SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. શિલ્પમાં કોતરાઈ ધર્મભાવના રાજસ્થાનના નાંદિયા ગામના મૂળ વતની શેઠ ધરણાશાહ માલગઢ ગામમાં વસતા હતા. એમના પિતાનું નામ કુંરપાલ અને માતાનું નામ કામલદે હતું. આખું કુટુંબ ધર્મપ્રિય, ભાવનાશીલ, ઉદાર અને સંસ્કારી હતું. યુવાન ધરણાશાહની તેજસ્વી બુદ્ધિમત્તાથી પ્રભાવિત થઈને કુંભા રાણાએ એમને રાજ્યના મંત્રીપદે નીમ્યા હતા. ધરણાશાહ સદૈવ ધર્મકાર્ય અને દાનધર્મમાં દ્રવ્યનો સદુપયોગ કરતા હતા. એમણે નવાં જિનાલયોની રચના કરી હતી અને જરૂ૨ જણાઈ ત્યાં પ્રાચીન દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ ધરણાશાહે શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢીને યાત્રા કરી તેમજ આ મહાતીર્થની પવિત્ર નિશ્રામાં જુદાં જુદાં બત્રીસ નગરોના શ્રીસંઘો સમક્ષ નાની વયે આજીવન ચોથા વતની (બ્રહ્મચર્ય વતની) બાધા લીધી હતી. પોતાના પ્રદેશમાં ઋષભદેવ ભગવાનનું ભવ્ય જિનાલય સર્જવાની ધરણાશાહની ઉત્કટ ભાવના હતી. એવી કિવદંતી છે કે ચક્રેશ્વરી માતાએ એક દિવસ સ્વપ્નમાં ધરણાશાહને સ્વર્ગલોકના નલિની ગુલ્મ વિમાનનું દર્શન કરાવ્યું. એ દિવસથી ધરણાશાહના હૃદયમાં એક જ તીવ્ર ભાવના જાગી કે ક્યારે મારા પ્રદેશમાં મારા મનમાં જેનું દર્શન પામ્યો તે નલિનીગુલ્મ દેવવિમાન જેવું જિનાલય બંધાવું ! મંત્રી ધરણાશાહ એ સમયના પ્રખર આચાર્યશ્રી સોમસુંદરસૂરિજી મહારાજ પાસે દોડી ગયા. આ મહાન આચાર્યના શુભ હસ્તે અનેક સ્થળે જૈન મંદિરોનાં નિર્માણ અને પ્રતિષ્ઠાના પ્રસંગો ઊજવાયા હતા. મંત્રી ધરણીશાહે આચાર્યશ્રી સમક્ષ એમણે જોયેલા સ્વપ્નનું વિગતે વર્ણન કર્યું.. સ્વપ્નમાં નીરખેલી ભવ્ય સૃષ્ટિને સાકાર કરી શકે એવો કુશળ શિબી જોઈએ. નલિની ગુલ્મ દેવવિમાન જેવું મંદિર આરસપહાણમાં કંડારી શકે તેવો કસબી જોઈએ, નગરનગર અને ગામેગામના શિલ્પીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં. એ સમયના પચાસ નિષ્ણાત શિલ્પીઓ મંત્રીશ્વર ધરણાશાહની કલ્પનાને નકશાની રેખાઓમાં સાકાર કરવા લાગ્યા. મંત્રી ધરણાશાહ એક પછી એક નકશો જુએ છે અને ઘોર નિરાશા અનુભવે છે. એકએકથી ચઢે તેવા પચાસમાંથી એકે શિલ્પીનો નકશો મંત્રીની કલ્પનાને પ્રગટ કરતો નહોતો. આખરે મુંડારા ગામના રહેવાસી દેપા નામના શિલ્પીને બોલાવવામાં આવ્યા. દેવાને માટે શિલ્પકલા એ આરાધના હતી. શિલ્પનિર્માણ એ સાધના હતી. શિલ્પાકૃતિ એ ઉપાસના હતી. સંન્યાસી જેવું જીવન ગાળતા દેપાને પોતાની સામાન્ય આર્થિક સ્થિતિમાં સંતોષ હતો. એનો નિયમ હતો કે હંમેશાં ઉત્કૃષ્ટ શિલ્પાકૃતિ જ રચવી, નહીં તો આરસને ટાંકણાં મારવાં નહીં. વળી દેરાસર બંધાવનાર ધર્મનિષ્ઠ વ્યક્તિ હોય તો જ એનું કાર્ય હાથમાં લેવું. મંત્રી ધરણાશાહની જીવનશૈલી અને ધર્મપરાયણતાથી દેપા શિલ્પી પ્રસન્ન થયા. એમણે આ કાર્ય સ્વીકાર્યું. તેઓ વારંવાર ધરણાશાહ પાસે આવીને બેસતા હતા અને મંત્રી જિનાલયનું જે વર્ણન આપે એ નોંધી લેતા હતા. એ પછી દેવા શિલ્પીએ નકશાઓ તૈયાર કરવા માંડ્યા. મંત્રી ધરણાશાહને એક નકશો આબેહૂબ નલિનીગુલ્મ દેવવિમાન જેવો લાગ્યો. આચાર્ય સોમસુંદરસૂરિના આશીર્વાદ સાથે ભવ્ય જિનાલય કાર્યનો પ્રારંભ થયો. અઢી હજારથી વધુ કારીગરો કામે લાગી ગયા. દસ, વીસ નહિ, બલકે પચાસ પચાસ વર્ષ વીતી ગયાં. જિનાલયનું કાર્ય હજી બાકી હતું, પરંતુ ધરણાશાહની કથામંજૂષા દ0 કથામંજૂષા ૪૧
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy