Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 54
________________ લીંબોદરમાં કામ પતાવીને શ્રાવકો નીકળ્યા. અલુવા આવ્યા. જોયું તો ઉપાશ્રયને તાળું હતું, એવામાં જાણ થઈ કે આચાર્યશ્રી તો ઓસરીમાં બેઠા છે. શ્રાવકો તરત ત્યાં ગયો. પોતાના ધર્મગુરુની આવી સ્થિતિ જોઈને એમનું હૈયું કકળી ઊઠ્યું. શ્રાવકોએ માફી માગતાં કહ્યું, “અરે, આપશ્રીને કેટલી બધી તકલીફ પડી ? આપણે ઉપાશ્રયમાં વ્યવસ્થા કરી હતી, પણ વ્યવસ્થાપકે દગો કર્યો.” - પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરજી કહે, “અરે જુઓ ! કેવી ખુલ્લી જગ્યા છે. કેવો પવન આવે છે !” શ્રાવકો બોલી ઊઠ્યા, “સાહેબજી, આ પવન નથી. આ તો ગરમાગરમ લુ છે. આટલી બધી ગરમીમાં આપ ઓસરીમાં બેઠા છો ?” પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરજી કહે, “ગરમી ગરમીનું કામ કરે. એમાં આપણે શું ?” શ્રાવકો મનોમન આચાર્યશ્રીને વંદી રહ્યા. તેમને થયું કે આચાર્યશ્રીને ખુલ્લા તડકામાં બેસાડીએ તો પણ તે આવું જ કહે. સંયમજીવનની સાચી સાધનાનો સહુને પ્રત્યક્ષ પરિચય થયો. જીવનની પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવી નાખે તેનું નામ સાધુ. આથી જ સામાન્ય માનવીના અને સાધુના જીવનના ત્રાજવાનો તોલ જુદો હોય છે. સામાન્ય માનવીને અકળાવનારી ઘટના સાધુને સંતાપ આપી શકતી નથી. ૪૧. પ્રતિકૂળતા એ જ અનુકૂળતા આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી વિરલ નિસ્પૃહી સાધુ હતા. એક વાર લીંબોદરાના દેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે દ્વારા ઉદ્દઘાટનની વિધિ પૂર્ણ કરીને આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીએ વિહાર કર્યો. નજીકના અલુવા ગામમાં બપોરે વિહાર કરીને પહોંચવાના હતા. ત્યાં થોડો વિશ્રામ લઈને આગળ જવાના હતા. આ ગામમાં મુખ્યત્વે દિગંબરોની વસતિ હતી. એમના એક ઉપાશ્રયમાં શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજને ઊતરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધું પહેલેથી નક્કી હતું તેમ છતાં કોણ જાણે કેમ, એ ઉપાશ્રયનો વ્યવસ્થાપક ઉપાશ્રયને તાળું મારીને ક્યાંક જતો રહ્યો. પૂજ્ય કૈલાસસાગરજી ત્યાં પહોંચ્યા. જોયું તો ઉપાશ્રયને તાળું, સહેજે ફિકર કર્યા વિના એમણે કહ્યું કે ગામની બહાર કોઈ મકાન હશે તો ત્યાં પણ ઉતારો કરી શકાશે. ગામ બહાર આવેલી શાળાની એક ઓસરીમાં તેઓ વિશ્રામ માટે બેઠા. ગરમીના દિવસો હતા. લુથી ભડભડતો પવન વાતો હતો. જગ્યા ગામ બહાર હતી. આવી જગ્યાએ આચાર્યશ્રીને બેસવું પડ્યું. || શ્રી મહાવીર વાણી | જીવન ક્ષણભંગુર છે. પોતાનું આયુષ્ય પરિમિત છે. એવું સમજીને તથા સિદ્ધિમાર્ગને જાણીને ભોગોથી નિવૃત્ત થઈ જા ! શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮-૩૪ કથામંજૂષા:૬, કથામંજૂષા ૯૭

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82