________________
કુળને નીચ કે અધમ કુળ કહેવા લાગ્યા.
આ સાંભળી દેવાનંદાની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. આસપાસ રહેલા સહુ કોઈ સ્તબ્ધ બની ગયા. અરે ! માતા દેવાનંદાને આટલી બધી વેદના શાને ? એમની આંખમાંથી આ શ્રાવણ-ભાદરવો વરસે છે કેમ ?
સહુ દેવાનંદાની આસપાસ વીંટળાઈ વળ્યા અને ચોધાર આંસુએ રડવાનું કારણ પૂછયું, ત્યારે દેવાનંદાએ કહ્યું, “ઓહ, જે મણે જાતિ, વર્ણ, ગોત્ર અને કુળનો મદ છોડવાનું કહ્યું એ મહાવીરની આસપાસ વસનારાઓ કુળના અભિમાને ઝઘડી રહ્યા છે. આ તે કેવી વિધિની વિચિત્રતા કહેવાય ? મહાવીરે કહ્યું કે કોણ બ્રાહ્મણ અને કોણ ક્ષત્રિય ? વિદ્યાવાન દરેક બ્રાહ્મણ છે અને તપનું તેજ ધારણ કરનાર ક્ષત્રિય છે. એમણે જાતિ અને વર્ણને મહત્ત્વ આપ્યું નથી, માનવીના કર્મને મહત્ત્વ આપ્યું. આપણે જ એમની વાત ભૂલી ગયાં છીએ.”
સહુને પોતાની ભૂલ સમજાઈ. દેવાનંદાની ક્ષમા યાચી ત્યારે દેવાનંદાએ કહ્યું, વર્ણનો વિવાદ ન હોય. જાતિનું અભિમાન ન હોય. વ્યક્તિની સાચી ઓળખ એની જાતિ નથી, પણ આંતરજગત છે.”
માનવીએ જાતિની ઉચ્ચતા અને જ્ઞાતિની મહત્તાને નામે કેટકેટલાને ગુલામ બનાવ્યા છે ! કેટલું બધું શોષણ કર્યું છે !
ભગવાન મહાવીરે બ્રાહ્મણ હોય કે શુદ્ર, સહુને માટે ધર્મના દરવાજા ખોલી આપ્યા, પણ દુર્ભાગ્ય આ દેશનું કે હજારો વર્ષોથી જાતિ અને જ્ઞાતિના ભેદોને નામે બીજાને નીચો અને અધમ દેખાડીને માનવી શ્રેષ્ઠતા સાબિત કરવા પ્રયાસ કરે છે. જ્ઞાતિના ભેદો વિવાદ અને વિખવાદનું કારણ બન્યા. જાતિના ભેદો શોષણનું સાધન બન્યા,
પપ. વર્ણનો નહીં, કર્મનો મહિમા વિભૂતિની હયાતીમાં ક્યારેક વાવિવાદના વંટોળિયા જાગતા હોય છે. વાત્સલ્યમૂર્તિ ભગવાન મહાવીરની આસપાસ વસતા લોકોમાં વિવાદ જાગ્યો. આ દેશને વિવાદ માટે સહુથી મોટું કારણ જ્ઞાતિ અને જાતિનું મળે છે. જ્ઞાતિનો ગર્વ કે જાતિનો મદ ઝઘડાનું મૂળ થાય છે.
બ્રાહ્મણ અને ક્ષત્રિય વચ્ચે એક વિવાદ જાગ્યો હતો. બ્રાહ્મણો કહે કે વર્ધમાનનો ગર્ભ તો દેવાનંદા નામની બ્રાહ્મણીની કુક્ષિમાં રહ્યો. એમણે વ્યાસી દિવસ દેવાનંદાની કુક્ષિમાં પસાર કર્યા. જ્ઞાની બ્રાહ્મણનો પુત્ર જ જ્ઞાતપુત્ર મહાવીર જેવો જ્ઞાની હોય.
બીજું જૂથ કહેતું કે રાજ કુમાર વર્ધમાનનો જન્મ તો ત્રિશલાની કુખે થયો. આવો ત્યાગવીર તો કોઈ ક્ષત્રિયને ત્યાં જ જન્મે. બ્રાહ્મણમાં આવી ત્યાગની વીરતા ન હોય.
આમ વાત વિવાદે ચડી. વિખવાદ જાગ્યો. આ સમયે બ્રાહ્મણી દેવાનંદા ઉપસ્થિત હતાં. આ વિવાદના શબ્દો એમના હૈયાને ચીરી નાખતા હતા. બ્રાહ્મણ જ્ઞાનનો ગર્વ બતાવે. ક્ષત્રિય વીરતાની મહત્તા કરે. વાત આટલી હદે વણસી કે બંને એકબીજાના
કથામંજૂષા ૧૨૬
શ્રી મણીર વાણી | જે જીવ શુભભાવથી યુક્ત બનીને આત્માના સ્વરૂપનું ચિંતન કરે છે, તે વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો નાશ કરીને નિશ્ચિતરૂપે મોક્ષનો અધિકારી બને છે.
શ્રી ભાવપાહુડ, ૬૧
કથામં પાળ૨૭