________________
ડોળીવાળા બધાને મધમાખી કરડી. મધમાખીના ડંખ કાઢવા માટે તત્કાળ ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરો ખૂબ ઝડપથી આવ્યા અને આચાર્યશ્રી કૈલાસસાગરજી પાસે ગયા. પૂ. કૈલાસસાગરજીએ કહ્યું,
મારી ફિકર કરશો નહીં. મને તો બે-ચાર ડંખ જ લાગ્યા છે. પહેલાં આ ડોળીવાળાની સારવાર કરો.”
ડૉક્ટરો તાજુબ થયા. આ તે કેવું ? પોતાને ડંખ લાગ્યા છે, પણ એની પરવા નથી અને ડોળીવાળાની ચિંતા કરે છે. આચાર્યશ્રીએ ડૉક્ટરો પાસે પોતાના બદલે ડોળીવાળાઓની સારવાર પહેલાં કરાવી.
આ ઘટનાના સમાચાર જાણી બીજા લોકો પણ દોડી આવ્યા અને તેઓ આચાર્યશ્રીને સુખ-શાતા પૂછતા હતા ત્યારે તેમણે કહ્યું,
મને ખાસ કંઈ થયું નથી. ખબર પૂછવી હોય તો ડોળીવાળાની પૂછો. એમને મધમાખીએ ઘણા ડંખ માર્યા છે.”
એક વ્યક્તિએ એમના કાન પાસે લાગેલો મધમાખીના ડંખ જોઈને કહ્યું, અરે ! આ મધમાખીએ તો તમારા કાન પાસે ડંખ માર્યો છે.”
વિષાદને પ્રસન્નતામાં ફેરવતા હોય તેમ આચાર્ય શ્રી કૈલાસસાગરજીએ કહ્યું, મને એમ લાગે છે કે જરૂર આ મધમાખીઓ મને કાનમાં કશુંક કહેવા આવી હોવી જોઈએ.” વેદનાભર્યું વાતાવરણ વિનોદમાં પલટાઈ ગયું.
૧૩. સ્નેહ કરતાં સાધના મહાન
એક વખત મગધરાજ શ્રેણિકે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, “પ્રભુ, આપના પ્રતિસ્પર્ધી ગોશાલકની મૃત્યુ પછી શી ગતિ થશે ?”
પ્રભુએ માલકૌંસ રાગની અજબ સુરાવલિમાં જવાબ આપ્યો, ગોપાલક સ્વર્ગમાં જશે.”
મગધનાથે ફરી પ્રશ્ન કર્યો, “પ્રભુ, હું આપનો પરમ ભક્ત, કઈ ગતિને પામીશ ?”
પ્રભુનું પૂનમના ચાંદ જેવું મુખડું મરક્યું, પોતાની ભક્તિનો રાજાને ગર્વ હતો. પ્રભુએ કહ્યું, “રાજન, તારી ગતિ નરકમાં
11 શ્રી મહાવીર વાણી આત્મા પોતે જ પોતાનાં સુખદુ:ખનો કર્તા છે અને એનો નાશ કરનાર પણ છે. એટલા માટે સન્માર્ગે ચાલનારો આત્મા મિત્ર છે અને કુમાર્ગે ચાલનારો આત્મા શત્રુ છે.
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, ૨૦-૨૭
મગધરાજની કાપો તો લોહી ન નીકળે તેવી દશા થઈ. તેમણે કહ્યું, “શું પારસમણિના સ્પર્શે લોઢું સુવર્ણ નહિ બને ? આપના ભક્તની આ દશા ?”
પ્રભુ બંસરીના સૂરે બોલ્યા, “રાજનું, સંસારમાં સ્નેહ કરતાં સાધના મોટી વસ્તુ છે. મારા તરફના તારા સ્નેહ કરતાં
કથામંજૂષા ૨૪
કથામંજૂષારું ૨૫