________________
તપાગચ્છના પંન્યાસ લાવણ્યસમયગણિએ રચી હતી અને પંન્યાસ વિવેકથીરગણિએ એને શિલા પર આલેખી હતી. એ પ્રશસ્તિ-શિલાલેખમાં નોંધાયું છે કે સંઘવી કર્માશાહે કરેલા આ તીર્થ-પ્રતિષ્ઠાના ઉત્સવમાં આચાર્ય શ્રી સોમજય વગેરે દસ આચાર્યો અહીં હાજર હતા અને તેઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે આ શત્રુંજય મહાતીર્થ છે અને તે ૮૪ ગચ્છોનું શ્વેતામ્બર જૈન તીર્થ છે.
આ કર્માશાહ રાણા સંગના પુત્ર અને ઉત્તરાધિકારી રત્નસિંહના મંત્રી હતા. મંત્રી બન્યા પૂર્વે સાહસિક વેપારી કર્માશાહ બંગાળ અને ચીન જેવા દેશોમાંથી કાપડ આયાત કરતા હતા અને કાપડના વેપારમાંથી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું હતું. મંત્રી બન્યા બાદ પિતાની શ્રી શત્રુંજય મહાતીર્થના મહાઉદ્ધારની ભાવના કર્માશાહે સાકાર કરી.
૨૫. શીલધર્મની સુવાસ
ભગવાન મહાવીરના વત્સલ ભાઈ નંદીવર્ધનની પત્ની અને વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેડા રાજાની પુત્રી જ્યેષ્ઠા અત્યંત સૌંદર્યવતી હતી. જીવનના પ્રારંભના પાઠ એ રાજપરિવારમાં પામી હતી અને તેથી એનામાં આગવું કલાચાતુર્ય હતું. ભગવાન મહાવીરના વંશનો કુળધર્મ શ્રી પાર્શ્વનાથ પરંપરાનો હતો. એને પરિણામે નંદીવર્ધન અને જ્યેષ્ઠા એમાં દેઢ શ્રદ્ધા ધરાવતાં હતાં.
નંદીવર્ધનની પત્ની જ્યેષ્ઠાનાં રૂપ-ગુણની સર્વત્ર પ્રશંસા થતી હતી. એના શીલનો પ્રભાવ પણ એવો હતો કે સહુ કોઈ એની મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. વળી ભગવાન મહાવીરના ઉપદેશ-શ્રવણથી એનામાં એક-એકથી ચડિયાતી પ્રબળ ધર્મભાવના જાગ્રત થઈ હતી. આને કારણે એણે સમકિતના મૂળ રૂપસમાન બાર વ્રત અંગીકાર કર્યા હતાં.
જ્યેષ્ઠા એના વ્રતપાલનમાં દૃઢ હતી. કોઈ પ્રલોભન કે કોઈ યુક્તિ-પ્રયુક્તિ એની વ્રતપાલનની દૃઢ નિષ્ઠાને લેશમાત્ર ડગાવી શકે તેમ નહોતાં.
1 શ્રી મહાવીર વાણી | આ મનુષ્ય-જન્મમાં જ તપનું આચરણ થાય છે, આ મનુષ્ય-જન્મમાં જ બધાં મહાવ્રતો આચરી શકાય છે, આ મનુષ્ય-જન્મમાં જ શુભ-ધ્યાન થઈ શકે છે અને મનુષ્ય-જન્મમાં જ નિવણની પ્રાપ્તિ પણ થઈ શકે
છે.
શ્રી દ્વાદશાનુપ્રેક્ષા, ૨૯
કથામંજૂષા ૫૮
કથામંજૂષા પ૫.