Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 72
________________ કરવી પડશે, પણ વળી એ સ્ત્રીને વિચાર આવ્યો કે આવી ઝંઝટ કરવી શા માટે ? બધે તપાસ કરવાની જરૂર શી ? આટલી મહેનત કરવાને બદલે મને મંત્ર આવડે છે, એ મંત્રથી જ મારું કામ કેમ સિદ્ધ ન કરું ? આ સ્ત્રીએ મંત્રનો પાઠ કર્યો. તરત જ દેવી ઉપસ્થિત થઈ. એણે આ સ્ત્રીને પૂછવું, “શું તારા પર કોઈ મહાસંકટ આવ્યું છે ? કોઈ જીવન-મરણનો સવાલ પેદા થયો છે ?” પેલી સ્ત્રીએ કહ્યું, “દેવી, એવું કંઈ મોટું સંકટ તો આવ્યું નથી. મારું વાછરડું ભાગી ગયું છે. એને લાવીને આ ખૂટે બાંધી આપો.” દેવીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ આચાર્ય ભદ્રબાહુ પાસે ગઈ અને બોલી, અરે મહારાજ ! આ તમે શું કરી નાખ્યું ? અમારી દશા તો જુઓ. આજે અમારે વાછરડું બાંધવું પડે છે અને કાલે શું થશે એની પણ અમને ખબર નથી.” સાચે જ આજે મંત્રનો ઉપયોગ વાછરડા બાંધવામાં થાય છે. માનવીની લિપ્સા અને લાલસાનું સાધન આ મંત્રો બન્યા છે, ગુનેગાર ગુનો કર્યા પછી નિર્દોષ છૂટવા માટે પણ મંત્રો અજમાવે છે. મંત્રની પાછળની ભાવના લોપાઈ ગઈ છે. માત્ર મુદ્ર ઇચ્છાઓ સંતોષવાનું સાધન બની રહ્યા છે. ક્યાંક તો મંત્રો જગતનાં તમામ દુ:ખ-દર્દો મિટાવવાને ચમત્કારી ઔષધિ હોય તેમ જણાય છે. તેનાથી જીવલેણ કૅન્સર પણ મટે અને પગનો વા પણ જાય. ધર્મ જ્યાં વેપાર બની બેઠો છે ત્યાં મંત્ર એ ચલણી નાણું બની ગયું છે. ૫૮. મંત્ર : ચલણી નાણું ? આચાર્ય ભદ્રબાહુ નામના એક મહાન આચાર્ય થઈ ગયા. એમનું જ્ઞાન અગાધ હતું તો એમની સાધના ગહન હતી. એક વેળાએ સમાજ પર આપત્તિ આવી. સંઘની આ આપત્તિ દૂર કરવા માટે આચાર્ય ભદ્રબાહુએ એક મહાન મંત્રની રચના કરી. શબ્દોમાં નવી શક્તિ મૂકી. શક્તિમાં સાધનાનું ઉમેરણ કર્યું, અને તેને પરિણામે આવા મહાન મંત્રની રચના થઈ, સંઘ પર આવેલું સંકટ દૂર થયું. વિધર્મીઓ મંત્રની શક્તિ આગળ માત થયા. એ પછી એક સ્ત્રી રસોઈ બનાવી રહી હતી. ઘરના કામમાં એટલી ડૂબેલી હતી કે બહાર બાંધેલું વાછરડું ભાગી ગયું તોય ખ્યાલ ન રહ્યો. - રસોઈ પૂરી કરી. આંગણામાં જોયું તો વાછરડું ન મળે. આ સ્ત્રી વિચારમાં પડી ગઈ કે હવે કરવું શું ? આજુબાજુ નજર કરી, પણ ક્યાંય વાછરડું દેખાય નહિ. મનમાં થયું કે હવે એને શોધવા જવું પડશે. ઠેર ઠેર તપાસ શ્રી મહાવીર વાણી | સર્વ દુઃખોના ક્ષયની ઇચ્છા રાખનાર પુરુષો સંયમ અને તપથી પુર્વકર્મોનો ક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮ : ૩૯ કથામંજૂષા ૧૩રો કથામંજૂષા ૧૩૩

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82