SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ n[ n It સમજાતું નથી ! એણે એની પત્નીને પૂછ્યું કે આજે સામાયિકમાં મારું ચિત્ત સ્થિર રહેતું નથી, કશુંક અયોગ્ય, અનુચિત તો બન્યું નથી ને ? કોઈ અનીતિવાળું દ્રવ્ય તો ઘરમાં આવ્યું નથી ને ? પશિયાની પત્નીએ કહ્યું, “આજે ઘરમાં છાણાં નહોતાં. રસ્તામાં જતી હતી ત્યાં માર્ગમાં અડાણાં છાણાં પડેલાં જોયાં. એમાંથી થોડાં છાણાં લઈને રસોઈ કરી છે. બાકી બીજું કશું ઘરમાં અણહ કનું આવ્યું નથી કે હું ક્યારેય લાવી નથી.” પુણિયા શ્રાવકે કહ્યું, “બસ, આ જ તો સામાયિકમાં ચિત્ત સ્થિર ન રહેવાનું કારણ છે. એ અણહકનાં છાણાંથી રસોઈ બનાવવામાં આવી અને પરિણામે આજે મન ડોલવા લાગ્યું.” પુણિયાની પત્નીએ કહ્યું, “છાણાં તો રસ્તા પર પડ્યાં હતાં. તેનો કોઈ માલિક હોય તેવું પણ નહોતું.” પુણિયાએ કહ્યું, “છાણાંનો કોઈ માલિક ન હોય તો તો રાજ એનો માલિક ગણાય. આથી આપણે રાજદ્રવ્ય લઈ આવ્યાં ગણાઈએ. એટલાં છાણાં ત્યાં પાછાં મૂકી આવજે , અણહ કનું આપણને કશું ખપે નહીં.” આ એ દેશ છે કે જ્યાં રસ્તા પર પડેલાં અણહકનાં છાણાં લેવામાં પણ અધર્મ ગણાતો હતો ત્યાં આજે બીજાનું છીનવી લેવામાં કે કોઈનું પડાવી લેવામાં પોતાની હોશિયારી ગણાય છે. પુણિયાનો દાખલો બતાવે છે કે સાચો શ્રાવક કેવો હોય અને એની સામાયિક કેવી હોય, એની આત્મજાગૃતિ અને સતત જીવનશુદ્ધિ તરફ સજાગ રાખે છે. ૪૨. અણહકનું ન ખપે ! પ્રભુનો સાચો ભક્ત, પુણિયો શ્રાવક એનું નામ. એણે પોતાના સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો અને માત્ર રૂની પૂણીઓ બનાવી, તેને વેચીને પોતાની આજીવિકા ચલાવતો હતો. આમાંથી જે કંઈ મળે તેનાથી પતિ-પત્ની સંતોષ માનતાં હતાં. બંનેના મનની ભાવનાઓ ઘણી ઊંચી હતી. બેમાંથી એક ઉપવાસ કરે , ઉપવાસ એટલે આત્માની નજીક વાસ કરવો તે તો ખરું જ, પરંતુ ઉપવાસને કારણે જે ભોજન બચ્યું તે બીજાને ભાવથી બોલાવીને જમાડતાં હતાં. સામાયિક તો પુણિયા શ્રાવકની. સામાયિક એટલે સમભાવ, સંયમ અને શુભભાવ, સાચા સાધકને માટે સમય મળે સામાયિક કરવી જરૂરી ગણાય. એ સામાયિક સમય જતાં પુણિયા શ્રાવકની અંતરયાત્રાનું શિખર બની ગઈ. એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ ? આવું કેમ થાય છે એનું કારણ મને શ્રી માપીર વાણી મોહને કારણે જે માણસની પરદ્રવ્યમાં પરમાણ જેટલી પણ આસક્તિ હોય છે તે મુર્ખ-અજ્ઞાની છે અને આત્માના સ્વભાવથી ઉલટું આચરણ કરનાર છે. શ્રી મોક્ષપાહુડ ૬૯ કથામંજૂષા ૯૮ કથામંજૂષા ૯૯
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy