________________
h
૫૬. મારક અને તારક
મદભરી મદનમોહનાને તરુણ મુનિનું ભારે આકર્ષણ જાગ્યું, પરંતુ એ તરુણ મુનિ તો સમય થતાં ભિક્ષા લેવા આવે, નીચું મસ્તક રાખી ભિક્ષા લે અને લઈને ચાલ્યા જાય. રૂપનું ગુમાન ધરાવતી મદનમોહના અકળાઈ ઊઠી અને એણે મુનિના પાત્રમાં પોતાના પગનું ઝંઝાર મૂકી દીધું. શું આપ્યું કે શું લીધું એની કશીયે ખેવના વગર મુનિ પાત્ર ઢાંકીને ચાલવા લાગ્યા.
પોતાની યુક્તિમાં નિષ્ફળ જતાં મદનમોહનાએ મુનિ પર ચોરીનો આરોપ મૂક્યો. મુનિના પાત્રમાંથી ચોરીનો મુદ્દામાલ પકડાયો. પગનું ઝાંઝર મુનિ પાસેથી મેળવવામાં આવ્યું અને મુનિના પગમાં જંજીર પડી. સમાજ મુનિની નિંદા કરવા લાગ્યો.
રોજ મદનમોહનાની હવેલીની નજીકથી જંજી૨ બાંધીને મુનિને સિપાઈઓ મજૂરી કરવા લઈ જાય. દિવસ આખો મુનિ પથ્થર ફોર્ડ, સાંજે એ જ રસ્તે પાછા જાય.
મદનમોહનાની સતી તરીકે ખ્યાતિ થઈ, પરંતુ એનું અંતર ડંખતું હતું. લોકો એનાં દર્શન કરવા આવતા. પોતાની પૂજા અને
કથામંજૂષા૧૨૮
પરેશાન કરાવનારી બની ગઈ.
પુણ્યનો આનંદ હોય છે, પાપનો બોજ હોય છે. મદનમોહનાનું હૃદય પાપના બોજથી દબાઈ ગયું. હવે કરવું શું ? એક વાર રસ્તામાં જતાં મદનમોહનાને મુનિ મળ્યા. ત્યારે મુનિને જોઈને મદનમોહના રડી પડી.
મુનિએ કહ્યું, “પથ્થર ફોડવા સહેલા છે, પણ કર્મ ફોડવાં મુશ્કેલ છે. તેં મને કર્મ ફોડવાની અનુકૂળતા કરી આપી. તારો ઘણો ઉપકાર.”
મદનમોહના બોલી, “આપની દશા તો જુઓ. કેવું કૃશ શરીર થઈ ગયું છે. ક્યાં ગયું તમારું એ પહેલાંનું રૂપ.”
મુનિએ કહ્યું, “મારું રૂપ એવું ને એવું જ રહ્યું છે. તમે પણ ઓછાં રૂપવાન નથી.”
મદનમોહના કહે, “ક્યાં તમારું રૂપ અને ક્યાં મારું. એક રૂપ તારક બને છે અને બીજું રૂપ ડુબાડનારું હોય છે. મારા રૂપને કારણે તો તમારા શરીરમાં જંજીરો પડી.”
વ્યાકુળ અવાજે મદનમોહનાએ કહ્યું, “હું ગુનેગાર છું. મને મારું ઝાંઝર પાછું આપો. મને આ જંજીર પહેરાવો.”
યુવાન સાધુ મદનમોહનાની વાત સાંભળીને હસીને આગળ વધી ગયા. મદનમોહના વિચારમાં ડૂબી ગઈ. એ ક્ષમા માગવાનો વિચાર કરે તે પહેલાં તો જંજીર રણકારીને મુનિ આગળ વધી ગયા. ધન અને રૂપ માનવીના ગર્વ લાગે છે અને એ ગર્વ જ માનવીના પતનનું કારણ બને છે. ધન અને રૂપ બંને સારે માર્ગે વપરાય તો સમાજને લાભ થાય છે. એનો ખોટો ઉપયોગ ઘણી હાનિ સર્જે છે. મદનમોહનાનું રૂપ મારક બન્યું, જ્યારે મુનિનું રૂપ તારક બન્યું.
કથામંજૂષા ૧૨૯