Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 56
________________ ૪૩. કાદવમાં ઊગે છે કમળ પાટલીપુત્ર નગરની રાજનર્તકી કોશા અનુપમ રૂપ, આકર્ષક લાવણ્ય અને કળાચાતુર્યમાં નિપુણ હતી. આ કોશા ગણિકાને ત્યાં મહામાત્ય શેકટાલના મોટા પુત્ર સ્થૂલભદ્ર રહેતા હતા. રાજનર્તકી કોશાને સ્થૂલભદ્ર પર અગાધ પ્રેમ હતો, પરંતુ રાજ્યના જયંત્રમાં પિતાનું મૃત્યુ થતાં સ્થૂલભદ્ર મહામાત્યની પદવી તો ફગાવી દીધી, પણ એથીય વિશેષ સંસાર-વ્યવહારથી વિરક્ત થઈને એમણે આચાર્ય સંભૂતવિજયજી પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્ર સહિત ચાર મુનિરાજોને સંયમની અગ્નિપરીક્ષા કરે તેવા કઠિન સ્થળે ચાતુર્માસ કરવા કહ્યું. ત્રણ મુનિરાજોએ સિહની બોડમાં, વિષધર સર્પના રાફડામાં અને પનિહારીઓથી ભરેલા કૂવાકાંઠે ધ્યાનમગ્ન રહીને ચાતુર્માસ કરવા માટે અનુમતિ માગી, જ્યારે આર્ય સ્થૂલભદ્ર મુનિએ કોશા નર્તકીના ભવનમાં કામોદ્દીપક આકર્ષક ચિત્રોથી શોભતી ચિત્રશાળામાં પરસ ભોજનનો આહાર કરીને ચાર મહિના સુધી સમસ્ત વિકારોથી દૂર રહીને સાધના કરવાની આચાર્ય સંભૂતવિજયજી પાસે આજ્ઞા માગી. આચાર્ય મહારાજે એની અનુમતિ આપી. રાજનર્તકી કોશાના વૈભવી આવાસમાં ચાતુર્માસ માટે સ્થૂલભદ્ર આવતાં કોશાના હૈયામાં આનંદની ભરતી ઊછળવા લાગી. પોતાને ત્યજી ગયેલા પ્રાણપ્યારા પ્રિયતમ જાણે પુનઃ આવતા ન હોય ! ભૂતકાળમાં સ્નેહભીનાં સ્મરણો કોશાના ચિત્તમાં ઊભરાવા લાગ્યાં. એનો નિર્દભ પ્રેમ પ્રિયતમને ચરણે સર્વસ્વ સમર્પિત કરવા આતુર હતી. કોશા ભાવથી બનાવેલું યે રસ ધરાવતું મિષ્ટ ભોજન સ્થૂલભદ્રને વહોરાવતી હતી. કોશા વીણા વગાડતી હતી ત્યારે આખી સૃષ્ટિ ગુંજી ઊઠતી અને નૃત્ય કરતી ત્યારે એના સુડોળ દેહમાં કળા મહોરી ઊઠતી. જાણે ઉન્માદભર્યા યૌવનનું કાવ્ય વહેતું ન હોય, પરંતુ સ્થૂલભદ્ર આ વિલાસની છોળો વચ્ચે વિરાગનો ભાવ અનુભવતા હંતા. તેઓ બાહ્ય સૌંદર્યને બદલે આત્માના અનુપમ સૌંદર્યને માણી રહ્યા હતા. વીણાના કામુક સૂરને બદલે અનહદના નાદમાં સંસારની સમસ્ત રાગિણીઓ સમાઈ જતી હોય તેવો અનુભવ કરતા અને મુક્તિનો મહારાગ ચોપાસ ગુંજતો સંભળાતો હતો. કોશાએ કળા અને રૂપના પ્રાગટચમાં કશી મણાં રાખી નહીં, પરંતુ મુનિ સ્થૂલભદ્રની આત્મકળાની સ્થિર ઘુતિ જોઈને કોશાને એની કામવાસના બાલચેષ્ટાઓ જેવી લાગતાં એ ક્ષમા યાચવા લાગી. મુનિ સ્થૂલભદ્ર અને આંતરવૈભવની ભવ્યતા અને દિવ્યતાનો પ્રતિબોધ આપ્યો અને કોશા વ્રતધારી શ્રાવિકા બની. ચાતુર્માસ પૂર્ણ કરીને પાછો આવેલા મુનિ સ્થૂલભદ્રને કપરું કાર્ય કરવા માટે આચાર્ય સંભૂતવિજયજીએ “દુષ્કર, દુષ્કર, દુષ્કર ” એમ ત્રણ વાર બોલીને ધન્યવાદ આપ્યા. ચોથા વ્રતનો નિયમ ધરાવતી રાજનર્તકી કોશા પાસે રાજા કોઈ પુરુષને આનંદપ્રમોદ કાજે મોકલતા, તો કોશા એને આર્ય સ્થૂલભદ્રના ગુણોની ગરિમા સંભળાવતી હતી. રાજાની અત્યંત પ્રિય વ્યક્તિને પણ એ મચક આપતી નહોતી. એક વાર પાટલીપુત્રના નંદ રાજાએ પ્રસન્ન થઈને પોતાના રથકારને એની માગણી પ્રમાણે કોશાના આવાસમાં મોકલ્યો. કોશા એની ચૂળ અભિલાષાને ચતુરાઈપૂર્વક નિષ્ફળ બનાવતી હતી. રથકારે કોશાના અંતઃકરણને જીતવા માટે એના આંગણામાં ઉપવનમાં આમ્રવૃક્ષ પર કેરીનું ઝૂમખું હતું તે બતાવીને કહ્યું, “હું અહીં બારીમાં દૂર બેઠાં બેઠાં આખું ઝૂમખું તોડીને તમને લાવી આપીશ.” કથામભાઈ કથામણા ના

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82