________________
એમણે જુદો રસ્તો અપનાવ્યો. એમણે જઈને સવચંદ શેઠ આગળ રોદણાં રડવાનાં શરૂ કર્યો.
ઠાકોર કહે કે પોતાને તો પૈસાની કોઈ જરૂર નથી, પરંતુ રાજ કુંવરે હઠ લીધી છે, એને દેશાવર ખેડવો છે. બાળહઠ આગળ હું લાચાર છું. તમે કંઈક કરો.
સવચંદ શેઠ પારખી ગયા કે આ બદલાયેલા પવનનું પરિણામ છે. એમણે વિચાર્યું કે દુનિયામાં પડતાને પાડનાર લાખ હોય છે. પડતાને ઊભા કરનાર વીરલા જ હોય છે.
સવચંદ શેઠે જૂનાં ખાતાં-પતરાં ઉખેડ્યાં, પણ કશું વળ્યું નહીં. આખરે ઠાકોરને અમદાવાદના શેઠ સોમચંદ-અમીચંદ પર લાખ રૂપિયાની હૂંડી લખી આપી.
શેઠ સોમચંદ અમીચંદની કોઈ ઓળખાણ-પિછાણ નહીં. જેમ નરસિંહ મહેતાએ શામળશા પર હૂંડી લખી હતી એમ સવચંદ શેઠે હૂંડી લખી આપી. લખતી વેળા સવચંદ શેઠને વિચાર પણ આવ્યો કે મારે કોઈ ઓળખાણ નથી કે પિછાણ નથી. માત્ર મહાજનનું નામ જાણીને હૂંડી લખું છું.
પોતાની દશા જોઈને સવચંદ શેઠની આંખમાં આંસુ આવ્યાં અને હૂંડીના કાગળ પર એ પડ્યાં. ઠાકોર હૂંડી લઈને સોમચંદ શેઠ પાસે ગયા. સોમચંદ શેઠ ઝીણવટથી હુંડી જોઈ. બે આંસુઓને કારણે આછા બનેલા અક્ષરો જોયા.
મનમાં વિચાર્યું, “ઓહ, આ બે આંસુની કિંમત બે લાખની ગણાય. લાખેણા માણસનાં બહુમૂલ્ય સુ છે.”
તરત જ સોમચંદ શેઠે ઠાકોરને લાખ રૂપિયા ગણી આવ્યા.
૯. વીર અને મહાવીર
શહેનશાહ અકબરના દિલમાં સર્વ ધર્મ તરફ આદર હતો. અકબરના જમાનાના ઇતિહાસકાર અબુલ ફઝલને ભારતના જુદા જુદા ધર્મો અને તેનાં દર્શનોને જાણવાની જિજ્ઞાસા જાગી.
અબુલ ફઝલને મુનિ ભાનચંદ્રજીએ ‘પદર્શન સમુચ્ચય' નામનો ગ્રંથ ભણાવ્યો. આચાર્ય હરિભદ્રસૂરિજીએ રચેલા ગ્રંથમાં છએ દર્શનોની વાત હતી. અબુલ ફઝલ આ ગ્રંથ વાંચીને આફરીન પોકારી ગયા. અત્યાર સુધી એમણે માત્ર સ્વધર્મની અતિ પ્રશંસા અને પરધર્મની આકરી ટીકા કરતા ગ્રંથો વાંચ્યા હતા. પહેલી વાર એમણે એવો ગ્રંથ વાંચ્યો, જેમાં છએ દર્શનોની ચર્ચા હોય, એમાં નહોતી વિધીની નિંદા કે નહોતી ખંડન અને મંડનની સાઠમારી. | મુનિ ભાનુચંદ્રજીને શહેનશાહ અકબર મળવા આવ્યા ત્યારે એકબરને એક સમાચાર મળ્યા. ગુજરાતના સૂબા અઝીઝ કોકાએ જણાવ્યું કે જામનગરના રાજવી સામેની લડાઈમાં આપણને ભવ્ય વિજય મળ્યો છે. જામનગરના રાજવી જામ સતાજીને કેદ કરવામાં આવ્યા છે. એમના લશ્કરના કેટલાય સૈનિકોને પકડીને
11 શ્રી મહાવીર વાણી , મિથ્યાપણું અને અજ્ઞાનના અંધકારને કારણે જ્યાં માર્ગ જડવો મુશ્કેલ છે એવા સંસારરૂપી વનમાં જેમણે માર્ગ દર્શાવ્યો-ચીંધ્યો એવા અહંન્તોને હું નમસ્કાર કરું છું.
શ્રી આવશ્યક નિર્યુક્તિ, ૯૦૯
કથામંજૂષાર્શ૧૬
કથામંજૂષા૧૭