________________
h
૫૦. ત્યાગના નામે રાગ
શ્રીમદ્ રાજચંદ્ર સાથે વાર્તાલાપ ચાલતો હતો ત્યારે એક વખત મુનિશ્રી લલ્લુજીએ વાતવાતમાં પોતાના ત્યાગની મહત્તા પ્રગટ કરી. એમણે કહ્યું,
“આ મારો ત્યાગ તો જુઓ ! મારું કુટુંબ સાધનસંપન્ન હતું. અપાર વૈભવ હતો, વૃદ્ધ માતા હતાં, બે પત્ની અને એક પુત્ર હતો. જીવનમાં માનવી જે ઇચ્છે તે બધું જ મારી પાસે હતું. તેમ છતાં મેં આ સઘળાનો ત્યાગ કરીને દીક્ષા ધારણ કરી છે.”
શ્રીમદ્ રાજચંદ્ર મુનિશ્રી લલ્લુજીના શબ્દોમાં પ્રગટ થયેલો ત્યાગનો ગર્વ પારખી-પામી ગયા. એમણે માર્મિક રીતે મુનિને પૂછ્યું, “કોણે કહ્યું કે તમે ત્યાગ કર્યો છે ? તમે ત્યાગ કર્યો નથી, પણ રાગ વધાર્યો છે, સમજ્યા ને?”
મુનિશ્રી લલ્લુજીને શ્રીમદ્ની વાત બરાબર સમજાઈ નહીં, તેથી એમણે વળતો સવાલ કર્યો, “જુઓ ને ! આ સઘળો સંસાર છોડી દીધો છે અને બધાં સુખો ત્યજી દીધાં છે તે ત્યાગ ન કહેવાય?"
આ સાંભળતાં જ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું, “તમે ભલે એક કથામંજૂષા ૧૧૬
ઘર છોડ્યું હોય, પરંતુ બીજાં કેટલાં ઘરોમાં ત્યાગી બનીને માયા લગાડી છે ? બે સ્ત્રીનો ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દૃષ્ટિ ફરે છે ? એક પુત્ર ત્યાગી કેટલા છોકરા પ્રત્યે પ્રીતિ થાય છે ? આને ત્યાગ કર્યો કહેવાય ખરો ?”
આ સાંભળી મુનિશ્રી લલ્લુજીને સ્વદોષોનું દર્શન થયું. સ્વદોષ જોઈને એમને શરમ આવી. મનોમન વિચારવા લાગ્યા કે મોટી ભૂલ થઈ ગઈ.
મુનિશ્રી લલ્લુજીનું આત્મચિંતન શરૂ થયું. એમનો ગર્વ તો સૂર્યપ્રકાશમાં ઊડી જતાં ઝાકળબિંદુની જેમ ઊડી ગયો. મનમાં ઘોર પશ્ચાત્તાપ થયો અને શ્રીમદ્ રાજચંદ્રને કહ્યું, “હું ત્યાગી નથી.”
શ્રીમદ્ રાજચંદ્ર એમના મનની ગડમથલ અને પશ્ચાત્તાપ પામી ગયા. આથી એમણે કહ્યું, “મુનિ, હવે તમે ખરા ત્યાગી છો.”
16
1 શ્રી મહાવીર વાણી 1
જ્યારે પણ પોતાની જાતને મન, વચન કે કાયાથી ખોટું કરતી જુએ તો શાણા પુરુષો તે જ ક્ષણા લગામ ખેંચવાથી વળી જતા ઘોડાની જેમ જ જાતને એ ખોટા કાર્યમાંથી વાળી લે.
શ્રી દશવૈકાલિક સૂત્ર ચૂર્ણિ, ૧, ૧૪
કથામંજૂષા ૧૧૭