Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 65
________________ પ૧. અગમ પિયાલાની મસ્તી હાર સાથે અબજપતિની પધરામણી થઈ. રોજ તો શેઠ આવે, પછી વ્યાખ્યાન શરૂ થતું. શેઠ સિવાય આગળ બેસી શકે કોણ ? બેસે તો પણ હોંકારો ભણે કોણ ? હોંકારો ભણવાનો ઇજારો તો શેઠનો જ . અબજપતિ શેઠ વ્યાખ્યાનમાં આવ્યા અને જોયું કે એમના વિના વ્યાખ્યાન શરૂ થઈ ચૂક્યું હતું. એમના અહમૂને ઠેસ વાગી, પરંતુ નમ્રતાનો દેખાવ અને વિનયનો ઢોંગ કરતાં કહ્યું, “મહારાજ , અમે તો સંસારી જીવ. અમારે તો સો પળોજણ હોય અને હજાર માથાકૂટ હોય. તમે વ્યાખ્યાન શરૂ કરતાં અગાઉ થોડી રાહ જોઈ હોત તો સારું થાત.” મસ્તયોગી આનંદઘનજીની વાણી વહેતી રહી. શેઠના બનાવટી વિનયને પારખી ગયા, પણ આવી વાત સાથે યોગીને વળી શો સંબંધ ? અબજપતિ શેઠની અકળામણ વધી ગઈ. એમને ભારોભાર અપમાન લાગ્યું. બનાવટી વિનયનું આવરણ ખસી ગયું અને શેઠ તાડૂકી ઊઠ્યા, “મહારાજ, જરા વિચાર તો કરો. તમને અન્ન કોણ વહોરાવે છે ? આ અન્ન કે વસ્ત્ર કંઈ મફત આવતાં નથી.” અબજપતિના આ શબ્દો સાંભળતાં જ યોગી આનંદઘનજીને આઘાત લાગ્યો. તેઓ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા અને બોલ્યા, “માફ કરજો. મારે શેઠનું અન્ન ન જોઈએ અને વસ્ત્ર ન જોઈએ. અન્ન તો પેટમાં ચાલ્યું ગયું છે, પણ વસ્ત્ર તો તમને પાછું આપું છું.” આમ કહીને વસ્ત્રો તજીને યોગી આનંદઘનજી સભામાંથી ચાલી નીકળ્યા. સહુએ રોકાઈ જવા વિનંતી કરી. પાણીમાં માછલું સરકે તેમ યોગી તો સરકી ગયા. સાચો સાધુ આનંદઘનની માફક અધ્યાત્મની મસ્તીમાં જીવતો હોય છે. એને ધનવાનની ફિકર હોતી નથી કે દાનવાનની ચિંતા હોતી નથી. એને સામાન્ય માનવીની ફિકર હોય છે. સાચા યોગીની મસ્તી અનેરી હોય છે. દુન્યવી વ્યવહારનાં કાટલાંથી એને જોખી શકાય નહીં. સમાજની માન્યતાઓથી એને બાંધી શકાય નહીં. દંભ કે દેખાવ, ધન કે માનથી એને રોકી શકાય નહીં. - યોગી આનંદઘનજીએ મસ્તીના સાગરમાં ડૂબીને વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું, ત્યારે સભામાં થોડો અજંપો વ્યાપી ગયો. મેડતા ગામ આમ તો ભક્ત મીરાંબાઈનું ગામ હતું, પરંતુ ગામલોકો ભક્તિની શક્તિની વાત કરતાં કરતાં સંપત્તિનું મહિમાગાન ભૂલ્યા નહોતા. મેડતામાં લખપતિ અને કરોડપતિનો તૂટો નહિ. એક અબજપતિનો અહીં વાસ હતો. નિયમ એવો હતો કે અબજપતિ શેઠ આવે પછી વ્યાખ્યાન શરૂ થાય. ધનની હાજરી વિના આમેય ધર્મ ક્યાં ચાલે છે ? સભા અબજોપતિની રાહ જોતી હતી, પણ મસ્તયોગીને થોભવાનું કહી શકે તેમ નહોતી. યોગી આનંદઘનની અધ્યાત્મ-ગહન વાણી વહેવા લાગી. એવામાં માથા પર જરી ભરેલી લાલ પાઘડી, હાથની આંગળી પર હીરાની વીંટી અને ગળામાં હીરાજ ક્યા કથામંજૂષા છે ૧૧૮ કથામંજૂષા જે ૧૧e

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82