________________
એ આખો દિવસ માટીનો પાડો મારતો હશે !”
સમ્રાટ શ્રેણિક અંધકૃપ પાસે ગયા અને જોયું કે કસાઈ કાલસૌકરિકે મારેલા માટીના પાડાઓ પડ્યા હતા. એના તરફ દૃષ્ટિ કરી ત્યારે કાલસૌ કરિકે પોતાના કુર હાથ વડે એક માટીના પાડાની ગરદન કાપતો હતો.
સમ્રાટ શ્રેણિકને ખ્યાલ આવ્યો કે બળજબરીથી, રાજદંડના ભયથી કે કારાવાસની કોટડીથી હિંસા છોડાવી શકાતી નથી. હિંસા છોડાવવા માટે તો હૃદયપરિવર્તન થવું
n
જોઈએ.
સેંકડો વર્ષ પૂર્વે બનેલી આ ઘટના આજે ભુલાઈ ગઈ છે. આજે જીવ બચાવવાની કે પ્રાણી છોડાવવાની વાત થાય છે, પણ હિંસકના હૃદયપરિવર્તનનો કોઈ વિચાર કરતું નથી. માત્ર જીવ છોડાવવાની રકમ આપે કશું વળતું નથી. પરંતુ કસાઈના હૃદયમાં જીવ તરફની કરુણા જાગે, તો જ જીવની હત્યા અટક અને અહિંસાનો પ્રકાશ ફેલાય.
૬૩. પ્રજાનાં આંસુ
આજથી નવસો વર્ષ પહેલાંનો એ સમય હતો. ગુજરાતની જાહોજલાલીનો એ સુવર્ણયુગ હતો. સોલંકી વંશના સૂર્યસમાન જયસિંહ સિદ્ધરાજે થોડા સમય પહેલાં આ જગતની વિદાય લીધી હતી અને સમ્રાટ કુમારપાળનું શાસન પ્રવર્તતું હતું.
સમ્રાટ રોજ રાત્રે વેશ બદલીને નગરચર્ચા કરવા નીકળે. પ્રજાનાં દુઃખો જાણે. એમની ભાવના સમજે. રાજની વ્યવસ્થાનો ખ્યાલ મેળવે.
સમ્રાંટે કુમારપાળે એક ઘરના ખૂણામાં બેસીને સ્ત્રીને ચોધાર આંસુએ રડતી જોઈ. તપાસ કરતાં જાણ થઈ કે આ સ્ત્રીનો પતિ અવસાન પામ્યો હતો. વિશેષ તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે એના ભવિષ્યની ભારે ચિંતા હતી. આવતીકાલે જીવનનો નિર્વાહ કેવી રીતે કરશે એની ફિકર સતાવતી હતી.
છૂપા વેશમાં રહેલા સમ્રાટે કુમારપાળે એ યુવાન વિધવા નારીને કહ્યું,
અરે, આટલું બધું આકંદ શાને કરો છો ? શું તમારી સંભાળ રાખનાર કોઈ જ નથી.’
કથામંજૂષા ૧૪૩
1 શ્રી મહાવીર વાણી | જે રીતે અગ્નિ જીર્ણ અને શુષ્ક લાકડાંઓને જોત જોતામાં બાળી દે છે એ જ રીતે આત્મનિષ્ઠ અને સ્નેહ રહિત જીવ તપ દ્વારા કમને જોતજોતામાં બાળી નાખે છે.
શ્રી આચારાંગ સૂત્ર ૧, ૪ (૩) : ૩૩
કથામંજૂષા ૧૮૨