________________
વંટોળિયાના વેગે ધસી આવ્યા અને રાજા ગર્દભિલ્લને પકડ્યા.
આવા રાજાને તો મોત સિવાય બીજું શું મળે ? યોદ્ધા કાલકે આ રાજાને ઊંચક્યો. એમનો હેતુ જોશભેર પૃથ્વી પર પટકીને એમના પ્રાણ લેવાનો હતો, પરંતુ એકાએક એક હાડપિંજર જેવી યુવતી ધસી આવી. સાવ કંકાલ જેવી સ્મશાનમાંથી કોઈ વૃદ્ધાનું શબ જાગ્યું હોય તેવી. અરે ! આ તો એમની બહેન સરસ્વતી હતી. એની દુર્દશા જોઈને કાલકનો ક્રોધ વધ્યો. આંખોમાંથી આગ ઝરવા લાગી. બાહુમાં બદલાનું બળ આવ્યું અને રાજાને જોશભેર પૃથ્વી પર પછાડવા વિચાર કર્યો, ત્યાં તો સરસ્વતીએ એમને અટકાવ્યા. એણે કહ્યું, “પ્રિય ભાઈ, પૃથ્વી પર પટકીશ નહીં, એના પ્રાણ હરીશ નહીં.”
આર્ય કાલકે કહ્યું, “અરે, જેણે તને આટલો સંતાપ આપ્યો, તારું હરણ કર્યું, તને આવી કંગાલ, કંકાલ, કદરૂપી બનાવી તેને તો મોત પણ ઓછી સજા કહેવાય.”
સરસ્વતી બોલી, “ભાઈ, એને માફ કરો. એને મારી નાખશો નહીં. જીવતો રહેવા દો."
આર્ય કાલકે ગર્જનાભર્યા અવાજે કહ્યું, “આને જીવતો રહેવા દઉં તો જગત મને મૂર્ખ નહીં, પણ મહામૂર્ખ કહેશે. જેણે મારી ભગિની સાધ્વી સરસ્વતીની આવી દુર્દશા કરી, જેને કારણે મારે ધર્મનું આંગણું છોડીને સમરાંગણમાં ખેલવું પડયું એને હું ક્ષમા આપું ? અશક્ય, અશક્ય.”
સરસ્વતી કહે, “ક્ષમા એ તો વીરનું ભૂષણ છે. આ રાજાને જીવતર ભારે વહાલું છે. એને પશ્ચાત્તાપ માટે જીવવા દો.” આર્ય કાલકે પોતાની ભગિની સરસ્વતીની વાતનો સ્વીકાર કર્યો અને ઉજ્જૈનીના ગર્દભિલ્લ રાજાને મુક્ત કર્યા.
૩. ઊનું જમો છો કે ટાટું ?
ભવ્ય, મનોહર અને કલામય દેલવાડાનાં જિનમંદિરો આજેય મંત્રી વસ્તુપાળ અને એમનાં પત્ની અનુપમાદેવીની કીર્તિગાથા કહે છે. ગિરિરાજ આબુ પર આવેલા લુણિગવસહી નામના આ મનોહર પ્રાસાદ એ દંપતીની ધર્મભાવનાઓનો ઉદ્ઘોષ કરે છે.
મંત્રી તેજપાળના ઘેર મુંજાલ મહેતા નામના નામું-ઠામું લખનાર વડીલ હતા. વર્ષોથી પરિવારમાં હોવાથી કુટુંબીજન બની ગયા હતા.
એક વાર આ મુંજાલ મહેતાએ મંત્રી તેજપાળને વિચિત્ર પ્રશ્ન કર્યો. એમણે પૂછયું, “અરે મંત્રીરાજ ! તમે કહેશો ખરા? તમે ઊનું જમો છો કે ટાઢું જમો છો ?”
મંત્રી તેજપાળને આ પ્રશ્ન સમજાયો નહીં. એમણે કહ્યું, મહેતાજી, તમે શું કહો છો અને શા માટે કહો છો તે હું સમજી શકતો નથી. જરા ફરી કહો તો બરાબર સમજાય.”
મુંજાલ મહેતાએ કહ્યું, “મારે એ જાણવું છે કે તમે અગાઉ બનાવેલું ભોજન જમો છો કે પછી નવું તાજું ભોજન ખાવ
11 શ્રી મહાવીર વાણી | આ સંસારમાં જીવને માટે ચાર પરમ વસ્તુઓ અત્યંત દુર્લભ છે : (૧) મનુષ્યજન્મ, (ર) શ્રુતિ એટલે શાસ્ત્રશ્રવણ (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમપાલન માટે વીર્ય એટલે આત્મબળ.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, ૩-૧
છો ?**
સ્થામાં
છે તું
કથામંજૂષા હૃપા