SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં તમે પાર ઊતર્યાં છો. અમારી આ કુંડળની ભેટ સ્વીકારો.” આમ કહીને દેવોએ જ્યેષ્ઠાને નંદીવર્ધનને ત્યાં પાછી મૂકી દીધી અને એમણે કરેલી જ્યેષ્ઠાના સતીત્વની પરીક્ષાની ઘટના કહીને એને મહાસતીનું બિરુદ આપ્યું. નંદીવર્ધન અને જ્યેષ્ઠાએ ગૃહસ્થ આશ્રમમાં રહીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - એ ચારે પુરુષાર્થ કર્યા અને શ્રાવકનાં બાર વ્રતો ગ્રહણ કરીને પોતાનું જીવન સાર્થક કર્યું. એક એવી પણ અનુશ્રુતિ મળે છે કે ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળીને જ્યેષ્ઠાને વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. પતિ નંદીવર્ધનની અનુમતિ મેળવીને ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી આર્યા ચંદનાના સાધ્વી સંઘમાં સંમિલિત થઈ હતી. આ રીતે જ્યેષ્ઠાનું જીવન એટલે સાત્વિક સંયમની શોભા અને શીલધર્મની મહેકતી સુવાસ ! એક વાર ઇન્દ્રસભામાં દેવરાજ ઇન્દ્ર જ્યેષ્ઠાના શીલની પ્રશંસા કરી. એમણે કહ્યું કે ગમે તેવા દેવદેવેન્દ્રથી પણ જ્યેષ્ઠા ચલિત થાય તેમ નથી. આ સાંભળીને એક દેવતાથી રહી શકાયું નહીં. એણે કહ્યું, “માટીના માનવીની શી તાકાત ! એને ભય બતાવો એટલે શરણાગતિએ આવે. એને વૈભવ બતાવો એટલે વશ થઈ જાય. એને સુખ બતાવો એટલે મોહ પામે. એના વ્રતને તોડવું એ તો મારે માટે ચપટી વગાડવા જેવો ખેલ છે.” ગર્વિષ્ઠ દેવે એના ઘમંડમાં જ્યષ્ઠાનું અપહરણ કર્યું અને ઘનઘોર જંગલની વચ્ચે એને એકલી છોડી દીધી. એ પછી પેલા દેવ હાથી, અશ્વ, પાયદળ વગેરે સૈન્ય ઉતાર્યું. અત્યંત શક્તિશાળી અને વૈભવશાળી રાજાનો વેશ લઈને દેવ જ્યેષ્ઠી પાસે આવ્યો અને બોલ્યો, આ ઘનઘોર જંગલમાં અથડાતી-કુટાતી હે સ્ત્રી ! તારા રૂપ પર હું મુગ્ધ બન્યો છું. તને મારી પટરાણી બનાવીને આ વિશાળ ભોગવૈભવની સહભાગી બનાવવી છે.” જ્યેષ્ઠા આવાં કામી વચનો સાંભળી શકી નહીં. એણે એના બંને કાનમાં આંગળી નાખી દીધી અને બોલી, “સ્વર્ગમાંથી કોઈ દેવ ઊતરી આવે તો પણ મારા પતિવ્રતમાંથી હું ચલિત થાઉં તેવી નથી.” દેવે કહ્યું, “તું એમ સીધેસીધી નહીં માને. આ સિંહ, વાઘ અને પિશાચ જો . એ તને જીવતી ફાડી ખાશે. મારા શરણમાં આવીશ તો તને આ બધાંથી રક્ષણ મળશે.' જ્યેષ્ઠાએ દેવની આ માગણી ઠુકરાવી દીધી ત્યારે દેવે કહ્યું, “જો તું સીધેસીધી અમારી સાથે નહીં આવે તો અમે તને બળજબરીથી ઉપાડીને અમારી સાથે લઈ જ્યેષ્ઠાએ મક્કમ અવાજે કહ્યું, “જો તમે એવો પ્રયત્ન કરશો તો હું આત્મહત્યા કરીશ.” જ્યેષ્ઠાના આ દૃઢ વ્રતપાલનથી પ્રસન્ન થયેલા દેવ એના મૂળ રૂપમાં પ્રગટ થયા અને બોલ્યા, “હે પુણ્યવતી સતી સ્ત્રી ! અમે તારા સતીત્વની પરીક્ષા કરવા આવ્યા અને || શ્રી મહાવીર વાણી ll લોભી માણસને કદાચ કૈલાસ પર્વત જેવા સોના અને ચાંદીના અસંખ્ય પર્વત મળી જાય તો પણ તેને સંતોષ થતો નથી, કારણ કે ઇચ્છા આકાશ જેટલી અનંત છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૯-૪૮ કથામંજૂષા ૫૬ કથામંજૂષાછું પ૭
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy