________________
આંગળીઓ વીંટી વિનાની નહોતી અને આજે એકેય વીંટી નહીં. આંગળી પર વીંટીની શોભા ન હોય તો આંગળી કેવી બેડોળ અને કદરૂપી લાગે છે.
એવામાં ચક્રવર્તી રાજા ભરતદેવ વિચારે ચડ્યા કે નાનકડી વીંટી ન હોય અને બધું કદરૂપું લાગે તો બીજાં બધાં આભૂષણો ન હોય તો શું થાય ? શું આ આભૂષણોને લીધે જ રૂપ છે ?
આમ વિચાર કરીને ચક્રવર્તી ભરતદેવે આભૂષણ વિના બીજાં અંગો કેવાં લાગે છે તે જોવા માટે મસ્તક પરથી મુગટ ઉતાર્યો, કાનમાંથી કુંડળ કાઢ્યાં, હાથમાંથી બાજુ બંધ ઉતાર્યા, કમર પરનો કંદોરો કાઢવો, આમ એક પછી એક અલંકારો ઉતાર્યા. જોયું તો શરીર પર કોઈ ઝાકઝમાળ ન મળે. આજ સુધી શણગારની શોભા અને ભારથી ટેવાઈ ગયેલા ભરતદેવને પોતાનો જ દેહ રૂપ વિનાનો લાગ્યો. વળી ભરતદેવ વિચારમાં પડ્યા કે આભૂષણો તો આજે છે ને કાલે ન પણ હોય. આ શરીર આજે છે અને આવતી કાલે અસ્તિત્વ ધરાવતું ન હોય, તો પછી સાચું રૂપ કયું ?
આવો વિચાર કરતાં કરતાં ચક્રવર્તી ભરતદેવે પોતાના સાચા રૂપની શોધ ચલાવી. ધીરે ધીરે ભીતરના નિજ રૂપની ઓળખ મળી અને અંતરમાં વૈરાગ્ય જાગ્યો અને પૂર્ણ પવિત્ર થતાં કેવળજ્ઞાન પ્રગટયું.
૩૬. નિજરૂપની ઓળખ રાજ રાજે શ્વર ચક્રવર્તી ભરતદેવના તમામ મહેલોમાં અરીસાભુવન અદ્વિતીય હતું. એમાં દાખલ થનારને ચારેબાજુ દર્પણ ને દર્પણ જ દેખાય. એની ભીંતો પર દર્પણ લગાડેલાં હતાં. એનાં બારીબારણાં પર કળામય દર્પણ જડેલાં હતાં. શું જાળીઓ કે શું અટારીઓ-બધું જ કાચનું.
રાજ રાજે શ્વર ચક્રવર્તી ભરતદેવ અરીસાભુવનમાં આવે ત્યારે એમને અપાર આનંદ થતો. દર્પણના હોજ માં નહાય અને હોજની વચ્ચે દર્પણમાંથી ઊંચા ઊંચા ક્વારા ઊડતા હોય. દર્પણના પલંગ પર સૂવે અને દર્પણની હાંડીમાં જ્યારે રોશની થાય ત્યારે આખો મહેલ ઝગમગી ઊઠે.
એક દિવસ અરીસાભુવનમાં સ્નાન કરીને ચક્રવર્તી ભરતદેવે કીમતી વસ્ત્રો પહેર્યો. વિશાળ દર્પણમાં પોતાનો સુંદર ચહેરો જોયો. મનમાં થયું કે આ ચહેરો તો ચંદ્ર જેવી કાંતિ અને સૂરજ જેવું તેજ ધરાવે છે. આખા શરીર પર આભૂષણો શોભતાં હતાં.
એવામાં ચક્રવર્તી ભરતદેવની નજર પોતાની આંગળી પર ગઈ. આંગળીઓ પર વીંટી ન મળે. ઓહ ! આજ સુધી ક્યારેય
ll શ્રી મહાવીર વાણી it ગુરુ અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, સૂત્રાર્થનું સારી રીતે ચિંતન કરવું, એ કાંતમાં રહેવું અને ધૈર્ય ધારણ કરવું એ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૩૨-૩
કંથામંજૂષા૮૪
કથામં પાપ