SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 'n પર ચલના ખોજગીએ ચાંચિયાગીરી કરીને ચોતરફ ત્રાસ વર્તાવ્યો હતો. હવે એને મુશ્કેટાટ પકડીને લઈ આવ્યો છું. ગોવાની સરકારે ખોજગીને એક લાખ લ્યાહેરી(રૂપાના સિક્કા)નો દંડ કર્યો છે. એમ પણ કહ્યું છે કે જો દંડ ન ભરે તો દસમા દિવસે એને દેહાંતદંડ આપવો.” પડછંદ કાયાધારી ખોજગીને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. એણે વાજિયા શેઠને જોયા. આ શાહ સોદાગર પાસે ચાંચિયાએ દયાની યાચના કરી. વાજિયા શેઠમાં ક્ષત્રિય અને વીરત્વ બંને હતાં. એમની આંખોમાં દયાનો ભાવ જોઈ કપ્તાન વીજરેલે કહ્યું, ‘જોજો, આને દયા ન કરશો. એનો ભરોસો શું ? આજ વચન આપે અને આવતીકાલે ફરી જાય તો ?” વાજિયા શેઠે કહ્યું, ‘પાપીને પણ દિલ હોય છે, ગમે તેવા વેરાન દિલમાં પણ ક્યારેક લાગણીના અંકુરો ફૂટતા હોય છે. એ સમયે માનવીના હૃદયમાં સાચો ભાવ જાગી જાય તો એ પલટાઈ જાય. ધારો કે એ ખોટું વચન આપીને છેતરપિંડી કરે તો આપણે પણ ક્યાં પાછા પડીએ એવા છીએ ? ફરી વાર એની સાથે જંગ ખેલીને જેર કરીશું.' કપ્તાન વીજ રેલ હજુ વિચારમાં હતો, વાજિયા શેઠે કહ્યું, ‘જુઓ, આ આઠ દિવસ પર્વને કારણે આપણું વહાણવટું બંધ છે. પર્વના દિવસોમાં પાવન કામ કરી લઈએ. આ તો ક્ષમા માગનારને ક્ષમા આપવાની તક ઊભી થઈ છે. એમ કહે છે. કે આ પર્વના દિવસે એક ગણું દાન આપો તો સો ગણું પુણ્ય મળે. ગોવા સરકારનો એક લાખ લ્યાહરી (રૂપાનો સિક્કા)નો દંડ મારી પાસેથી લઈ જજો. પણ આજે આને મુક્ત કરો.' કપ્તાન વીજવેલ વાજિયા શેઠની ઉદારતાને જોઈ રહ્યા. આને પરિણામે ચૌલાના ખોજગીએ ચાંચિયાગીરી છોડીને વહાણવટાનો ધંધો શરૂ કર્યો. એણે હરામના હજાર છોડી હલાલનો એક ખાવાનો નિર્ધાર કર્યો. એ દિવસથી ખોજગીનું અંતર બદલાઈ ગયું. ૬૬. ત્રાજવું અને તલવાર અરવલ્લીની અંધારી બનેલી ટેકરીઓ પર, ભાલા હાથમાં રાખીને ઊભેલા રાણા પ્રતાપના મનમાં શહેનશાહ અકબરનો સંદેશો ઘૂમરાતો હતો. શહેનશાહ અકબરે રાણા પ્રતાપને કહ્યું હતું કે દિલહી દરબારમાં તમારા માટે મન ચાહ્યું અને મોંમાગ્યું આસન તૈયાર છે. બીજી બાજુ વેરાન જંગલ, ખાવાના સાંસા અને એમાં પોતાની બાળકીનું ભૂખના દુ:ખે થતું રુદન રાણા પ્રતાપને સંભળાતું હતું. રાણા પ્રતાપે અડીખમ ઊભેલા અરવલ્લી પર્વત પર દૃષ્ટિ ફેરવી. બાજુમાં સ્વતંત્રતાથી વહેતા ઝરણા પર આંખો સ્થિર કરી. દિલ્હીના શાસન સામે સ્વાતંત્ર્ય-યુદ્ધની રાણાએ ઉદ્ઘોષણા કરી હતી. શહેનશાહ અકબરે પોતાની વાતનો તિરસ્કાર કરનારા રાણા પ્રતાપને મિટાવી દેવા દિલ્હીથી પ્રચંડ લશ્કર મોકલ્યું. રાણા પ્રતાપ માટે મેવાડ છોડીને સિંધમાં ચાલ્યા જવાની ઘડીઓ ગણાઈ રહી હતી. એમણે માલ-અસબાબ બાંધવા માંડ્યો આ વખતે એક વણિક નર મારતે ઘોડે આવ્યો અને એણે કહ્યું, ‘રાણાજી, દેશનો સૂરજ અસ્ત થવા નહિ દઉં, શું ખપે ?” કથામંજૂષા ૧૪૮ કથામયા ૧e
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy