SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વિધવા યુવતીએ છલકાતાં આંસુવાળી આંખે કહ્યું, “અરે ધન તો મારી પાસે છે. પરંતુ એ ધન તો રાજ ખૂંચવી લેશે. પછી મારું શું ? આ સંપત્તિ એ તો રાજભંડારની સંપત્તિ બનશે. વિધવાની આંખમાં તો આંસુ અને મુખમાં આહ જ રહેશે.' ‘એમ કેમ ?” છૂપા વેશમાં રહેલા સમ્રાટે પૂછવું. ‘આનું કારણ છે આ રાજનો કાયદો. જે વ્યક્તિ ગુજરી જાય અને એની પાછળ કોઈ વારસ ન હોય તો તેવું અપુત્રિયા ધન રાજ લઈ લે છે અને પોતાના ખજાનામાં રાખી લે છે. આથી હવે મને મારા ગુજરાનની ચિંતા છે. એક તો અનાથ બની અને એમાં વળી નિર્ધનતા આવી !” છૂપા વેશમાં રહેલો સમ્રાટ કુમારપાળ ચૂપચાપ ચાલી નીકળ્યો. એ મનોમન વિચારવા લાગ્યો કે રાજનું કામ નિરાધારને આધાર આપવાનું છે કે પછી નિરાધારને નિર્ધન બનાવવાનું છે ! રાજને ગમે તેટલી ખોટ આવે તો પણ આવો કાયદો ચાલે નહીં. કાયદો પ્રજાનાં આંસુ લૂછવા માટે છે, આકંદ માટે નહીં. સમ્રાટ કુમારપાળે અપુત્રિયા ધનનો કાયદો દૂર કરવાનો નિર્ણય કર્યો. ત્યારે ઘણા દરબારીઓએ કહ્યું કે આને પરિણામે તો રાજભંડારને થતી આવકમાં ઘણું મોટું નુકસાન થશે. રાજ્ય ઘણી મોટી રકમ ગુમાવવી પડશે. સમ્રાટ કુમારપાળ પોતાના નિર્ણયમાં મેરુ શિખરની માફક અચળ રહ્યા અને કાયો દૂર કર્યો. ૬૪. મહાજનની સૂઝ ગુજરાતના રાજ સિંહાસન પર બે ઘટનાઓ સદાય ઊથલપાથલભરી બનતી હતી. કોઈ રાજા સિંહાસન પર આરૂઢ થાય ત્યારે કેટલાય કાવાદાવા ખેલાતા હતા. કોઈ રાજ મેળવવા પ્રપંચ આદરે, કોઈ થનારા રાજાની કાન ભંભેરણી કરે તો કોઈ વળી પ્રધાન કે સેનાપતિને સાથમાં લઈને રાજ પલટાનો પ્રયાસ કરે. રાજને માટે બીજો કપરો કાળ તે રાજાના અવસાનનો ગણાતો હતો. રાજા બીમાર પડે ત્યારથી પ્રપંચ શરૂ થાય. અવસાન થાય ત્યારે પરાકાષ્ઠાએ પહોંચે. ગુજરાતના સિંહાસન પર રાજા કર્ણદેવનું રાજ ચાલતું હતું. કર્ણદેવ એકાએક બીમાર પડ્યા, બાળક જયસિંહનો એકાએક રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજમાતા મીનળદેવી નાના પુત્રને લઈને પતિના અવસાન નિમિત્તે યાત્રાએ નીકળ્યાં. ત્રેપન ઘાટે ફર્યા, બાવન તીર્થ પૂજ્યાં. યાત્રા કરીને પાટણ પાછાં ફર્યા ને જોયું તો શહેરના દરવાજા એમના માટે બંધ હતા. પાટણમાં ભારે રાજખટપટ ચાલતી હતી. કોઈએ કહ્યું કે મીનળદેવી તો કર્ણાટકની છે. જયસિહ નાનો છે. પરદેશી રાજમાતાનું રાજ કથામંજૂષા૧૪૫ 1 શ્રી મણીર વાણી | રાજન, એક ધર્મ જ રક્ષણ કરનાર છે, એના સિવાય સંસારમાં કોઈ પણ મનુષ્ય રક્ષક નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૪, ૪૦ કથામંજૂષા
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy