SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તબિયત કથળતાં પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. આ ભવ્ય ધર્મકાર્યના પ્રેરણાદાતા આચાર્યશ્રી સોમસુંદરસૂરિ પણ અતિ વૃદ્ધ થયા હતા. પરિણામે વિ. સં. ૧૪૯૯માં શ્રી રાણકપુર તીર્થની પ્રતિષ્ઠા થઈ. પ્રેરક આચાર્ય અને કર્મઠ ધરણાશાહ બંનેની હાજરીમાં આ કાર્ય પૂર્ણ થયું, તે ઘટના ઘણી મહાન ગણાય. ધરણાશાહે બંધાવેલું આ જૈન મંદિર ધરણવિહાર તરીકે ઓળખાય છે. ત્રણે લોકમાં દેદીપ્યમાન હોવાથી આ મંદિરનું નામ “શૈલોક્યદીપક' રાખવામાં આવ્યું. આ મંદિરના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ચાર પ્રતિમાઓ ચોમુખી તરીકે બિરાજમાન છે. એક બાજુ ખળખળ વહેતી મધઈ નદી અને બીજી બાજુ અરવલ્લીના ડુંગરો એ બેની વચ્ચે માદ્રી પર્વતની તળેટીમાં આવેલા આ જિનાલયમાં કુલ ૧૪૪૪ થાંભલા છે. આ થાંભલાઓને એવા યોજનાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે કે કોઈ પણ થાંભલા પાસે ઊભા રહેનારને ભગવાનનાં અચૂક દર્શન થાય. ધરણાશાહની ધર્મભાવનાએ ઉત્કૃષ્ટ શિલ્પસમૃદ્ધિ ધરાવતું તીર્થ રચી દીધું. ૨૧. આત્મજાગૃતિનો અવસર ધીના કુંડલા (ગાડવા) વેચતા એ શ્રાવકને સહુ કુંડલિયો કહેતા હતા. ઘી વેચવાનો વ્યવસાય કરતો આ શ્રાવક ધર્મદર્શનનો ઊંડો જાણકાર હતો. એક વાર નગરમાં ઘી વેચવા નીકળેલા કુંડલિયાએ જોયું તો રાજ માર્ગ પરથી પાલખીમાં બિરાજમાન થઈને આચાર્યશ્રી રત્નાકરસૂરિજી રાજમહેલ ભણી જતા હતા. પાલખીની સાથે અનેક વિદ્વાનો પગપાળા ચાલતા હતા. આગળ શસ્ત્રધારી સૈનિકો અને પાછળ નામાંકિત રાજસેવકો હતા. સહુ કોઈ ઊંચા અવાજે જોર-જોરથી આચાર્યશ્રીનો જય પોકારતા હતા. કેટલાક આચાર્યશ્રીની દૃષ્ટિ પડે અને તેને પરિણામે રાજ કૃપા સાંપડે તે માટે ધક્કામુક્કી કરી એમની પાલખીની પાસે આવતા હતા. કુંડલિયો શ્રાવકે આ જોઈને વિચારમાં પડ્યો. એ જાણતો હતો કે આચાર્ય રત્નાકરસૂરિજી ધર્મસિદ્ધાંત, દર્શનશાસ્ત્ર, ન્યાયવ્યાકરણ, સાહિત્ય, છંદ વગેરે અનેક વિદ્યામાં પારંગત હતા. સકલ શાસ્ત્રમાં નિપુણ અને સ્વ-પર શાસ્ત્રના રહસ્યના પારગામી | શ્રી મહાવીર વાણી | સર્વ જીવો જીવવા ઈચ્છે છે. કોઈ જીવને મરવું ગમતું નથી. એટલા માટે નિગ્રંથ મુનિઓ ભયંકર પ્રાણીવધનો ત્યાગ કરે છે.. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૩-૧૦ તા. કથામંજૂષા ૮૨ કધામ
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy