________________
''n
આ યુદ્ધમાં મહાશિલાકંટક અને રથમુશળ જેવી બે યુદ્ધપદ્ધતિઓ અજમાવવામાં આવી એને પરિણામે બંને પક્ષે સંહારલીલા વધતી ગઈ.
મહારાજ કોણિકે વૈશાલી પર ભારે ધસારો કર્યો. આખી નગરી કોણિકની સેનાથી ઘેરાઈ ગઈ. વૈશાલીના પરાજયની ઘડીઓ ગણાતી હતી. અંતે વૈશાલી નાશ પામ્યું અને મહારાજ કોણિકે સમૃદ્ધ વૈશાલીને સ્મશાનમાં ફેરવી નાખવા માટે એના પર ગધેડાથી હળ હંકાવ્યાં, પરાજિત ચેટકરાજે જળસમાધિ લીધી.
વિજયની ક્ષણે મહારાજ કોણિકની સામે ઉજ્જડ વૈશાલી હતું. માતામહ ચેટકરાજનો નિર્જીવ દેહ હતો. લાંબા યુદ્ધથી થાકેલા યોદ્ધાઓ હતા.
મહારાજ કોણિક વિચારમાં પડ્યો કે યુદ્ધનો આ વિજયથાળ કેવો ? એમાં વૈશાલીનો પરાજય હતો. ચંપાનો વિજય હતો, પણ આખોય થાળ મહાસંહારની કાલિમાથી વિકૃત હતો. એમાં શબનું ભક્ષણ કરતાં ગીધોની દુર્ગંધ હતી. માંસના વિકૃત લોચાઓ લોહીથી તરબોળ હતા.
આ બધું નિહાળી મગધરાજ વિચારમાં પડ્યો કે આવા યુદ્ધનો શો અર્થ ? જ્યાં બધું જ ઉજ્જડ અને વેરાન કરવામાં આવે છે, અગણિત માનવીનો સંહાર કરવામાં આવે છે. એણે વિચાર્યું કે યુદ્ધમાં કોઈ પક્ષનો વિજય થતો નથી. માત્ર બંને વત્તે ઓછે અંશે પરાજિત જ થાય છે.
યુદ્ધમાં થતા માનવસંહારનો, ભયાનકતાનો અને નિરર્થકતાનો માનવજાતે વખતોવખત અનુભવ કર્યો છે. માનવીની હઠ, લાલસા કે અહંકારે યુદ્ધો જગાડ્યાં છે, પણ પરિણામમાં કોઈને કશું હાથ ન લાગ્યું.
વિજય પછી કોણિકને જીવનમાં વિષાદ જ મળ્યો, મહાભારતના યુદ્ધ પછી બેમાંથી એક પણ પક્ષે આનંદનો સૂરજ ઊગ્યો નહીં.
૩૫. ‘સૂરિ શ્રી માનદેવચ્ચ’
સાધુનું જીવન એટલે આત્મકલ્યાણ અને લોકકલ્યાણનો મનોરમ સુમેળ ! આત્મસાધનાની કેડીએ ચાલતાં સાહજિક રીતે જ સાધુજનોથી પરમાર્થનાં કાર્યો થતાં હોય છે. જૈન સમાજના કંઠે સદાય ગુંજતા ‘લઘુશાંતિસ્તવ'ના રચયિતા શ્રી માનદેવસૂરિએ શ્રીસંઘના હિતાર્થે આની રચના કરી.
રાજસ્થાનના નાડોલ ગામમાં પિતા શેઠ ધનેશ્વર અને માતા ધારિણીને ત્યાં જન્મેલા પુત્રે આ. પ્રદ્યોતનસૂરિનો ઉપદેશ સાંભળ્યો અને અંતરમાં વૈરાગ્ય જાગ્યો. થોડા સમયમાં ગહન શાસ્ત્રાભ્યાસ દ્વારા અગિયાર અંગ અને છેદસૂત્રમાં નિષ્ણાત બનતાં મુનિ માનદેવને આચાર્યપદથી વિભૂષિત કર્યા. ગુરુ પ્રદ્યોતનસૂરિએ માનદેવસૂરિને આચાર્યની પદવી આપી ત્યારે એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી.
એ સમયે માનદેવસૂરિના એક ખભા પર સાક્ષાત્ લક્ષ્મી અને બીજા ખભા પર સાક્ષાતુ સરસ્વતી બિરાજમાન હતાં. આ જોતાં જ ગુરુ પ્રદ્યોતનસૂરિજી વિમાસણમાં પડી ગયા હતા કે જૈનાચાર્યની મહાન પદવી પામ્યા પછી શ્રી માનદેવસૂરિ નિરતિચાર
ll શ્રી મહાવીર વાણી | અંતરાત્માને અપનાવીને અને મન, વચન તથા શરીરની બહિરાત્માને ત્યાગીને પરમાત્માનું ધ્યાન ધરો એવું જિનેશ્વરદેવે કહ્યું છે.
શ્રી મોક્ષપાહુડ ૪
કથામંજૂષા ૮૦.
કથામંજૂષા ૮૧