંગણ રચાઈ ગયું ! પરિણામે એમણે સાતમી નરકને યોગ્ય ગતિ-જાતિ આદિ નામકર્મ બાંધ્યાં. આવા રૌદ્રધ્યાનમાં તેઓ કાળ પામ્યા હોત તો અવશ્ય નરક જ જાત. ચિત્તમાં લડાઈ ખેલતા મુનિ પ્રસન્નચંદ્રએ શત્રુ રાજા પર મરણિયો પ્રહાર કરવા પોતાનું શિરસાણ લેવા મસ્તક પર હાથ લગાડ્યો. એ સમયે પોતાના મુંડિત મસ્તકનો સ્પર્શ થતાં તરત જ જાગ્રત બની ગયા. વિચાર કરવા લાગ્યા કે “સાધુની તપશ્ચર્યામાં રહીને મેં કેવા હિંસક વિચારો કર્યા, કેવા કૂર પાપનું આચરણ કર્યું !'' આમ મુનિ પ્રસન્નચંદ્રને પારાવાર પશ્ચાત્તાપ થયો. પોતાની મહાન ભૂલની આલોચના, પ્રતિક્રમણ કરીને મુનિ પાછા પ્રશસ્ત પ્રસન્ન ધ્યાનમાં સ્થિર થયા. પરિણામે જ્યારે સમ્રાટ શ્રેણિક પ્રભુને બીજી વાર પૂછયું ત્યારે તેઓ સર્વાર્થ સિદ્ધને યોગ્ય મોક્ષગતિને પાત્ર બની ગયા હતા. એવામાં પ્રસન્નચંદ્ર મુનિની સમીપે દેવદુંદુભિ વાગતાં પ્રભુ મહાવીરે કહ્યું, “એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે દેવતાઓ તેમના કેવળજ્ઞાનનો મહિમા ઊજવવા લાગ્યા.” મુનિ પ્રસન્નચંદ્રનું ચરિત્ર એક આત્મજાગ્રત મુનિની ઓળખ આપે છે. દુશ્મનને શિરસાણથી મારી નાખવો એવા વિચારથી એમણે માથે હાથ મૂક્યો અને માથે લોચ કરેલો જાણી પોતાની સાધુતાનું સ્મરણ થયું. પોતાના હિંસક વિચારો માટે પશ્ચાત્તાપ થતાં તેઓ પશ્ચાત્તાપની પાવન ગંગામાં વિશુદ્ધ બન્યા. સાચા જાગ્રત આત્માનો પશ્ચાત્તાપ હોવાથી તેનો ક્ષપક શ્રેણીએ ચડીને કેવળજ્ઞાન પામ્યા. કંથામાં પાસ Page #42 -------------------------------------------------------------------------- ________________ મને ઘસે, મને જોઈને નાસી ન જાય.” શ્રીમદ્ રાજચંદ્ર આ વાતને આનંદભેર સમજાવતા હતા. ચિત્તવૃત્તિની પ્રશાંતતા કેટલી ગાઢ હોય તે દર્શાવતા હતા. એવામાં રાવબહાદુર નરસીરામે પોતાના બંગલામાં આવ્યા. નરસીરામ વેદાંતમાં માનતા હતા. શ્રીમદ્ પણ વેદાંતમાં માનતા હશે એમ માનીને એમણે આત્માના અભેદ સંબંધી ચર્ચા ઉપાડી અને અભેદતા ઉપર વિવેચન અને વિશ્લેષણ કરવા માંડયું. શ્રીમદ્ રાજચંદ્ર તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. આસપાસ બેઠેલાઓને થયું કે શ્રીમદ્ વેદાંતી નથી માટે એમની વાતોનો વિરોધ કરશે. બંને વચ્ચે વાદવિવાદ જામશે, પરંતુ એવું કશું બન્યું નહીં. શ્રીમદ રાવબહાદુરની વેદાંતની સામે કશો વિરોધ ઉઠાવ્યો નહીં. માત્ર તેઓ એમની વાત શાંતિથી સાંભળતા રહ્યા. આ સમયે નજી કમાં બેઠેલા શ્રી પૂજાભાઈ શ્રીમદ્ રાજચંદ્રનો આશય પામી ગયા, શ્રીમદ્ જેવા આત્મજ્ઞાની પુરુષ ઘણી ચર્ચા અને દલીલો કરી શક્યા હોત, પરંતુ તેઓ મૌન રહ્યા, એની પાછળ શ્રીમનો હેતુ એટલો જ હતો કે પોતે જે વૃદ્ધ વડીલ પુરુષના ઘરમાં ઊતર્યા છે તેમને માઠું લાગે એવું કંઈ ન બોલાય. મૌન સમયે શ્રીમના મનમાં પણ આ જ ભાવ હતો. ૩૧. સામાનું વિચારે તે સંત શ્રીમદ્ રાજચંદ્રની પ્રતિભા એવી કે તેઓ જ્યાં હોય ત્યાં સત્સંગનું વાતાવરણ આપોઆપ રચાઈ જાય. એમનું વ્યક્તિત્વ એવું કે આસપાસ રહેલા સહુ કોઈ એમની પાસેથી જીવનના અમૃતપાનની અપેક્ષા રાખતા હતા. વિ. સં. ૧૯૫૪માં શ્રીમદ્ રાજચંદ્ર ખેડામાં આવ્યા હતા. આ સમયે એમનો ઉતારો રાવબહાદુર નરસીરામને ત્યાં રાખવામાં આવ્યો હતો. રાવબહાદુરનો બંગલો વિશાળ હતો. શ્રીમદ્ રાજચંદ્રના સત્સંગ માટે આવતા સહુ કોઈ આ બંગલામાં બેસીને એમના ઉપદેશનું શ્રવણ કરતા હતા. એક દિવસ પંડિત પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ શ્રીમદને મળવા આવ્યા. આ સમયે શ્રીમદ્ રાજચંદ્ર એક પુસ્તક વાંચતા હતા. એ પુસ્તકમાં ચિત્તની વૃત્તિઓની શાંતિ વિશે માર્મિક શ્લોક હતો. શ્રીમદ્ રાજચંદ્ર આ શ્લોક પૂજાભાઈને બતાવ્યો અને એનો ભાવાર્થ કહેતાં બોલ્યા, મારું ચિત્ત એવું શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલે દરજ્જુ શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ એનાં શિંગ 1 શ્રી મણવીર વાણી | કામભોગો ક્ષણ માત્ર સુખ આપનારા અને બહુ કાળ દુઃખ આપનારા છે, ઘણું દુ:અને થોડું સુખ આપનારા છે. કામભોગો સંસારમાંથી છૂટવામાં શત્રુરૂપ છે અને અનર્થોની ખાણ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૪-૧૩ કથામંજૂષા ૭૨ કથામંજૂષા ૭૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ અવસર છે.” શ્રી રામે કહ્યું, “લક્ષમણ ! રાવણે સીતાનું અપહરણ કરવાનું દુષ્કૃત્ય કર્યું તે સાચું. એટલે અંશે એણે અન્યાયનો આશરો લીધો તે પણ સાચું, પરંતુ આ દુષ્કૃત્ય વિસ્મૃત કરીને રાવણનો વિચાર કરી જુઓ !” લમણે પૂછ્યું, “કેવો લાગે છે રાવણ ?'' રામે કહ્યું, “રાવણ પાસે અગણિત ગુણોનો ભંડાર હતો. માત્ર એના અહંકારને કારણે એણે આવું કર્યું, પરંતુ જો એમાંથી એ બચી શક્યો હોત તો એના ગુણોએ એને મહાન બનાવ્યો હોત. આજે એના મૃત્યુ સમયે મને એમ લાગે છે કે વિશ્વમાંથી એક તત્ત્વવેત્તા વિદાય પામી રહ્યો છે, એથી જ એના મૃત્યુની વાત મારી આંખમાં આંસુ લાવે છે.” લક્ષ્મણ રામની ભાવના જોઈને પ્રસન્ન થયો. એ તરત રાવણ પાસે દોડી ગયો અને એને કહ્યું કે, “દશાનન, તમારા જીવનના અંતકાળના સમાચાર જાણીને મારા મોટા ભાઈ ખૂબ ૨ડી પડ્યા અને તમારા સારા ગુણોનું ચિંતવન કરવા લાગ્યા.” આ સાંભળી અંતિમ શ્વાસ લેતા રાવણે કહ્યું, “સુમિત્રાનંદન ! એટલે તો સહુ કોઈ એમને રામ કહે છે.” રાવણનો આ ઉત્તર સાંભળીને લમણ સ્તબ્ધ બની ગયો. રામ અને રાવણ એ કબીજાના વિરોધી હતા, પરંતુ સાથોસાથ પરસ્પરના ગુણોને ઓળખનારા હતા. આને પરિણામે જ રામ રાવણના ગુણો જોઈ શકે છે અને રાવણ રામની મહત્તા પારખી જાણે છે. ૩૨. એટલે તો એ રામ છે રામાયણ અનેક રૂપે મળે છે. ભારતમાં પ્રચલિત રામાયણ અને બર્મા, શ્રીલંકા, જાવા કે સુમાત્રામાં મળતી રામાયણ ભિન્ન છે. આવી જ રીતે બૌદ્ધ રામાયણ અને જૈન રામાયણ પણ મળે જૈન રામાયણમાં મળતો આ એક માર્મિક પ્રસંગ છે. યુદ્ધના મેદાન પર રાવણ અંતિમ શ્વાસ લેતો હતો. થોડી પળોનો એ મહેમાન હતો. આયુષ્યનો દીપક બુઝાવાની તૈયારીમાં હતો. લમણે શ્રી રામને આ સમાચાર આપ્યા. એ સમાચાર સાંભળતાં જ રામ ધ્રુસકે ને ધ્રુસકે ૨ડવા લાગ્યા. આ જોઈને સહુ કોઈને આશ્ચર્ય થયું. રાવણનો સંહાર કરવા માટે તો રામે યુદ્ધ ખેલ્યું અને એ રાવણ મૃત્યુ સમીપ હોવાના સમાચારથી તો રામ આનંદિત થવા જોઈએ, એને બદલે વ્યથિત થઈ ગયા ! લક્ષ્મણે વડીલબંધુ રામને કહ્યું, “મોટા ભાઈ ! તમે શા માટે આટલું બધું રડો છો ? તમારે માટે તો આ ધ્યેયસિદ્ધિનો 11 શ્રી મહાવીર વાણી | શરીરધારીઓને ત્રણ પ્રકારના આત્મા હોય છે - પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા. બહિરાત્માનો ત્યાગ કરીને અંતરાત્મા દ્વારા પરમાત્માનું ધ્યાન કરાય છે. શ્રી મોક્ષપાહુડ ૪ કથામં પાઉ કથાનું પાપ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩. અપ્રતિમ સ્મરણશક્તિ જૈન પરંપરામાં મહાસતી ચંદનબાળા પછી યક્ષા, યક્ષદત્તા જેવી સાત પરમ પ્રભાવક સાધ્વીઓની ગૌરવગાથા સાંપડે છે. પાટલીપુત્રના નંદરાજા મહાપદ્મના મહામંત્રી શકટાલ શ્રમણોપાસક હતા. એમની પત્ની લાંછનદેવી પણ ધર્મોપદેશિકા હતી. એમને બે પુત્ર સ્થૂલભદ્ર અને શ્રીય ક તથા યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેણા, વેણા અને રેણા નામની સાત પુત્રીઓ હતી. માતાપિતાના ધર્મસંસ્કારનો અમૂલ્ય વારસો સંતાનોને મળ્યો હતો. આ સાત પુત્રીઓ આશ્ચર્યજનક સ્મરણશક્તિ ધરાવતી હતી, અત્યંત લાંબું હોય કે ગમે તેવું અઘરું ગઇ કે પદ્ય હોય, પણ યક્ષા એને માત્ર એક વાર સાંભળીને સ્મૃતિમાં એકબંધ સાચવી શકતી હતી અને તરત જ એ ગઘ કે પદ્ય ખંડને યથાવત્ બોલી શકતી હતી. બીજી બહેન બે વાર, ત્રીજી બહેન ત્રણ વાર - એ પ્રકારે સાતમી બહેન સાત વાર કોઈ પણ ગઇ કે પદ્ય સાંભળ્યા પછી એને એ જ રીતે રજૂ કરી શકતી હતી. નંદરાજા મહાપદ્મની સભામાં વરરુચિ નામનો એક ઘમંડી કથામંજૂષા ૭૬ કવિ હતો, પણ એનો ઘમંડ રાજસભામાં આ સાત ભગિનીઓની સ્મરણશક્તિ આગળ ઊતરી ગયો. પરિણામે કવિ વરરુચિએ શકટાલ સામે પયંત્ર રચ્યું. પરિણામે સત્ય સિદ્ધ કરવા મંત્રી શકટાલે રાજ્ય અને કુટુંબની હાજરીમાં પોતાના નાના પુત્રને રાજ દરબારમાં વધ કરવાની આજ્ઞા આપી. શ્રીયકે પિતાની આજ્ઞા મુજબ રાજદરબારમાં એમનો વધ કર્યો. પિતાના આવા અપ્રતિમ ત્યાગ અને બલિદાનને જોઈને પુત્રીઓને ઊંડો આઘાત લાગ્યો. બહેનોને સત્તા, સમૃદ્ધિ અને સંસારની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. પરિણામે સાતે બહેનોએ ત્યાગમાર્ગના પંથે ચાલવાનો સંકલ્પ કર્યો. મંત્રી શકટાલના મૃત્યુ પછી એમના પુત્ર સ્થૂલભદ્રને રાજાએ મહાઅમાત્યપદ આપવા માંડ્યું, ત્યારે સ્થૂલભદ્ર પણ મહાઅમાત્યનું મોટું ગણાતું પદ સ્વીકારવાને બદલે મહિમામય સાગપંથનો સ્વીકાર ક્ય. આ સાત વિદુષી સાધ્વીઓએ એકાદશાંગીનું ઊંડું અધ્યયન કર્યું અને સમય જતાં જિનશાસનની સેવા પણ કરી. યક્ષા, યદત્તા આદિ સાત બહેનોએ આચાર્ય શ્રી સંભૂતિવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી. સાધ્વી યક્ષાના નાના ભાઈ શ્રીયકે સાધુતા સ્વીકારી, કિંતુ એમનાથી ભૂખ્યા રહીને ઉપવાસ થઈ શકતો નહીં. એક વાર યક્ષાએ પોતાના ભાઈ શ્રીયકને પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે તપનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું કે તપના અગ્નિ દ્વારા જ તમારા કર્મસમૂહનો નાશ થઈ શકશે. આવા પર્વના સોહામણા દિવસે જો ઉપવાસ ન થઈ શકે, તો એકાસણું તો કરો જ, પરંતુ પ્રાતઃકાળે મુનિ શ્રીયકના મૃત્યુના સમાચાર સાંભળીને સાધ્વી યક્ષાને પારાવાર દુ:ખ, ગાઢ પશ્ચાત્તાપ અને પ્રબળ આત્મગ્લાનિ થયાં, શ્રીસંઘે એમને વારંવાર કહ્યું કે આમાં તેઓ કોઈ રીતે કારણભૂત નથી, પરંતુ સાધ્વી યક્ષાએ દિવસો સુધી અન્ન-જળ લીધાં નહીં. શ્રીસંઘ વ્યથિત બની ગયો. યક્ષાએ કહ્યું કે જો કોઈ કેવળજ્ઞાની એમ કહે કે તે નિર્દોષ છે તો જ એ અન્ન-જળ ગ્રહણ કરશે. શ્રીસંઘ શાસનની અધિષ્ઠાત્રી દેવીની આરાધના કરી. દેવીની સહાયથી સાધ્વી યક્ષા શ્રી સીમંધરસ્વામીના સમવસરણમાં પહોંચ્યાં. ઘટઘટના અંતર્યામી તીર્થંકર શ્રી સીમંધરસ્વામીએ સાધ્વી યક્ષા નિદૉષ હોવાનું કહ્યું અને એને પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ચાર અધ્યાય સંભળાવ્યા, જે અપ્રતિમ સ્મરણશક્તિ ધરાવતી યક્ષાએ કંઠસ્થ કરી કથામંજૂષાર્જ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ લીધા. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીનાં દર્શનથી પોતાના જીવનને ધન્ય માનતી સાધ્વી યક્ષા પુનઃ પાછી આવી. એણે સ્મરણશક્તિના બળે એ ચારે અધ્યાય સંઘ સમક્ષ યથાવત્ પ્રસ્તુત કર્યા. શ્રીસંઘે “આચારાંગ સૂત્ર” અને “દશવૈકાલિક સૂત્રમાં અને સંકલિત કર્યા. ‘ભાવના” તથા ‘વિમુક્તિને શ્રી આચારાંગ સૂત્રમાં અને ‘રતિકલ્પતથા ‘વિચિત્રચર્યા'ને શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂલિકાના રૂપમાં સંમિલિત કરવામાં આવ્યા. એ પછી સાધ્વી યક્ષા અગાઉની માફક પોતાની બહેનોની સાથે આત્મકલ્યાણ અને પરકલ્યાણની સાધનામાં તથા જિનશાસનની સેવામાં ડૂબી ગઈ. સાધ્વી યક્ષા સહિત સાતે બાલબ્રહ્મચારિણી, તેજસ્વી અને વિશિષ્ટ શ્રુતસંપત્તિ ધરાવતી મહાસતીઓ યુગો સુધી સાધ્વીસંઘને જ નહીં, બલકે સમગ્ર જૈન સંઘને પ્રેરણા આપતી રહેશે. ૩૪. યુદ્ધ એટલે પરાજય સેચનક હાથી અને હાર મેળવવા માટે મગધરાજ કોણિકે વિદેહની રાજધાની વૈશાલી પર હુમલો કર્યો. આમ તો આ યુદ્ધમાં એક બાજુ માતામહ ચેટક હતા તો બીજી બાજુ દૌહિત્ર કોણિક હતા. મગધરાજ કોણિકે હાથી અને હાર મેળવવાની એવી તો હઠ પકડી કે એ યુદ્ધમાં પલટાઈ ગઈ. એની હઠ એણે કરેલા હુમલાનું કારણ બની. કોઈ પણ ભોગે હાથી અને હાર મેળવવાની એની મક્સદ સેનાને સામસામે લઈ આવી.. આ સમયે સંબંધોની સગાઈ ભુલાઈ ગઈ, લોહીની સગાઈ વીસરાઈ ગઈ, સ્વાર્થની સગાઈએ જીવનની સઘળી સગાઈ તોડી નાખી. સાથે જીવનારા સામસામે આવીને ઊભા રહ્યા. આ યુદ્ધમાં દસ દિવસ સુધી સેનાપતિ તરીકે આવેલા કોણિકના દસે ભાઈઓને ચેટક રાજે વીંધી નાખ્યા. યુદ્ધ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ મૃતદેહોનો ખડકલો થતો ગયો. 11 શ્રી મહાવીર વાણની 11 જીવ જ્ઞાનાદિ ઉત્તમ ગુણોનું ધામ છે. ચૈતન્યસ્વરૂપ હોવાને કારણએ બધા જ પદાર્થોમાં એ ઉત્તમ પદાર્થ છે. આરાધ્ય હોવાથી સર્વ તત્ત્વોમાં એ પરમતત્ત્વ છે એ નિશ્ચયપૂર્વક જાણી લો. શ્રી દ્વાદશાનુપ્રેક્ષા, ૨૦૫ કથામંજૂષા૩૮ કથામંજૂષારું ૩e Page #46 -------------------------------------------------------------------------- ________________ ''n આ યુદ્ધમાં મહાશિલાકંટક અને રથમુશળ જેવી બે યુદ્ધપદ્ધતિઓ અજમાવવામાં આવી એને પરિણામે બંને પક્ષે સંહારલીલા વધતી ગઈ. મહારાજ કોણિકે વૈશાલી પર ભારે ધસારો કર્યો. આખી નગરી કોણિકની સેનાથી ઘેરાઈ ગઈ. વૈશાલીના પરાજયની ઘડીઓ ગણાતી હતી. અંતે વૈશાલી નાશ પામ્યું અને મહારાજ કોણિકે સમૃદ્ધ વૈશાલીને સ્મશાનમાં ફેરવી નાખવા માટે એના પર ગધેડાથી હળ હંકાવ્યાં, પરાજિત ચેટકરાજે જળસમાધિ લીધી. વિજયની ક્ષણે મહારાજ કોણિકની સામે ઉજ્જડ વૈશાલી હતું. માતામહ ચેટકરાજનો નિર્જીવ દેહ હતો. લાંબા યુદ્ધથી થાકેલા યોદ્ધાઓ હતા. મહારાજ કોણિક વિચારમાં પડ્યો કે યુદ્ધનો આ વિજયથાળ કેવો ? એમાં વૈશાલીનો પરાજય હતો. ચંપાનો વિજય હતો, પણ આખોય થાળ મહાસંહારની કાલિમાથી વિકૃત હતો. એમાં શબનું ભક્ષણ કરતાં ગીધોની દુર્ગંધ હતી. માંસના વિકૃત લોચાઓ લોહીથી તરબોળ હતા. આ બધું નિહાળી મગધરાજ વિચારમાં પડ્યો કે આવા યુદ્ધનો શો અર્થ ? જ્યાં બધું જ ઉજ્જડ અને વેરાન કરવામાં આવે છે, અગણિત માનવીનો સંહાર કરવામાં આવે છે. એણે વિચાર્યું કે યુદ્ધમાં કોઈ પક્ષનો વિજય થતો નથી. માત્ર બંને વત્તે ઓછે અંશે પરાજિત જ થાય છે. યુદ્ધમાં થતા માનવસંહારનો, ભયાનકતાનો અને નિરર્થકતાનો માનવજાતે વખતોવખત અનુભવ કર્યો છે. માનવીની હઠ, લાલસા કે અહંકારે યુદ્ધો જગાડ્યાં છે, પણ પરિણામમાં કોઈને કશું હાથ ન લાગ્યું. વિજય પછી કોણિકને જીવનમાં વિષાદ જ મળ્યો, મહાભારતના યુદ્ધ પછી બેમાંથી એક પણ પક્ષે આનંદનો સૂરજ ઊગ્યો નહીં. ૩૫. ‘સૂરિ શ્રી માનદેવચ્ચ’ સાધુનું જીવન એટલે આત્મકલ્યાણ અને લોકકલ્યાણનો મનોરમ સુમેળ ! આત્મસાધનાની કેડીએ ચાલતાં સાહજિક રીતે જ સાધુજનોથી પરમાર્થનાં કાર્યો થતાં હોય છે. જૈન સમાજના કંઠે સદાય ગુંજતા ‘લઘુશાંતિસ્તવ'ના રચયિતા શ્રી માનદેવસૂરિએ શ્રીસંઘના હિતાર્થે આની રચના કરી. રાજસ્થાનના નાડોલ ગામમાં પિતા શેઠ ધનેશ્વર અને માતા ધારિણીને ત્યાં જન્મેલા પુત્રે આ. પ્રદ્યોતનસૂરિનો ઉપદેશ સાંભળ્યો અને અંતરમાં વૈરાગ્ય જાગ્યો. થોડા સમયમાં ગહન શાસ્ત્રાભ્યાસ દ્વારા અગિયાર અંગ અને છેદસૂત્રમાં નિષ્ણાત બનતાં મુનિ માનદેવને આચાર્યપદથી વિભૂષિત કર્યા. ગુરુ પ્રદ્યોતનસૂરિએ માનદેવસૂરિને આચાર્યની પદવી આપી ત્યારે એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી. એ સમયે માનદેવસૂરિના એક ખભા પર સાક્ષાત્ લક્ષ્મી અને બીજા ખભા પર સાક્ષાતુ સરસ્વતી બિરાજમાન હતાં. આ જોતાં જ ગુરુ પ્રદ્યોતનસૂરિજી વિમાસણમાં પડી ગયા હતા કે જૈનાચાર્યની મહાન પદવી પામ્યા પછી શ્રી માનદેવસૂરિ નિરતિચાર ll શ્રી મહાવીર વાણી | અંતરાત્માને અપનાવીને અને મન, વચન તથા શરીરની બહિરાત્માને ત્યાગીને પરમાત્માનું ધ્યાન ધરો એવું જિનેશ્વરદેવે કહ્યું છે. શ્રી મોક્ષપાહુડ ૪ કથામંજૂષા ૮૦. કથામંજૂષા ૮૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર પાળી શકશે ખરા ? એમના ચારિત્રમાં કોઈ ક્ષતિ તો આવશે નહિ ને ? આજ્ઞાંકિત શિષ્ય માનદેવસૂરિ ગુરુની મનોવેદનાને પારખી ગયા. એમણે એ જ સમયે પ્રતિજ્ઞા કરી કે આજથી હું ક્યારેય ભક્તજનને ત્યાંથી ગોચરી વહોરીશ નહીં. વળી આજીવન આ પ્રતિજ્ઞાનું પાલન કરીશ. આને કારણે શ્રી માનદેવસૂરિનું તપ વધુ ઉજ્વળ બન્યું. એમનાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને ઉત્કૃષ્ટ જ્ઞાન જોઈને જયા, વિજયા, અપરાજિતા અને પદ્મા નામની ચાર દેવીઓ એમના સાન્નિધ્યમાં વસવા લાગી અને સદૈવ સૂરિજીને વંદન કરવા આવવા લાગી. આને પરિણામે માનદેવસૂરિનો યશ સર્વત્ર ફેલાવા લાગ્યો. આ સમયે જૈનોની સમૃદ્ધિથી ઓપતી તક્ષશિલા નગરીમાં પાંચસો જિનમંદિરો હતાં. આ નગરીમાં અચાનક મહામારીના રોગનો આતંક ફેલાયો અને અનેક લોકો અકાળે મરવા લાગ્યા. આખુંય નગર મૃતદેહોના ઢગથી ભરાઈ ગયું અને હૈયું ચીરી નાખે એવાં વેદના અને કલ્પાંત સિવાય નગરમાં કશું સાંભળવા મળતું નહોતું. આ સમયે ચિંતાતુર શ્રાવકો આ વિકટ પરિસ્થિતિનો ઉપાય શોધવા લાગ્યા. એમણે શાસનદેવીની આરાધના કરી, ત્યારે દેવીએ કહ્યું કે નાડોલ નગરમાં મહાપ્રભાવક આચાર્ય માનદેવસૂરિ પાસે જાઓ. આ નગરીમાં એમના ચરણનું જળ છાંટવાથી આ મહાઉપદ્રવ શાંત થશે. તક્ષશિલા નગરીના વીરચંદ શ્રાવક શ્રીસંઘનો વિનંતીપત્ર લઈને આચાર્ય માનદેવસૂરિ પાસે આવ્યા, ત્યારે દેવીઓને જોઈને એમને મનોમન શંકા જાગી. આ સ્ત્રીઓ અહીં આચાર્ય મહારાજ પાસે શા માટે બેઠી હશે ? પરિણામે આચાર્યશ્રીને વંદન કર્યા વિના જ વીરચંદ બેઠો. એનું અવિનયી વર્તન જોઈને દેવીઓએ એને મુશ્કેટાટ બાંધી દીધો. પારાવાર પશ્ચાત્તાપ અનુભવતા વીરચંદને ગુરુએ ક્ષમા આપીને બંધનમુક્ત કર્યો. તક્ષશિલાના શ્રીસંઘના વિનંતીપત્રને રજૂ કર્યો ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે, “હું અહીં બેઠાં બેઠાં જ શ્રીસંઘનું કાર્ય કરી આપીશ.” એમણે મંત્રાધિરાજગર્ભિત “શાંતિસ્તવસ્તોત્ર” બનાવી આપ્યું. એમ પણ કહ્યું કે આ સ્તોત્રનો પાઠ ગણીને મંત્રિત જળનો છંટકાવ કરવાથી મરકીના ઉપદ્રવની શાંતિ થશે. શ્રાવક વીરચંદ આ સ્તોત્ર લઈને તક્ષશિલા નગરીમાં પહોંચ્યો. શ્રીસંઘે આચાર્ય કથામંજૂષા૮૨ માનદેવસૂરિના કહેવા પ્રમાણે પાઠ કરીને મંત્રિત જળનો છંટકાવ કર્યો. આને પરિણામે વ્યંતરનો ઉપદ્રવ શાંત થયો. આચાર્યશ્રી માનદેવસૂરિએ આવી જ રીતે ઉપદ્રવ-નિવારણ માટે ‘તિજયપત્ત’ નામક સ્તોત્ર રચ્યું. આમ, મહાપ્રભાવિક શ્રી માનદેવસૂરિએ શ્રીસંઘના હિતાર્થે મંત્રરચનાઓ કરી. “સૂરિ: શ્રીમાનદેવશ્ચ” એ પદ બોલનારો પ્રત્યેક જૈન ‘લઘુસ્તવ-શાંતિસ્તવ’ના રચિયતા આચાર્ય માનદેવસૂરિની પ્રતિભાથી પરિચિત છે. તેઓએ સાંઢા જાતિના રજપૂતોને પ્રતિબોધ આપીને જૈન બનાવ્યા હતા. તેઓ વીર સં. ૭૩૧માં શ્રી ગિરનાર તીર્થ પર અનશન કરીને કાળધર્મ પામ્યા હતા. ॥ શ્રી મહાવીર વાણી ! જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ વધતી નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ નથી થઈ ત્યાં સુધી સારી રીતે ધર્માચરણ કરી લેવું. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૪-૩૫ કથામંજૂષા ૮૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ આંગળીઓ વીંટી વિનાની નહોતી અને આજે એકેય વીંટી નહીં. આંગળી પર વીંટીની શોભા ન હોય તો આંગળી કેવી બેડોળ અને કદરૂપી લાગે છે. એવામાં ચક્રવર્તી રાજા ભરતદેવ વિચારે ચડ્યા કે નાનકડી વીંટી ન હોય અને બધું કદરૂપું લાગે તો બીજાં બધાં આભૂષણો ન હોય તો શું થાય ? શું આ આભૂષણોને લીધે જ રૂપ છે ? આમ વિચાર કરીને ચક્રવર્તી ભરતદેવે આભૂષણ વિના બીજાં અંગો કેવાં લાગે છે તે જોવા માટે મસ્તક પરથી મુગટ ઉતાર્યો, કાનમાંથી કુંડળ કાઢ્યાં, હાથમાંથી બાજુ બંધ ઉતાર્યા, કમર પરનો કંદોરો કાઢવો, આમ એક પછી એક અલંકારો ઉતાર્યા. જોયું તો શરીર પર કોઈ ઝાકઝમાળ ન મળે. આજ સુધી શણગારની શોભા અને ભારથી ટેવાઈ ગયેલા ભરતદેવને પોતાનો જ દેહ રૂપ વિનાનો લાગ્યો. વળી ભરતદેવ વિચારમાં પડ્યા કે આભૂષણો તો આજે છે ને કાલે ન પણ હોય. આ શરીર આજે છે અને આવતી કાલે અસ્તિત્વ ધરાવતું ન હોય, તો પછી સાચું રૂપ કયું ? આવો વિચાર કરતાં કરતાં ચક્રવર્તી ભરતદેવે પોતાના સાચા રૂપની શોધ ચલાવી. ધીરે ધીરે ભીતરના નિજ રૂપની ઓળખ મળી અને અંતરમાં વૈરાગ્ય જાગ્યો અને પૂર્ણ પવિત્ર થતાં કેવળજ્ઞાન પ્રગટયું. ૩૬. નિજરૂપની ઓળખ રાજ રાજે શ્વર ચક્રવર્તી ભરતદેવના તમામ મહેલોમાં અરીસાભુવન અદ્વિતીય હતું. એમાં દાખલ થનારને ચારેબાજુ દર્પણ ને દર્પણ જ દેખાય. એની ભીંતો પર દર્પણ લગાડેલાં હતાં. એનાં બારીબારણાં પર કળામય દર્પણ જડેલાં હતાં. શું જાળીઓ કે શું અટારીઓ-બધું જ કાચનું. રાજ રાજે શ્વર ચક્રવર્તી ભરતદેવ અરીસાભુવનમાં આવે ત્યારે એમને અપાર આનંદ થતો. દર્પણના હોજ માં નહાય અને હોજની વચ્ચે દર્પણમાંથી ઊંચા ઊંચા ક્વારા ઊડતા હોય. દર્પણના પલંગ પર સૂવે અને દર્પણની હાંડીમાં જ્યારે રોશની થાય ત્યારે આખો મહેલ ઝગમગી ઊઠે. એક દિવસ અરીસાભુવનમાં સ્નાન કરીને ચક્રવર્તી ભરતદેવે કીમતી વસ્ત્રો પહેર્યો. વિશાળ દર્પણમાં પોતાનો સુંદર ચહેરો જોયો. મનમાં થયું કે આ ચહેરો તો ચંદ્ર જેવી કાંતિ અને સૂરજ જેવું તેજ ધરાવે છે. આખા શરીર પર આભૂષણો શોભતાં હતાં. એવામાં ચક્રવર્તી ભરતદેવની નજર પોતાની આંગળી પર ગઈ. આંગળીઓ પર વીંટી ન મળે. ઓહ ! આજ સુધી ક્યારેય ll શ્રી મહાવીર વાણી it ગુરુ અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, સૂત્રાર્થનું સારી રીતે ચિંતન કરવું, એ કાંતમાં રહેવું અને ધૈર્ય ધારણ કરવું એ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૩૨-૩ કંથામંજૂષા૮૪ કથામં પાપ Page #49 -------------------------------------------------------------------------- ________________ સુંદરીએ હસીને કહ્યું, “ભરત, તારો પ્રેમ સૌન્દર્ય માંગતો હતો, નહીં કે સુંદરી, તને સ્ત્રીના દેહની જરૂર હતી. એના આત્માની નહીં.” ભરતે કહ્યું, “સુંદરી, મને ક્ષમા કર.” સુંદરી બોલી, “તારી શક્તિનું હું સન્માન કરું છું. તારા પરાક્રમની હું પૂજા કરું છું. તારા જેવો બીજો કોઈ વીર નર નથી. આવો વીર પુરુષ આખું જગત જીતે અને પોતાની જાતને ન જીતે તે કેમ ચાલે ? જગતનો ચક્રવર્તી બનજે, પરંતુ એની સાથોસાથ તારી જાતનો પણ ચક્રવર્તી બન.” ભરત મનોમન સુંદરીને વંદન કરી રહ્યો. ભરતને એ દિવસે ખ્યાલ આવ્યો કે જ ગતમાં દુશ્મનો પર વિજય મેળવવો સહેલો છે, પણ પોતાની જાત પર વિજય મેળવવો કપરો છે. સુંદરીએ એની જાત પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભરત જગતને જીતીને પણ જાતનો ગુલામ હતો. ૩૭. આત્મવિજય એ શ્રેષ્ઠ વિજય જગતને જીતવા નીકળેલા ભરતને સુંદરીએ કહ્યું કે, સંસારમાં વિજય મેળવવાની સાથોસાથ પોતાની જાત પર વિજય મેળવવાનો પ્રયત્ન કરતો રહેજે . જો સાચો આત્મસંયમ રાખીશ તો તારો વિજય એ વિજય બની રહેશે. એમાં નિષ્ફળ થઈશ તો તારા મહાન વિજયો એટલા જ મહાન પરાજયમાં પલટાઈ જશે.” એક બાજુ ભરત ચક્રવર્તી બનવા માટે વિજય પર વિજય મેળવતો રહ્યો, તો બીજી બાજુ સુંદરી દેહના આડંબર છોડીને આત્મવિજય માટે જાત સાથે યુદ્ધ કરવા લાગી. ભરત ચક્રવર્તી બનીને અનેક નવવિવાહિત પત્નીઓ સાથે પોતાના વિજયનાદથી દિશાઓ ગજવતો અયોધ્યામાં પાછો ફર્યો હતો. ચક્રવર્તી ભરતે સુંદરીના જીર્ણ દેહને જોઈને વિચાર્યું કે પોતાની એક હઠ ખાતર સુંદરીએ ઊગતી જવાની ગાળી નાખી. એ ગળગળો બનીને સુંદરી પાસે જઈને બોલ્યો, “સુંદરી, મને ક્ષમા કર, મારા દિગ્વિજયો તો તારા વાસનાવિજયો સામે સાવ યુદ્ધ છે.'' 11 શ્રી મહાવીર વાણી 11 ફક્ત મસ્તક મુંડાવવાથી શ્રમણ થવાતું નથી, ફુક્ત ઓમકાર બોલવાથી બ્રાહ્મણ થવાતું નથી, ફક્ત અરણ્યમાં રહેવાથી મુનિ થવાતું નથી અને ફક્ત કુશનું વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી. શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, ૨૫-૩૧ કથામંજૂષા છે.૬ કથામંજૂષાર્જ૮૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૮. મહાન ગ્રંથનું પુનઃસર્જન ધારા નગરીના કવિ ધનપાલ, એની વિદ્વત્તા એવી કે સહુ કોઈ એને ‘ કર્યાલ સરસ્વતી' કહે, કુર્ચાલ સરસ્વતીનો અર્થ એ કે દાઢી-મૂછવાળી વિદ્યાદેવી સરસ્વતી, કોઈ પુરુષમાં સરસ્વતી પ્રગટે, થાય ત્યારે એને આવું બિરુદ આપવામાં આવે. કવિ ધનપાલ ભક્તિમાં ડૂબેલા રહે, એ ભક્તિમાંથી નવ રસથી ભરપૂર એવી આદિ તીર્થંકર શ્રી ઋષભદેવની ગદ્યકથા રચાઈ ગઈ. આ ગઘ કથામાં કવિની કવિતા પ્રભુનાં ગુણગાન ગાતાં ખીલી ઊઠી. એક વાર શિયાળાની રાત્રે કવિએ એમની ભાવભરી વાણીમાં રાજા ભોજને લાલિત્યથી ઓપતી આ કૃતિ સંભળાવી, ત્યારે રાજાએ કહ્યું કે, આમાં એ પરિવર્તન કરીને એમના ધર્મની અને એમની પ્રશંસાના શબ્દો મૂકે તો કવિ જે માગશે તે આપશે. કવિરાજ ધનપાલે રાજા ભોજને કહ્યું, “આવું પરિવર્તન કરવું તે તો મારા હૃદયની ભાવધારાનો દ્રોહ કરવા સમાન ગણાય, માટે મને ક્ષમા કરજો.'' કવિના સ્પષ્ટ વચને રાજા ભોજમાં ક્રોધનો દાવાનળ જગાડ્યો. એ ગઘ-કથાનું પુસ્તક રાજાએ બાજુમાં પડેલી સગડીમાં મૂકીને સળગાવી દીધું. એ પછી કવિ અને રાજા વચ્ચે ઘણી બોલાચાલી થઈ. ભારે હૈયે કવિ ધનપાલ ઘેર આવ્યા. એમની આંખોમાં દુઃખ હતું. ચહેરા પર વ્યથા હતી. હૃદયમાં અજંપો હતો. એમની પુત્રી તિલકમંજરી પિતાની ગમગીની પારખી ગઈ. એણે પિતાને આવી ઉદાસીનતાનું કારણ પૂછ્યું. તિલકમંજરી કવિ ધનપાલની વહાલસોયી દીકરી હતી. પિતાએ એની વિધાનો એને વારસો આપ્યો હતો. નાની વયની હોવા છતાં એ વિદુષી હતી. પિતા ધર્મભક્તિના ભાવમાં ડૂબીને અને વીતરાગપ્રીતિમાં એકરૂપ બનીને જે ભક્તિથી ગદ્યકથાનું સર્જન કરતા હતા, તેનું તિલકમંજરી રોજ વાચન કરતી હતી. આ પ્રભુકથામાં એને એટલો બધો રસ પડ્યો કે એના શબ્દેશબ્દને પોતાની સ્મૃતિમાં સાચવી રાખતી હતી. કવીશ્વર ધનપાલે વેદનાભર્યો નિસાસો નાખતાં એમ કહ્યું કે વર્ષોની એમની સાહિત્યસાધનાને રાજાએ એના ગુસ્સામાં પળવારમાં રાખ કરી દીધી. તિલકમંજરીએ કહ્યું, “પિતાજી, આપ સહેજે વ્યગ્ર થશો નહીં. રાજાએ ભલે એ ગ્રંથનાં પૃષ્ઠો સળગાવી નાખ્યાં હોય, પરંતુ એ ગ્રંથનો સાહિત્યરસ તો મારા ચિત્તમાં સુરક્ષિત છે. આખો ગ્રંથ મને મોઢે છે.” કવિના આનંદની સીમા ન રહી. પોતાની પુત્રી માટે તેમને ગૌરવ થયું. એની સ્મૃતિશક્તિ માટે માન થયું. પોતે આપેલા સાહિત્યના સંસ્કારો કપરા સમયે કેટલા બધા લાભદાયી બન્યા એનો વિચાર કવિ ધનપાલ કરવા લાગ્યા. તિલકમંજરીના મુખેથી ગદ્યકથા વહેવા લાગી અને કવિ ધનપાલ એને લખવા લાગ્યા. કોઈક ભાગ તિલકમંજરીએ સાંભળ્યો કે વાંચ્યો નહોતો એટલો જ ભાગ કૃતિમાં અધૂરો રહી ગયો. કવિ ધનપાલે એ ભાગની રચના કરીને કથાને અખંડ સ્વરૂપ આપ્યું. વિ. સં. ૧૦૮૪માં આ ઘટના બની. નવ રસોથી ભરપૂર એવી ઉત્કૃષ્ટ ગઘકથા રચાઈ ગઈ. કવીશ્વર ધનપાલને જીવન-સાર્થક્યનો અનુભવ થયો. આવી પુત્રી મળી ન હોત તો પોતાની ગઘકૃતિનું શું થાત ? આથી કવીશ્વર ધનપાલે આ કૃતિનું નામ ‘તિલકમંજરી' રાખ્યું. ધન્ય છે તિલકમંજરીની એ સ્મરણશક્તિને, જેણે એક મહાન ગ્રંથને પુનઃ સર્જન-આકાર આપ્યો ! કથામંજૂષા ૮૮ કથામભાટેe. Page #51 -------------------------------------------------------------------------- ________________ Min ૩૯. સન્માર્ગ બતાવે તે સાચો ગુર ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળસમાં સોલંકી-યુગમાં વીર, ધર્મપરાયણ અને માતૃભૂમિ પર અગાધ પ્રેમ રાખનાર મહામાય શાંત્વનું તેજસ્વી ચરિત્ર મળે છે. ગુજરાતના રાજવી ભીમદેવના સમયમાં તેઓ પાંચ હજાર ઘોડેસવારો ધરાવતા અશ્વદળના સેનાપતિ થયા. એ પછી રાજ્યના મંત્રી, દંડનાયક અને અંતે મહામાત્યની પદવી મેળવી, વિ. સં. ૧૧૫૦માં રાજા સિદ્ધરાજ પાટણની ગાદીએ બેસતાં એમને આંતરિક અને બાહ્ય બંને પ્રકારના દુશ્મનોનો સામનો કરવાનો આવ્યો. આ સમયે મહામાત્ય શાંતુએ સૈન્ય એકઠું કરીને રાજા સામેનો બળવો ઠારી દીધો. સમય જતાં શાંતુ ભરૂચના દંડનાયક બન્યા. આ શાંતુએ પાટણમાં ચૈત્ય, થરાદમાં દેરાસર અને આબુ પર્વત પરનાં જિનાલયોમાં જિનપ્રતિમા ભરાવી તેમજ આશાવલમાં શાંત્વસહી બંધાવી. વાંકા અને નિહાણા ગામમાં બે વિશાળ જિનાલયો બંધાવ્યાં અને બંને ગામની વચ્ચે એક ગાઉની સુરંગ બનાવી. શ્રાવકોને એક ગામના દેરાસરમાંથી પૂજા કરીને બીજા ગામના દેરાસરમાં પૂજા કરવાની અનુકુળતા કરી આપી. ગુજરાતના તેજસ્વી મહામંત્રી એક વાર શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ ગયા હતા. અહીં એમણે એકાંતમાં ધ્યાનલીન તપસ્વીને જોયા, પણ ઓળખી શક્યા નહીં. મંત્રીએ એમને પ્રણામ કર્યા અને પછી વિશેષ પરિચય પૂછતાં એમના ગુરુનું નામ પૂછવું. તપસ્વીએ કહ્યું, “મારા સાચા ગુરુ તો મહામાત્ય શાંતુ છે.” આ સાંભળતાં જ મહામાત્યે પોતાના કાને હાથ દાબી દીધા અને કહ્યું, ગુરુદેવ ! આપ આવું કેમ બોલો છો ?” તપસ્વીએ રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, “એક વાર મંત્રી શાંતુ હાથણી પર બેસીને શાંત્વસહીમાં પ્રભુદર્શને આવ્યા હતા. આ સમયે એક ચૈત્યવાસી યતિ વેશ્યાના ખભે હાથ રાખીને ઊભા હતા. મંત્રીએ તો હાથણી ઊભી રખાવી નીચે ઊતરીને ચૈત્યવાસી યતિને વિધિપૂર્વક વંદન કર્યા. થોડી વાર પછી પુનઃ નમન કર્યું. આ જોઈને કામાસક્ત યતિને એટલી બધી શરમ આવી કે એને થયું કે જમીન માર્ગ આપે તો એમાં સમાઈ જાઉં. આવો પ્રતાપી મંત્રીશ્વર આ વેશને આટલા ભાવથી નમન કરે છે અને પોતે કેવા અધમ માર્ગે જીવી રહ્યા છે ? મંત્રીશ્વરના ગયા બાદ હૃદયમાં પશ્ચાત્તાપ અને પછી વૈરાગ્ય જાગવાથી બધું છોડી દીધું અને માલધારી આચાર્ય હેમચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈને મેં શત્રુંજય તીર્થમાં ઘોર તપ શરૂ કર્યું. આજે એ વાતને પૂરાં બાર વર્ષ વીતી ગયાં, પરંતુ મને સન્માર્ગ બતાવનાર ગુરુ શાંતૂને કઈ રીતે ભૂલી શકું ?” આ ઘટનાએ મહાઅમાત્ય શાંતુને ધર્મમાં વધુ સ્થિર અને દઢ બનાવ્યા. એક વખત રાજા સિદ્ધરાજ મહાઅમાત્ય શાંતુ પર વિના કારણે નાખુશ થયા. મંત્રીએ પળવારમાં સત્તાનો ત્યાગ કર્યો અને ગુજરાત છોડીને માળવામાં વસવા લાગ્યા. સિદ્ધરાજે ગુપ્તચરો મોકલીને શાંતુ પર ચાંપતી નજર રાખી કે એ પરરાજ્યમાં ગુજરાતવિરોધી કોઈ પ્રવૃત્તિ તો કરતા નથી ને ? બીજી બાજુ માલવપતિએ શાંતુના દિલદ્રોહને દેશદ્રોહમાં ફેરવવા માટે પુષ્કળ પ્રલોભનો આપ્યાં. મહામાત્ય શાંતુએ માલવપતિને કહ્યું, “મેં ધર્મ તરીકે જૈન ધર્મ, ગુરુ તરીકે કથામંજૂષા ®૯૧ કથામંજૂષા (-0. Page #52 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસૂરિજી અને સ્વામી તરીકે રાજા સિદ્ધરાજને મારા મનમાં સ્થાપ્યા છે. વળી ગુજરાત એ તો મારી મારી માતૃભૂમિ. એને દગો કઈ રીતે દઈ શકાય? જે માતાનું દૂધ પીધું છે એ માતાનું લોહી વહેવડાવીને હું દેશદ્રોહ કરું એનાથી તો વધુ સારું એ છે કે મારું મસ્તક ઉતારીને આપનાં ચરણોમાં મૂકી દઉં. આ જ મારો સાચો ધર્મ છે.” શાંતુના દેશપ્રેમની આ વાત સિદ્ધરાજે જાણી ત્યારે એના પસ્તાવાનો પાર ન રહ્યો. આંખોમાં આંસુ સાથે એણે શાંતૂને ગુજરાતમાં પાછા આવવા કહ્યું. ભવ્ય આદર-સન્માન સાથે દઢ ધર્મનિષ્ઠા અને અડગ દેશનિષ્ઠા ધરાવતા મહામાત્ય શાંતુ. પોતાની માતૃભૂમિ ગુજરાતમાં પાછા આવ્યા. ૪૦. અનેકાંતનો વિજય એ એક એવો સુવર્ણયુગ હતો કે જ્યારે સૌરાષ્ટ્રની નગરી વલ્લભી જૈન સંઘની જાહોજલાલીથી ઝળહળતી હતી. આવી અનુપમ નગરીમાં દુર્લભદેવીની કૂખે અજિતયશ, યક્ષ અને મલ્લ એમ ત્રણ પુત્રોનો જન્મ થયો. દુર્લભ ધર્મ એવા જૈન ધર્મના સંસ્કારો પોતાના ત્રણે પુત્રોમાં સિંચનારી આદર્શ માતા દુર્લભદેવીએ પોતાના ભાઈ આચાર્યશ્રી જિનાનંદસૂરિજી પાસે પુત્રો સહિત દીક્ષા અંગીકાર કરી. આ સમયે એ ધર્મ-ધર્મ વચ્ચેના પ્રબળ વાદનો સમય હતો. આ વાદમાં જે ધર્મનો પરાજય થાય એને વિજેતા બનેલા ધર્મને સ્વીકારવાની ફરજ પાડવામાં આવતી હતી. એ સમયે રાજા શિલાદિત્યની સભામાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે પ્રબળ વાદ ચાલતો હતો. એમાં બૌદ્ધ ધર્મનો વિજય થતાં જૈન ધર્મીઓની હાલત કફોડી બની. કોઈને ફરજિયાતપણે બૌદ્ધ ધર્મ સ્વીકારવો પડ્યો, તો એમાંથી બચવા માગતા કેટલાક પ્રદેશ છોડી ભાગી છૂટ્યા. આ સમયે શાસનપ્રભાવકોના અભાવે ધર્મની થયેલી દશાને કથામંજૂષા ૯૩ || શ્રી મહાવીર વાણી | જયણા(યતના પૂર્વક ચાલવું, જયણાપૂર્વક ઊભા રહેવું, જયણાપૂર્વક બેસવું, જયણાપૂર્વક સુઈ જવું, જયણાપૂર્વક ખાવું અને જયણાપૂર્વક બોલવું. એમ કરનાર પાપકર્મ બાંધતો નથી. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૪-૩૧ કથામંજૂષા ૯૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ કારણે સાધ્વી દુર્લભદેવીની આંખમાં આંસુ આવી ગયાં. માતાનાં આંસુ જોઈને એ દિવસે બાળ મુનિ મલ્લે મજબૂત નિર્ધાર કર્યો કે ઘોર તપશ્ચર્યા કરું. ધર્મગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન મેળવું અને વાદીઓની સભામાં વિજય મેળવું. આને માટે બાળ મલ્લમુનિ પર્વત પર જઈને ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. માત્ર પારણાના દિવસે નજીક આવેલા ગામમાંથી જે કંઈ મળે તે લાવીને નિર્વાહ કરી લેતા હતા. સમય જતાં સરસ્વતીદેવી પ્રસન્ન થયાં અને એમણે વરદાન આપ્યું. પરિણામે દેવીએ આપેલી એક ગાથાના વિવરણ રૂપે ‘દ્વાદશાર નયચક્ર' નામનો અજોડ ગ્રંથ રચ્યો. ચક્રના બાર આરાની માફક આ ઉત્કૃષ્ટ દાર્શનિક ગ્રંથમાં બાર અધ્યાય છે. પૂર્વે આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરે “સન્મતિ તર્ક” રચીને ન્યાયશાસ્ત્રનો એક મહાન ગ્રંથ આપ્યો હતો, એ જ રીતે આચાર્ય શ્રી મલ્લસૂરિએ આ ગ્રંથમાં સંસ્કૃત ભાષામાં નય અને અનેકાંત દર્શનનું ગહન અને તલસ્પર્શી વિવેચન કર્યું. નાનકડા બાળ મુનિએ મહારાજા શિલાદિત્યને કહેવડાવ્યું કે, “તમારી રાજસભામાં વાદ કરવા માટે હું તૈયાર છું. તમારો સંસારી ભાણેજ મલ્લમુનિ બૌદ્ધોને પરાજય આપવા આતુર બન્યો છે.” રાજા શિલાદિત્ય મલ્લના સંસારી મામા હતા અને એમણે બૌદ્ધ ધર્મ સ્વીકારીને એના પ્રચાર માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા. એક નાનકડો મુનિ કઈ રીતે પ્રૌઢ અને પ્રકાંડ વાદીઓને પરાજિત કરી શકે! સહુના આશ્ચર્ય વચ્ચે રાજા શિલાદિત્યની રાજસભા વાદસભામાં ફેરવાઈ ગઈ. છ - છ મહિના સુધી વાદ ચાલ્યો. આચાર્ય મલ્લસરિનો વિજય થતાં આનાથી પ્રભાવિત રાજાએ મુનિ મલ્લને “વાદી”નું બિરુદ અર્પણ કર્યું. પરિણામે તેઓ શ્રી મલ્લવાદીસૂરિ ક્ષમાશ્રમણના નામે સર્વત્ર વિખ્યાત થયા. આચાર્ય મલ્લવાદીસૂરિના જીવનમાં જોવા મળ્યું કે વયને વિદ્વત્તા સાથે સંબંધ નથી. આ રીતે વિદ્યા પ્રાપ્ત કરવા માટે એમણે અથાગ પુરુષાર્થ કર્યો. આચાર્ય મલ્લવાદીસૂરિએ ‘સન્મતિ તર્ક’ ટીકા તેમ જ ચોવીસ હજાર શ્લોક ધરાવતા ‘પદ્મચરિત્ર’ (જૈન રામાયણ)ની રચના કરી. શ્રી મલ્લવાદીસૂરિ વાદકુશળ હતા અને તેથી શ્રી હેમચંદ્રાચાર્યે એમને ‘સર્વોત્કૃષ્ટ તાર્કિક' તરીકે ઓળખાવ્યા છે. કથામંજૂષા ૯૪ એમનો ‘દ્વાદશા૨ નયચક્ર' ગ્રંથ ન્યાયવિષયક ઉત્તમ ગ્રંથ ગણાય છે અને તે સમયની તત્ત્વજ્ઞાનની વિવિધ ધારાઓની માર્મિક સમાલોચના કરતો આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં એમણે રચ્યો હતો. આચાર્ય મલ્લવાદીના મોટા ભાઈ મુનિ અજિતયશે ‘પ્રમાણ’ ગ્રંથની રચના કરી અને બીજા ભાઈ યક્ષ મુનિએ ‘અષ્ટાંગ નિમિત્તે બોધિની' નામની સંહિતાનું નિર્માણ કર્યું. આ રીતે એક મહાન માતાના ત્રણ પુત્રોએ જૈન શાસનની સાધુતા, સાહિત્ય અને તત્ત્વગહનતાથી આગવી સેવા કરી. વિશેષ તો એમણે અનેકાંત દર્શનની વાત કરી. વાદમાં ભલે વિજય મેળવ્યો હોય, પણ આવા જય-પરાજયનું કશું મહત્ત્વ નથી. સાચું મહત્ત્વ તો સર્વ વાદો અને સર્વ ગ્રંથોમાંથી સત્યના અંશો મેળવવામાં રહેલું છે. 11 શ્રી મહાવીર વાણી 11 જેઓ રસલોલુપ નથી હોતા, ચમત્કાર બતાવતા નથી, માયા કરતા નથી, ચાડી-ચુગલી કરતા નથી, દીનતા દાખવતા નથી, આત્મપ્રશંસા કરતા નથી કે બીજા પાસે કરાવતા નથી તથા કુતૂહલ કરતા નથી તેઓ પૂજ્ય છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૯-(૩)-૧૦ કથામંજૂષા ૯૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ લીંબોદરમાં કામ પતાવીને શ્રાવકો નીકળ્યા. અલુવા આવ્યા. જોયું તો ઉપાશ્રયને તાળું હતું, એવામાં જાણ થઈ કે આચાર્યશ્રી તો ઓસરીમાં બેઠા છે. શ્રાવકો તરત ત્યાં ગયો. પોતાના ધર્મગુરુની આવી સ્થિતિ જોઈને એમનું હૈયું કકળી ઊઠ્યું. શ્રાવકોએ માફી માગતાં કહ્યું, “અરે, આપશ્રીને કેટલી બધી તકલીફ પડી ? આપણે ઉપાશ્રયમાં વ્યવસ્થા કરી હતી, પણ વ્યવસ્થાપકે દગો કર્યો.” - પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરજી કહે, “અરે જુઓ ! કેવી ખુલ્લી જગ્યા છે. કેવો પવન આવે છે !” શ્રાવકો બોલી ઊઠ્યા, “સાહેબજી, આ પવન નથી. આ તો ગરમાગરમ લુ છે. આટલી બધી ગરમીમાં આપ ઓસરીમાં બેઠા છો ?” પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરજી કહે, “ગરમી ગરમીનું કામ કરે. એમાં આપણે શું ?” શ્રાવકો મનોમન આચાર્યશ્રીને વંદી રહ્યા. તેમને થયું કે આચાર્યશ્રીને ખુલ્લા તડકામાં બેસાડીએ તો પણ તે આવું જ કહે. સંયમજીવનની સાચી સાધનાનો સહુને પ્રત્યક્ષ પરિચય થયો. જીવનની પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવી નાખે તેનું નામ સાધુ. આથી જ સામાન્ય માનવીના અને સાધુના જીવનના ત્રાજવાનો તોલ જુદો હોય છે. સામાન્ય માનવીને અકળાવનારી ઘટના સાધુને સંતાપ આપી શકતી નથી. ૪૧. પ્રતિકૂળતા એ જ અનુકૂળતા આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી વિરલ નિસ્પૃહી સાધુ હતા. એક વાર લીંબોદરાના દેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે દ્વારા ઉદ્દઘાટનની વિધિ પૂર્ણ કરીને આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીએ વિહાર કર્યો. નજીકના અલુવા ગામમાં બપોરે વિહાર કરીને પહોંચવાના હતા. ત્યાં થોડો વિશ્રામ લઈને આગળ જવાના હતા. આ ગામમાં મુખ્યત્વે દિગંબરોની વસતિ હતી. એમના એક ઉપાશ્રયમાં શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજને ઊતરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધું પહેલેથી નક્કી હતું તેમ છતાં કોણ જાણે કેમ, એ ઉપાશ્રયનો વ્યવસ્થાપક ઉપાશ્રયને તાળું મારીને ક્યાંક જતો રહ્યો. પૂજ્ય કૈલાસસાગરજી ત્યાં પહોંચ્યા. જોયું તો ઉપાશ્રયને તાળું, સહેજે ફિકર કર્યા વિના એમણે કહ્યું કે ગામની બહાર કોઈ મકાન હશે તો ત્યાં પણ ઉતારો કરી શકાશે. ગામ બહાર આવેલી શાળાની એક ઓસરીમાં તેઓ વિશ્રામ માટે બેઠા. ગરમીના દિવસો હતા. લુથી ભડભડતો પવન વાતો હતો. જગ્યા ગામ બહાર હતી. આવી જગ્યાએ આચાર્યશ્રીને બેસવું પડ્યું. || શ્રી મહાવીર વાણી | જીવન ક્ષણભંગુર છે. પોતાનું આયુષ્ય પરિમિત છે. એવું સમજીને તથા સિદ્ધિમાર્ગને જાણીને ભોગોથી નિવૃત્ત થઈ જા ! શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮-૩૪ કથામંજૂષા:૬, કથામંજૂષા ૯૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ n[ n It સમજાતું નથી ! એણે એની પત્નીને પૂછ્યું કે આજે સામાયિકમાં મારું ચિત્ત સ્થિર રહેતું નથી, કશુંક અયોગ્ય, અનુચિત તો બન્યું નથી ને ? કોઈ અનીતિવાળું દ્રવ્ય તો ઘરમાં આવ્યું નથી ને ? પશિયાની પત્નીએ કહ્યું, “આજે ઘરમાં છાણાં નહોતાં. રસ્તામાં જતી હતી ત્યાં માર્ગમાં અડાણાં છાણાં પડેલાં જોયાં. એમાંથી થોડાં છાણાં લઈને રસોઈ કરી છે. બાકી બીજું કશું ઘરમાં અણહ કનું આવ્યું નથી કે હું ક્યારેય લાવી નથી.” પુણિયા શ્રાવકે કહ્યું, “બસ, આ જ તો સામાયિકમાં ચિત્ત સ્થિર ન રહેવાનું કારણ છે. એ અણહકનાં છાણાંથી રસોઈ બનાવવામાં આવી અને પરિણામે આજે મન ડોલવા લાગ્યું.” પુણિયાની પત્નીએ કહ્યું, “છાણાં તો રસ્તા પર પડ્યાં હતાં. તેનો કોઈ માલિક હોય તેવું પણ નહોતું.” પુણિયાએ કહ્યું, “છાણાંનો કોઈ માલિક ન હોય તો તો રાજ એનો માલિક ગણાય. આથી આપણે રાજદ્રવ્ય લઈ આવ્યાં ગણાઈએ. એટલાં છાણાં ત્યાં પાછાં મૂકી આવજે , અણહ કનું આપણને કશું ખપે નહીં.” આ એ દેશ છે કે જ્યાં રસ્તા પર પડેલાં અણહકનાં છાણાં લેવામાં પણ અધર્મ ગણાતો હતો ત્યાં આજે બીજાનું છીનવી લેવામાં કે કોઈનું પડાવી લેવામાં પોતાની હોશિયારી ગણાય છે. પુણિયાનો દાખલો બતાવે છે કે સાચો શ્રાવક કેવો હોય અને એની સામાયિક કેવી હોય, એની આત્મજાગૃતિ અને સતત જીવનશુદ્ધિ તરફ સજાગ રાખે છે. ૪૨. અણહકનું ન ખપે ! પ્રભુનો સાચો ભક્ત, પુણિયો શ્રાવક એનું નામ. એણે પોતાના સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો અને માત્ર રૂની પૂણીઓ બનાવી, તેને વેચીને પોતાની આજીવિકા ચલાવતો હતો. આમાંથી જે કંઈ મળે તેનાથી પતિ-પત્ની સંતોષ માનતાં હતાં. બંનેના મનની ભાવનાઓ ઘણી ઊંચી હતી. બેમાંથી એક ઉપવાસ કરે , ઉપવાસ એટલે આત્માની નજીક વાસ કરવો તે તો ખરું જ, પરંતુ ઉપવાસને કારણે જે ભોજન બચ્યું તે બીજાને ભાવથી બોલાવીને જમાડતાં હતાં. સામાયિક તો પુણિયા શ્રાવકની. સામાયિક એટલે સમભાવ, સંયમ અને શુભભાવ, સાચા સાધકને માટે સમય મળે સામાયિક કરવી જરૂરી ગણાય. એ સામાયિક સમય જતાં પુણિયા શ્રાવકની અંતરયાત્રાનું શિખર બની ગઈ. એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ ? આવું કેમ થાય છે એનું કારણ મને શ્રી માપીર વાણી મોહને કારણે જે માણસની પરદ્રવ્યમાં પરમાણ જેટલી પણ આસક્તિ હોય છે તે મુર્ખ-અજ્ઞાની છે અને આત્માના સ્વભાવથી ઉલટું આચરણ કરનાર છે. શ્રી મોક્ષપાહુડ ૬૯ કથામંજૂષા ૯૮ કથામંજૂષા ૯૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩. કાદવમાં ઊગે છે કમળ પાટલીપુત્ર નગરની રાજનર્તકી કોશા અનુપમ રૂપ, આકર્ષક લાવણ્ય અને કળાચાતુર્યમાં નિપુણ હતી. આ કોશા ગણિકાને ત્યાં મહામાત્ય શેકટાલના મોટા પુત્ર સ્થૂલભદ્ર રહેતા હતા. રાજનર્તકી કોશાને સ્થૂલભદ્ર પર અગાધ પ્રેમ હતો, પરંતુ રાજ્યના જયંત્રમાં પિતાનું મૃત્યુ થતાં સ્થૂલભદ્ર મહામાત્યની પદવી તો ફગાવી દીધી, પણ એથીય વિશેષ સંસાર-વ્યવહારથી વિરક્ત થઈને એમણે આચાર્ય સંભૂતવિજયજી પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્ર સહિત ચાર મુનિરાજોને સંયમની અગ્નિપરીક્ષા કરે તેવા કઠિન સ્થળે ચાતુર્માસ કરવા કહ્યું. ત્રણ મુનિરાજોએ સિહની બોડમાં, વિષધર સર્પના રાફડામાં અને પનિહારીઓથી ભરેલા કૂવાકાંઠે ધ્યાનમગ્ન રહીને ચાતુર્માસ કરવા માટે અનુમતિ માગી, જ્યારે આર્ય સ્થૂલભદ્ર મુનિએ કોશા નર્તકીના ભવનમાં કામોદ્દીપક આકર્ષક ચિત્રોથી શોભતી ચિત્રશાળામાં પરસ ભોજનનો આહાર કરીને ચાર મહિના સુધી સમસ્ત વિકારોથી દૂર રહીને સાધના કરવાની આચાર્ય સંભૂતવિજયજી પાસે આજ્ઞા માગી. આચાર્ય મહારાજે એની અનુમતિ આપી. રાજનર્તકી કોશાના વૈભવી આવાસમાં ચાતુર્માસ માટે સ્થૂલભદ્ર આવતાં કોશાના હૈયામાં આનંદની ભરતી ઊછળવા લાગી. પોતાને ત્યજી ગયેલા પ્રાણપ્યારા પ્રિયતમ જાણે પુનઃ આવતા ન હોય ! ભૂતકાળમાં સ્નેહભીનાં સ્મરણો કોશાના ચિત્તમાં ઊભરાવા લાગ્યાં. એનો નિર્દભ પ્રેમ પ્રિયતમને ચરણે સર્વસ્વ સમર્પિત કરવા આતુર હતી. કોશા ભાવથી બનાવેલું યે રસ ધરાવતું મિષ્ટ ભોજન સ્થૂલભદ્રને વહોરાવતી હતી. કોશા વીણા વગાડતી હતી ત્યારે આખી સૃષ્ટિ ગુંજી ઊઠતી અને નૃત્ય કરતી ત્યારે એના સુડોળ દેહમાં કળા મહોરી ઊઠતી. જાણે ઉન્માદભર્યા યૌવનનું કાવ્ય વહેતું ન હોય, પરંતુ સ્થૂલભદ્ર આ વિલાસની છોળો વચ્ચે વિરાગનો ભાવ અનુભવતા હંતા. તેઓ બાહ્ય સૌંદર્યને બદલે આત્માના અનુપમ સૌંદર્યને માણી રહ્યા હતા. વીણાના કામુક સૂરને બદલે અનહદના નાદમાં સંસારની સમસ્ત રાગિણીઓ સમાઈ જતી હોય તેવો અનુભવ કરતા અને મુક્તિનો મહારાગ ચોપાસ ગુંજતો સંભળાતો હતો. કોશાએ કળા અને રૂપના પ્રાગટચમાં કશી મણાં રાખી નહીં, પરંતુ મુનિ સ્થૂલભદ્રની આત્મકળાની સ્થિર ઘુતિ જોઈને કોશાને એની કામવાસના બાલચેષ્ટાઓ જેવી લાગતાં એ ક્ષમા યાચવા લાગી. મુનિ સ્થૂલભદ્ર અને આંતરવૈભવની ભવ્યતા અને દિવ્યતાનો પ્રતિબોધ આપ્યો અને કોશા વ્રતધારી શ્રાવિકા બની. ચાતુર્માસ પૂર્ણ કરીને પાછો આવેલા મુનિ સ્થૂલભદ્રને કપરું કાર્ય કરવા માટે આચાર્ય સંભૂતવિજયજીએ “દુષ્કર, દુષ્કર, દુષ્કર ” એમ ત્રણ વાર બોલીને ધન્યવાદ આપ્યા. ચોથા વ્રતનો નિયમ ધરાવતી રાજનર્તકી કોશા પાસે રાજા કોઈ પુરુષને આનંદપ્રમોદ કાજે મોકલતા, તો કોશા એને આર્ય સ્થૂલભદ્રના ગુણોની ગરિમા સંભળાવતી હતી. રાજાની અત્યંત પ્રિય વ્યક્તિને પણ એ મચક આપતી નહોતી. એક વાર પાટલીપુત્રના નંદ રાજાએ પ્રસન્ન થઈને પોતાના રથકારને એની માગણી પ્રમાણે કોશાના આવાસમાં મોકલ્યો. કોશા એની ચૂળ અભિલાષાને ચતુરાઈપૂર્વક નિષ્ફળ બનાવતી હતી. રથકારે કોશાના અંતઃકરણને જીતવા માટે એના આંગણામાં ઉપવનમાં આમ્રવૃક્ષ પર કેરીનું ઝૂમખું હતું તે બતાવીને કહ્યું, “હું અહીં બારીમાં દૂર બેઠાં બેઠાં આખું ઝૂમખું તોડીને તમને લાવી આપીશ.” કથામભાઈ કથામણા ના Page #57 -------------------------------------------------------------------------- ________________ રથકાર પાસે હસ્તલાઘવની એવી કળી હતી કે એક પછી એક બાણ મારીને સરસંધાનની શ્રેણી રચી દીધી અને પછી તે ખેંચતાં ઝૂમખા સહિત કેરીઓ એની પાસે આવી ગઈ. અત્યંત કપરું કામ સિદ્ધ કર્યું હોય તેવો રથકારને અહંકાર થયો, ત્યારે કોશાએ સરસવનો ઢગલો કરી તેમાં સોય ખોસીને તેના પર કમળનું ફૂલ ગોઠવ્યું. એના પર ચડીને કોશા નૃત્ય કરવા લાગી. ૨થકાર એના આવા અપ્રતિમ કૌશલને જોઈને સ્તબ્ધ બની ગયો, પરંતુ કોશાએ કહ્યું, “આંબાનું ઝૂમખું તોડવું કે સરસવના ઢગલા પર નાચવું દુષ્કર નથી. ખરું દુષ્કર કાર્ય કરનાર તો મુનિ સ્થૂલભદ્ર છે, જે પ્રમદા (સ્ત્રી)ના વનમાં હોવા છતાં પ્રમાદ પામ્યા નહીં.” રથકારનો ઉન્માદ અને અહંકાર બંને ઓગળી ગયા અને કોશાના ઉપદેશને પરિણામે એણે વૈરાગ્ય લીધો. આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્રને ત્રણ વાર “દુષ્કર, દુષ્કર, દુષ્કર” કહ્યું અને બાકીના ત્રણ શિપ્યો કે જેમણે સિંહ, દૃષ્ટિવિષ સર્પ કે કૂવાકાંઠે ઉપવાસપૂર્વક ચાતુર્માસ ગાળ્યો હતો તેમને માત્ર એક જ વાર ‘દુષ્કર’ કહ્યું, આથી શિષ્યએ પોતાના ગુરુ આચાર્ય સંભૂતિવિજયજીને કહ્યું, “મુનિ સ્થૂલભદ્રનું કાર્ય દુષ્કર-દુષ્કર નહીં, પણ અત્યંત સહજ અને સુગમ છે.” આમ કહી એક મુનિ ગુરુ આજ્ઞાની અવહેલના કરીને કોશા નર્તકીને ત્યાં પહોંચ્યા. કોશાએ પડ્રેસ ભોજન કરાવતાં અને આકર્ષક વેશભૂષા ધારણ કરતાં જ મુનિ મોહિત બની ગયા. કોશાએ એમને નેપાળમાંથી અમૂલ્ય રત્નકંબલ લાવવાનું કહ્યું. મુનિ અથાગ મહેનત અને તપત્યાગનો ભંગ કરીને નેપાળના મહારાજા પાસેથી એક રત્નકંબલ માગીને લાવ્યા અને કોશાને આપ્યો ત્યારે કોશાએ પોતાના પગ લૂછીને કીચડવાળા ગંદા પાણીમાં એ રત્નકંબલ ફેંકી દીધો અને કહ્યું, “હે મુનિ! તમને આ રત્નકંબલની ચિંતા થાય છે, પરંતુ એ બાબતનો સહેજે ક્ષોભ થતો નથી કે તમે અત્યંત મૂલ્યવાન એવા ચારિત્રરત્નને મલિન કાદવકીચડમાં ફેંકી દીધું ! કોશાના પ્રતિબોધથી મુનિનો કામસંમોહ દૂર થયો. તેઓ આચાર્યશ્રી પાસે પાછા ગયા અને મુનિ સ્થૂલભદ્રના કામવિજયની પ્રશંસા કરવા લાગ્યા. ૪૪. તપનું ફળ શું ? ભગવાન મહાવીર અને જ્ઞાની ગૌતમ. ગુરુ-શિષ્યની અનુપમ બેલડી, ગણધર ગૌતમ પ્રશ્ન રૂપે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરે અને ભગવાન મહાવીર એના ઉત્તર રૂપે ધર્મનો મર્મ પ્રગટ કરી આપે. ક્યારેક તો આવા પ્રશ્ન અને ઉત્તરની ઝડી ચાલતી હોય. એક વાર ગૌતમ ગણધરે પૂછયું, “હે ભગવાન ! વિપરીત જ્ઞાન વગરના, સારી પ્રવૃત્તિવાળા અભ્યાસી અને વિશેષ જ્ઞાની શ્રમણ કે બ્રાહ્મણની સેવા કરનાર મનુષ્યને શું ફળ મળે ?” ભગવાન મહાવીરે કહ્યું, “હે ગૌતમ ! સજ્જનની સેવાનું ફળ શાસ્ત્રશ્રવણ છે.” વળી ગૌતમ ગણધરે પ્રશ્ન કર્યો, “આ શાસ્ત્ર સાંભળવાથી શું ફળ મળે ?” મહાવીરસ્વામીએ કહ્યું, “શાસ્ત્રનું ફળ જ્ઞાન છે.” ગણધર ગૌતમે વળતો પ્રશ્ન કર્યો, “હે ભગવન્ ! જ્ઞાનનું ફળ શું છે ?” ભગવાન મહાવીરે જવાબ વાળ્યો, “હે ગૌતમ ! જ્ઞાનનું ક ક્યામંજૂષા ૧૦૨ કથામંજૂષા ૧૦૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ ફળ વિજ્ઞાન એટલે કે સારાસાર સમજવાનો વિવેક; એટલે કે વસ્તુના શેય-હેયઉપાદેયપણાનો ખ્યાલ એમાંથી મળે છે.” ગણધર ગૌતમે પૂછ્યું, “હે ભગવાન ! વિજ્ઞાનનું ફળ શું ?” ભગવાન મહાવીરસ્વામી બોલ્યા, “હે ગૌતમ ! વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન (પચ્ચખ્ખાણ) એટલે પાપપ્રવૃત્તિનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા.” ગણધર ગૌતમે વળી પૂછવું, “હે ભગવન્ ! આવી પ્રતિજ્ઞાનું શું ફળ ?” ભગવાન મહાવીરસ્વામી બોલ્યા, “હે ગૌતમ ! એનું ફળ છે સંયમ.” ગૌતમસ્વામીએ પૂછયું, “હે ભગવન્ ! આ સંયમનું શું ફળ ?” ભગવાન મહાવીરસ્વામી કહે, “હે ગૌતમ ! સંયમથી પાપકર્મનાં દ્વાર (આસવો) બંધ થાય.” ગૌતમે પૂછયું, “આ પાપકર્મનાં દ્વાર બંધ થવાથી શું થાય ?” ભગવાન બોલ્યા, “એથી તપ કરવાનું મન થાય.” ગૌતમે પૂછયું, આ તપ કરવાનું ફળ શું ?” ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ ! એથી આત્માને લાગેલો કર્મરૂપી કચરો દૂર થાય.” ગણધર ગૌતમના પ્રશ્નો અને ભગવાન મહાવીરના ઉત્તરોમાં જીવનનો માર્ગ સાંપડે છે. સાચું તપ એ કર્મને બાળી નાખવા માટે છે, દેહને ઢાળી નાખવા માટે નહીં, સામાન્ય રીતે તપ એ ભીતરની બાબતને બદલે માત્ર શરીરની બાબત બને છે. માણસ દેહ અને ભોજનમાં જ અટકી જાય છે, એને પરિણામે એનું તપ એના શરીરને કુશ કરે છે, પરંતુ એના વિષયોને કે વૃત્તિઓને કૃશ કરતું નથી. તપ એ ભીતરની વાત છે, એને આત્મા સાથે નિસબત છે. દેહ તો માત્ર એક સામાન્ય પગથિયું છે. ૪૫. પ્રાણની આહુતિ ગુજરાતની ગાદી પર આવેલા રાજા અજયપાલે અત્યાચાર અને અન્યાયને છૂટો દોર આપ્યો. ગુજરાતના નરવીરનો સંહાર કરવા લાગ્યો અને દેવમંદિરોનો નાશ કરવા લાગ્યો. આની સામે મંત્રીશ્વર આમભટે પ્રબળ વિરોધ કર્યો. સત્તાના ગુમાનમાં ડૂબેલા અજયપાલને વૃદ્ધ મંત્રીશ્રીએ કડવી કિંતુ સાચી સલાહ આપી. અજયપાલ ઉશ્કેરાઈ ગયો અને કહ્યું કે આવતી કાલ સુધીમાં તમે મારી ક્ષમા નહીં માગો તો મારા સુભટોની તલવારની ધાર તમારો શિરચ્છેદ કરી તમારા રક્તથી ભીની બનશે. બીજા દિવસની સવાર ઘણા પ્રશ્નાર્થો લઈને ઊગી હતી. આમભટે દેવમંદિરોની આશાતના કરનાર અજયપાલનો સામનો કરવાનું નક્કી કર્યું. બંદીવાન બનીને અસહાય કેદીઓ માફક શિરચ્છેદ થાય તે મંત્રીશ્વર આમભટને મંજૂર નહોતું. વીરના જીવનની માફક વીરનું મૃત્યુ બહાદુરીપૂર્વક હોવું જોઈએ. વૃદ્ધ મંત્રીશ્વરે સુભટો સામે લડાઈ ખેલી લેવાનું નક્કી કર્યું. એમની વીરતાને કારણે ઝંઝાવાતથી ઊડેલા તણખલાની કથામંજૂષા ૧૦પ કથામંજૂષા Page #59 -------------------------------------------------------------------------- ________________ જેમ અજયપાલના સુભટો દૂર દૂર નાસવા લાગ્યા. મંત્રીશ્વર આમૃભટ પોતાનાં ટાંચા સાધનોની અને ઓછા સાથીઓની પરિસ્થિતિ જાણતા હતા, પરંતુ તેથી પીછેહઠ કરે તેવા એ આદમી નહોતા. સત્તાખોર રાજવી અજયપાલે બીજા સુભટો મોકલ્યા. રણજંગ જામ્યો. વૃદ્ધ આમૃભટ કોઈ જુવાનની પેઠે યુદ્ધ ખેલતા હતા. સાંજ ઢળવા આવી. આમૃભટનું આખુંય શરીર ઘાયલ થયું હતું. અંગેઅંગમાંથી લોહીની ધારા વહેતી હતી. અંતિમ ક્ષણ નજીક આવેલી જોઈને આમ્ભટે દૃષ્ટિદેવનું સ્મરણ કરીને રણગર્જના કરીને પોતાની સદાની સાથી તલવારને આખરી તર્પણ કરી દીધી. અજયપાલની નેકદિલ મંત્રીશ્વરનું માથું નમાવવાની કે કપાવવાની ચાલુ નિષ્ફળ ગઈ. ઇતિહાસનાં પાનાં પર દેવમંદિરોને તોડનારા કે પચાવી પાડનારા સામે જીવનસમર્પણની અનેક ગાથાઓ મળે છે. દેહનાં દાન દીધા વિના સિદ્ધિ સાંપડતી નથી. સાચી રક્ષા તો પ્રાણની આહુતિ માગે છે. ૪૬. ધન વિશેની દષ્ટિ 11 શ્રી મહાવીર વાણી ii સાધુ તે કહેવાય કે જે ક્લેશ કંકાસ થાય તેવી કથાવાર્તા કરે નહિ, જે ગુસ્સો કરે નહિ, જે પાંચ ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર હોય, મન, વચન અને કાયાના જેના યોગો સંયમમાં નિશ્ચિતપણે જોડાયેલા હોય, જે ઉપશાંત હોય અને જે બીજાનો અનાદર કરતા ન કેવો અપાર મહિમા છે સાધર્મિક ભક્તિનો ! ત્રાજવાના એક પલ્લામાં જીવનનાં સઘળાં જપ-તપ અને ધર્મક્રિયાઓ મૂકીએ અને બીજા પલ્લામાં ધર્મમય અંતઃકરણથી કરેલી એક જ સાધર્મિક ભક્તિ મુકીએ તો એ બંને પલ્લાં સમાન રહેશે. પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્યમાં અને શ્રાવકનાં વાર્ષિક અગિયાર કર્તવ્યમાં પણ સાધર્મિક ભક્તિનું આગવું સ્થાન છે. આવી સાધર્મિક ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે લાછીદેવી. કર્ણાવતીના શાલપતિ ત્રિભુવનસિંહની પત્ની લચ્છી છીપણ (લક્ષ્મી ભાવસાર) પોતાનાં દાસ-દાસી સાથે પ્રભુદર્શન માટે નીકળી હતી. આ સમયે સાબરમતી નદીના કિનારે આવેલા ઊંચા શિખર અને ઉત્કૃષ્ટ સ્થાપત્યવાળા જિનાલયમાં ભગવાનનાં દર્શન-ચૈત્યવંદન કરીને મારવાડનો ઉદો બહાર બેઠો હતો. દેરાસરનાં પગથિયાં ઊતરતી લાછીએ મેલાંઘેલાં કપડાંમાં બેઠેલા ઉદાને જોયો. પરદેશથી આવેલો કોઈ સાધર્મિક છે એમ જાણીને લાછીદેવીએ ભાવથી પૂછ્યું, “ભાઈ, આ કર્ણાવતીમાં તમે કોના મહેમાન છો ?” શ્રી દશવૈકાલિક સુત્ર, ૧૦-૧૦ કથામંજુષા ૧૬ કથામંજૂષા છે 109 Page #60 -------------------------------------------------------------------------- ________________ લાછીનાં મધુર વચનોમાં ઉદાને આત્મીય સ્વજનની મીઠી મધુરી વાણી સંભળાઈ. ઉદાએ કહ્યું, બહેન, પહેલી જ વાર આ પ્રદેશમાં આવું છું. આ કર્ણાવતીમાં અમને પરદેશીને કોણ પહેચાને? તમે મને બોલાવ્યો એટલે થોડાં-ઝાઝાં ગણો તો તમે મારાં પરિચિત ગણવ. માટે અમે તો તમારા મહેમાન છીએ.” લાછીદેવીએ આનંદભેર કહ્યું, “મારા ઘેર સાધર્મિક ભાઈ મહેમાન હોય એ તો મારું અહોભાગ્ય સમજું છું. ચાલો, તમે મારા મહેમાન. તમારા કુટુંબને લઈને મારું આંગણું પાવન કરો.” મારવાડનો ઉદો મહેતા પોતાની પત્ની સુહાદેવી તેમ જ ચાહડ અને બાહડ એ બંને પુત્રોને લઈને લાઠીને ત્યાં ગયો. એણે ભારે હેતથી ઉદા અને એના પરિવારને ભોજન કરાવ્યું. ઉદાએ પૂછ્યું, “બહેન, મારા પર આટલા બધા હેતભાવનું કારણ ?” લાછીએ કહ્યું, “તમે દુઃખી સાધર્મિક છો. સાધર્મિકની સેવા એ સાચા જૈનનું કર્તવ્ય છે.” મારવાડના ઉદાને લાછીએ રહેવા માટે ઘર આપ્યું. ગરીબ ઉદાને તો જાણે મકાન નહીં, મહેલ મળ્યો ! નવ ખંડની નવાબી મળી હોય તેટલો આનંદ થયો. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી અને મુખે મીઠી વાણી એ લાકીનો સ્વભાવ હતો, દુ:ખીનાં દુ:ખું ઓછાં કરવાં એ પોતાનાં દુ:ખ ઓછાં કરવા સમાન છે એમ એ માનતી હતી. ઉદા મહેતા વેપાર કરવા લાગ્યા. એણે ઘીની દુકાન શરૂ કરી. ધી તે કેવું ? બરફીના કકડા જેવું. વળી સામે પગલે જઈને સહુને ઘેર પહોંચાડી આવે. કોઈ વાર કોઈને ઘી ન ગમે તો પાછું પણ લઈ લે. સહુને કહે કે ખાઈને પૈસા આપજો . થોડા વખતમાં કર્ણાવતીમાં કહેવત પડી ગઈ કે ઘી તો ઉદાશાનું, જમણમાં, વરામાં, ઘરવપરાશમાં, ‘ઉદાશા', ‘ઉદાશા' થઈ ગયું. ઉદાએ લાછીનું એ ઘર ખરીદી લીધું. કાચા મકાનને ઈંટોના પાકા મકાનમાં ફેરવી નાખવાનો વિચાર કર્યો. એણે જમીનમાં પાયો ખોદવાની શરૂઆત કરી, તો એમાંથી ધનના ચરુ બહાર નીકળ્યા. એણે લાછીને બોલાવી અને બે હાથ જોડીને કહ્યું, બહેન, આ તમારું ધન લઈ જાઓ. તમારા મકાનમાંથી નીકળ્યું છે, માટે એ તમારું ધન છે.” લાછીએ કહ્યું, “એ ન બને. ઘર તમારું જમીન તમારી એટલે આ ધન પણ તમારું.” ઉદા શેઠે કહ્યું, “મારે માટે તો આ ધન અણહકનું ગણાય, મને ન ખપે. તમારે લેવું પડશે.” લાછીએ તો એને હાથ અડાડવાની પણ ના પાડી. અંતે વાત મહાજન પાસે પહોંચી. મહાજન તો શું કરે ? બેમાંથી એકે ધન લેવા તૈયાર ન થાય, તેથી ઉકેલ અઘરો હતો, આખરે વાત રાજ દરબાર સુધી પહોંચી. રાજા કર્ણદેવ પણ વિચારમાં પડી ગયા. રાણી મીનળદેવીએ બંનેને અડધો અડધો ભાગ આપવાનો તોડ કાઢ્યો, પણ લાછીદેવી અને ઉદા મહેતા એટલુંય અણહકનું લે કઈ રીતે? એમણે તો કહ્યું, જેનું કોઈ માલિક નહીં એનું માલિક રાજ , તમે તે સ્વીકારો.” રાજા કર્ણદેવ સોલંકીએ વિચાર કર્યો કે પ્રજા સ્વીકારે નહીં, તેવું અણહકનું ધન એ કઈ રીતે લઈ શકે ! ઉદા મહેતાએ કહ્યું, “જે ધન રાજને ન ખપે તે દેવને અર્પણ થાય.” આ ધનથી કર્ણાવતી નગરીમાં દેરાસર બંધાયું, જે ‘ઉદયન વિહાર' તરીકે જાણીતું થયું. ઉદા મહેતા કર્ણાવતીના નગરશેઠ, એ પછી રાજા સિદ્ધરાજના મંત્રી અને છેલ્લે ખંભાતના દંડનાયક બન્યા, પણ જીવનભર પોતાની બહેન લાછીની સાધર્મિક ભક્તિને સદાય હૃદયથી વંદન કરતા રહ્યા. ધન વિશેની દૃષ્ટિ એ લાછી છીપણ. ઉદા મહેતા અને રાજા કર્ણદેવ એ ત્રણેમાં હતી. ધનનો સંબંધ દૃષ્ટિ સાથે છે. સાચી દષ્ટિ ધનને ગૌરવ અપાવે છે. ધન વિશેની ખોટી દૃષ્ટિ માનવીને હીન અને અધમ બનાવે છે. તિજોરીમાંથી નીકળતું ધન ક્યાં વપરાય છે તે જોવું મહત્ત્વનું છે. કોઈ ધન ધર્મનું કારણ બને અને કોઈ ધન અધર્મનું મૂળ બને. કથામંજુષા ૧0૮. કથામંજૂષા છે 10: Page #61 -------------------------------------------------------------------------- ________________ એ મરુભૂતિને ધસમસતો આવતો જોઈને મુનિનું એક રૂંવાડુંય ફરક્યું નહીં. અરે, આંખની પાંપણ પણ ઊંચી કરી નહીં. મરભૂતિ સાવ નજીક આવ્યો. મુનિની કરુણાભીની આંખો એના પર મંડાઈ. પહાડ જેવો હાથી મુનિરાજની નાની તારલિયા જેવી આંખો જોઈને શાંત થઈ ગયો. આંખોમાંથી વરસતું મૈત્રીનું તેજ મરુભૂતિના ક્રોધને ઓગાળી ગયું. કરુણાભરી આંખો એ મરુભૂતિની ભીતરમાં ક્યાંક છુપાયેલી પ્રેમની લાગણીને સ્પર્શી ગઈ. વંટોળિયાની માફક ધમસમતો મરુભૂતિ શાંત બનીને ઊભો. મુનિની આંખોની વાણી મરુભૂતિ પામી ગયો. મુનિની નજર કહેતી હતી, “મરુભૂતિ ! પારકાનો જીવ લેનારું પરાક્રમ કરવા કરતાં તારો પોતાનો જીવ અર્પણ કરે તેવું પરાક્રમ કર.” મભૂતિનું મન બદલાઈ ગયું. ભય જગાવનારને અભયનો પરિચય થયો. જે સિંહને સુંઢમાં લઈને ફંગોળતો હતો એ હવે ચાલતી વખતે કીડી પણ ન ચગદાય એવી સંભાળ લેવા લાગ્યો. કેટલાક ભવ બાદ આ મરુભૂતિ ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ બન્યા. * ૪૭. અભયની ઓળખ પુષ્પકમળ નામના વનમાં મરુભૂતિ નામનો ભયાવહ હાથી વસતો હતો. ભલભલા સિંહ અને વાઘ એની શક્તિ આગળ ડરતા હતા. મદઝરતો મરુભૂતિ પોતાની માનીતી હાથણી વરુણા સાથે સ્નાન કરવા પાણીમાં પ્રવેશ કરતો ત્યારે એની પાછળ મસ્ત બનીને ડોલતા અનેક હાથીઓ કીડા કરવા ઝંપલાવતા. આ સમયે જાણે સરોવરના પાણીમાં કાળા પહાડ ચાલતા હોય તેવું લાગતું. સરોવરના કિનારે સાગરદત્ત નામના સાર્થવાહની પોઠો પડી હતી. મરુભૂતિને થયું કે આ જ લોકો હાથીઓને લલચાવી સાંકળે બાંધીને ગુલામ બનાવે છે. ભયંકર ક્રોધથી મરુભૂતિ ધસી આવ્યો અને બધા જીવ લઈને ભાગી છૂટ્યા. સરોવરની નજીક એક વૃક્ષ નીચે અરવિંદ નામના મુનિ ધ્યાનસ્થ દશામાં હતા. તેઓને સ્થિર બેઠેલા જોઈને ઝનુનથી સર્વનાશ કરવા ધસમસતો હાથી મરુભૂતિ એકાએક થોભી ગયો. જેનો ગુસ્સો જોઈને પશુ હોય કે પ્રાણી, સહુ કોઈ નાસી છૂટતાં 11 શ્રી મહાવીર વાણી જે પરદ્રવ્યથી વિમુખ રહીને તથા સુયોગ્ય ચારિત્ર્યથી યુક્ત બનીને આત્મદ્રવ્યનું ધ્યાન રાખે છે તેઓ જિનવર ભગવાનના માર્ગમાં સંલગ્ન રહીને મોક્ષ પ્રાપ્ત કરે છે. શ્રી મોક્ષપાહુડ ૧૯ કથામંજૂષા ૧ ૧૦. કથામંજૂષા છેf ૧૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૮. અહો દાનમ્ ! અહો દાનમ્ ! અભિગ્રહ એટલે મનમાં કરેલો સંકલ્પ. સંકલ્પ એ મક્કમતા અને દૃઢતાની અગ્નિપરીક્ષા ગણાય, ભગવાન મહાવીર કૌશાંબી નગરીમાં આવ્યા ત્યારે એમણે અભિગ્રહ લીધો. આ કોઈ એકાદ અભિગ્રહ નહોતો, પણ કઠિન અગ્નિપરીક્ષા કરે તેવો ઘોર અભિગ્રહ હતો. પહેલો દ્રવ્યનો એવો અભિગ્રહ હતો કે આહાર રૂપે અડદબાકળા સ્વીકારવા અને તે પણ સૂપડાના ખૂણામાં હોય તો જ ગ્રહણ કરવા. ક્ષેત્રથી એવો અભિગ્રહ હતો કે એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર હોય તેની પાસેથી તે સ્વીકારવા. કાળથી એવો અભિગ્રહ હતો કે અન્ય ભિક્ષુકોનો ભિક્ષાનો સમય અર્થાતુ બપોરના ભોજનનો સમય પસાર થઈ ગયા બાદ મળે તો સ્વીકારવું. વળી ભાવથી અભિગ્રહ હતો કે એ કોઈ રાજ કુમારી હોય અને વળી તે દાસત્વને પામેલી હોય ! એના પગમાં બેડી હોય, માથું મુંડાવેલું હોય, અઠ્ઠમ તપ (ત્રણ દિવસના ઉપવાસ) કર્યું હોય અને વળી તે પવિત્ર સતી સ્ત્રી હોય. આવી સ્ત્રી વહોરાવે તો જ વહોરવું. આવી ભિક્ષા મળે તો જ લેવી. આવી કઠોર પ્રતિજ્ઞા હતી પ્રભુ મહાવીરની ! પરિણામે ગોચરી લેવા જતા, પણ અભિગ્રહ મુજબની નહીં મળતાં પાછા ફરતા હતા. આમ પાંચ મહિના અને પચીસ દિવસ પસાર થયા હતા, ત્યારે ભગવાન મહાવીર ધનાવહ શેઠને ત્યાં ભિક્ષા માટે ગયા. આ શેઠને ત્યાં ચંપાનગરીની લૂંટમાં પકડાયેલી ચંદના નામની દાસી હતી. આમ તો એ દધિવાહન રાજા અને ધારિણી રાણીની પુત્રી વસુમતી હતી. એ વસુમતીને ધનાવહ શેઠ પોતાને ઘેર દાસી તરીકે ખરીદીને લાવ્યા હતા. જો કે શેઠ એને દીકરીની માફક રાખતા હતા. એક વાર બહારગામથી શેઠ પાછા આવ્યા ત્યારે એમના પગ ધોવડાવવા જતાં ચંદનાનો ચોટલો પડી ગયો. મેલા પાણીમાં પડતી વાળની લટને અટકાવવા એને પકડીને શેઠે ઊંચી કરી. આ દેશ્ય મૂલા શેઠાણીએ જોયું અને એમના હૃદયમાં ઈર્ષાની આગ ભભૂકી ઊઠી. શેઠ બહારગામ ગયા ત્યારે મૂલાએ ચંદનાનું માથું મૂંડાવી, એના પગમાં બેડીઓ નાખીને એને ભોંયરામાં ધકેલી દીધી. ત્રણ દિવસ એ ભૂખી-તરસી રહી. શેઠ પાછા આવતાં એમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. ધનાવહ શેઠ તત્કાળ લુહારને બોલાવવા જતા હતા, તેથી સૂપડામાં ઢોરને ખવડાવવા માટે અડદના બાકળા રાખ્યા હતા તે ચંદનાને ખાવા આપ્યા. બરાબર આ સમયે યોગી મહાવીર આવે છે, પરંતુ ભિક્ષા વિના પાછા ફરી ગયા. પ્રભુને પાછા જતા જોઈને ચંદનાની આંખમાં દડ દડ આંસુ સરવા લાગ્યાં. રુદનનો અવાજ સાંભળી પ્રભુ પાછા આવે છે. પ્રભુના બધા અભિગ્રહમાં એક જ બાકી હતો કે એ કન્યા રડતી હોવી જોઈએ. પ્રભુ રુદનનો અવાજ સાંભળી પાછા આવ્યા. ભગવાનનો અભિગ્રહ સિદ્ધ થતાં ચંદનબાળાને હાથે એમણે અડદના બાકળા વહોર્યા અને ત્યાં જ પારણું કર્યું. ચંદનબાળા ધન્ય થઈ ગઈ. એ સમયે સાડાબાર કરોડ સુવર્ણમુદ્રાની વૃષ્ટિ થઈ. દાનના પ્રભાવે પાંચ દિવ્યો પ્રગટ થયાં. આકાશમાંથી ‘અહો દાનમ્ ! અહો દાનમ્ નાં દેવદુંદુભિ વાગી ઊઠડ્યાં, ચંદનાની લોખંડની બેડીઓ સુવર્ણનાં ઝાંઝર બની ગઈ અને ચંદનબાળાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું. કથામંજૂષા ૧૧૨ કથામંજૂષા ૧૧૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ લ ૪૯. ધર્મનિષ્ઠ માતાની પ્રેરણા મહાન પુત્રને જન્મ આપનારી મહાન માતા એટલે સાધ્વી પાહિણી. ધંધુકાના મોઢ જ્ઞાતિના શેઠ સાચો (સાચિગ)ની પત્ની પાહિણી પ્રસિદ્ધ શ્રેષ્ઠી નેમિનાગની બહેન હતી. એક વખત રાત્રે પાહિણીએ સ્વપ્નમાં ચિંતામણિ રત્ન જોયું. બે હાથમાં રહેલું એ દિવ્ય રત્ન પાહિણીને ગ્રહણ કરવાનું કોઈ કહેતું હતું. સ્વપ્નમાં પાહિણીએ એ રત્ન ગ્રહણ કર્યું અને એ રત્ન પાહિણીએ ગુરુને અર્પણ કર્યું. સ્વપ્નમાં આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં અને એ સમયે એની આંખ ઊઘડી ગઈ. પાહિણીએ વિચાર્યું કે ગુરુદેવ દેવચંદ્રસૂરિજી આ નગરમાં જ છે, તો સ્વપ્નના ફળ વિશે એમને પૂછી આવું. આચાર્ય દેવચંદ્રસૂરિએ કહ્યું, “તું એક નરમણિને જન્મ આપીશ, જે મોટો. થતાં ગુરુમણિ બનશે. મહાન આચાર્ય બનીને જિનશાસનને શોભાવશે.” આ ગુરુવચનોથી પાહિણીના આનંદનો પાર ન રહ્યો. વિ. સં. ૧૧૪પના કારતક સુદ પૂનમની રાત્રે એણે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. માતા-પિતાએ એનું નામ ચંગદેવ (ચંગ એટલે ઉત્તમ) રાખ્યું. નાનકડો ચંગદેવ એક વાર આચાર્યશ્રીની પાટ પર બેસી જાય છે. અંતે ચંગદેવને માતાપિતા દીક્ષા માટે અનુમતિ આપે છે. એનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું અને સમય જતાં વિદ્વાન એવા એ મુનિને વિ. સ, ૧૧૬૯ના વૈશાખ વદ ત્રીજના દિવસે મધ્યાહ્ન સમયે આચાર્યપદવી આપીને એમનું નામ હેમચંદ્રસૂરિ રાખ્યું. આ પ્રસંગે એમનાં માતા પાહિણીદેવી ઉપસ્થિત હતાં. એમના હૃદયમાં એવો ઉલ્લાસ જાગ્યો કે પુત્રની આચાર્યપદવી સાથે માતાએ પણ સંયમમાર્ગ ગ્રહણ કર્યો. માતા પાહિણી સાધ્વી પાહિણી બન્યાં અને એમને પ્રવર્તિનીનું પદ અર્પણ કરવામાં આવ્યું. સાધ્વી પાહિણી તપ અને ત્યાગમાં લીન બની ગયાં. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય વિહાર કરતાં કરતાં પાટણમાં પધાર્યા હતા. અહીં પૂજ્ય પ્રવર્તિની પાહિણીએ અનશન આદર્યું હતું. અનેક ભાવિકો એમનાં દર્શન માટે આવતા હતા. એમની ભાવનાને અભિનંદતા હતા. પોતાના નાની વયના પુત્રને જિનશાસનને સમર્પિત કરનાર સાધ્વી પાહિણીને અંતઃકરણથી પ્રણામ કરતા હતા. જ્ઞાનના ભંડારસમા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અનેકવિધ વિષયો પર ગ્રંથો લખ્યા. ગુર્જરનરેશ જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળ જેવા શાસકોને ઉચિત માર્ગદર્શન આપ્યું. જિનશાસનની કીર્તિગાથાને સુવર્ણશિખર પર પહોંચાડી. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યનો પ્રભાવ સામાન્યમાં સામાન્ય માનવીથી માંડીને રાજાધિરાજ સુધી પથરાયેલો હતો. એમના જીવનમાં સ્વધર્મ-વત્સલતા અને પરમત-સહિષ્ણુતા જોવા મળે છે. પાંચ વ્રતોને જીવનમાં ધારણ કરનાર આ આચાર્યની જિતેન્દ્રિયતા દૃષ્ટાંતરૂપ હતી. એમના હૃદયમાં કરુણા અને અનુકંપાનો સ્રોત સતત વહેતો હતો. આવી મહાન વિભૂતિને જન્મ આપનારી માતા પણ પુત્રના પંથે ચાલી હતી. બીમાર સાધ્વી માતા પાસે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમના શિષ્યો સાથે દર્શને આવ્યા. પ્રવર્તિની પાહિણી કાળધર્મ પામ્યાં ત્યારે શ્રાવકોએ પુણ્યમાં ત્રણ કરોડ વાપર્યા. વીતરાગ ધર્મના આચાર્ય પોતાની તેજસ્વી અને ધર્મનિષ્ઠ માતાને શું આપી શકે ? એમણે ત્રણ લાખ શ્લોકનું પુણ્ય માતાને આપ્યું. કથામંજૂષા ૧૧૪ કથામંજૂષા છે ૧ ૧૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ h ૫૦. ત્યાગના નામે રાગ શ્રીમદ્ રાજચંદ્ર સાથે વાર્તાલાપ ચાલતો હતો ત્યારે એક વખત મુનિશ્રી લલ્લુજીએ વાતવાતમાં પોતાના ત્યાગની મહત્તા પ્રગટ કરી. એમણે કહ્યું, “આ મારો ત્યાગ તો જુઓ ! મારું કુટુંબ સાધનસંપન્ન હતું. અપાર વૈભવ હતો, વૃદ્ધ માતા હતાં, બે પત્ની અને એક પુત્ર હતો. જીવનમાં માનવી જે ઇચ્છે તે બધું જ મારી પાસે હતું. તેમ છતાં મેં આ સઘળાનો ત્યાગ કરીને દીક્ષા ધારણ કરી છે.” શ્રીમદ્ રાજચંદ્ર મુનિશ્રી લલ્લુજીના શબ્દોમાં પ્રગટ થયેલો ત્યાગનો ગર્વ પારખી-પામી ગયા. એમણે માર્મિક રીતે મુનિને પૂછ્યું, “કોણે કહ્યું કે તમે ત્યાગ કર્યો છે ? તમે ત્યાગ કર્યો નથી, પણ રાગ વધાર્યો છે, સમજ્યા ને?” મુનિશ્રી લલ્લુજીને શ્રીમદ્ની વાત બરાબર સમજાઈ નહીં, તેથી એમણે વળતો સવાલ કર્યો, “જુઓ ને ! આ સઘળો સંસાર છોડી દીધો છે અને બધાં સુખો ત્યજી દીધાં છે તે ત્યાગ ન કહેવાય?" આ સાંભળતાં જ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું, “તમે ભલે એક કથામંજૂષા ૧૧૬ ઘર છોડ્યું હોય, પરંતુ બીજાં કેટલાં ઘરોમાં ત્યાગી બનીને માયા લગાડી છે ? બે સ્ત્રીનો ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દૃષ્ટિ ફરે છે ? એક પુત્ર ત્યાગી કેટલા છોકરા પ્રત્યે પ્રીતિ થાય છે ? આને ત્યાગ કર્યો કહેવાય ખરો ?” આ સાંભળી મુનિશ્રી લલ્લુજીને સ્વદોષોનું દર્શન થયું. સ્વદોષ જોઈને એમને શરમ આવી. મનોમન વિચારવા લાગ્યા કે મોટી ભૂલ થઈ ગઈ. મુનિશ્રી લલ્લુજીનું આત્મચિંતન શરૂ થયું. એમનો ગર્વ તો સૂર્યપ્રકાશમાં ઊડી જતાં ઝાકળબિંદુની જેમ ઊડી ગયો. મનમાં ઘોર પશ્ચાત્તાપ થયો અને શ્રીમદ્ રાજચંદ્રને કહ્યું, “હું ત્યાગી નથી.” શ્રીમદ્ રાજચંદ્ર એમના મનની ગડમથલ અને પશ્ચાત્તાપ પામી ગયા. આથી એમણે કહ્યું, “મુનિ, હવે તમે ખરા ત્યાગી છો.” 16 1 શ્રી મહાવીર વાણી 1 જ્યારે પણ પોતાની જાતને મન, વચન કે કાયાથી ખોટું કરતી જુએ તો શાણા પુરુષો તે જ ક્ષણા લગામ ખેંચવાથી વળી જતા ઘોડાની જેમ જ જાતને એ ખોટા કાર્યમાંથી વાળી લે. શ્રી દશવૈકાલિક સૂત્ર ચૂર્ણિ, ૧, ૧૪ કથામંજૂષા ૧૧૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૧. અગમ પિયાલાની મસ્તી હાર સાથે અબજપતિની પધરામણી થઈ. રોજ તો શેઠ આવે, પછી વ્યાખ્યાન શરૂ થતું. શેઠ સિવાય આગળ બેસી શકે કોણ ? બેસે તો પણ હોંકારો ભણે કોણ ? હોંકારો ભણવાનો ઇજારો તો શેઠનો જ . અબજપતિ શેઠ વ્યાખ્યાનમાં આવ્યા અને જોયું કે એમના વિના વ્યાખ્યાન શરૂ થઈ ચૂક્યું હતું. એમના અહમૂને ઠેસ વાગી, પરંતુ નમ્રતાનો દેખાવ અને વિનયનો ઢોંગ કરતાં કહ્યું, “મહારાજ , અમે તો સંસારી જીવ. અમારે તો સો પળોજણ હોય અને હજાર માથાકૂટ હોય. તમે વ્યાખ્યાન શરૂ કરતાં અગાઉ થોડી રાહ જોઈ હોત તો સારું થાત.” મસ્તયોગી આનંદઘનજીની વાણી વહેતી રહી. શેઠના બનાવટી વિનયને પારખી ગયા, પણ આવી વાત સાથે યોગીને વળી શો સંબંધ ? અબજપતિ શેઠની અકળામણ વધી ગઈ. એમને ભારોભાર અપમાન લાગ્યું. બનાવટી વિનયનું આવરણ ખસી ગયું અને શેઠ તાડૂકી ઊઠ્યા, “મહારાજ, જરા વિચાર તો કરો. તમને અન્ન કોણ વહોરાવે છે ? આ અન્ન કે વસ્ત્ર કંઈ મફત આવતાં નથી.” અબજપતિના આ શબ્દો સાંભળતાં જ યોગી આનંદઘનજીને આઘાત લાગ્યો. તેઓ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા અને બોલ્યા, “માફ કરજો. મારે શેઠનું અન્ન ન જોઈએ અને વસ્ત્ર ન જોઈએ. અન્ન તો પેટમાં ચાલ્યું ગયું છે, પણ વસ્ત્ર તો તમને પાછું આપું છું.” આમ કહીને વસ્ત્રો તજીને યોગી આનંદઘનજી સભામાંથી ચાલી નીકળ્યા. સહુએ રોકાઈ જવા વિનંતી કરી. પાણીમાં માછલું સરકે તેમ યોગી તો સરકી ગયા. સાચો સાધુ આનંદઘનની માફક અધ્યાત્મની મસ્તીમાં જીવતો હોય છે. એને ધનવાનની ફિકર હોતી નથી કે દાનવાનની ચિંતા હોતી નથી. એને સામાન્ય માનવીની ફિકર હોય છે. સાચા યોગીની મસ્તી અનેરી હોય છે. દુન્યવી વ્યવહારનાં કાટલાંથી એને જોખી શકાય નહીં. સમાજની માન્યતાઓથી એને બાંધી શકાય નહીં. દંભ કે દેખાવ, ધન કે માનથી એને રોકી શકાય નહીં. - યોગી આનંદઘનજીએ મસ્તીના સાગરમાં ડૂબીને વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું, ત્યારે સભામાં થોડો અજંપો વ્યાપી ગયો. મેડતા ગામ આમ તો ભક્ત મીરાંબાઈનું ગામ હતું, પરંતુ ગામલોકો ભક્તિની શક્તિની વાત કરતાં કરતાં સંપત્તિનું મહિમાગાન ભૂલ્યા નહોતા. મેડતામાં લખપતિ અને કરોડપતિનો તૂટો નહિ. એક અબજપતિનો અહીં વાસ હતો. નિયમ એવો હતો કે અબજપતિ શેઠ આવે પછી વ્યાખ્યાન શરૂ થાય. ધનની હાજરી વિના આમેય ધર્મ ક્યાં ચાલે છે ? સભા અબજોપતિની રાહ જોતી હતી, પણ મસ્તયોગીને થોભવાનું કહી શકે તેમ નહોતી. યોગી આનંદઘનની અધ્યાત્મ-ગહન વાણી વહેવા લાગી. એવામાં માથા પર જરી ભરેલી લાલ પાઘડી, હાથની આંગળી પર હીરાની વીંટી અને ગળામાં હીરાજ ક્યા કથામંજૂષા છે ૧૧૮ કથામંજૂષા જે ૧૧e Page #66 -------------------------------------------------------------------------- ________________ h ૫૨. રાજાઓ શિષ્યો બન્યા દુનિયામાં જોઈ ન હોય એવી અપૂર્વ ઘટના બની. રાજકુમારી મલ્લિકાને ચડ્યે ઘોડે મેળવવા આવેલા છએ રાજાઓ રાગ છોડીને વિરાગ તરફ વળી ગયા. ભયાનક શસ્ત્રસામગ્રી અને પ્રચંડ સૈન્યબળ સાથે આવેલા છએ રાજાઓ મલ્લિકાના ઉપદેશને કારણે દેહને બદલે આત્માના અનુરાગી બની ગયા. અનોખી વાત તો એ બની કે કામવાસનાથી ઘેરાયેલા એ રાજાઓના હૃદયમાં અધ્યાત્મનો એક નવો પ્રકાશ ફેલાયો. રાજકુમારી મલ્લિકાના એ શબ્દો એમના કાનમાં ગુંજતા હતા. “અંતરની ખોજ કરો. સુખ તો અંદર વસે છે, બહાર નહીં.” અંતરના માર્ગે જતાં રાજાઓને થયું કે ભલે અમે રાજા કહેવાતા હોઈએ, પણ દુનિયામાં અમારા જેવું અને અમારા જેટલું કોઈ દુઃખી નથી, સંસારના રાગદ્વેષ રાજાને અને સત્તાને સૌથી વધુ વળગેલા હોય છે. આ છએ રાજાઓ એમના દેશમાં પાછા ફર્યા, પણ એમની દૃષ્ટિ બદલાઈ ચૂકી હતી. સંસારનાં કામસુખો હવે એમને ગમતાં નહોતાં. મનમાં થતું કે આ સત્તા તો સંતાપિની છે. એ તો હૃદયને સદા સળગતું રાખશે. અરે ! કથામંજૂષા ૧૨૦ રૂપ, યૌવન અને માયાની ભુલભુલામણીમાં આ રાજાઓએ ક્યારેય સાચું સુખ, સાચું સ્મિત કે સાચો આનંદ જાણ્યો નહોતો પછી માણ્યો ક્યાંથી હોય ? છએ રાજાઓ પોતાની રાજધાનીમાં આવ્યા, પરંતુ સાપ કાંચળી ઉતારે તેમ સત્તા, સંપત્તિ અને ઐશ્વર્ય છોડીને ચાલી નીકળ્યા. મિથિલાની શેરીઓમાં અભૂતપૂર્વ દૃશ્ય સર્જાયું. આગળ રાજકુમારી મલ્લિકા ચાલી રહી છે, પાછળ છએ રાજાઓ સંન્યસ્ત થઈને જંગલની વાટ તરફ આગળ વધી રહ્યા છે. ગુરુ યુવાન છે અને શિષ્યો વૃદ્ધ છે. પ્રજાજનો આ દશ્ય જોઈને વારી જાય છે. જગતે સત્તા માટે ખેલાતું મહાભારત જોયું હતું. સૌંદર્ય માટે ખેલાતી લડાઈઓ જાણી હતી, સુંદરીના રૂપ પાછળ મોહાંધ બનીને સંસારમાં સંહારલીલા ફેલાવતા રાજાઓ જોયા હતા, પણ આ જ અવળી ગંગા વહેતી હતી. રાજકુમારી મલ્લિકાએ રાજાઓની દૃષ્ટિમાં એવું તો પરિવર્તન આણ્યું કે જગત આખું આશ્ચર્યમાં ડૂબી ગયું. જગતના જાણીતા માર્ગો પર ચાલનારા ઘણા મળે, પણ કાંટાળા માર્ગો પર કોઈ નવી ભાવનાની પગદંડી રચનારા વિરલા જ હોય. દુનિયા સત્તાને નમે, ધનની પાછળ ઘેલી અને રૂપની પાછળ ગાંડી બને ત્યારે જગતની રીતને બદલી નાખનાર વ્યક્તિ ત્યાગ અને સમર્પણની તવારીખમાં તેજનો લિસોટો મૂકતી જાય છે. રાજકુમારી મલ્લિકા સમય જતાં તીર્થંકર મલ્લિનાથ બન્યાં. એમણે જગતને આત્મા અને અગમ્યની શોધ માટે પ્રેરણા આપી. ॥ શ્રી મહાવીર વાણી ! સમતાથી સાધુ થવાય છે, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ થવાય છે, જ્ઞાનપ્રાપ્તિથી મુનિ થવાય છે અને તપશ્ચર્યા કરવાથી તાપસ થવાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૫-૩૨ કથામંજૂષા૧૨૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ h ૫૩. સૌથી અઘરી છે સરળતા દંતાણી ગામના આચાર્ય જયસિંહસૂરિનું ભવ્ય સામૈયું યોજાયું. ગામમાં એકેએક ઘર શણગારવામાં આવ્યાં. ઢોલ-નગારાં બજાવવામાં આવ્યાં. નગરનાં નર-નારી કીમતી વસ્ત્રો પહેરીને સામૈયામાં જોડાયાં હતાં. આટલા બધા લોકો સામૈયામાં આવ્યા, પણ આખા ગામમાં ખરા ધર્માનુરાગી તરીકે ઓળખાતાં દ્રોણ શેઠ અને દંદી શેઠાણી ક્યાંય દેખાતાં નહોતાં. આ બાબત ચર્ચાનો વિષય બની. જાણીતા માણસોની ગેરહાજરી એમની હાજરી કરતાં વધુ ધ્યાન ખેંચે છે. લોકો પણ એ વિશે તર્ક-વિતર્ક કરવામાં પાછું વળીને જોતા નથી. સામાન્ય રીતે જૈન આચાર્ય પગપાળા જ ચાલતા હોય, પરંતુ જયસિંહસૂરિજીએ પગપાળા ચાલવાને બદલે પાલખીમાં બેસવાનું નક્કી કર્યું હતું. આવા આચાર્ય પરંપરા તોડીને સુખસાહ્યબીમાં ફસાય તે કેવું કહેવાય ! પરંતુ એ સમયે આજની જેમ જ જૈન સંઘમાં એકતા નહોતી. બધા ફાવે તેમ વર્તતા. પરિણામે આચાર્ય ખુદ આકરા તપત્યાગને બદલે સુંવાળા માર્ગના પ્રવાસી બની ગયા હતા. આને કારણે જ દ્રોણ શેઠ અને કેદી શેઠાણી થામંજૂષા ૧૨૨ આચાર્યશ્રીના સામૈયામાં આવ્યાં નહોતાં. દંતાણી ગામમાં પાલખીમાં બેસીને ભારે ધામધૂમથી આચાર્ય જયસિંહસૂરિજીનો મંગલ પ્રવેશ ઊજવાયો. ચોતરફ ઉત્સાહ હતો, પણ શેઠ-શેઠાણીની ગેરહાજરીનો સંકેત મળતાં જ આચાર્યશ્રીને થોડું દુઃખ અને વધુ ગુસ્સે થયા. આચાર્ય જયસિંહસૂરિ વિચારમાં પડ્યા. એમણે પતિ-પત્નીને બોલાવ્યાં. બંનેએ આચાર્યશ્રીને વિનયપૂર્વક વંદન કર્યાં. આચાર્યશ્રીએ થોડી બીજી વાતો કર્યા બાદ સામૈયામાં કેમ આવ્યાં નહીં તે અંગે ઠપકાભરી રીતે પૂછ્યું. દ્રોણ શેઠ ચૂપચાપ સાંભળી રહ્યા, પરંતુ દેદી શેઠાણી તો સાચું કહેનારાં નારી હતાં. એ રહી શક્યાં નહીં. એમણે કહ્યું, “મહારાજ, આપ તો અપરિગ્રહના ધારક છો અને બીજી બાજુ કોઈ રાજાની માફક ઠાઠમાઠથી પાલખીમાં ફરો છો. આમાં તીર્થંકર પ્રભુની આજ્ઞાનું પાલન ક્યાં રહ્યું ? આમ કરવાથી ધર્મની પરંપરા ક્યાં રહી ? સામૈયામાં ન આવવાનું કારણ આ જ. આપ અમને ક્ષમા આપજો, અમારી ભૂલ થઈ હોય તો.” આચાર્યશ્રીનું અંતર જાગી ઊઠ્યું, ‘ભૂલ’ શબ્દનો પડઘો એમના અંતરમાં પડ્યો. એમણે કહ્યું, “બહેન, ભૂલ તો અમારાથી થઈ છે. અમે ધર્મ વિરુદ્ધનું આચરણ કર્યું છે. તારી પાસે અમે ક્ષમા યાચીએ છીએ.” દ્રોણ શેઠ અને દેદી શેઠાણી આચાર્યશ્રીના સરળ અને નિખાલસ આત્માને વંદી રહ્યાં. આવાં પ્રતાપી દેદી શેઠાણી જેવી નારીની કૂખે આર્યરક્ષિતસૂરિનો જન્મ થયો. જેમણે ધર્મમાં જામેલાં શિથિલતાનાં જાળાં દૂર કર્યાં. 16 11 શ્રી મહાવીર વાણી 11 રાગી જીવ કર્મોનું બંધન કરે છે. વૈરાગ્યયુક્ત પુરુષ કર્મોથી મુક્ત બને છે. આ જઉપદેશ બંધન અને મોક્ષ અંગે જિનેન્દ્રદેવે સંક્ષેપમાં આપ્યો છે. શ્રી મૂલાચાર ૨૪૭ કથામંજૂષા ૧૨૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪. યુદ્ધબંધીની ભિક્ષા યુદ્ધના દાવાનળની સામે શાંતિની દેવી દૃઢ પગલે આવતી હતી. હિંસાનું તાંડવ ખેલવા થનગનતી સેનાની સામે શાંતમૂર્તિ સાધ્વી પદ્માવતી નિર્ભયતાથી સામે આવી રહ્યાં હતાં. ચંપાનગરી ચંપાની સુવાસને બદલે લોહીભીના સંહારની ભૂમિ બને તેમ હતી, ત્યાં શ્વેત વસ્ત્રધારી સાધ્વી ખુલ્લા પગે અને મક્કમ ડગે રાજા કરકંડુ તરફ આવી રહી હતી. અહિંસાની અગ્નિપરીક્ષા તો હિંસા, ભય અને યુદ્ધના દાવાનળ વચ્ચે જ હોય. ચોતરફ હિંસાનો દાવાનળ ફેલાયો હોય ત્યારે સાચો અહિંસક ભાવનાની વાતો કરવામાં પુરાઈ રહેતો નથી, પરંતુ તેનું આચરણ કરવા માટે દ્વેષ, ઈર્ષા અને લાલસાના બળબળતા અગ્નિ સામે ઝુકાવે-ઝંપલાવે છે. સાધ્વી પદ્માવતી સેનાને વીંધતી રાજા કરકંડુ પાસે પહોંચી. રાજા કરકંડુ રણમેદાન પર સાધ્વીને જોઈને આશ્ચર્ય પામ્યા. એણે પૂછ્યું, “અરે, આ યુદ્ધભૂમિ પર આપ કેમ આવ્યાં છો ? થોડી વારમાં તો એક સેના બીજી સેના પર હુમલો કરવા આગેકૂચ કરશે. મારા સૈનિકો વિજયને માટે શત્રુનો કચ્ચરઘાણ કથામંજૂષા ૧૨૪ કાઢશે માટે કૃપા કરીને આપ જે માગો તે આપું, પરંતુ આ યુદ્ધભૂમિથી દૂર ચાલ્યાં જાવ.” સાધ્વી પદ્માવતીએ કહ્યું, “હે રાજન ! તમારી પાસે હું માગવા આવી છું. મારે ભિક્ષા જોઈએ.” રાજા કરકંડુ ઊંડા વિચારમાં ડૂબી ગયો. પોતાના મહેલનો આવાસ હોય તો ભિક્ષા આપી શકાય, પણ યુદ્ધની ભૂમિ પર ભિક્ષા આપવી કઈ રીતે ? રાજા કરકંડુએ કહ્યું, “આપ મને ક્ષમા કરો. આ યુદ્ધભૂમિ પર હું આપને કઈ રીતે ભિક્ષા આપી શકું ? મારા વિજય બાદ આપ કહેશો તેવું આપનું સ્વાગત કરીશ. આદેશ આપશો તે હાજર કરીશ.” સાધ્વી પદ્માવતીએ દૃઢ અવાજે કહ્યું, “રાજન, મારી ભિક્ષા તો આ યુદ્ધભૂમિ પર જ તું આપી શકે તેમ છે. મારે તો યુદ્ધબંધી જોઈએ છે. એનાથી કશું ઓછું ખપે નહીં." રાજા કરકંડુ વિમાસણમાં પડી ગયો. યુદ્ધની આખરી વેળાએ સુસજ્જ સેનાને પાછા ફરવાનો આદેશ કઈ રીતે આપવો ? સાધ્વી પદ્માવતી રાજા કરકંડુની સ્થિતિ પામી ગઈ. એણે કહ્યું, “રાજન્, જે રાજા દધિવાહન સામે તું યુદ્ધ કરવા નીકળ્યો છે તે એક કાળે તારા પિતા હતા. એક સમયે હું એમની રાણી હતી અને તું અમારો પુત્ર હતો.” આમ કહીને સાધ્વી પદ્માવતીએ પૂર્વ જીવનનો ખ્યાલ આપ્યો. રાજા કરકંડુએ હથિયાર હેઠાં મૂકીને સાધ્વીને ભિક્ષા આપી. સાધ્વીએ જનેતાના ભાવથી એ સ્વીકારી. 11 શ્રી મહાવીર વાણી ॥ અનાચાર કર્યા પછી એને છુપાવે નહીં કે એનો અસ્વીકાર ન કરે પણ સદાય પવિત્ર, નિખાલસ, અનાસક્ત અને જિતેન્દ્રિય રહે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮, ૩૨ કથામંજૂષા ૧૨૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ કુળને નીચ કે અધમ કુળ કહેવા લાગ્યા. આ સાંભળી દેવાનંદાની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. આસપાસ રહેલા સહુ કોઈ સ્તબ્ધ બની ગયા. અરે ! માતા દેવાનંદાને આટલી બધી વેદના શાને ? એમની આંખમાંથી આ શ્રાવણ-ભાદરવો વરસે છે કેમ ? સહુ દેવાનંદાની આસપાસ વીંટળાઈ વળ્યા અને ચોધાર આંસુએ રડવાનું કારણ પૂછયું, ત્યારે દેવાનંદાએ કહ્યું, “ઓહ, જે મણે જાતિ, વર્ણ, ગોત્ર અને કુળનો મદ છોડવાનું કહ્યું એ મહાવીરની આસપાસ વસનારાઓ કુળના અભિમાને ઝઘડી રહ્યા છે. આ તે કેવી વિધિની વિચિત્રતા કહેવાય ? મહાવીરે કહ્યું કે કોણ બ્રાહ્મણ અને કોણ ક્ષત્રિય ? વિદ્યાવાન દરેક બ્રાહ્મણ છે અને તપનું તેજ ધારણ કરનાર ક્ષત્રિય છે. એમણે જાતિ અને વર્ણને મહત્ત્વ આપ્યું નથી, માનવીના કર્મને મહત્ત્વ આપ્યું. આપણે જ એમની વાત ભૂલી ગયાં છીએ.” સહુને પોતાની ભૂલ સમજાઈ. દેવાનંદાની ક્ષમા યાચી ત્યારે દેવાનંદાએ કહ્યું, વર્ણનો વિવાદ ન હોય. જાતિનું અભિમાન ન હોય. વ્યક્તિની સાચી ઓળખ એની જાતિ નથી, પણ આંતરજગત છે.” માનવીએ જાતિની ઉચ્ચતા અને જ્ઞાતિની મહત્તાને નામે કેટકેટલાને ગુલામ બનાવ્યા છે ! કેટલું બધું શોષણ કર્યું છે ! ભગવાન મહાવીરે બ્રાહ્મણ હોય કે શુદ્ર, સહુને માટે ધર્મના દરવાજા ખોલી આપ્યા, પણ દુર્ભાગ્ય આ દેશનું કે હજારો વર્ષોથી જાતિ અને જ્ઞાતિના ભેદોને નામે બીજાને નીચો અને અધમ દેખાડીને માનવી શ્રેષ્ઠતા સાબિત કરવા પ્રયાસ કરે છે. જ્ઞાતિના ભેદો વિવાદ અને વિખવાદનું કારણ બન્યા. જાતિના ભેદો શોષણનું સાધન બન્યા, પપ. વર્ણનો નહીં, કર્મનો મહિમા વિભૂતિની હયાતીમાં ક્યારેક વાવિવાદના વંટોળિયા જાગતા હોય છે. વાત્સલ્યમૂર્તિ ભગવાન મહાવીરની આસપાસ વસતા લોકોમાં વિવાદ જાગ્યો. આ દેશને વિવાદ માટે સહુથી મોટું કારણ જ્ઞાતિ અને જાતિનું મળે છે. જ્ઞાતિનો ગર્વ કે જાતિનો મદ ઝઘડાનું મૂળ થાય છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય વચ્ચે એક વિવાદ જાગ્યો હતો. બ્રાહ્મણો કહે કે વર્ધમાનનો ગર્ભ તો દેવાનંદા નામની બ્રાહ્મણીની કુક્ષિમાં રહ્યો. એમણે વ્યાસી દિવસ દેવાનંદાની કુક્ષિમાં પસાર કર્યા. જ્ઞાની બ્રાહ્મણનો પુત્ર જ જ્ઞાતપુત્ર મહાવીર જેવો જ્ઞાની હોય. બીજું જૂથ કહેતું કે રાજ કુમાર વર્ધમાનનો જન્મ તો ત્રિશલાની કુખે થયો. આવો ત્યાગવીર તો કોઈ ક્ષત્રિયને ત્યાં જ જન્મે. બ્રાહ્મણમાં આવી ત્યાગની વીરતા ન હોય. આમ વાત વિવાદે ચડી. વિખવાદ જાગ્યો. આ સમયે બ્રાહ્મણી દેવાનંદા ઉપસ્થિત હતાં. આ વિવાદના શબ્દો એમના હૈયાને ચીરી નાખતા હતા. બ્રાહ્મણ જ્ઞાનનો ગર્વ બતાવે. ક્ષત્રિય વીરતાની મહત્તા કરે. વાત આટલી હદે વણસી કે બંને એકબીજાના કથામંજૂષા ૧૨૬ શ્રી મણીર વાણી | જે જીવ શુભભાવથી યુક્ત બનીને આત્માના સ્વરૂપનું ચિંતન કરે છે, તે વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો નાશ કરીને નિશ્ચિતરૂપે મોક્ષનો અધિકારી બને છે. શ્રી ભાવપાહુડ, ૬૧ કથામં પાળ૨૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ h ૫૬. મારક અને તારક મદભરી મદનમોહનાને તરુણ મુનિનું ભારે આકર્ષણ જાગ્યું, પરંતુ એ તરુણ મુનિ તો સમય થતાં ભિક્ષા લેવા આવે, નીચું મસ્તક રાખી ભિક્ષા લે અને લઈને ચાલ્યા જાય. રૂપનું ગુમાન ધરાવતી મદનમોહના અકળાઈ ઊઠી અને એણે મુનિના પાત્રમાં પોતાના પગનું ઝંઝાર મૂકી દીધું. શું આપ્યું કે શું લીધું એની કશીયે ખેવના વગર મુનિ પાત્ર ઢાંકીને ચાલવા લાગ્યા. પોતાની યુક્તિમાં નિષ્ફળ જતાં મદનમોહનાએ મુનિ પર ચોરીનો આરોપ મૂક્યો. મુનિના પાત્રમાંથી ચોરીનો મુદ્દામાલ પકડાયો. પગનું ઝાંઝર મુનિ પાસેથી મેળવવામાં આવ્યું અને મુનિના પગમાં જંજીર પડી. સમાજ મુનિની નિંદા કરવા લાગ્યો. રોજ મદનમોહનાની હવેલીની નજીકથી જંજી૨ બાંધીને મુનિને સિપાઈઓ મજૂરી કરવા લઈ જાય. દિવસ આખો મુનિ પથ્થર ફોર્ડ, સાંજે એ જ રસ્તે પાછા જાય. મદનમોહનાની સતી તરીકે ખ્યાતિ થઈ, પરંતુ એનું અંતર ડંખતું હતું. લોકો એનાં દર્શન કરવા આવતા. પોતાની પૂજા અને કથામંજૂષા૧૨૮ પરેશાન કરાવનારી બની ગઈ. પુણ્યનો આનંદ હોય છે, પાપનો બોજ હોય છે. મદનમોહનાનું હૃદય પાપના બોજથી દબાઈ ગયું. હવે કરવું શું ? એક વાર રસ્તામાં જતાં મદનમોહનાને મુનિ મળ્યા. ત્યારે મુનિને જોઈને મદનમોહના રડી પડી. મુનિએ કહ્યું, “પથ્થર ફોડવા સહેલા છે, પણ કર્મ ફોડવાં મુશ્કેલ છે. તેં મને કર્મ ફોડવાની અનુકૂળતા કરી આપી. તારો ઘણો ઉપકાર.” મદનમોહના બોલી, “આપની દશા તો જુઓ. કેવું કૃશ શરીર થઈ ગયું છે. ક્યાં ગયું તમારું એ પહેલાંનું રૂપ.” મુનિએ કહ્યું, “મારું રૂપ એવું ને એવું જ રહ્યું છે. તમે પણ ઓછાં રૂપવાન નથી.” મદનમોહના કહે, “ક્યાં તમારું રૂપ અને ક્યાં મારું. એક રૂપ તારક બને છે અને બીજું રૂપ ડુબાડનારું હોય છે. મારા રૂપને કારણે તો તમારા શરીરમાં જંજીરો પડી.” વ્યાકુળ અવાજે મદનમોહનાએ કહ્યું, “હું ગુનેગાર છું. મને મારું ઝાંઝર પાછું આપો. મને આ જંજીર પહેરાવો.” યુવાન સાધુ મદનમોહનાની વાત સાંભળીને હસીને આગળ વધી ગયા. મદનમોહના વિચારમાં ડૂબી ગઈ. એ ક્ષમા માગવાનો વિચાર કરે તે પહેલાં તો જંજીર રણકારીને મુનિ આગળ વધી ગયા. ધન અને રૂપ માનવીના ગર્વ લાગે છે અને એ ગર્વ જ માનવીના પતનનું કારણ બને છે. ધન અને રૂપ બંને સારે માર્ગે વપરાય તો સમાજને લાભ થાય છે. એનો ખોટો ઉપયોગ ઘણી હાનિ સર્જે છે. મદનમોહનાનું રૂપ મારક બન્યું, જ્યારે મુનિનું રૂપ તારક બન્યું. કથામંજૂષા ૧૨૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ કરી. એ તરફ સહેજે લક્ષ્ય આપ્યું નહીં. આચાર્યશ્રીને કહેવા માટે ઉત્સુક બનેલા મુનિરાજ એમની કહેવાની આતુરતાને કાબૂમાં રાખી શક્યા નહીં. તેઓ ફરી બોલ્યા, “અરે, જુઓ જુઓ, આવી પાંચ લાખના હીરાની આંગી આપે ક્યારેય જોઈ છે ખરી ?” આખરે આચાર્યશ્રી બુદ્ધિસાગરજીએ ટકોર કરતાં કહ્યું, “મુનિરાજ , પ્રભુની આંગી જોતી વખતે સાધુની નજર આંગી પર અટકવી ન જોઈએ. એની કિંમત પર થોભવી ન જોઈએ. બલકે, એની દૃષ્ટિ તો પ્રભુ પર કરવી જોઈએ. આવી આંગીનું હું અનુમોદન કરું છું, પરંતુ એ જોતી વખતે એ વિચારવાનું હોય કે આથી પણ વધુ કીમતી જર-ઝવેરાતનો પ્રભુએ પળવારમાં ત્યાગ કર્યો અને હું કેવો પામર કે આવા પદાર્થો પરની મારી આસક્તિ જતી નથી.” આચાર્યશ્રીની વાત સાંભળતાં જ મુનિરાજને સત્ય સમજાયું. ધર્મમાં ધનનો નહીં, બલકે ત્યાગનો પ્રભાવ છે. એ ત્યાગ હોય તો જ ધર્મ ટકે. અપરિગ્રહ હોય તો જ અહિંસા જીવે. પરિગ્રહ જેવી બીજી કોઈ હિંસા નથી. ભક્તિ વખતે ભાવનું મહત્ત્વ છે. ભક્ત અને ભગવાન વચ્ચેના સંવાદનું મહત્ત્વ છે. ૫૭. આંગીની શોભા સુરત શહેરમાં એક ધનિક સજ્જનના ઘર-દેરાસરમાં પૂજા ભણાવાતી હતી. પ્રભુની પૂજામાં એ ધનવાને મોંઘેરા હીરાની મનોરમ આંગી રચી હતી. એકસો આઠ ગ્રંથના રચયિતા, યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી પ્રભુ સમક્ષ ભાવવિભોર બનીને બિરાજમાન હતા. વાતાવરણમાં ચોતરફ ભક્તિનો રંગ ઊડતો હતો. પૂજા ભણાવનાર અંતરના ઉમંગથી પ્રભુ-સ્તુતિ કરતો હતો. આ સમયે આવી હીરાજડિત આંગીનાં વખાણ કરતાં એક મુનિરાજે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીને કહ્યું, “ઓહ, પ્રભુની મૂર્તિ પર કેવી મનોરમ આંગી સર્જી છે. આવી મનોરમ આંગી તો મેં ક્યારેય જોઈ નથી.” આચાર્યશ્રીએ મુનિરાજના અહોભાવ તરફ લક્ષ્ય આપ્યું નહીં. આથી મુનિરાજે ફરી આચાર્યશ્રીનું ધ્યાન દોરતાં કહ્યું, “અહો, આપને ખબર છે, આજે તો પાંચ લાખના હીરાની પ્રભુની આંગી થઈ છે.” આચાર્યશ્રીએ ફરી વાર મુનિરાજની વાત સાંભળી-ન સાંભળી 11 શ્રી મહાવીર વાણી it $જ્ઞાનરૂપી પ્રચંજ પવનથી યુક્ત, ઉત્તમ સમાધિ અને સંયમથી પ્રજવલિત તપ સાંસારિક કારણભૂત કમને અગ્નિ જેમ ઘાસ અને લાકડાંને ભસ્મ કરે છે એવી જ રીતે ભસ્મ કરી દે છે. શ્રી મોક્ષપાહુડ, ૩૪૭ કથામંજૂષા ૧૩) કથામંજૂષા છે131 Page #72 -------------------------------------------------------------------------- ________________ કરવી પડશે, પણ વળી એ સ્ત્રીને વિચાર આવ્યો કે આવી ઝંઝટ કરવી શા માટે ? બધે તપાસ કરવાની જરૂર શી ? આટલી મહેનત કરવાને બદલે મને મંત્ર આવડે છે, એ મંત્રથી જ મારું કામ કેમ સિદ્ધ ન કરું ? આ સ્ત્રીએ મંત્રનો પાઠ કર્યો. તરત જ દેવી ઉપસ્થિત થઈ. એણે આ સ્ત્રીને પૂછવું, “શું તારા પર કોઈ મહાસંકટ આવ્યું છે ? કોઈ જીવન-મરણનો સવાલ પેદા થયો છે ?” પેલી સ્ત્રીએ કહ્યું, “દેવી, એવું કંઈ મોટું સંકટ તો આવ્યું નથી. મારું વાછરડું ભાગી ગયું છે. એને લાવીને આ ખૂટે બાંધી આપો.” દેવીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ આચાર્ય ભદ્રબાહુ પાસે ગઈ અને બોલી, અરે મહારાજ ! આ તમે શું કરી નાખ્યું ? અમારી દશા તો જુઓ. આજે અમારે વાછરડું બાંધવું પડે છે અને કાલે શું થશે એની પણ અમને ખબર નથી.” સાચે જ આજે મંત્રનો ઉપયોગ વાછરડા બાંધવામાં થાય છે. માનવીની લિપ્સા અને લાલસાનું સાધન આ મંત્રો બન્યા છે, ગુનેગાર ગુનો કર્યા પછી નિર્દોષ છૂટવા માટે પણ મંત્રો અજમાવે છે. મંત્રની પાછળની ભાવના લોપાઈ ગઈ છે. માત્ર મુદ્ર ઇચ્છાઓ સંતોષવાનું સાધન બની રહ્યા છે. ક્યાંક તો મંત્રો જગતનાં તમામ દુ:ખ-દર્દો મિટાવવાને ચમત્કારી ઔષધિ હોય તેમ જણાય છે. તેનાથી જીવલેણ કૅન્સર પણ મટે અને પગનો વા પણ જાય. ધર્મ જ્યાં વેપાર બની બેઠો છે ત્યાં મંત્ર એ ચલણી નાણું બની ગયું છે. ૫૮. મંત્ર : ચલણી નાણું ? આચાર્ય ભદ્રબાહુ નામના એક મહાન આચાર્ય થઈ ગયા. એમનું જ્ઞાન અગાધ હતું તો એમની સાધના ગહન હતી. એક વેળાએ સમાજ પર આપત્તિ આવી. સંઘની આ આપત્તિ દૂર કરવા માટે આચાર્ય ભદ્રબાહુએ એક મહાન મંત્રની રચના કરી. શબ્દોમાં નવી શક્તિ મૂકી. શક્તિમાં સાધનાનું ઉમેરણ કર્યું, અને તેને પરિણામે આવા મહાન મંત્રની રચના થઈ, સંઘ પર આવેલું સંકટ દૂર થયું. વિધર્મીઓ મંત્રની શક્તિ આગળ માત થયા. એ પછી એક સ્ત્રી રસોઈ બનાવી રહી હતી. ઘરના કામમાં એટલી ડૂબેલી હતી કે બહાર બાંધેલું વાછરડું ભાગી ગયું તોય ખ્યાલ ન રહ્યો. - રસોઈ પૂરી કરી. આંગણામાં જોયું તો વાછરડું ન મળે. આ સ્ત્રી વિચારમાં પડી ગઈ કે હવે કરવું શું ? આજુબાજુ નજર કરી, પણ ક્યાંય વાછરડું દેખાય નહિ. મનમાં થયું કે હવે એને શોધવા જવું પડશે. ઠેર ઠેર તપાસ શ્રી મહાવીર વાણી | સર્વ દુઃખોના ક્ષયની ઇચ્છા રાખનાર પુરુષો સંયમ અને તપથી પુર્વકર્મોનો ક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮ : ૩૯ કથામંજૂષા ૧૩રો કથામંજૂષા ૧૩૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ h ૫૯. જ્ઞાનનો ગર્વ આભિક નામની નગરીમાં પુદ્ગલ નામનો તપસ્વી સાધક વસતો હતો. એનું તપ એવું કે સહુ કોઈને એની આત્મશક્તિ માટે આદર થાય. ક્યારેક ધોમધખતા તાપમાં ભરબપોરે બે હાથ ઊંચા રાખીને પુદ્ગલ તપ કરે, ક્યારેક વૃક્ષની જેમ સ્થિર ઊભો રહીને આકરું તપ કરે. એનું તપ અને ધ્યાન એવાં કે સહુ કોઈ એને આપોઆપ વંદન કરે. પુદ્ગલના આત્મામાં તપથી શુદ્ધિનો સંચાર થવા લાગ્યો. અજ્ઞાનનો અંધકાર દૂર થવા માંડ્યો અને જ્ઞાનનો પ્રકાશ અનુભવવા લાગ્યો. આ પુદ્ગલને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું. એને પરિણામે બ્રહ્મલોક સુધીનું વિશ્વ દેખાવા લાગ્યું. આ નવા અનુભવને કારણે પુદ્ગલના અંતરમાં પારાવાર આનંદ છવાઈ ગયો. એ તો હર્ષઘેલો બની ગયો અને કહેવા લાગ્યો કે તપ અને ત્યાગને પરિણામે એણે જગતનું સર્વજ્ઞાન જાણી લીધું છે. કોઈ લોક અજાણ્યું નથી કે કોઈ શાસ્ત્ર મુશ્કેલ નથી. એણે એના બ્રહ્મજ્ઞાનની વાતો કરવા માંડી. આ સમયે કથામંજૂષા ૧૩૪ ભગવાન મહાવીર આભિક નગરીમાં પ્રવેશ્યા. નગરમાં ઠેર ઠેર એક જ વાત થતી હતી. પરિવ્રાજક પુદ્ગલને બ્રહ્મલોક સુધીના વિશ્વનું દર્શન થયું છે. એવું અદ્ભુત દર્શન અને જ્ઞાન એને લાધ્યું છે કે જેની કોઈ વાત ન પૂછો. હવે પુદ્ગલ પરિવ્રાજકને માટે આખી દુનિયા એની જાણનો વિષય બની છે. જ્ઞાનનો પણ એક ગર્વ હોય છે. હર્ષઘેલો પુદ્ગલ ઊંડે ઊંડે આવા ગર્વને પોષવા લાગ્યો. પુદ્ગલના જ્ઞાનની વાત ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ સાંભળી. એમણે જિજ્ઞાસાથી ભગવાન મહાવીરને પૂછ્યું કે પુદ્ગલ પરિવ્રાજકને થયેલું દિવ્યજ્ઞાન એ શું બ્રહ્મલોક સુધીનું વિશ્વનું પૂર્ણ જ્ઞાન છે ? આ વાત સાંભળીને ભગવાન મહાવીરે કહ્યું કે એને જેટલું જ્ઞાન થયું છે તે બરાબર છે, પરંતુ તે પૂર્ણ જ્ઞાન નથી. જેટલા વિશ્વનું એને દર્શન થયું છે એથીય વધુ વિશ્વ છે, જેનો પુદ્ગલને ખ્યાલ નથી. પુદ્ગલ પરિવ્રાજકે ભગવાન મહાવીરની વાત સાંભળી. એને જાણ્યાનો ગર્વ હતો પરંતુ એની સાથોસાથ એના આત્મામાં નમ્રતા હતી. ભગવાન મહાવીરનાં આ વચનોએ એની નમ્રતાને સ્પર્શ કર્યો અને પુદ્ગલ પરિવ્રાજક વિનમ્ર બનીને ભગવાન મહાવીર પાસે ગયો. આ સમયે ભગવાન મહાવીરે પુદ્ગલ પરિવ્રાજકને કહ્યું, તમારાં તપ અને ત્યાગને કારણે તમને જ્ઞાન લાધ્યું છે, તમે જે જાણ્યું છે એનો આનંદ જરૂ૨ માણો, પરંતુ જેટલું જાણ્યું છે એના પરથી વધુ જાણ્યાનો ગર્વ ન રાખો. પુદ્ગલ પરિવ્રાજકને પોતાની ભૂલ સમજાઈ. એણે વિનમ્ર બનીને પ્રભુ મહાવીરને વંદન કર્યા. ફરી તપને માર્ગે આગળ ચાલવા લાગ્યો અને વધુ જ્ઞાનને માટે ઝંખના સેવવા લાગ્યો. 11 શ્રી મહાવીર વાણી ॥ જે જાણવાનું છે તે જ્ઞાન છે, જે જોવાનું છે (જે શ્રદ્ધેય છે) તે દર્શન છે અને જે પુણ્ય અને પાપનો પરિત્યાગ છે તે ચારિત્ર્ય છે. શ્રી મોક્ષપાડ ૩૭ કથામંજૂષા ૧૩૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ લ ૬૦. આતિથ્યનો આનંદ શ્રીદેવી કહે તો વિમલ મંત્રીની હું ઘરવાળી છું. ઘર મારું છે ને મારી વિનંતી છે કે ડાયરો જમીને જાય, ડાયરો કહે, ‘તો અમે ઝાઝા માણસો છીએ.” શ્રીદેવી કહે “એની ચિંતા નથી. ડહેલી વિશાળ છે અને દિલ પહોળું છે.' ભાટ-ચારણોનો ડાયરો રોકાયો, નાહ્યા-ધોયા પછી જમવા બેઠા. છૂટું ચૂરમું ને ઉપર વાઢીએ ઘી ! પીરસે શ્રીદેવી. ભાટ-ચારણો કહે, ‘બાપ ! ખમૈયા કર, અમારે પેટ છે, પાદર નથી.' શ્રીદેવી કહે, “ખમૈયા તો કરું પણ મારા પ્રશ્નનો ઉત્તર આપો તો !! ભાટ કહે, “પૂછો !' શ્રીદેવી કહે, ‘સંતાનોને મૂકીને મેવા-મીઠાઈ કોણ જમે ?” ભાટ વિચારમાં પડી ગયા. શ્રીદેવી કહે, ‘તમે જમ્યા ને તમારાં બાળક એમ ને એમ રહ્યાં. આ ન શોભે, તેડાવો એમને.' ભાટ કહે, ‘બે દિવસ લાગે.’ તો શ્રીદેવી કહે, ‘અહીં વાંધો નથી. ગામ આખાને કંઠ અને કહાણીની લહાણી કરજો.’ ભાટ રોકાયા, છોકરાં તેડાવ્યાં. ત્યાં તો મંત્રીશ્વર વિમલ આવ્યા. વિમલમંત્રી કહે, ‘શ્રીદેવીને બે દિવસ આપ્યા તો મને ચાર મળવા જોઈએ. પુરુષોએ પુરુષનો પક્ષ લેવો ઘટે.’ ભાટચારણો મોંમાં આંગળાં નાખી ગયા. મહેમાની તો વિમલ મંત્રીની ! મહામંત્રી વિમલની નામના ચારે દિશામાં હતી. બહુ નામના પણ સારી નહીં. ભલભલાના દિલમાં ઈર્ષા જગાડે. તેઓએ ભાટચારણોને તૈયાર કર્યા રે વિમલના શો ભાર ! હમણાં એની ખબર લઈ નાખીએ. વાતવાતમાં પાંચસો ને અગિયાર ભાટ વિમલ શાહને મળવા ચંદ્રાવતીને દ્વારે આવ્યા. ચંદ્રાવતી એટલે આરસની નગરી! વિમલમંત્રી બહારગામ હતા. રડતી હતી ને પિયરિયાં મળ્યાં ! ભાટ-ચારણો કહે કે હોશિયાર યજમાન ઘેર હોય જ નહીં. ચાલો. આ વખતે વિમલમંત્રીનાં પત્ની શ્રીદેવીએ તેમણે કહેવરાવ્યું કે ડાયરો બધા જમીને જાય. ડાયરો કંઈ માને ? શાણી શ્રીદેવીએ કહેવરાવ્યું કે ડાયરાએ જમીને જવું હોય તો જાય, ન જમવું હોય ને જવું હોય તો ભલે જાય, પણ મારા એક પ્રશ્નનો ઉત્તર આપતા જાય. આ ઘર કોનું? ડાયરો વિસ્મય પામ્યો. આગેવાને કહ્યું, ‘ઘર તો સ્ત્રીનું જ 11 શ્રી મહાવીર વાણી | ધર્મ જ એક એવું પવિત્ર અનુષ્ઠાન છે, જેનાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર ૧.૧.૪૦ થામંજૂષા ૧૩૬ કથામંજૂષા ૧૩૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયમાં માણસો પ્રાયઃ સરળ, પરંતુ જડ બુદ્ધિવાળા હતા. છેલ્લા તીર્થંકરના - એટલે આજના - માણસો પ્રાયઃ કુટિલ અને જડ બુદ્ધિવાળા છે. એટલે વિસ્તારથી આચારમાર્ગ સમજાવવા પાંચ વામ યોજ્યા છે.” બીજાથી તેવીસમા તીર્થંકરોના સમયમાં જીવન સરળ અને ચતુર હોય છે, થોડું કહીએ, તેમાં ઝાઝું સમજતા. એ માટે ચાર યામનો ધર્મ એમના વખતમાં રહ્યો.” ગણધર શ્રેષ્ઠ ગૌતમસ્વામીની વાત સાંભળીને કેશીકુમાર શ્રમણ વિચારમાં પડ્યા. એમને ખ્યાલ આવ્યો કે દરેક સમયને પોતાની આગવી માગ અને જરૂરિયાત હોય છે અને તેથી પોતાના સમયની જરૂરિયાત જોઈને ભગવાન મહાવીરે ચાર યામમાં પાંચમાં યામનું ઉમેરણ કર્યું હતું. એ સિવાય બીજું બધું તો સમાન છે તો પછી આ ભેદ શાને ? એ દિવસે ગૌતમસ્વામી અને કેશીકુમાર શ્રમણ બે જુદા પ્રવાહને બદલે એક પ્રવાહ બની ગયા. બંને સાથે મળીને ધર્મની પ્રભાવના કરવા લાગ્યા. કેશીકુમાર શ્રમણે પરિવર્તનને પારખ્યું અને એને સ્વીકારવાની વ્યાપકતા બતાવી, કારણ કે ધર્મ એ જોડનારું પરિબળ છે, જુદા પાડનારું નહીં. આજે ધર્મને નામે કેટલાય નાના નાના સંપ્રદાયો ઊભા થાય છે. જેમ સંપ્રદાય નાનો તેમ વધુ ઝનૂની. આ સમયે કોઈ ગુરુ ગૌતમસ્વામી અને કેશીકુમાર શ્રમણને યાદ કરશે ખરું? ૬૧. અનેકાંતનું ઐક્ય એક અજબ ઘટના બનતી હતી. ભગવાન પાર્શ્વનાથના શ્રમણોનું ને ભગવાન મહાવીરના શ્રમણોનું સંમેલન મળતું હતું. શ્રાવસ્તી નગરીના કોષ્ટક ચૈત્યમાં ભગવાન મહાવીરના પ્રતિનિધિ તરીકે ગૌતમ ગણધર આવ્યા હતા. શ્રાવસ્તી નગરીના હિંદુક ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથના કુમાર કેશીકુમાર શ્રમણ બિરાજતા હતા. પણ પોતાના સમુદાય સાથે ઊતર્યા હતા. તેઓ ભગવાન પાર્શ્વનાથના સંપ્રદાયના હતા. વૃદ્ધોનો આદર કરવા જ્ઞાની ગૌતમ સામે પગલે કેશી પાસે ગયા હતા. આ સંમેલનની ચર્ચા સાંભળવા અન્ય તીર્થિક અનેક સાધુઓ અને હજારો ગૃહસ્થો એકત્ર થયા હતા. કેશીકુમાર શ્રમણે ગૌતમને પ્રશ્ન કર્યો, “હે ગૌતમ ! ભગવાન મહાવીર ને ભગવાન પાર્શ્વનાથનો મુક્તિમાર્ગ સમાન છે, પછી તેમના ધર્મમાર્ગમાં ભેદ કેવા ? ભગવાન પાર્શ્વનાથ ચાર ધામવાળા ધર્મની પ્રરૂપણા કરે છે, ને ભગવાન મહાવીર પાંચ યામવાળા ધર્મની.” ગણધર શ્રેષ્ઠ ગૌતમસ્વામી બોલ્યા, “પૂજ્ય ! આ ભેદ બુદ્ધિના છે. જેવી બુદ્ધિના માણસ તેવી બુદ્ધિશાળી પ્રરૂપણા. કથામંજૂષાઋ૧૩૮ | શ્રી મણવીર વાણી | ભયાકુલ પ્રાણીને માટે શરણની પ્રાપ્તિ શ્રેષ્ઠ નિવડે છે. તેવી રીતે પ્રાણીઓ માટે ભગવતી અહિંસાનું શરણ વિશેષ હિતકર છે. શ્રી પ્ર વ્યાકરણ સૂત્ર, ૨, 1 કથામં પા૩િ૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ h ૬૨. સર્વ જીવો પ્રત્યે કરુણા રાજગૃહી નગરીમાં નવો પ્રકાશ ફેલાયો હતો. જ્યાં એક સમયે હિંસાનો દાવાનળ ફેલાયો હતો, ત્યાં હવે અહિંસાની ભાવના સર્વત્ર ગુંજતી હતી. અગાઉ પ્રાણી કે માનવીને મારવામાં વીરતા કે મહત્તા પ્રગટ થતી હતી. તેને બદલે હવે પ્રજામાં નાનામાં નાના પ્રાણી કે જીવજંતુની હત્યા કરનાર તરફ અણગમો જાગ્યો હતો. એક સમયે પ્રાણીઓને પીડવામાં પરાક્રમ લેખવામાં આવતું હતું. એને બદલે હવે પ્રાણીની પીડાની વેદના નગરજનો અનુભવતા હતા. કાલૌકરિક એ રાજગૃહ નગરીનો સહુથી મોટો કસાઈ હતો. એના કસાઈખાનામાં રોજ સેંકડો પાડાઓને ક્રૂર રીતે મારવામાં આવતા હતા. આવી હિંસા જોઈ ભગવાન મહાવીરના પરમ અનુયાયી શ્રેણિકનું હૃદય કંપી ઊઠ્યું. એણે તત્કાળ કાલૌકરિકને બોલાવ્યો. રોજ મોટા છરાથી અસંખ્ય પાડાઓ મારતો કાલૌકરિક સમ્રાટ શ્રેણિક પાસે હાજર થયો. સમ્રાટે કહ્યું, “કાલૌકરિક ! તું મારા રાજ્યનું કલંક છે. હું અહિંસાનું થામંજૂષા ૧૪૦ પાલન કરું અને તું રોજ સેંકડો પાડાને નિર્દયતાથી હણી નાખે તે કેવું કહેવાય ? મારે આ મહાન રાજગૃહ નગરીની શરમ મિટાવવી છે, આથી તું પાડા મારવાનું છોડી દે. એના બદલામાં તને હું અઢળક ધન આપીશ." કાલૌકરિક વિચારમાં પડી ગયો. છેક બાળપણથી એ કસાઈખાનામાં કામ કરતો હતો. આ કામ એ એકાએક કઈ રીતે છોડી દે ? એને માટે હવે પાડાઓની કતલ, એ કોઈ ધંધો કે રોજગાર નથી પણ એના સંસ્કાર બની ગયા હતા. પાડાને માર્યા વગર તે કઈ રીતે જીવી શકે ? કતલ કરવાની બંધ કરે, તો બીજું શું કામ કરે ? કાલૌકરિકે વિચાર્યું કે જો સમ્રાટ પાસેથી સંપત્તિ લઈને એ આ કામ બંધ કરી દેશે તો સાવ નવરોધૂપ બની જશે, પછી દિવસ ગાળશે કઈ રીતે ? કામ કર્યા વિના રાત્રે ઊંઘ આવશે કઈ રીતે ? કાલસૌકરિકે નમ્રતાથી સમ્રાટને પોતાની અસમર્થતા કહી. સમ્રાટ શ્રેણિકને મહાઅપમાનનો અનુભવ થયો. આ તે કેવો માનવી કે જે સમ્રાટની આજ્ઞા શિરે ચઢાવતો નથી. રાજગૃહીની આબરૂ માટીમાં મેળવે છે. સમ્રાટ શ્રેણિકે એને તત્કાળ કેદ કરવાનો હુકમ કર્યો અને કાલૌકરિકને અંધક્ષમાં નાખી દીધો. સમ્રાટ શ્રેણિકના આનંદનો પાર ન રહ્યો. એણે અત્યંત હર્ષ સાથે ભગવાન મહાવીર સમક્ષ નિવેદન કર્યું, “પ્રભુ ! મેં કાલૌકરિક પાસે પાડા મારવાનું છોડાવી દીધું. પાડાઓની હત્યા બંધ કરવા એ તૈયાર નહોતો, પણ મેં એને અંધક્ષમાં નાખ્યો. હવે એ પાડાઓ શી રીતે મારશે ?” ભગવાન મહાવીરે કહ્યું, “માત્ર દંડથી, બળથી કે કેદથી વ્યક્તિના ચિત્તના પ્રગાઢ સંસ્કાર બદલી શકાતા નથી. કાલૌરિકનું હૃદયપરિવર્તન થાય, તો જ એ પાડાઓને મારતો અટકે." સમ્રાટ શ્રેણિકે કહ્યું, “અરે, હવે એ પાડાઓને કઈ રીતે મારી શકશે ? શું આપ કહો છો કે એ અંધકૂપમાં પણ પાડાઓ મારતો હશે ?” ભગવાન મહાવીરે કહ્યું, “હા, અંધકૂપની ભીની માટીમાંથી પાડો બનાવીને કથામંજૂષા ૧૪ ૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ એ આખો દિવસ માટીનો પાડો મારતો હશે !” સમ્રાટ શ્રેણિક અંધકૃપ પાસે ગયા અને જોયું કે કસાઈ કાલસૌકરિકે મારેલા માટીના પાડાઓ પડ્યા હતા. એના તરફ દૃષ્ટિ કરી ત્યારે કાલસૌ કરિકે પોતાના કુર હાથ વડે એક માટીના પાડાની ગરદન કાપતો હતો. સમ્રાટ શ્રેણિકને ખ્યાલ આવ્યો કે બળજબરીથી, રાજદંડના ભયથી કે કારાવાસની કોટડીથી હિંસા છોડાવી શકાતી નથી. હિંસા છોડાવવા માટે તો હૃદયપરિવર્તન થવું n જોઈએ. સેંકડો વર્ષ પૂર્વે બનેલી આ ઘટના આજે ભુલાઈ ગઈ છે. આજે જીવ બચાવવાની કે પ્રાણી છોડાવવાની વાત થાય છે, પણ હિંસકના હૃદયપરિવર્તનનો કોઈ વિચાર કરતું નથી. માત્ર જીવ છોડાવવાની રકમ આપે કશું વળતું નથી. પરંતુ કસાઈના હૃદયમાં જીવ તરફની કરુણા જાગે, તો જ જીવની હત્યા અટક અને અહિંસાનો પ્રકાશ ફેલાય. ૬૩. પ્રજાનાં આંસુ આજથી નવસો વર્ષ પહેલાંનો એ સમય હતો. ગુજરાતની જાહોજલાલીનો એ સુવર્ણયુગ હતો. સોલંકી વંશના સૂર્યસમાન જયસિંહ સિદ્ધરાજે થોડા સમય પહેલાં આ જગતની વિદાય લીધી હતી અને સમ્રાટ કુમારપાળનું શાસન પ્રવર્તતું હતું. સમ્રાટ રોજ રાત્રે વેશ બદલીને નગરચર્ચા કરવા નીકળે. પ્રજાનાં દુઃખો જાણે. એમની ભાવના સમજે. રાજની વ્યવસ્થાનો ખ્યાલ મેળવે. સમ્રાંટે કુમારપાળે એક ઘરના ખૂણામાં બેસીને સ્ત્રીને ચોધાર આંસુએ રડતી જોઈ. તપાસ કરતાં જાણ થઈ કે આ સ્ત્રીનો પતિ અવસાન પામ્યો હતો. વિશેષ તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે એના ભવિષ્યની ભારે ચિંતા હતી. આવતીકાલે જીવનનો નિર્વાહ કેવી રીતે કરશે એની ફિકર સતાવતી હતી. છૂપા વેશમાં રહેલા સમ્રાટે કુમારપાળે એ યુવાન વિધવા નારીને કહ્યું, અરે, આટલું બધું આકંદ શાને કરો છો ? શું તમારી સંભાળ રાખનાર કોઈ જ નથી.’ કથામંજૂષા ૧૪૩ 1 શ્રી મહાવીર વાણી | જે રીતે અગ્નિ જીર્ણ અને શુષ્ક લાકડાંઓને જોત જોતામાં બાળી દે છે એ જ રીતે આત્મનિષ્ઠ અને સ્નેહ રહિત જીવ તપ દ્વારા કમને જોતજોતામાં બાળી નાખે છે. શ્રી આચારાંગ સૂત્ર ૧, ૪ (૩) : ૩૩ કથામંજૂષા ૧૮૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ વિધવા યુવતીએ છલકાતાં આંસુવાળી આંખે કહ્યું, “અરે ધન તો મારી પાસે છે. પરંતુ એ ધન તો રાજ ખૂંચવી લેશે. પછી મારું શું ? આ સંપત્તિ એ તો રાજભંડારની સંપત્તિ બનશે. વિધવાની આંખમાં તો આંસુ અને મુખમાં આહ જ રહેશે.' ‘એમ કેમ ?” છૂપા વેશમાં રહેલા સમ્રાટે પૂછવું. ‘આનું કારણ છે આ રાજનો કાયદો. જે વ્યક્તિ ગુજરી જાય અને એની પાછળ કોઈ વારસ ન હોય તો તેવું અપુત્રિયા ધન રાજ લઈ લે છે અને પોતાના ખજાનામાં રાખી લે છે. આથી હવે મને મારા ગુજરાનની ચિંતા છે. એક તો અનાથ બની અને એમાં વળી નિર્ધનતા આવી !” છૂપા વેશમાં રહેલો સમ્રાટ કુમારપાળ ચૂપચાપ ચાલી નીકળ્યો. એ મનોમન વિચારવા લાગ્યો કે રાજનું કામ નિરાધારને આધાર આપવાનું છે કે પછી નિરાધારને નિર્ધન બનાવવાનું છે ! રાજને ગમે તેટલી ખોટ આવે તો પણ આવો કાયદો ચાલે નહીં. કાયદો પ્રજાનાં આંસુ લૂછવા માટે છે, આકંદ માટે નહીં. સમ્રાટ કુમારપાળે અપુત્રિયા ધનનો કાયદો દૂર કરવાનો નિર્ણય કર્યો. ત્યારે ઘણા દરબારીઓએ કહ્યું કે આને પરિણામે તો રાજભંડારને થતી આવકમાં ઘણું મોટું નુકસાન થશે. રાજ્ય ઘણી મોટી રકમ ગુમાવવી પડશે. સમ્રાટ કુમારપાળ પોતાના નિર્ણયમાં મેરુ શિખરની માફક અચળ રહ્યા અને કાયો દૂર કર્યો. ૬૪. મહાજનની સૂઝ ગુજરાતના રાજ સિંહાસન પર બે ઘટનાઓ સદાય ઊથલપાથલભરી બનતી હતી. કોઈ રાજા સિંહાસન પર આરૂઢ થાય ત્યારે કેટલાય કાવાદાવા ખેલાતા હતા. કોઈ રાજ મેળવવા પ્રપંચ આદરે, કોઈ થનારા રાજાની કાન ભંભેરણી કરે તો કોઈ વળી પ્રધાન કે સેનાપતિને સાથમાં લઈને રાજ પલટાનો પ્રયાસ કરે. રાજને માટે બીજો કપરો કાળ તે રાજાના અવસાનનો ગણાતો હતો. રાજા બીમાર પડે ત્યારથી પ્રપંચ શરૂ થાય. અવસાન થાય ત્યારે પરાકાષ્ઠાએ પહોંચે. ગુજરાતના સિંહાસન પર રાજા કર્ણદેવનું રાજ ચાલતું હતું. કર્ણદેવ એકાએક બીમાર પડ્યા, બાળક જયસિંહનો એકાએક રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજમાતા મીનળદેવી નાના પુત્રને લઈને પતિના અવસાન નિમિત્તે યાત્રાએ નીકળ્યાં. ત્રેપન ઘાટે ફર્યા, બાવન તીર્થ પૂજ્યાં. યાત્રા કરીને પાટણ પાછાં ફર્યા ને જોયું તો શહેરના દરવાજા એમના માટે બંધ હતા. પાટણમાં ભારે રાજખટપટ ચાલતી હતી. કોઈએ કહ્યું કે મીનળદેવી તો કર્ણાટકની છે. જયસિહ નાનો છે. પરદેશી રાજમાતાનું રાજ કથામંજૂષા૧૪૫ 1 શ્રી મણીર વાણી | રાજન, એક ધર્મ જ રક્ષણ કરનાર છે, એના સિવાય સંસારમાં કોઈ પણ મનુષ્ય રક્ષક નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૪, ૪૦ કથામંજૂષા Page #79 -------------------------------------------------------------------------- ________________ on જ ; કે ગુજરાત કઈ રીતે સાંખી શકે ? કોઈએ કહ્યું કે ગમે તે થાય પણ મીનળદેવીને પાટણમાં પ્રવેશ આપી શકાય નહીં. વખત વીતતો ચાલ્યો. પાટણના ગઢના દરવાજા બંધ રહ્યા. આખરે થાકેલી મીનળદેવી ગામની બહાર આવેલી ધર્મશાળામાં રાતવાસો રહેવા જતી રહી. વખત વખતને માન હોય છે. મીનળદેવી આજે નિરાધાર હતી. એની સાથે યાત્રાએ ગયેલ મુંજાલ મહેતાથી પણ કશું થઈ શકે તેમ નહોતું. એવામાં મીનળદેવીને ઉદયન મંત્રીનો વિચાર આવ્યો. એમણે ઉદા મહેતાને ચિઠ્ઠી લખીને કહેવરાવ્યું કે આજે ભાઈના પ્રેમની ખરી પરીક્ષા છે. બહેનની આબરૂ જવા બેઠી છે, કંઈક કરો. પાટણમાં રહેતા ઉદા મહેતાને ચિઠ્ઠી મળી. તેઓ તરત પાટણના મહાજન પાસે ગયા. એ જમાનામાં મહાજનની હાક વાગતી, મહાજન પાસે બુદ્ધિ, બળ અને ધન ત્રો હતાં. જ્યાં ધન વાપરવાની જરૂર હોય ત્યાં ધન વાપરી જાણતા. જ્યાં તલવાર ચલાવવાની જરૂ૨ હોય ત્યાં તલવારના દાવપેચ બતાવી જાણતા. મહાજન એકઠું થયું. ઉદા મહેતાએ પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. ઉદા મહેતાની વાતનો વિચાર કરીને મહાજને ઠરાવ કર્યો. | ‘આજનો સમય કપરો છે. બીજાને રાજ કાજ સોંપાય નહીં. દંડનાયક મદનપાળ રાજમાતા મીનળ સાથે રહીને રાજવહીવટ ચલાવે.’ મહાજનની તાકાત એટલી કે એની સામે થવાની કોઈની હિંમત નહીં, ભલભલા ચમરબંધીને પણ માથું નમાવવું પડે. રાજમાતા મીનળદેવીના વિરોધીઓના હાથ હેઠા પડ્યા. પાટણના કિલ્લાના દરવાજા ખૂલ્યા, એમના પ્રવેશનો ઉત્સવ ઊજવાયો. ઉદા મહેતાની હિંમત અને આવડત પર મીનળદેવી ખુશ થયાં. એમણે મૂળ મારવાડના ઉદા મહેતાને કર્ણાવતીના નગરશેઠ બનાવ્યા. ૬૫. હૃદયપલટો સાડા ત્રણસો વર્ષ પૂર્વેની આ કથા છે. એ સમયે ગુજરાતનો દરિયાકાંઠો ગુજરાતી વેપારીઓની કાબેલિયતથી જગતમાં ગાજતો હતો. વાજિયા શેઠનાં વહાણો સાગર પર સામ્રાજ્ય ધરાવતાં હતાં. વાજિયા શેઠ સાગરની સફર માટે વહાણો તૈયાર કરતા હતા, ત્યારે તેમના મુનીમે જાણ કરી કે દરિયામાં કચ્છકાઠિયાવાડના સંધાર, જત અને મેર લોકોએ દરિયામાં ભારે ડર ઊભો કર્યો છે. અરબી અને ફિરંગી ચાંચિયાઓ સાથે એ ભળી ગયા છે. વાજિયા શેઠ આનો સામનો કઈ રીતે કરવો એનો વિચાર કરે છે, ત્યાં તો કપ્તાન વીજરેલનાં વહાણો દેખાયાં, ચાંચિયાઓને નાથવામાં કપ્તાન વીજ રેલ જાણીતો હતો. એણે હજારો ચાંચિયાઓનો ઘાણ કાઢચો હતો અને દરિયાઈ લડાઈમાં ભલભલાને શરણે લાવ્યો હતો. એના શૌર્યચિહ્ન રૂપે જાણે એના દેહ પર કેટલાય થા દેખાતા હતા. કપ્તાન વીજ રેલ વાજિયા શેઠ પાસે આવ્યો અને કહ્યું, ‘શેઠ, આજે તો સાગરના સાવજને પકડીને લાવ્યો છું. સાગર | શ્રી મહાવીર વાણી | અસ્તેય વ્રતમાં નિષ્ઠા રાખનાર વ્યક્તિ કોઈની અનુમતિ વિના ત્યાં સુધી કે ધંત ખોતરવા એક તણખલું પણ લેતો નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૯, ૨૮ કથામંજૂષા ૧૪૬ કથામંજૂષા ૧૪૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ 'n પર ચલના ખોજગીએ ચાંચિયાગીરી કરીને ચોતરફ ત્રાસ વર્તાવ્યો હતો. હવે એને મુશ્કેટાટ પકડીને લઈ આવ્યો છું. ગોવાની સરકારે ખોજગીને એક લાખ લ્યાહેરી(રૂપાના સિક્કા)નો દંડ કર્યો છે. એમ પણ કહ્યું છે કે જો દંડ ન ભરે તો દસમા દિવસે એને દેહાંતદંડ આપવો.” પડછંદ કાયાધારી ખોજગીને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. એણે વાજિયા શેઠને જોયા. આ શાહ સોદાગર પાસે ચાંચિયાએ દયાની યાચના કરી. વાજિયા શેઠમાં ક્ષત્રિય અને વીરત્વ બંને હતાં. એમની આંખોમાં દયાનો ભાવ જોઈ કપ્તાન વીજરેલે કહ્યું, ‘જોજો, આને દયા ન કરશો. એનો ભરોસો શું ? આજ વચન આપે અને આવતીકાલે ફરી જાય તો ?” વાજિયા શેઠે કહ્યું, ‘પાપીને પણ દિલ હોય છે, ગમે તેવા વેરાન દિલમાં પણ ક્યારેક લાગણીના અંકુરો ફૂટતા હોય છે. એ સમયે માનવીના હૃદયમાં સાચો ભાવ જાગી જાય તો એ પલટાઈ જાય. ધારો કે એ ખોટું વચન આપીને છેતરપિંડી કરે તો આપણે પણ ક્યાં પાછા પડીએ એવા છીએ ? ફરી વાર એની સાથે જંગ ખેલીને જેર કરીશું.' કપ્તાન વીજ રેલ હજુ વિચારમાં હતો, વાજિયા શેઠે કહ્યું, ‘જુઓ, આ આઠ દિવસ પર્વને કારણે આપણું વહાણવટું બંધ છે. પર્વના દિવસોમાં પાવન કામ કરી લઈએ. આ તો ક્ષમા માગનારને ક્ષમા આપવાની તક ઊભી થઈ છે. એમ કહે છે. કે આ પર્વના દિવસે એક ગણું દાન આપો તો સો ગણું પુણ્ય મળે. ગોવા સરકારનો એક લાખ લ્યાહરી (રૂપાનો સિક્કા)નો દંડ મારી પાસેથી લઈ જજો. પણ આજે આને મુક્ત કરો.' કપ્તાન વીજવેલ વાજિયા શેઠની ઉદારતાને જોઈ રહ્યા. આને પરિણામે ચૌલાના ખોજગીએ ચાંચિયાગીરી છોડીને વહાણવટાનો ધંધો શરૂ કર્યો. એણે હરામના હજાર છોડી હલાલનો એક ખાવાનો નિર્ધાર કર્યો. એ દિવસથી ખોજગીનું અંતર બદલાઈ ગયું. ૬૬. ત્રાજવું અને તલવાર અરવલ્લીની અંધારી બનેલી ટેકરીઓ પર, ભાલા હાથમાં રાખીને ઊભેલા રાણા પ્રતાપના મનમાં શહેનશાહ અકબરનો સંદેશો ઘૂમરાતો હતો. શહેનશાહ અકબરે રાણા પ્રતાપને કહ્યું હતું કે દિલહી દરબારમાં તમારા માટે મન ચાહ્યું અને મોંમાગ્યું આસન તૈયાર છે. બીજી બાજુ વેરાન જંગલ, ખાવાના સાંસા અને એમાં પોતાની બાળકીનું ભૂખના દુ:ખે થતું રુદન રાણા પ્રતાપને સંભળાતું હતું. રાણા પ્રતાપે અડીખમ ઊભેલા અરવલ્લી પર્વત પર દૃષ્ટિ ફેરવી. બાજુમાં સ્વતંત્રતાથી વહેતા ઝરણા પર આંખો સ્થિર કરી. દિલ્હીના શાસન સામે સ્વાતંત્ર્ય-યુદ્ધની રાણાએ ઉદ્ઘોષણા કરી હતી. શહેનશાહ અકબરે પોતાની વાતનો તિરસ્કાર કરનારા રાણા પ્રતાપને મિટાવી દેવા દિલ્હીથી પ્રચંડ લશ્કર મોકલ્યું. રાણા પ્રતાપ માટે મેવાડ છોડીને સિંધમાં ચાલ્યા જવાની ઘડીઓ ગણાઈ રહી હતી. એમણે માલ-અસબાબ બાંધવા માંડ્યો આ વખતે એક વણિક નર મારતે ઘોડે આવ્યો અને એણે કહ્યું, ‘રાણાજી, દેશનો સૂરજ અસ્ત થવા નહિ દઉં, શું ખપે ?” કથામંજૂષા ૧૪૮ કથામયા ૧e Page #81 -------------------------------------------------------------------------- ________________ ‘ધન, આજ ધનથી ધર્મ ટકશે. સૈનિકો માટે શસ્ત્ર, વસ્ત્ર ને અન્ન જોઈએ, અને એ આણવા માટે ધન જોઈએ.' ‘રાણાજી ! દરેક દેશવાસીનો દેહ જેમ રાષ્ટ્રની મૂડી છે, એમ દરેક દેશવાસીની માલમત્તાનું માલિક આખરે તો રાજ્ય છે. મારી પાસે પૂરતું ધન છે. આપ સ્વીકારો!' ‘પણ ભામાશા ! મને તો અપાર ધન ખપે. કેટલું ધન છે તમારી પાસે ? સાત સાત પેઢીનું સંઘરેલું ધન ! સાવરણીની સળીથી લઈને સ્ત્રીના સૌભાગ્યકંકણ સુધીનું સર્વસ્વ આપને સમર્પણ !' વણિક નર ભામાશાએ કહ્યું. એમાં આવેશનો જરાય અંશ નહોતો. પોતે મોટું દાન કરે છે એવો કોઈ ગર્વ નહોતો, માત્ર ફરજ અદા કર્યાનો ભાવ હતો. ‘ધનની ખૂબ જરૂ૨ છે. સામે દિલ્હીપતિ જેવો દુશ્મન છે.’ ‘રાણાજી ! અડસટ્ટે પચીસ હજાર સૈનિકોને ૨૦ વર્ષ નભાવી શકાય તેટલું ધન મારી પાસે છે અને પછી આ ઝોળી છે. રાષ્ટ્ર માટેની ભીખમાં કદી ભૂખ હોતી નથી. અઢાર કરોડની આ સંપત્તિના ધન સાથે આત્મદાન પણ કરું છું. સેવકને ત્રાજવું ને તલવાર બંને ઝાલતાં આવડે છે.’ ‘શાબાશ ભામાશા ! પડતા ભાણને ઉધ્ધાર્યો એક કવિએ અને એક વિણકે ! આ રાષ્ટ્ર અને મારા શૂરા સરદારો તમારા સદાના ઋણી રહેશે. મેવાડના યશલેખ લખાશે ત્યારે તમારો યશ પહેલાં ગવાશે. તમે તમારા રાણાને અને રાષ્ટ્રને પડતાં ઉદ્ધાર્યાં છે !' એ સાંજ આ અર્પણ જોઈને નકરું સોનું વરસાવતી આથમી ગઈ. ઇતિહાસ કહે છે કે ભામાશાએ સંપત્તિનું દાન તો આપ્યું પણ એથીય વધુ લડાઈના મેદાનમાં રાણા પ્રતાપ સામે રણજંગ ખેલી જાણ્યો. 11 શ્રી મહાવીર યાણી 11 જો મતિમાન સાધક સત્યની આજ્ઞામાં સદા તત્પર રહે છે, તો માર અર્થાત્ મૃત્યુના પ્રવાહને પાર કરી જાય છે. શ્રી આચારાંગ સૂત્ર, ૧, ૩, ૩ કથામંજૂષા૧૫૦ ૬૭. માનવતાનો મુગટ વિ. સં. ૧૩૧૪ અને ૧૩૧૫માં ત્રણ વર્ષનો કારમો દુકાળ દેશ પર પડ્યો. આ દુકાળના ખપ્પરમાં માણસો અને પશુઓ હોમાવા લાગ્યાં. લોકો કણ કણ અનાજ માટે તરફડતા હતા. માતા સંતાનોને વેચીને મૂઠી અનાજ મેળવતી હતી. આવી કારમી પરિસ્થિતિમાં જગડૂશાહે પોતાના અન્નભંડાર ખુલ્લા મૂકી દીધા. સામાન્ય માનવી આવે સમયે નફાનો વિચાર કરે જ્યારે જગડૂશાહે માનવતાની ચિંતા કરી. માનવતા કોઈ જાતને જ જુએ, નાતને ન જુએ, અમીર કે ગરીબનો ભેદ ન પાડે, એની દૃષ્ટિ તો માત્ર માનવ પર જ હોય. જગડૂશાહના અન્નભંડારમાંથી ગરીબ અને અમીર, ઊંચ અને નીચ સહુને અનાજ મળવા લાગ્યું. આ સમયે કેટલાય રાજાઓ દાનવી જગરૂશાહ પાસે દોડી આવ્યા. એમણે કહ્યું, ‘અમારા રાજનો અન્નભંડાર ખાલીખમ થઈ ગયો છે. રૈયત અનાજ વિના ટળવળે છે. પ્રજાનું દુઃખ કથામંજૂષા ૧૫૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ અમારાથી જોયું જતું નથી. તમે સહુને સહાય કરો છો તો અમને પણ સહાય કરો.' જગડુશાહે કહ્યું, ‘આ અનાજ રાજાઓ માટે નથી, અમીરો માટે નથી, આ અનાજ તો ગરીબોનું છે. ગરીબો પણ એવા કે જેમને અનાજ વિના જીવવું દોહ્યલું બન્યું છે. ભૂખથી ટળવળનારા એવા લોકો હોય છે કે કદાચ અન્ન વિના સાંજના સૂર્યાસ્ત પ્રાણત્યાગ કરી દે.' રાજાઓએ જગડૂશાહને કહ્યું કે તેઓ આ અન્ન આવી વ્યક્તિઓને જ આપશે. ગરીબમાં ગરીબ માણસોના મુખમાં એ અનાજનો કોળિયો જશે એવી ખાતરી આપી. જગડુશાહનો અન્નભંડાર આમજનતા માટે ખુલ્લો મુકાયો. એમણે ઠેર ઠેર અન્ન આપતી દાનશાળાઓ ખોલી. એકસ ને બાર જેટલાં સ્થળોએ ચાલતી દાનશાળામાંથી દુષ્કાળથી પીડિત લોકો અન્નદાન મેળવતા હતા. જગડુશાહે આઠ અબજ અને સાડા છ કરોડ મણ અનાજ અનૂની દાનગંગામાં વિનામૂલ્ય વહાવી દીધું. હજારો ગરીબોના મોતના મુખમાંથી ઉગારો થયો. કારમો દુકાળ પાર થયો. આ દાનવીર જગડુશાહ મૃત્યુ પામ્યા ત્યારે ખુદ દિલ્હીના બાદશાહે માથા પરથી મુગટ ઉતાર્યો હતો, કારણ કે એ દિવસે માનવતાના મુગટે આ દુનિયાની વિદાય લીધી હતી. દેશના ઇતિહાસમાં દાનવીર જગડુશાહ દાનેશ્વરી તરીકે તો વિખ્યાત બન્યા, પરંતુ એથીય વિશેષ મહાન માનવતાવાદી તરીકે પૂજાયા હતા. માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે. શ્રી મહાવીર વાણી | જે વ્યક્તિ દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, એ બ્રહ્મચારીના ચરણોમાં દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર એ બધા નમસ્કાર કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, 16, 13. કથામંજૂષા ૧પર)