________________
૩૩. અપ્રતિમ સ્મરણશક્તિ
જૈન પરંપરામાં મહાસતી ચંદનબાળા પછી યક્ષા, યક્ષદત્તા જેવી સાત પરમ પ્રભાવક સાધ્વીઓની ગૌરવગાથા સાંપડે છે.
પાટલીપુત્રના નંદરાજા મહાપદ્મના મહામંત્રી શકટાલ શ્રમણોપાસક હતા. એમની પત્ની લાંછનદેવી પણ ધર્મોપદેશિકા હતી. એમને બે પુત્ર સ્થૂલભદ્ર અને શ્રીય ક તથા યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેણા, વેણા અને રેણા નામની સાત પુત્રીઓ હતી. માતાપિતાના ધર્મસંસ્કારનો અમૂલ્ય વારસો સંતાનોને મળ્યો હતો.
આ સાત પુત્રીઓ આશ્ચર્યજનક સ્મરણશક્તિ ધરાવતી હતી, અત્યંત લાંબું હોય કે ગમે તેવું અઘરું ગઇ કે પદ્ય હોય, પણ યક્ષા એને માત્ર એક વાર સાંભળીને સ્મૃતિમાં એકબંધ સાચવી શકતી હતી અને તરત જ એ ગઘ કે પદ્ય ખંડને યથાવત્ બોલી શકતી હતી. બીજી બહેન બે વાર, ત્રીજી બહેન ત્રણ વાર - એ પ્રકારે સાતમી બહેન સાત વાર કોઈ પણ ગઇ કે પદ્ય સાંભળ્યા પછી એને એ જ રીતે રજૂ કરી શકતી હતી. નંદરાજા મહાપદ્મની સભામાં વરરુચિ નામનો એક ઘમંડી
કથામંજૂષા ૭૬
કવિ હતો, પણ એનો ઘમંડ રાજસભામાં આ સાત ભગિનીઓની સ્મરણશક્તિ આગળ ઊતરી ગયો. પરિણામે કવિ વરરુચિએ શકટાલ સામે પયંત્ર રચ્યું. પરિણામે સત્ય સિદ્ધ કરવા મંત્રી શકટાલે રાજ્ય અને કુટુંબની હાજરીમાં પોતાના નાના પુત્રને રાજ દરબારમાં વધ કરવાની આજ્ઞા આપી.
શ્રીયકે પિતાની આજ્ઞા મુજબ રાજદરબારમાં એમનો વધ કર્યો. પિતાના આવા અપ્રતિમ ત્યાગ અને બલિદાનને જોઈને પુત્રીઓને ઊંડો આઘાત લાગ્યો. બહેનોને સત્તા, સમૃદ્ધિ અને સંસારની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. પરિણામે સાતે બહેનોએ ત્યાગમાર્ગના પંથે ચાલવાનો સંકલ્પ કર્યો.
મંત્રી શકટાલના મૃત્યુ પછી એમના પુત્ર સ્થૂલભદ્રને રાજાએ મહાઅમાત્યપદ આપવા માંડ્યું, ત્યારે સ્થૂલભદ્ર પણ મહાઅમાત્યનું મોટું ગણાતું પદ સ્વીકારવાને બદલે મહિમામય સાગપંથનો સ્વીકાર ક્ય. આ સાત વિદુષી સાધ્વીઓએ એકાદશાંગીનું ઊંડું અધ્યયન કર્યું અને સમય જતાં જિનશાસનની સેવા પણ કરી. યક્ષા, યદત્તા આદિ સાત બહેનોએ આચાર્ય શ્રી સંભૂતિવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી.
સાધ્વી યક્ષાના નાના ભાઈ શ્રીયકે સાધુતા સ્વીકારી, કિંતુ એમનાથી ભૂખ્યા રહીને ઉપવાસ થઈ શકતો નહીં. એક વાર યક્ષાએ પોતાના ભાઈ શ્રીયકને પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે તપનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું કે તપના અગ્નિ દ્વારા જ તમારા કર્મસમૂહનો નાશ થઈ શકશે.
આવા પર્વના સોહામણા દિવસે જો ઉપવાસ ન થઈ શકે, તો એકાસણું તો કરો જ, પરંતુ પ્રાતઃકાળે મુનિ શ્રીયકના મૃત્યુના સમાચાર સાંભળીને સાધ્વી યક્ષાને પારાવાર દુ:ખ, ગાઢ પશ્ચાત્તાપ અને પ્રબળ આત્મગ્લાનિ થયાં, શ્રીસંઘે એમને વારંવાર કહ્યું કે આમાં તેઓ કોઈ રીતે કારણભૂત નથી, પરંતુ સાધ્વી યક્ષાએ દિવસો સુધી અન્ન-જળ લીધાં નહીં.
શ્રીસંઘ વ્યથિત બની ગયો. યક્ષાએ કહ્યું કે જો કોઈ કેવળજ્ઞાની એમ કહે કે તે નિર્દોષ છે તો જ એ અન્ન-જળ ગ્રહણ કરશે.
શ્રીસંઘ શાસનની અધિષ્ઠાત્રી દેવીની આરાધના કરી. દેવીની સહાયથી સાધ્વી યક્ષા શ્રી સીમંધરસ્વામીના સમવસરણમાં પહોંચ્યાં. ઘટઘટના અંતર્યામી તીર્થંકર શ્રી સીમંધરસ્વામીએ સાધ્વી યક્ષા નિદૉષ હોવાનું કહ્યું અને એને પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ચાર અધ્યાય સંભળાવ્યા, જે અપ્રતિમ સ્મરણશક્તિ ધરાવતી યક્ષાએ કંઠસ્થ કરી
કથામંજૂષાર્જ ૩૭