Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 58
________________ ફળ વિજ્ઞાન એટલે કે સારાસાર સમજવાનો વિવેક; એટલે કે વસ્તુના શેય-હેયઉપાદેયપણાનો ખ્યાલ એમાંથી મળે છે.” ગણધર ગૌતમે પૂછ્યું, “હે ભગવાન ! વિજ્ઞાનનું ફળ શું ?” ભગવાન મહાવીરસ્વામી બોલ્યા, “હે ગૌતમ ! વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન (પચ્ચખ્ખાણ) એટલે પાપપ્રવૃત્તિનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા.” ગણધર ગૌતમે વળી પૂછવું, “હે ભગવન્ ! આવી પ્રતિજ્ઞાનું શું ફળ ?” ભગવાન મહાવીરસ્વામી બોલ્યા, “હે ગૌતમ ! એનું ફળ છે સંયમ.” ગૌતમસ્વામીએ પૂછયું, “હે ભગવન્ ! આ સંયમનું શું ફળ ?” ભગવાન મહાવીરસ્વામી કહે, “હે ગૌતમ ! સંયમથી પાપકર્મનાં દ્વાર (આસવો) બંધ થાય.” ગૌતમે પૂછયું, “આ પાપકર્મનાં દ્વાર બંધ થવાથી શું થાય ?” ભગવાન બોલ્યા, “એથી તપ કરવાનું મન થાય.” ગૌતમે પૂછયું, આ તપ કરવાનું ફળ શું ?” ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ ! એથી આત્માને લાગેલો કર્મરૂપી કચરો દૂર થાય.” ગણધર ગૌતમના પ્રશ્નો અને ભગવાન મહાવીરના ઉત્તરોમાં જીવનનો માર્ગ સાંપડે છે. સાચું તપ એ કર્મને બાળી નાખવા માટે છે, દેહને ઢાળી નાખવા માટે નહીં, સામાન્ય રીતે તપ એ ભીતરની બાબતને બદલે માત્ર શરીરની બાબત બને છે. માણસ દેહ અને ભોજનમાં જ અટકી જાય છે, એને પરિણામે એનું તપ એના શરીરને કુશ કરે છે, પરંતુ એના વિષયોને કે વૃત્તિઓને કૃશ કરતું નથી. તપ એ ભીતરની વાત છે, એને આત્મા સાથે નિસબત છે. દેહ તો માત્ર એક સામાન્ય પગથિયું છે. ૪૫. પ્રાણની આહુતિ ગુજરાતની ગાદી પર આવેલા રાજા અજયપાલે અત્યાચાર અને અન્યાયને છૂટો દોર આપ્યો. ગુજરાતના નરવીરનો સંહાર કરવા લાગ્યો અને દેવમંદિરોનો નાશ કરવા લાગ્યો. આની સામે મંત્રીશ્વર આમભટે પ્રબળ વિરોધ કર્યો. સત્તાના ગુમાનમાં ડૂબેલા અજયપાલને વૃદ્ધ મંત્રીશ્રીએ કડવી કિંતુ સાચી સલાહ આપી. અજયપાલ ઉશ્કેરાઈ ગયો અને કહ્યું કે આવતી કાલ સુધીમાં તમે મારી ક્ષમા નહીં માગો તો મારા સુભટોની તલવારની ધાર તમારો શિરચ્છેદ કરી તમારા રક્તથી ભીની બનશે. બીજા દિવસની સવાર ઘણા પ્રશ્નાર્થો લઈને ઊગી હતી. આમભટે દેવમંદિરોની આશાતના કરનાર અજયપાલનો સામનો કરવાનું નક્કી કર્યું. બંદીવાન બનીને અસહાય કેદીઓ માફક શિરચ્છેદ થાય તે મંત્રીશ્વર આમભટને મંજૂર નહોતું. વીરના જીવનની માફક વીરનું મૃત્યુ બહાદુરીપૂર્વક હોવું જોઈએ. વૃદ્ધ મંત્રીશ્વરે સુભટો સામે લડાઈ ખેલી લેવાનું નક્કી કર્યું. એમની વીરતાને કારણે ઝંઝાવાતથી ઊડેલા તણખલાની કથામંજૂષા ૧૦પ કથામંજૂષા

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82