________________
on
૧૭. અનંત છે યાચના
આપ્યાં. શ્રી કુલ્લક મુનિને ગોચરી માટે ઘેર ઘેર ફરવાનું મુશ્કેલ લાગતું હતું. એમણે ગોચરી લેવા જવાનું બંધ કર્યું. તેઓ વિચારતા હતા કે જમીન પર સંથારો કરવાથી એમના શરીરના સાંધેસાંધા દુઃખે છે. આથી એમણે પલંગ હોય તો સારું એમ ગુરુદેવને કહ્યું. એવી જ રીતે ઉકાળેલું પાણી લાવીને સ્નાન કરવાની આજ્ઞા માગી. સમય જતાં લોચ સહન ન થતાં અસ્ત્રાથી મુંડન કરવાની પણ ગુરુ પાસેથી રજા મેળવી લીધી. અંતે મુનિના સંયમનાં સર્વ ચિહ્નો ત્યજીને આ ક્ષુલ્લક કુમાર સાકેતપુરની રાજ સભામાં સંધ્યાકાળે પહોંચ્યા, ત્યારે દરબારમાં નર્તકીના મોહક નૃત્યની મહેફિલ જામી હતી. દીવાઓની ઝાકઝમાળ રોશનીથી રાત દિવસ બની હતી. રત્નજડિત ચળકતું સિંહાસન, ઉદીપક કામભાવો જગાડતી દીવાલ પરની ચિત્રસૃષ્ટિ, સુવર્ણદીપિકાનો ચળકતો પ્રકાશ અને કામી પ્રેસ કોથી નૃત્યાંગનાને અપાતી દાદ સંભળાતાં હતાં. આ વાતાવરણમાં ક્ષુલ્લક તલ્લીન બની ગયા.
પ્રભાત ખીલવાને ચારે ક ઘડી બાકી હતી ત્યારે એકાએક નર્તકીને થાકથી લથડતી જોઈને સાજિંદાઓ વચ્ચે બેઠેલી નર્તકીની માતા અક્કાએ સંગીતના આલાપમાં કહ્યું, “હવે રાત્રિ ઘણી વ્યતીત થઈ ગઈ છે. થોડા માટે પ્રમાદ ન કર.” એક્કાનું ગાયન સાંભળીને નર્તકી સાવધાન બનીને નૃત્ય કરવા લાગી. અક્કાના ‘બહોત ગઈ, થોડી રહી' એ શબ્દો કાને પડતાં જ ક્ષુલ્લકકુમારનું હૃદય જાગી ઊઠયું. તેઓ જીવન જગાડતો નૂતન બોધ પામ્યા ! આથી એમણે નર્તકીને રત્નકંબલ ભેટ આપી. મુલ્લકના હૃદયમાં મનોમંથન જાગ્યું : અરે ! જીવનમાં આટલાં બધાં વર્ષો તો સંયમપાલનમાં વ્યતીત કર્યો, હવે બાકીની થોડી જિંદગી માટે પ્રમાદ કરવો ઉચિત નથી. ‘ગયાં વર્ષોની કમાણી ‘રહ્યાં વર્ષોમાં વેડફી કેમ દેવાય ? અત્યાર સુધી ગુરુજનોનાં શાસ્ત્રવચનો પાસેથી જાગૃતિ સાંપડી નહીં, તે ફુલ્લનો સુષુપ્ત હદયમાં અક્કાની એક પંક્તિએ સંયમની સાચી જ્યોત પેટાવી.
ક્ષુલ્લકે માતાએ આપેલી નામવાળી વીંટી રાજા પુંડરિ કને બતાવીને કહ્યું કે હું તમારા નાના ભાઈનો પુત્ર છું એનો ખ્યાલ આ નામમુદ્રા પરથી આપને સાંપડશે. રાજા પુંડરિકે નાના ભાઈ કંડરીકના આ પુત્રને ઓળખ્યો. રાજા અને રાજ સોંપવા ઉત્સુક બન્યા, કિંતુ મુલ્લકે કહ્યું કે રાજ્યસત્તાની આસક્તિ ઉત્પન્ન કરનારો મોહરૂપી ચોર તો મારા આત્મપ્રદેશમાંથી ક્યાંય દૂર દૂર ચાલ્યો ગયો છે, તેથી આ રાજ ગાદી સ્વીકારીને હું શું કરું ? અંતે કુલ્લકકુમાર સાથે રાજા આદિ સહુએ દીક્ષા લીધી
કૌશાંબી નગરીના રાજ્યશાસ્ત્રી કાશ્યપનો પુત્ર કપિલ લાડકોડમાં ઊછરવાને લીધે કશું ભણ્યો નહીં. કાશ્યપને સ્થાને આવેલા રાજ્યશાસ્ત્રીની પાલખી ઘરની નજી કથી પસાર થતી જોઈને કપિલની માતા શ્રીદેવીની આંખમાંથી આંસુ સરી પડ્યાં. માતાની આંખનાં આંસુએ કપિલને વિદ્યાભ્યાસ માટે પ્રેરિત કર્યો, કિંતુ શ્રાવતી નગરીમાં વિદ્યાભ્યાસ માટે ગયેલો કપિલ શાલિભદ્રના ઘરની દાસીના મોહમાં ડૂબી ગયો. વિદ્યાભ્યાસ તો અભરાઈએ ચડી ગયો, કિંતુ સંસાર મંડાતાં આજીવિકાનો આકરો પ્રશ્ન ઊભો થયો. એમાંય દાસીને પ્રસૂતિકાળ સમીપ આવતાં ધનની ખૂબ જરૂર પડી.
આ નગરીનો રાજવી વહેલી સવારે એને ત્યાં સૌપ્રથમ આવીને આશીર્વાદ આપનારને બે માસા સુવર્ણ આપતો હતો. આ રીતે એક સવારે સહુથી વહેલા પહોંચવા મધરાતે કપિલ ઘેરથી નીકળ્યો, પણ રસ્તામાં કોટવાળે ચોર માનીને પકડી લીધો. બીજે દિવસે રાજસભામાં કપિલે પોતાની જીવનકથા વર્ણવતાં પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું કે, “તારે જે જોઈએ તે
કથાએ પાકે ૩૨
કથામ (પારુ૩૩