Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 60
________________ લાછીનાં મધુર વચનોમાં ઉદાને આત્મીય સ્વજનની મીઠી મધુરી વાણી સંભળાઈ. ઉદાએ કહ્યું, બહેન, પહેલી જ વાર આ પ્રદેશમાં આવું છું. આ કર્ણાવતીમાં અમને પરદેશીને કોણ પહેચાને? તમે મને બોલાવ્યો એટલે થોડાં-ઝાઝાં ગણો તો તમે મારાં પરિચિત ગણવ. માટે અમે તો તમારા મહેમાન છીએ.” લાછીદેવીએ આનંદભેર કહ્યું, “મારા ઘેર સાધર્મિક ભાઈ મહેમાન હોય એ તો મારું અહોભાગ્ય સમજું છું. ચાલો, તમે મારા મહેમાન. તમારા કુટુંબને લઈને મારું આંગણું પાવન કરો.” મારવાડનો ઉદો મહેતા પોતાની પત્ની સુહાદેવી તેમ જ ચાહડ અને બાહડ એ બંને પુત્રોને લઈને લાઠીને ત્યાં ગયો. એણે ભારે હેતથી ઉદા અને એના પરિવારને ભોજન કરાવ્યું. ઉદાએ પૂછ્યું, “બહેન, મારા પર આટલા બધા હેતભાવનું કારણ ?” લાછીએ કહ્યું, “તમે દુઃખી સાધર્મિક છો. સાધર્મિકની સેવા એ સાચા જૈનનું કર્તવ્ય છે.” મારવાડના ઉદાને લાછીએ રહેવા માટે ઘર આપ્યું. ગરીબ ઉદાને તો જાણે મકાન નહીં, મહેલ મળ્યો ! નવ ખંડની નવાબી મળી હોય તેટલો આનંદ થયો. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી અને મુખે મીઠી વાણી એ લાકીનો સ્વભાવ હતો, દુ:ખીનાં દુ:ખું ઓછાં કરવાં એ પોતાનાં દુ:ખ ઓછાં કરવા સમાન છે એમ એ માનતી હતી. ઉદા મહેતા વેપાર કરવા લાગ્યા. એણે ઘીની દુકાન શરૂ કરી. ધી તે કેવું ? બરફીના કકડા જેવું. વળી સામે પગલે જઈને સહુને ઘેર પહોંચાડી આવે. કોઈ વાર કોઈને ઘી ન ગમે તો પાછું પણ લઈ લે. સહુને કહે કે ખાઈને પૈસા આપજો . થોડા વખતમાં કર્ણાવતીમાં કહેવત પડી ગઈ કે ઘી તો ઉદાશાનું, જમણમાં, વરામાં, ઘરવપરાશમાં, ‘ઉદાશા', ‘ઉદાશા' થઈ ગયું. ઉદાએ લાછીનું એ ઘર ખરીદી લીધું. કાચા મકાનને ઈંટોના પાકા મકાનમાં ફેરવી નાખવાનો વિચાર કર્યો. એણે જમીનમાં પાયો ખોદવાની શરૂઆત કરી, તો એમાંથી ધનના ચરુ બહાર નીકળ્યા. એણે લાછીને બોલાવી અને બે હાથ જોડીને કહ્યું, બહેન, આ તમારું ધન લઈ જાઓ. તમારા મકાનમાંથી નીકળ્યું છે, માટે એ તમારું ધન છે.” લાછીએ કહ્યું, “એ ન બને. ઘર તમારું જમીન તમારી એટલે આ ધન પણ તમારું.” ઉદા શેઠે કહ્યું, “મારે માટે તો આ ધન અણહકનું ગણાય, મને ન ખપે. તમારે લેવું પડશે.” લાછીએ તો એને હાથ અડાડવાની પણ ના પાડી. અંતે વાત મહાજન પાસે પહોંચી. મહાજન તો શું કરે ? બેમાંથી એકે ધન લેવા તૈયાર ન થાય, તેથી ઉકેલ અઘરો હતો, આખરે વાત રાજ દરબાર સુધી પહોંચી. રાજા કર્ણદેવ પણ વિચારમાં પડી ગયા. રાણી મીનળદેવીએ બંનેને અડધો અડધો ભાગ આપવાનો તોડ કાઢ્યો, પણ લાછીદેવી અને ઉદા મહેતા એટલુંય અણહકનું લે કઈ રીતે? એમણે તો કહ્યું, જેનું કોઈ માલિક નહીં એનું માલિક રાજ , તમે તે સ્વીકારો.” રાજા કર્ણદેવ સોલંકીએ વિચાર કર્યો કે પ્રજા સ્વીકારે નહીં, તેવું અણહકનું ધન એ કઈ રીતે લઈ શકે ! ઉદા મહેતાએ કહ્યું, “જે ધન રાજને ન ખપે તે દેવને અર્પણ થાય.” આ ધનથી કર્ણાવતી નગરીમાં દેરાસર બંધાયું, જે ‘ઉદયન વિહાર' તરીકે જાણીતું થયું. ઉદા મહેતા કર્ણાવતીના નગરશેઠ, એ પછી રાજા સિદ્ધરાજના મંત્રી અને છેલ્લે ખંભાતના દંડનાયક બન્યા, પણ જીવનભર પોતાની બહેન લાછીની સાધર્મિક ભક્તિને સદાય હૃદયથી વંદન કરતા રહ્યા. ધન વિશેની દૃષ્ટિ એ લાછી છીપણ. ઉદા મહેતા અને રાજા કર્ણદેવ એ ત્રણેમાં હતી. ધનનો સંબંધ દૃષ્ટિ સાથે છે. સાચી દષ્ટિ ધનને ગૌરવ અપાવે છે. ધન વિશેની ખોટી દૃષ્ટિ માનવીને હીન અને અધમ બનાવે છે. તિજોરીમાંથી નીકળતું ધન ક્યાં વપરાય છે તે જોવું મહત્ત્વનું છે. કોઈ ધન ધર્મનું કારણ બને અને કોઈ ધન અધર્મનું મૂળ બને. કથામંજુષા ૧0૮. કથામંજૂષા છે 10:

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82