________________
મારતી નથી, જેણે પહેરેલી ફૂલમાળા ક્યારેય કરમાતી નથી અને જેના શરીરે ધૂળ કે પરસેવો હોતો નથી તે દેવ કહેવાય છે.”
સાંભળ્યું ન સાંભળ્યું. કાંટો કાઢ્યો ન કાઢચો ને રોહિણેય ચાલ્યો ગયો. વાક્ય પણ માલ વગરનું હતું. વર્ષો વીતી ગયાં. - રોહિણેયની લુંટફાટથી લોકો ત્રાસી ગયા. કેમેય પકડાય નહીં અને પકડાય તો ગુનો સાબિત થાય નહિ !
એક વાર દારૂના કેફમાં તે પકડાયો. પકડીને જેલમાં નહિ પણ મહેલમાં લાવ્યા. એક બનાવટી તરકટ કર્યું. દેવ-દેવી સરજાવ્યાં ને ઇન્દ્રાણીએ કહ્યું,
તમે દેવલોકમાં આવ્યા છો. અહીં રિવાજ છે કે પૃથ્વીલોકનાં બધાં પાપ તમારે કહી દેવાં ને પછી સિહાસને બેસવું.”
રોહિણેય તો ખુશ ખુશ થઈ ગયો. એ પોતાનાં પાપ કહેવા જતો હતો ત્યાં એને યાદ આવ્યું કે ભગવાન મહાવીરનું એક વચન મેં સાંભળ્યું હતું. તેઓ કહેતા હતા કે દેવને પડછાયો હોય નહિ ને આ બધાને તો પડછાયા છે. નક્કી દગો.
રોહિણેય ચેતી ગયો. એને શકનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો. એ દિવસથી લૂંટારો રોહિણેય પ્રભુ મહાવીરનો ભક્ત બની ગયો.
જેનું માત્ર એક વચન સાંભળવાથી જીવન બચે છે, એનાં બધાં વચન સાંભળવાથી જીવન ધન્ય બની જાય છે. મહાવીરના વાક્ય રોહિણોયને ફાંસીના ફંદામાંથી બચાવ્યો. આવી દિવ્ય-વાણી વ્યક્તિને અનેક મૃત્યુમાંથી ઉગારે છે.
૧૫. પશ્ચાત્તાપનો મહિમા
સાંજના સમયે મોજ-મસ્તી કરવા નીકળેલા યુવાનિયાઓ મુનિ ચંડરુદ્રાચાર્યના ઉપાશ્રયે આવી પહોંચ્યા, આ ઉપાશ્રયમાં વૃદ્ધ અને ક્રોધી શ્રી ચંડરુદ્રાચાર્ય બિરાજમાન હતા. તોફાને ચડેલા યુવાનિયાઓને આ વયોવૃદ્ધ સાધુની ટીખળ કરવાનું સૂઝવું. આ મસ્તીખોર યુવાનિયાઓમાં એક મીંઢળબંધો યુવાન હતો. એનાં લગ્ન લેવાઈ ચૂક્યાં હતાં, બીજા યુવાનો આ મીંઢળબંધા યુવાનને આગળ કરીને વૃદ્ધ મહારાજની મજાક કરતાં બોલ્યા, “મહારાજ , આને ઉગારો. બિચારાને પરણવાની લેશમાત્ર ઇચ્છા નથી છતાં પરાણે લગ્ન કરાવવામાં આવે છે. આપ તો દયાવાન છો. જો આપ એના પર કરુણા કરીને એને દીક્ષા આપો, તો એનાં સઘળાં દુ:ખોનો અંત આવશે. આપનો મોટો ઉપકાર થશે.”
પહેલાં તો વૃદ્ધ મહારાજે આ યુવાનોની ટીખળ તરફ લક્ષ્ય ન આપ્યું, પણ તેથી યુવાનોને વધુ જોશ ચડ્યું. એમણે ફરી પેલા મીંઢળબંધા યુવાનને સંસારથી છુટકારો આપવા વિનંતી કરી. શ્રી ચંડરુદ્રાચાર્ય પ્રકૃતિએ અત્યંત ક્રોધી હોવાથી એ
| 11 શ્રી મહાવીર વાણની ll લોખંડનો કાંટો બે ઘડી દુઃખ આપે છે અને તે શરીરમાંથી સહેલાઈથી કાઢી શકાય છે, પરંતુ કઠોર વાણીરૂ પી કાંટો સહેલાઈથી કાઢી શકાતો નથી. તે વેરની પરંપરા વધારે છે અને મહાભયાનક હોય છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૯-(૩)-૭
કથામંજૂષા ૨૮
કથામં પા૨e.