________________
પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયમાં માણસો પ્રાયઃ સરળ, પરંતુ જડ બુદ્ધિવાળા હતા. છેલ્લા તીર્થંકરના - એટલે આજના - માણસો પ્રાયઃ કુટિલ અને જડ બુદ્ધિવાળા છે. એટલે વિસ્તારથી આચારમાર્ગ સમજાવવા પાંચ વામ યોજ્યા છે.”
બીજાથી તેવીસમા તીર્થંકરોના સમયમાં જીવન સરળ અને ચતુર હોય છે, થોડું કહીએ, તેમાં ઝાઝું સમજતા. એ માટે ચાર યામનો ધર્મ એમના વખતમાં રહ્યો.”
ગણધર શ્રેષ્ઠ ગૌતમસ્વામીની વાત સાંભળીને કેશીકુમાર શ્રમણ વિચારમાં પડ્યા. એમને ખ્યાલ આવ્યો કે દરેક સમયને પોતાની આગવી માગ અને જરૂરિયાત હોય છે અને તેથી પોતાના સમયની જરૂરિયાત જોઈને ભગવાન મહાવીરે ચાર યામમાં પાંચમાં યામનું ઉમેરણ કર્યું હતું. એ સિવાય બીજું બધું તો સમાન છે તો પછી આ ભેદ શાને ?
એ દિવસે ગૌતમસ્વામી અને કેશીકુમાર શ્રમણ બે જુદા પ્રવાહને બદલે એક પ્રવાહ બની ગયા. બંને સાથે મળીને ધર્મની પ્રભાવના કરવા લાગ્યા.
કેશીકુમાર શ્રમણે પરિવર્તનને પારખ્યું અને એને સ્વીકારવાની વ્યાપકતા બતાવી, કારણ કે ધર્મ એ જોડનારું પરિબળ છે, જુદા પાડનારું નહીં. આજે ધર્મને નામે કેટલાય નાના નાના સંપ્રદાયો ઊભા થાય છે. જેમ સંપ્રદાય નાનો તેમ વધુ ઝનૂની. આ સમયે કોઈ ગુરુ ગૌતમસ્વામી અને કેશીકુમાર શ્રમણને યાદ કરશે ખરું?
૬૧. અનેકાંતનું ઐક્ય
એક અજબ ઘટના બનતી હતી. ભગવાન પાર્શ્વનાથના શ્રમણોનું ને ભગવાન મહાવીરના શ્રમણોનું સંમેલન મળતું હતું. શ્રાવસ્તી નગરીના કોષ્ટક ચૈત્યમાં ભગવાન મહાવીરના પ્રતિનિધિ તરીકે ગૌતમ ગણધર આવ્યા હતા. શ્રાવસ્તી નગરીના હિંદુક ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથના કુમાર કેશીકુમાર શ્રમણ બિરાજતા હતા. પણ પોતાના સમુદાય સાથે ઊતર્યા હતા. તેઓ ભગવાન પાર્શ્વનાથના સંપ્રદાયના હતા. વૃદ્ધોનો આદર કરવા જ્ઞાની ગૌતમ સામે પગલે કેશી પાસે ગયા હતા.
આ સંમેલનની ચર્ચા સાંભળવા અન્ય તીર્થિક અનેક સાધુઓ અને હજારો ગૃહસ્થો એકત્ર થયા હતા. કેશીકુમાર શ્રમણે ગૌતમને પ્રશ્ન કર્યો, “હે ગૌતમ ! ભગવાન મહાવીર ને ભગવાન પાર્શ્વનાથનો મુક્તિમાર્ગ સમાન છે, પછી તેમના ધર્મમાર્ગમાં ભેદ કેવા ? ભગવાન પાર્શ્વનાથ ચાર ધામવાળા ધર્મની પ્રરૂપણા કરે છે, ને ભગવાન મહાવીર પાંચ યામવાળા ધર્મની.”
ગણધર શ્રેષ્ઠ ગૌતમસ્વામી બોલ્યા, “પૂજ્ય ! આ ભેદ બુદ્ધિના છે. જેવી બુદ્ધિના માણસ તેવી બુદ્ધિશાળી પ્રરૂપણા.
કથામંજૂષાઋ૧૩૮
| શ્રી મણવીર વાણી | ભયાકુલ પ્રાણીને માટે શરણની પ્રાપ્તિ શ્રેષ્ઠ નિવડે છે. તેવી રીતે પ્રાણીઓ માટે ભગવતી અહિંસાનું શરણ વિશેષ હિતકર છે.
શ્રી પ્ર વ્યાકરણ સૂત્ર, ૨, 1
કથામં પા૩િ૯