________________
૨૬. દીક્ષાત્યાગ કે પ્રાણત્યાગ?
ધન્ય છે ભદ્રામાતા અને ધન્ય છે પરણિક મુનિને! પુત્રની આધ્યાત્મિક પ્રગતિ ઇચ્છતી અને ભવભ્રમણમાંથી એને ઉગારવા ચાહતી માતાની ઉદાત્ત મહત્તાનાં દર્શન ભદ્રામાતાના ચરિત્રમાં થાય છે.
અરણિકનાં માતા અને પિતાએ ભગવાનની વાણી સાંભળીને દીક્ષાનો નિર્ણય કર્યો. માતા-પિતા બંનેએ દીક્ષા લીધા બાદ પિતાએ પુત્ર અરણિકને દીક્ષા આપી. બાળ અરણિક મુનિ બન્યા, પરંતુ એના પિતા જ સંથારો પાથરવાનું કે ગોચરી વહોરી લાવવાનું કામ કરતા હતા.
એમણે સંસાર છોડ્યો હતો, કિંતુ પુત્રમોહ ત્યજી શક્યા નહોતા. થોડા સમયે પિતા મુનિનો સ્વર્ગવાસ થતાં અરણિક મુનિને માથે ગોચરી વહોરવાની અને બીજાં ધર્મકાર્યોની જવાબદારી આવી. સાધુજીવનની કઠિનતાનો પ્રત્યક્ષ ખ્યાલ આવવા લાગ્યો.
એક વાર ઉનાળાના દિવસે ધોમધખતા તાપમાં ખુલ્લા પગે અરણિક મુનિ જઈ રહ્યા હતા. ધરતી આગ ઓકતી હતી.
આથી મુનિ જરા વિસામો લેવા માટે એક હવેલીના ઝરૂખા નીચે શીળો છાંયડો જોઈને ઊભા રહ્યા. મનોમન સાધુજીવનની કપરી સ્થિતિનો વિચાર કરતા હતા. એમ પણ થતું હતું કે આવું કપરું મુનિપણું જાળવી શકીશ ખરો ?
આ સમયે હવેલીના ઝરૂખામાં ઊભેલી શ્રેષ્ઠીની માનુનીએ મુનિરાજને જોયા. મુનિની સોહામણી કાયા, તેજસ્વી ચહેરો અને સુદૃઢ બાંધો જોઈને એ માનુનીના ચિત્તમાં મોહવિકાર જાગ્યો, એની યુવાનીનો રંગ આ મુનિનો સંગ ઇચ્છવા લાગ્યો. માનુનીએ દાસીને બોલાવીને મુનિને પોતાનું આંગણું પાલન કરવા વિનંતી કરવાનું કહ્યું. એણે કહ્યું, “મુનિરાજ , મારી હવેલીમાં પધારો અને મોદક ગ્રહણ કરો.”
મુનિ અરણિક થાક્યા હતા. ધોમધખતો તાપ શરીરને દઝાડતો હતો. સંયમનો આવો ભાર ખેંચી શકાશે નહીં, એમ વિચારતા હતા. એવામાં આવું નિમંત્રણ આવતાં જોઈતું હતું અને વૈદે કહ્યા જેવું થયું. સુંદરીએ ધીથી લદબદતા મોદકનું ભોજન કરાવ્યું. મુનિ મોહબંધનમાં ફસાયા અને એના આવાસમાં જ રહી ગયા. દીક્ષાનું મહાવત ત્યાગીને મુનિ સંસારી બની ગયા.
જીવનમાં ચોમેર ભોગવિલાસની છોળો ઊડતી હતી. અરણિકની આંખો અને મન બંને એનાથી ઘેરાઈ ગયાં, બીજી બાજુ દીક્ષા ધારણ કરનારી અરણિકની માતા સાધ્વી ભદ્રાને આ આઘાતજનક સમાચાર મળ્યા, ત્યારે એના હૃદયમાં વલોપાતનો સાગર ઊમટ્યો. પોતાનો પુત્ર સંયમનો સાધનાભર્યો માર્ગ ત્યજીને મોહની મહાગર્તામાં ડૂબે તે માતાનું હૃદય કઈ રીતે સહી શકે ?
આથી સાધ્વી ભદ્રા અરણિકને શોધવા નીકળે છે. નગર નગર અને ગામેગામ ફરે છે ! ભટકે છે. એ બૂમો પાડે છે, “ઓ મારા અરણિક ! તું ક્યાં છે? શાને કાજે તેં દીક્ષા છોડી દીધી ? એવું તે શું બન્યું કે તેં મારી કૂખ લજવી?”
આમ ઠેર ઠેર ફરીને બૂમો પાડતી વૃદ્ધ સાધ્વીને પાગલ સમજીને લોકોનું ટોળું એની પાછળ દોડવા લાગ્યું. કોઈ એને કાંકરા મારે તો કોઈ એની હસી-મજાક ઉડાવે. એક દિવસ ઝરૂખામાં ઊભેલા અરણિકે વૃદ્ધ માતાના આર્ત પોકારો સાંભળ્યા અને એનું હૈયું પીગળી ગયું. હવેલીમાંથી દોડીને અરણિક નીચે આવીને માતાના પગમાં પડ્યા. માતાએ કહ્યું,
અરે પુત્ર ! તારી આ દશા! તેં મારી કુખ લજવી. દીક્ષા છોડીને સંસારમાં ફસાયો. કોણે તને લોભાવ્યો ?”
કથામંજૂષા®પ૮
કથામયાપક