Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 49
________________ સુંદરીએ હસીને કહ્યું, “ભરત, તારો પ્રેમ સૌન્દર્ય માંગતો હતો, નહીં કે સુંદરી, તને સ્ત્રીના દેહની જરૂર હતી. એના આત્માની નહીં.” ભરતે કહ્યું, “સુંદરી, મને ક્ષમા કર.” સુંદરી બોલી, “તારી શક્તિનું હું સન્માન કરું છું. તારા પરાક્રમની હું પૂજા કરું છું. તારા જેવો બીજો કોઈ વીર નર નથી. આવો વીર પુરુષ આખું જગત જીતે અને પોતાની જાતને ન જીતે તે કેમ ચાલે ? જગતનો ચક્રવર્તી બનજે, પરંતુ એની સાથોસાથ તારી જાતનો પણ ચક્રવર્તી બન.” ભરત મનોમન સુંદરીને વંદન કરી રહ્યો. ભરતને એ દિવસે ખ્યાલ આવ્યો કે જ ગતમાં દુશ્મનો પર વિજય મેળવવો સહેલો છે, પણ પોતાની જાત પર વિજય મેળવવો કપરો છે. સુંદરીએ એની જાત પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભરત જગતને જીતીને પણ જાતનો ગુલામ હતો. ૩૭. આત્મવિજય એ શ્રેષ્ઠ વિજય જગતને જીતવા નીકળેલા ભરતને સુંદરીએ કહ્યું કે, સંસારમાં વિજય મેળવવાની સાથોસાથ પોતાની જાત પર વિજય મેળવવાનો પ્રયત્ન કરતો રહેજે . જો સાચો આત્મસંયમ રાખીશ તો તારો વિજય એ વિજય બની રહેશે. એમાં નિષ્ફળ થઈશ તો તારા મહાન વિજયો એટલા જ મહાન પરાજયમાં પલટાઈ જશે.” એક બાજુ ભરત ચક્રવર્તી બનવા માટે વિજય પર વિજય મેળવતો રહ્યો, તો બીજી બાજુ સુંદરી દેહના આડંબર છોડીને આત્મવિજય માટે જાત સાથે યુદ્ધ કરવા લાગી. ભરત ચક્રવર્તી બનીને અનેક નવવિવાહિત પત્નીઓ સાથે પોતાના વિજયનાદથી દિશાઓ ગજવતો અયોધ્યામાં પાછો ફર્યો હતો. ચક્રવર્તી ભરતે સુંદરીના જીર્ણ દેહને જોઈને વિચાર્યું કે પોતાની એક હઠ ખાતર સુંદરીએ ઊગતી જવાની ગાળી નાખી. એ ગળગળો બનીને સુંદરી પાસે જઈને બોલ્યો, “સુંદરી, મને ક્ષમા કર, મારા દિગ્વિજયો તો તારા વાસનાવિજયો સામે સાવ યુદ્ધ છે.'' 11 શ્રી મહાવીર વાણી 11 ફક્ત મસ્તક મુંડાવવાથી શ્રમણ થવાતું નથી, ફુક્ત ઓમકાર બોલવાથી બ્રાહ્મણ થવાતું નથી, ફક્ત અરણ્યમાં રહેવાથી મુનિ થવાતું નથી અને ફક્ત કુશનું વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી. શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, ૨૫-૩૧ કથામંજૂષા છે.૬ કથામંજૂષાર્જ૮૩

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82