________________
મંત્રી તેજપાળને આ પ્રશ્ન ઢંગધડા વગરનો લાગ્યો. બીજા લોકોને થયું કે વીર યોદ્ધા અને રાજનીતિમાં કુશળ એવા તેજપાળને આવો વાહિયાત પ્રશ્ન કરાતો હશે ?
આમ છતાં તેજપાળે વિનયથી મુંજાલ મહેતાને કહ્યું, “તમારો પ્રશ્ન મને સમજાતો નથી. એનો સંદર્ભ સ્પષ્ટ કરો તો ખ્યાલ આવે.”
મુંજાલ મહેતાએ કહ્યું, “આજ સવારે ધર્મસ્થાનમાં ગયો હતો. સાધુ મહારાજ સાથે આપના વિશે વાત નીકળી. તેઓને એ જાણવું છે કે આપ રોજ ઊનું જમો છો કે ટાટું ?”
મંત્રી તેજપાળ વિચારમાં પડી ગયા. નક્કી સાધુમહારાજની વાતમાં કોઈ સંકેત હોવો જોઈએ. મુંજાલ મહેતાએ એ સંકેત સ્પષ્ટ કરતાં કહ્યું, “તમે જે કંઈ વૈભવ ભોગવો છો તે તો તમારા પૂર્વજન્મની કમાણી છે. સવાલ એટલો કે માત્ર ટાઢું ખાઈને બેસી રહો છો કે પછી આ જન્મમાં પુણ્યની નવી કમાણી કરીને ઊનું જમો છો ?”
૪. વાંદરા પર ઘા
એકસો આઠ ગ્રંથોના રચયિતા આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી પોતાના વતન વિજાપુરની આસપાસના વિસ્તારોમાં વિહાર કરતા હતા. રસ્તામાં કોઈ શાંત અને નિર્જન સ્થળ મળે એટલે ધ્યાનમાં ડૂબી જતા હતા, તો કોઈ સ્થળે પ્રેરણા જાગતાં લેખન કરવા બેસી જતા. આમ એમની વિહારયાત્રા ચાલે, વિચારયાત્રા ચાલે. અને ધ્યાન અને અધ્યાત્મની યાત્રા પણ અવિરત ચાલતી રહે.
એક વાર મહુડીનાં કોતરોમાંથી આચાર્યશ્રી પસાર થતા હતા. એમની બાળપણની અનેક સ્મૃતિઓ જાગી ઊઠી, કારણ કે આ કોતરોમાં બાળપણમાં ઘણી મોજ-મસ્તી કરી હતી. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને નવી તાજગીનો અનુભવ થયો. તેઓ લલ્લુભાઈ નામના એમના એક ભક્તની સાથે આ કોતરોમાંથી પસાર થતા હતા, ત્યારે એક વાંદરાને વૃક્ષ પર બેઠેલો જોયો. મોત સામે જોઈને એ બેબાકળો બની ગયો હતો. એની મતિ મૂંઝાઈ ગઈ હતી. એનાં સાન-ભાન ભુલાઈ ગયાં હતાં.
બુદ્ધિસાગરજીએ જોયું તો ઝાડની નીચે એક વરુ બેઠું હતું.
11 શ્રી મહાવીર વાણી | સંસારરૂપી વનમાં અરિહંત ભગવાન માર્ગ બતાવનાર છે, સંસારરૂપી સમુદ્રમાં અરિહંત ભગવાન સુકાની (જીવનનકાને પાર ઉતારનાર) છે. છ જીવનિકાયના રક્ષક છે. એટલે અરિહંત ભગવાન ત્રણ ગોપ પણ કહેવાય છે.
શ્રી આવશ્યક નિર્યુક્તિ, ૮૯૮
સ્થાનેથી ૬
ક્યામંજૂષા છે.