SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ એ મરુભૂતિને ધસમસતો આવતો જોઈને મુનિનું એક રૂંવાડુંય ફરક્યું નહીં. અરે, આંખની પાંપણ પણ ઊંચી કરી નહીં. મરભૂતિ સાવ નજીક આવ્યો. મુનિની કરુણાભીની આંખો એના પર મંડાઈ. પહાડ જેવો હાથી મુનિરાજની નાની તારલિયા જેવી આંખો જોઈને શાંત થઈ ગયો. આંખોમાંથી વરસતું મૈત્રીનું તેજ મરુભૂતિના ક્રોધને ઓગાળી ગયું. કરુણાભરી આંખો એ મરુભૂતિની ભીતરમાં ક્યાંક છુપાયેલી પ્રેમની લાગણીને સ્પર્શી ગઈ. વંટોળિયાની માફક ધમસમતો મરુભૂતિ શાંત બનીને ઊભો. મુનિની આંખોની વાણી મરુભૂતિ પામી ગયો. મુનિની નજર કહેતી હતી, “મરુભૂતિ ! પારકાનો જીવ લેનારું પરાક્રમ કરવા કરતાં તારો પોતાનો જીવ અર્પણ કરે તેવું પરાક્રમ કર.” મભૂતિનું મન બદલાઈ ગયું. ભય જગાવનારને અભયનો પરિચય થયો. જે સિંહને સુંઢમાં લઈને ફંગોળતો હતો એ હવે ચાલતી વખતે કીડી પણ ન ચગદાય એવી સંભાળ લેવા લાગ્યો. કેટલાક ભવ બાદ આ મરુભૂતિ ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ બન્યા. * ૪૭. અભયની ઓળખ પુષ્પકમળ નામના વનમાં મરુભૂતિ નામનો ભયાવહ હાથી વસતો હતો. ભલભલા સિંહ અને વાઘ એની શક્તિ આગળ ડરતા હતા. મદઝરતો મરુભૂતિ પોતાની માનીતી હાથણી વરુણા સાથે સ્નાન કરવા પાણીમાં પ્રવેશ કરતો ત્યારે એની પાછળ મસ્ત બનીને ડોલતા અનેક હાથીઓ કીડા કરવા ઝંપલાવતા. આ સમયે જાણે સરોવરના પાણીમાં કાળા પહાડ ચાલતા હોય તેવું લાગતું. સરોવરના કિનારે સાગરદત્ત નામના સાર્થવાહની પોઠો પડી હતી. મરુભૂતિને થયું કે આ જ લોકો હાથીઓને લલચાવી સાંકળે બાંધીને ગુલામ બનાવે છે. ભયંકર ક્રોધથી મરુભૂતિ ધસી આવ્યો અને બધા જીવ લઈને ભાગી છૂટ્યા. સરોવરની નજીક એક વૃક્ષ નીચે અરવિંદ નામના મુનિ ધ્યાનસ્થ દશામાં હતા. તેઓને સ્થિર બેઠેલા જોઈને ઝનુનથી સર્વનાશ કરવા ધસમસતો હાથી મરુભૂતિ એકાએક થોભી ગયો. જેનો ગુસ્સો જોઈને પશુ હોય કે પ્રાણી, સહુ કોઈ નાસી છૂટતાં 11 શ્રી મહાવીર વાણી જે પરદ્રવ્યથી વિમુખ રહીને તથા સુયોગ્ય ચારિત્ર્યથી યુક્ત બનીને આત્મદ્રવ્યનું ધ્યાન રાખે છે તેઓ જિનવર ભગવાનના માર્ગમાં સંલગ્ન રહીને મોક્ષ પ્રાપ્ત કરે છે. શ્રી મોક્ષપાહુડ ૧૯ કથામંજૂષા ૧ ૧૦. કથામંજૂષા છેf ૧૧
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy