Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 57
________________ રથકાર પાસે હસ્તલાઘવની એવી કળી હતી કે એક પછી એક બાણ મારીને સરસંધાનની શ્રેણી રચી દીધી અને પછી તે ખેંચતાં ઝૂમખા સહિત કેરીઓ એની પાસે આવી ગઈ. અત્યંત કપરું કામ સિદ્ધ કર્યું હોય તેવો રથકારને અહંકાર થયો, ત્યારે કોશાએ સરસવનો ઢગલો કરી તેમાં સોય ખોસીને તેના પર કમળનું ફૂલ ગોઠવ્યું. એના પર ચડીને કોશા નૃત્ય કરવા લાગી. ૨થકાર એના આવા અપ્રતિમ કૌશલને જોઈને સ્તબ્ધ બની ગયો, પરંતુ કોશાએ કહ્યું, “આંબાનું ઝૂમખું તોડવું કે સરસવના ઢગલા પર નાચવું દુષ્કર નથી. ખરું દુષ્કર કાર્ય કરનાર તો મુનિ સ્થૂલભદ્ર છે, જે પ્રમદા (સ્ત્રી)ના વનમાં હોવા છતાં પ્રમાદ પામ્યા નહીં.” રથકારનો ઉન્માદ અને અહંકાર બંને ઓગળી ગયા અને કોશાના ઉપદેશને પરિણામે એણે વૈરાગ્ય લીધો. આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્રને ત્રણ વાર “દુષ્કર, દુષ્કર, દુષ્કર” કહ્યું અને બાકીના ત્રણ શિપ્યો કે જેમણે સિંહ, દૃષ્ટિવિષ સર્પ કે કૂવાકાંઠે ઉપવાસપૂર્વક ચાતુર્માસ ગાળ્યો હતો તેમને માત્ર એક જ વાર ‘દુષ્કર’ કહ્યું, આથી શિષ્યએ પોતાના ગુરુ આચાર્ય સંભૂતિવિજયજીને કહ્યું, “મુનિ સ્થૂલભદ્રનું કાર્ય દુષ્કર-દુષ્કર નહીં, પણ અત્યંત સહજ અને સુગમ છે.” આમ કહી એક મુનિ ગુરુ આજ્ઞાની અવહેલના કરીને કોશા નર્તકીને ત્યાં પહોંચ્યા. કોશાએ પડ્રેસ ભોજન કરાવતાં અને આકર્ષક વેશભૂષા ધારણ કરતાં જ મુનિ મોહિત બની ગયા. કોશાએ એમને નેપાળમાંથી અમૂલ્ય રત્નકંબલ લાવવાનું કહ્યું. મુનિ અથાગ મહેનત અને તપત્યાગનો ભંગ કરીને નેપાળના મહારાજા પાસેથી એક રત્નકંબલ માગીને લાવ્યા અને કોશાને આપ્યો ત્યારે કોશાએ પોતાના પગ લૂછીને કીચડવાળા ગંદા પાણીમાં એ રત્નકંબલ ફેંકી દીધો અને કહ્યું, “હે મુનિ! તમને આ રત્નકંબલની ચિંતા થાય છે, પરંતુ એ બાબતનો સહેજે ક્ષોભ થતો નથી કે તમે અત્યંત મૂલ્યવાન એવા ચારિત્રરત્નને મલિન કાદવકીચડમાં ફેંકી દીધું ! કોશાના પ્રતિબોધથી મુનિનો કામસંમોહ દૂર થયો. તેઓ આચાર્યશ્રી પાસે પાછા ગયા અને મુનિ સ્થૂલભદ્રના કામવિજયની પ્રશંસા કરવા લાગ્યા. ૪૪. તપનું ફળ શું ? ભગવાન મહાવીર અને જ્ઞાની ગૌતમ. ગુરુ-શિષ્યની અનુપમ બેલડી, ગણધર ગૌતમ પ્રશ્ન રૂપે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરે અને ભગવાન મહાવીર એના ઉત્તર રૂપે ધર્મનો મર્મ પ્રગટ કરી આપે. ક્યારેક તો આવા પ્રશ્ન અને ઉત્તરની ઝડી ચાલતી હોય. એક વાર ગૌતમ ગણધરે પૂછયું, “હે ભગવાન ! વિપરીત જ્ઞાન વગરના, સારી પ્રવૃત્તિવાળા અભ્યાસી અને વિશેષ જ્ઞાની શ્રમણ કે બ્રાહ્મણની સેવા કરનાર મનુષ્યને શું ફળ મળે ?” ભગવાન મહાવીરે કહ્યું, “હે ગૌતમ ! સજ્જનની સેવાનું ફળ શાસ્ત્રશ્રવણ છે.” વળી ગૌતમ ગણધરે પ્રશ્ન કર્યો, “આ શાસ્ત્ર સાંભળવાથી શું ફળ મળે ?” મહાવીરસ્વામીએ કહ્યું, “શાસ્ત્રનું ફળ જ્ઞાન છે.” ગણધર ગૌતમે વળતો પ્રશ્ન કર્યો, “હે ભગવન્ ! જ્ઞાનનું ફળ શું છે ?” ભગવાન મહાવીરે જવાબ વાળ્યો, “હે ગૌતમ ! જ્ઞાનનું ક ક્યામંજૂષા ૧૦૨ કથામંજૂષા ૧૦૩

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82