SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ h ૫૩. સૌથી અઘરી છે સરળતા દંતાણી ગામના આચાર્ય જયસિંહસૂરિનું ભવ્ય સામૈયું યોજાયું. ગામમાં એકેએક ઘર શણગારવામાં આવ્યાં. ઢોલ-નગારાં બજાવવામાં આવ્યાં. નગરનાં નર-નારી કીમતી વસ્ત્રો પહેરીને સામૈયામાં જોડાયાં હતાં. આટલા બધા લોકો સામૈયામાં આવ્યા, પણ આખા ગામમાં ખરા ધર્માનુરાગી તરીકે ઓળખાતાં દ્રોણ શેઠ અને દંદી શેઠાણી ક્યાંય દેખાતાં નહોતાં. આ બાબત ચર્ચાનો વિષય બની. જાણીતા માણસોની ગેરહાજરી એમની હાજરી કરતાં વધુ ધ્યાન ખેંચે છે. લોકો પણ એ વિશે તર્ક-વિતર્ક કરવામાં પાછું વળીને જોતા નથી. સામાન્ય રીતે જૈન આચાર્ય પગપાળા જ ચાલતા હોય, પરંતુ જયસિંહસૂરિજીએ પગપાળા ચાલવાને બદલે પાલખીમાં બેસવાનું નક્કી કર્યું હતું. આવા આચાર્ય પરંપરા તોડીને સુખસાહ્યબીમાં ફસાય તે કેવું કહેવાય ! પરંતુ એ સમયે આજની જેમ જ જૈન સંઘમાં એકતા નહોતી. બધા ફાવે તેમ વર્તતા. પરિણામે આચાર્ય ખુદ આકરા તપત્યાગને બદલે સુંવાળા માર્ગના પ્રવાસી બની ગયા હતા. આને કારણે જ દ્રોણ શેઠ અને કેદી શેઠાણી થામંજૂષા ૧૨૨ આચાર્યશ્રીના સામૈયામાં આવ્યાં નહોતાં. દંતાણી ગામમાં પાલખીમાં બેસીને ભારે ધામધૂમથી આચાર્ય જયસિંહસૂરિજીનો મંગલ પ્રવેશ ઊજવાયો. ચોતરફ ઉત્સાહ હતો, પણ શેઠ-શેઠાણીની ગેરહાજરીનો સંકેત મળતાં જ આચાર્યશ્રીને થોડું દુઃખ અને વધુ ગુસ્સે થયા. આચાર્ય જયસિંહસૂરિ વિચારમાં પડ્યા. એમણે પતિ-પત્નીને બોલાવ્યાં. બંનેએ આચાર્યશ્રીને વિનયપૂર્વક વંદન કર્યાં. આચાર્યશ્રીએ થોડી બીજી વાતો કર્યા બાદ સામૈયામાં કેમ આવ્યાં નહીં તે અંગે ઠપકાભરી રીતે પૂછ્યું. દ્રોણ શેઠ ચૂપચાપ સાંભળી રહ્યા, પરંતુ દેદી શેઠાણી તો સાચું કહેનારાં નારી હતાં. એ રહી શક્યાં નહીં. એમણે કહ્યું, “મહારાજ, આપ તો અપરિગ્રહના ધારક છો અને બીજી બાજુ કોઈ રાજાની માફક ઠાઠમાઠથી પાલખીમાં ફરો છો. આમાં તીર્થંકર પ્રભુની આજ્ઞાનું પાલન ક્યાં રહ્યું ? આમ કરવાથી ધર્મની પરંપરા ક્યાં રહી ? સામૈયામાં ન આવવાનું કારણ આ જ. આપ અમને ક્ષમા આપજો, અમારી ભૂલ થઈ હોય તો.” આચાર્યશ્રીનું અંતર જાગી ઊઠ્યું, ‘ભૂલ’ શબ્દનો પડઘો એમના અંતરમાં પડ્યો. એમણે કહ્યું, “બહેન, ભૂલ તો અમારાથી થઈ છે. અમે ધર્મ વિરુદ્ધનું આચરણ કર્યું છે. તારી પાસે અમે ક્ષમા યાચીએ છીએ.” દ્રોણ શેઠ અને દેદી શેઠાણી આચાર્યશ્રીના સરળ અને નિખાલસ આત્માને વંદી રહ્યાં. આવાં પ્રતાપી દેદી શેઠાણી જેવી નારીની કૂખે આર્યરક્ષિતસૂરિનો જન્મ થયો. જેમણે ધર્મમાં જામેલાં શિથિલતાનાં જાળાં દૂર કર્યાં. 16 11 શ્રી મહાવીર વાણી 11 રાગી જીવ કર્મોનું બંધન કરે છે. વૈરાગ્યયુક્ત પુરુષ કર્મોથી મુક્ત બને છે. આ જઉપદેશ બંધન અને મોક્ષ અંગે જિનેન્દ્રદેવે સંક્ષેપમાં આપ્યો છે. શ્રી મૂલાચાર ૨૪૭ કથામંજૂષા ૧૨૩
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy