SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મને ઘસે, મને જોઈને નાસી ન જાય.” શ્રીમદ્ રાજચંદ્ર આ વાતને આનંદભેર સમજાવતા હતા. ચિત્તવૃત્તિની પ્રશાંતતા કેટલી ગાઢ હોય તે દર્શાવતા હતા. એવામાં રાવબહાદુર નરસીરામે પોતાના બંગલામાં આવ્યા. નરસીરામ વેદાંતમાં માનતા હતા. શ્રીમદ્ પણ વેદાંતમાં માનતા હશે એમ માનીને એમણે આત્માના અભેદ સંબંધી ચર્ચા ઉપાડી અને અભેદતા ઉપર વિવેચન અને વિશ્લેષણ કરવા માંડયું. શ્રીમદ્ રાજચંદ્ર તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. આસપાસ બેઠેલાઓને થયું કે શ્રીમદ્ વેદાંતી નથી માટે એમની વાતોનો વિરોધ કરશે. બંને વચ્ચે વાદવિવાદ જામશે, પરંતુ એવું કશું બન્યું નહીં. શ્રીમદ રાવબહાદુરની વેદાંતની સામે કશો વિરોધ ઉઠાવ્યો નહીં. માત્ર તેઓ એમની વાત શાંતિથી સાંભળતા રહ્યા. આ સમયે નજી કમાં બેઠેલા શ્રી પૂજાભાઈ શ્રીમદ્ રાજચંદ્રનો આશય પામી ગયા, શ્રીમદ્ જેવા આત્મજ્ઞાની પુરુષ ઘણી ચર્ચા અને દલીલો કરી શક્યા હોત, પરંતુ તેઓ મૌન રહ્યા, એની પાછળ શ્રીમનો હેતુ એટલો જ હતો કે પોતે જે વૃદ્ધ વડીલ પુરુષના ઘરમાં ઊતર્યા છે તેમને માઠું લાગે એવું કંઈ ન બોલાય. મૌન સમયે શ્રીમના મનમાં પણ આ જ ભાવ હતો. ૩૧. સામાનું વિચારે તે સંત શ્રીમદ્ રાજચંદ્રની પ્રતિભા એવી કે તેઓ જ્યાં હોય ત્યાં સત્સંગનું વાતાવરણ આપોઆપ રચાઈ જાય. એમનું વ્યક્તિત્વ એવું કે આસપાસ રહેલા સહુ કોઈ એમની પાસેથી જીવનના અમૃતપાનની અપેક્ષા રાખતા હતા. વિ. સં. ૧૯૫૪માં શ્રીમદ્ રાજચંદ્ર ખેડામાં આવ્યા હતા. આ સમયે એમનો ઉતારો રાવબહાદુર નરસીરામને ત્યાં રાખવામાં આવ્યો હતો. રાવબહાદુરનો બંગલો વિશાળ હતો. શ્રીમદ્ રાજચંદ્રના સત્સંગ માટે આવતા સહુ કોઈ આ બંગલામાં બેસીને એમના ઉપદેશનું શ્રવણ કરતા હતા. એક દિવસ પંડિત પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ શ્રીમદને મળવા આવ્યા. આ સમયે શ્રીમદ્ રાજચંદ્ર એક પુસ્તક વાંચતા હતા. એ પુસ્તકમાં ચિત્તની વૃત્તિઓની શાંતિ વિશે માર્મિક શ્લોક હતો. શ્રીમદ્ રાજચંદ્ર આ શ્લોક પૂજાભાઈને બતાવ્યો અને એનો ભાવાર્થ કહેતાં બોલ્યા, મારું ચિત્ત એવું શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલે દરજ્જુ શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ એનાં શિંગ 1 શ્રી મણવીર વાણી | કામભોગો ક્ષણ માત્ર સુખ આપનારા અને બહુ કાળ દુઃખ આપનારા છે, ઘણું દુ:અને થોડું સુખ આપનારા છે. કામભોગો સંસારમાંથી છૂટવામાં શત્રુરૂપ છે અને અનર્થોની ખાણ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૪-૧૩ કથામંજૂષા ૭૨ કથામંજૂષા ૭૩
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy