Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 76
________________ h ૬૨. સર્વ જીવો પ્રત્યે કરુણા રાજગૃહી નગરીમાં નવો પ્રકાશ ફેલાયો હતો. જ્યાં એક સમયે હિંસાનો દાવાનળ ફેલાયો હતો, ત્યાં હવે અહિંસાની ભાવના સર્વત્ર ગુંજતી હતી. અગાઉ પ્રાણી કે માનવીને મારવામાં વીરતા કે મહત્તા પ્રગટ થતી હતી. તેને બદલે હવે પ્રજામાં નાનામાં નાના પ્રાણી કે જીવજંતુની હત્યા કરનાર તરફ અણગમો જાગ્યો હતો. એક સમયે પ્રાણીઓને પીડવામાં પરાક્રમ લેખવામાં આવતું હતું. એને બદલે હવે પ્રાણીની પીડાની વેદના નગરજનો અનુભવતા હતા. કાલૌકરિક એ રાજગૃહ નગરીનો સહુથી મોટો કસાઈ હતો. એના કસાઈખાનામાં રોજ સેંકડો પાડાઓને ક્રૂર રીતે મારવામાં આવતા હતા. આવી હિંસા જોઈ ભગવાન મહાવીરના પરમ અનુયાયી શ્રેણિકનું હૃદય કંપી ઊઠ્યું. એણે તત્કાળ કાલૌકરિકને બોલાવ્યો. રોજ મોટા છરાથી અસંખ્ય પાડાઓ મારતો કાલૌકરિક સમ્રાટ શ્રેણિક પાસે હાજર થયો. સમ્રાટે કહ્યું, “કાલૌકરિક ! તું મારા રાજ્યનું કલંક છે. હું અહિંસાનું થામંજૂષા ૧૪૦ પાલન કરું અને તું રોજ સેંકડો પાડાને નિર્દયતાથી હણી નાખે તે કેવું કહેવાય ? મારે આ મહાન રાજગૃહ નગરીની શરમ મિટાવવી છે, આથી તું પાડા મારવાનું છોડી દે. એના બદલામાં તને હું અઢળક ધન આપીશ." કાલૌકરિક વિચારમાં પડી ગયો. છેક બાળપણથી એ કસાઈખાનામાં કામ કરતો હતો. આ કામ એ એકાએક કઈ રીતે છોડી દે ? એને માટે હવે પાડાઓની કતલ, એ કોઈ ધંધો કે રોજગાર નથી પણ એના સંસ્કાર બની ગયા હતા. પાડાને માર્યા વગર તે કઈ રીતે જીવી શકે ? કતલ કરવાની બંધ કરે, તો બીજું શું કામ કરે ? કાલૌકરિકે વિચાર્યું કે જો સમ્રાટ પાસેથી સંપત્તિ લઈને એ આ કામ બંધ કરી દેશે તો સાવ નવરોધૂપ બની જશે, પછી દિવસ ગાળશે કઈ રીતે ? કામ કર્યા વિના રાત્રે ઊંઘ આવશે કઈ રીતે ? કાલસૌકરિકે નમ્રતાથી સમ્રાટને પોતાની અસમર્થતા કહી. સમ્રાટ શ્રેણિકને મહાઅપમાનનો અનુભવ થયો. આ તે કેવો માનવી કે જે સમ્રાટની આજ્ઞા શિરે ચઢાવતો નથી. રાજગૃહીની આબરૂ માટીમાં મેળવે છે. સમ્રાટ શ્રેણિકે એને તત્કાળ કેદ કરવાનો હુકમ કર્યો અને કાલૌકરિકને અંધક્ષમાં નાખી દીધો. સમ્રાટ શ્રેણિકના આનંદનો પાર ન રહ્યો. એણે અત્યંત હર્ષ સાથે ભગવાન મહાવીર સમક્ષ નિવેદન કર્યું, “પ્રભુ ! મેં કાલૌકરિક પાસે પાડા મારવાનું છોડાવી દીધું. પાડાઓની હત્યા બંધ કરવા એ તૈયાર નહોતો, પણ મેં એને અંધક્ષમાં નાખ્યો. હવે એ પાડાઓ શી રીતે મારશે ?” ભગવાન મહાવીરે કહ્યું, “માત્ર દંડથી, બળથી કે કેદથી વ્યક્તિના ચિત્તના પ્રગાઢ સંસ્કાર બદલી શકાતા નથી. કાલૌરિકનું હૃદયપરિવર્તન થાય, તો જ એ પાડાઓને મારતો અટકે." સમ્રાટ શ્રેણિકે કહ્યું, “અરે, હવે એ પાડાઓને કઈ રીતે મારી શકશે ? શું આપ કહો છો કે એ અંધકૂપમાં પણ પાડાઓ મારતો હશે ?” ભગવાન મહાવીરે કહ્યું, “હા, અંધકૂપની ભીની માટીમાંથી પાડો બનાવીને કથામંજૂષા ૧૪ ૧

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82