SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કરી. એ તરફ સહેજે લક્ષ્ય આપ્યું નહીં. આચાર્યશ્રીને કહેવા માટે ઉત્સુક બનેલા મુનિરાજ એમની કહેવાની આતુરતાને કાબૂમાં રાખી શક્યા નહીં. તેઓ ફરી બોલ્યા, “અરે, જુઓ જુઓ, આવી પાંચ લાખના હીરાની આંગી આપે ક્યારેય જોઈ છે ખરી ?” આખરે આચાર્યશ્રી બુદ્ધિસાગરજીએ ટકોર કરતાં કહ્યું, “મુનિરાજ , પ્રભુની આંગી જોતી વખતે સાધુની નજર આંગી પર અટકવી ન જોઈએ. એની કિંમત પર થોભવી ન જોઈએ. બલકે, એની દૃષ્ટિ તો પ્રભુ પર કરવી જોઈએ. આવી આંગીનું હું અનુમોદન કરું છું, પરંતુ એ જોતી વખતે એ વિચારવાનું હોય કે આથી પણ વધુ કીમતી જર-ઝવેરાતનો પ્રભુએ પળવારમાં ત્યાગ કર્યો અને હું કેવો પામર કે આવા પદાર્થો પરની મારી આસક્તિ જતી નથી.” આચાર્યશ્રીની વાત સાંભળતાં જ મુનિરાજને સત્ય સમજાયું. ધર્મમાં ધનનો નહીં, બલકે ત્યાગનો પ્રભાવ છે. એ ત્યાગ હોય તો જ ધર્મ ટકે. અપરિગ્રહ હોય તો જ અહિંસા જીવે. પરિગ્રહ જેવી બીજી કોઈ હિંસા નથી. ભક્તિ વખતે ભાવનું મહત્ત્વ છે. ભક્ત અને ભગવાન વચ્ચેના સંવાદનું મહત્ત્વ છે. ૫૭. આંગીની શોભા સુરત શહેરમાં એક ધનિક સજ્જનના ઘર-દેરાસરમાં પૂજા ભણાવાતી હતી. પ્રભુની પૂજામાં એ ધનવાને મોંઘેરા હીરાની મનોરમ આંગી રચી હતી. એકસો આઠ ગ્રંથના રચયિતા, યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી પ્રભુ સમક્ષ ભાવવિભોર બનીને બિરાજમાન હતા. વાતાવરણમાં ચોતરફ ભક્તિનો રંગ ઊડતો હતો. પૂજા ભણાવનાર અંતરના ઉમંગથી પ્રભુ-સ્તુતિ કરતો હતો. આ સમયે આવી હીરાજડિત આંગીનાં વખાણ કરતાં એક મુનિરાજે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીને કહ્યું, “ઓહ, પ્રભુની મૂર્તિ પર કેવી મનોરમ આંગી સર્જી છે. આવી મનોરમ આંગી તો મેં ક્યારેય જોઈ નથી.” આચાર્યશ્રીએ મુનિરાજના અહોભાવ તરફ લક્ષ્ય આપ્યું નહીં. આથી મુનિરાજે ફરી આચાર્યશ્રીનું ધ્યાન દોરતાં કહ્યું, “અહો, આપને ખબર છે, આજે તો પાંચ લાખના હીરાની પ્રભુની આંગી થઈ છે.” આચાર્યશ્રીએ ફરી વાર મુનિરાજની વાત સાંભળી-ન સાંભળી 11 શ્રી મહાવીર વાણી it $જ્ઞાનરૂપી પ્રચંજ પવનથી યુક્ત, ઉત્તમ સમાધિ અને સંયમથી પ્રજવલિત તપ સાંસારિક કારણભૂત કમને અગ્નિ જેમ ઘાસ અને લાકડાંને ભસ્મ કરે છે એવી જ રીતે ભસ્મ કરી દે છે. શ્રી મોક્ષપાહુડ, ૩૪૭ કથામંજૂષા ૧૩) કથામંજૂષા છે131
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy