________________
જેમ અજયપાલના સુભટો દૂર દૂર નાસવા લાગ્યા. મંત્રીશ્વર આમૃભટ પોતાનાં ટાંચા સાધનોની અને ઓછા સાથીઓની પરિસ્થિતિ જાણતા હતા, પરંતુ તેથી પીછેહઠ કરે તેવા એ આદમી નહોતા.
સત્તાખોર રાજવી અજયપાલે બીજા સુભટો મોકલ્યા. રણજંગ જામ્યો. વૃદ્ધ આમૃભટ કોઈ જુવાનની પેઠે યુદ્ધ ખેલતા હતા. સાંજ ઢળવા આવી. આમૃભટનું આખુંય શરીર ઘાયલ થયું હતું. અંગેઅંગમાંથી લોહીની ધારા વહેતી હતી. અંતિમ ક્ષણ નજીક આવેલી જોઈને આમ્ભટે દૃષ્ટિદેવનું સ્મરણ કરીને રણગર્જના કરીને પોતાની સદાની સાથી તલવારને આખરી તર્પણ કરી દીધી.
અજયપાલની નેકદિલ મંત્રીશ્વરનું માથું નમાવવાની કે કપાવવાની ચાલુ નિષ્ફળ ગઈ. ઇતિહાસનાં પાનાં પર દેવમંદિરોને તોડનારા કે પચાવી પાડનારા સામે જીવનસમર્પણની અનેક ગાથાઓ મળે છે. દેહનાં દાન દીધા વિના સિદ્ધિ સાંપડતી નથી. સાચી રક્ષા તો પ્રાણની આહુતિ માગે છે.
૪૬. ધન વિશેની દષ્ટિ
11 શ્રી મહાવીર વાણી ii સાધુ તે કહેવાય કે જે ક્લેશ કંકાસ થાય તેવી કથાવાર્તા કરે નહિ, જે ગુસ્સો કરે નહિ, જે પાંચ ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર હોય, મન, વચન અને કાયાના જેના યોગો સંયમમાં નિશ્ચિતપણે જોડાયેલા હોય, જે ઉપશાંત હોય અને જે બીજાનો અનાદર કરતા ન
કેવો અપાર મહિમા છે સાધર્મિક ભક્તિનો ! ત્રાજવાના એક પલ્લામાં જીવનનાં સઘળાં જપ-તપ અને ધર્મક્રિયાઓ મૂકીએ અને બીજા પલ્લામાં ધર્મમય અંતઃકરણથી કરેલી એક જ સાધર્મિક ભક્તિ મુકીએ તો એ બંને પલ્લાં સમાન રહેશે. પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્યમાં અને શ્રાવકનાં વાર્ષિક અગિયાર કર્તવ્યમાં પણ સાધર્મિક ભક્તિનું આગવું સ્થાન છે. આવી સાધર્મિક ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે લાછીદેવી.
કર્ણાવતીના શાલપતિ ત્રિભુવનસિંહની પત્ની લચ્છી છીપણ (લક્ષ્મી ભાવસાર) પોતાનાં દાસ-દાસી સાથે પ્રભુદર્શન માટે નીકળી હતી. આ સમયે સાબરમતી નદીના કિનારે આવેલા ઊંચા શિખર અને ઉત્કૃષ્ટ સ્થાપત્યવાળા જિનાલયમાં ભગવાનનાં દર્શન-ચૈત્યવંદન કરીને મારવાડનો ઉદો બહાર બેઠો હતો. દેરાસરનાં પગથિયાં ઊતરતી લાછીએ મેલાંઘેલાં કપડાંમાં બેઠેલા ઉદાને જોયો. પરદેશથી આવેલો કોઈ સાધર્મિક છે એમ જાણીને લાછીદેવીએ ભાવથી પૂછ્યું, “ભાઈ, આ કર્ણાવતીમાં તમે કોના મહેમાન છો ?”
શ્રી દશવૈકાલિક સુત્ર, ૧૦-૧૦
કથામંજુષા ૧૬
કથામંજૂષા છે 109