________________
આચાર્ય દેવસૂરિજી અને સ્વામી તરીકે રાજા સિદ્ધરાજને મારા મનમાં સ્થાપ્યા છે. વળી ગુજરાત એ તો મારી મારી માતૃભૂમિ. એને દગો કઈ રીતે દઈ શકાય? જે માતાનું દૂધ પીધું છે એ માતાનું લોહી વહેવડાવીને હું દેશદ્રોહ કરું એનાથી તો વધુ સારું એ છે કે મારું મસ્તક ઉતારીને આપનાં ચરણોમાં મૂકી દઉં. આ જ મારો સાચો ધર્મ છે.”
શાંતુના દેશપ્રેમની આ વાત સિદ્ધરાજે જાણી ત્યારે એના પસ્તાવાનો પાર ન રહ્યો. આંખોમાં આંસુ સાથે એણે શાંતૂને ગુજરાતમાં પાછા આવવા કહ્યું. ભવ્ય આદર-સન્માન સાથે દઢ ધર્મનિષ્ઠા અને અડગ દેશનિષ્ઠા ધરાવતા મહામાત્ય શાંતુ. પોતાની માતૃભૂમિ ગુજરાતમાં પાછા આવ્યા.
૪૦. અનેકાંતનો વિજય એ એક એવો સુવર્ણયુગ હતો કે જ્યારે સૌરાષ્ટ્રની નગરી વલ્લભી જૈન સંઘની જાહોજલાલીથી ઝળહળતી હતી. આવી અનુપમ નગરીમાં દુર્લભદેવીની કૂખે અજિતયશ, યક્ષ અને મલ્લ એમ ત્રણ પુત્રોનો જન્મ થયો.
દુર્લભ ધર્મ એવા જૈન ધર્મના સંસ્કારો પોતાના ત્રણે પુત્રોમાં સિંચનારી આદર્શ માતા દુર્લભદેવીએ પોતાના ભાઈ આચાર્યશ્રી જિનાનંદસૂરિજી પાસે પુત્રો સહિત દીક્ષા અંગીકાર કરી.
આ સમયે એ ધર્મ-ધર્મ વચ્ચેના પ્રબળ વાદનો સમય હતો. આ વાદમાં જે ધર્મનો પરાજય થાય એને વિજેતા બનેલા ધર્મને સ્વીકારવાની ફરજ પાડવામાં આવતી હતી. એ સમયે રાજા શિલાદિત્યની સભામાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે પ્રબળ વાદ ચાલતો હતો.
એમાં બૌદ્ધ ધર્મનો વિજય થતાં જૈન ધર્મીઓની હાલત કફોડી બની. કોઈને ફરજિયાતપણે બૌદ્ધ ધર્મ સ્વીકારવો પડ્યો, તો એમાંથી બચવા માગતા કેટલાક પ્રદેશ છોડી ભાગી છૂટ્યા. આ સમયે શાસનપ્રભાવકોના અભાવે ધર્મની થયેલી દશાને
કથામંજૂષા ૯૩
|| શ્રી મહાવીર વાણી | જયણા(યતના પૂર્વક ચાલવું, જયણાપૂર્વક ઊભા રહેવું, જયણાપૂર્વક બેસવું, જયણાપૂર્વક સુઈ જવું, જયણાપૂર્વક ખાવું અને જયણાપૂર્વક બોલવું. એમ કરનાર પાપકર્મ બાંધતો નથી.
શ્રી દશવૈકાલિક સૂત્ર, ૪-૩૧
કથામંજૂષા ૯૨