SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. જ્ઞાનમાર્ગની નૌકા જૈન ધર્મની આગવી વિશેષતા એ છે કે એમાં સાધુની સાથે સાધ્વીને સમાદરપૂર્વક મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જૈન સાધ્વીસંઘ પર દૃષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રકારના ભેદભાવની સંકુચિત દીવાલો વિના તમામ જાતિ, વર્ગ અને વર્ણની મહિલાઓને આધ્યાત્મિક સાધના માટે આમાં પ્રવેશ સાંપડ્યો છે. વળી માત્ર રાજ કુટુંબની ધનવૈભવધારી જ સાધ્વીસંઘમાં સંસાર ત્યજીને સામેલ થઈ છે તેવું નથી, બલકે દાસી, ગણિકા અને પતિતાઓએ પણ આત્મોદ્ધારના પગલે ચાલીને દીક્ષા ગ્રહણ કરી છે અને તેઓ સમાજ અને સંસ્કૃતિમાં વંદનીય બની છે. આ સાધ્વીઓમાં ઉત્કૃષ્ટ જ્ઞાન, ઉજ્વળ શીલ અને પ્રબળ તપશ્ચર્યાનો વિરલ ત્રિવેણી સંગમ જોવા મળે છે. સમર્થ રાજવી કે સમાજના અગ્રણી પણ પોતાનું આસન છોડીને ઊભા થઈને આવી પવિત્ર, પુણ્યપ્રભા સાધ્વીઓને નમન કરતા હતા. આજે પણ બ્રાહ્મી, સુંદરી, ચંદના આદિને વંદન કરવામાં આવે છે. તીર્થંકરના નામસ્મરણની સાથોસાથ સોળ સતીઓનું નામસ્મરણ પણ થાય છે. આ જૈન સાધ્વીઓએ ઉત્કૃષ્ટ સ્મરણશક્તિ અને ગ્રંથસર્જનમાં પણ મહત્ત્વનું યોગદાન કર્યું છે. આવાં એક સાધ્વી હતાં આર્યા પોઈણી. તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી પછીના જિનશાસનની ગૌરવગાથામાં તેજસ્વી, ધર્મનિષ્ઠ અને ઉત્કૃષ્ટ આચાર ધરાવતી સાધ્વીઓનું યોગદાન અનેરું છે. પ્રાકૃત ભાષાના ‘ર્ણો’ શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે ‘સની'. આ પોતિનીનો અર્થ છે જહાજ ધરાવનારી. આર્યા પોઈણીએ જ્ઞાનમાર્ગના યાત્રા પ્રવાસની નૌકાથી ધર્માનુરાગી ભાવિકજનોને ભવસમુદ્ર પાર કરવામાં સહાય કરી હતી. વીર નિર્વાણની ચોથી સદીમાં થયેલાં આર્યા પોઈણી એમની બહુશ્રુતતા, આચારશુદ્ધિ અને નેતૃત્વના ગુણને કારણે જૈનશાસનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આર્યા પોઈણીનું જીવન દર્શાવે છે કે જનમાનસમાં ધર્મભાવના જાગ્રત કરવા માટે અને પ્રગટેલી ધર્મભાવનાને પ્રેરવા-પોષવા માટે જૈન સાધ્વીઓએ જૈન સાધુઓની માફક શ્રદ્ધા, સાધના અને સાહસ સાથે દેશના વિભિન્ન પ્રદેશમાં પગપાળા વિચરણ કરીને આધ્યાત્મિક ચેતના જગાવી હતી. ઇતિહાસનાં પૃષ્ઠો પર ભગવાન મહાવીરના નિર્વાણની ચતુર્થ શતાબ્દીના પ્રથમ ચરણમાં વાચનાચાર્ય બલિસ્સહજીના સમયમાં સાધ્વી-પ્રમુખ તરીકે આર્યા પોઈણી હતાં. કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન ખારવેલના સમયમાં જૈન ઇતિહાસની એક મહાન ઘટના સર્જાઈ. કલિંગના રાજવી ખારવેલને ખબર પડી કે પાટલીપુત્રના રાજવી પુષ્યમિત્ર જૈનો પર ઘોર અત્યાચાર આચરી રહ્યા છે. પોતાના રાજ્યશાસનના આઠમા વર્ષે ખારવેલે પાટલીપુત્ર પર ચડાઈ કરી અને પુષ્યમિત્રે શરણાગતિ સ્વીકારીને જૈનધર્મીનો પર અત્યાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને રાજવી ખારવેલ સાથે સંધિ કરી, પરંતુ થોડા સમય બાદ પુષ્યમિત્રે પુનઃ અત્યાચારોનો આરંભ કરતાં ચાર વર્ષ બાદ વિશાળ સેના સાથે ખારવેલે પાટલીપુત્ર પર આક્રમણ કરીને વિજય મેળવ્યો. ભારતીય ઇતિહાસમાં રાજવી ખારવેલ જેવી અપ્રતિમ વીરતા, અદ્ભુત સાહસ, ધર્મ પ્રત્યેની પ્રગાઢ નિષ્ઠા અને અનુપમ સાધર્મિક વાત્સલ્ય ધરાવતો જૈન રાજવી વિરલ છે. એ પછી આ મહાસમર્થ રાજવીએ કુમારગિરિ નામના પર્વત પર ચતુર્વિધ સંઘને એકત્ર કરીને આગમ સાહિત્યને સુરક્ષિત અને વ્યવસ્થિત કરવા માટે કંથામંજૂષા૬૪ કથામંજૂષાઋ૬૫
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy