________________
૩૦. ક્ષણમાં નરક, ક્ષણમાં મોક્ષ એક વખત ભગવાન મહાવીર રાજ ગૃહી નગરીમાં પધાર્યા, ત્યારે એમની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ હતા. મુનિ પ્રસન્નચંદ્ર એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા કરી, આગ વરસાવતા સૂર્યની સામે દૃષ્ટિ રાખીને ઉગ્ર સાધના કરતા હતા. એમની આવી આકરી તપશ્ચર્યા જોઈને મગધસમ્રાટ શ્રેણિક પ્રભાવિત થયા અને એમણે સમવસરણમાં પ્રભુ મહાવીરને પૂછયું, “પ્રભુ, બહાર એ ક પગે ઊભા રહીને અતિ ઉગ્ર તપ કરનારા મુનિ જો આ ક્ષણે મૃત્યુ પામે તો એમની કઈ ગતિ થાય?’
પ્રભુએ કહ્યું, “આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. જો એમનું આ જ ક્ષણે મૃત્યુ થાય તો સાતમી નરકમાં ગતિ પામે.”
આ સાંભળતાં સંભામાં સન્નાટો વ્યાપી ગયો. મહારાજ શ્રેણિક મનોમન વિમાસણમાં પડ્યા. સાધુને નરકગમન હોય નહીં, તો પછી મુનિ પ્રસન્નચંદ્રની નરકગતિ કેમ ભાખી ? કદાચ પ્રભુ મહાવીરનાં વચનો પોતાને બરાબર સંભળાયાં ન હોય એમ માનીને મગધરાજ શ્રેણિકે પુન: પ્રશ્ન કર્યો, “હે ભગવાન ! તપસ્વી પ્રસન્નચંદ્ર મુનિ આ સમયે કાળ કરે તો ક્યાં જાય?"
ભગવાન મહાવીરે કહ્યું, “સર્વાર્થસિદ્ધ વિમાને જાય. મોક્ષગતિ થાય.”
ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળીને આશ્ચર્ય પામેલા મગધરાજ શ્રેણિકે કહ્યું, “પ્રભુ, આપે પહેલી વાર નરકગતિ પામશે એવી વાત કરી અને
કથામંજૂષા
થોડીક ક્ષણો બાદ મોક્ષગતિ મેળવશે એમ કહ્યું, આમ આપે બે તદ્દન જુદી વાત કેમ કહી ?”
ભગવાને કહ્યું, “પ્રથમ વાર તમે પૂછવું ત્યારે તે મુનિએ દુર્મુખની વાણી સાંભળી હતી અને દુર્મુખે એમ કહ્યું હતું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પ્રસન્નચંદ્ર રાજાની નગરીને ઘેરો ઘાલ્યો છે અને પ્રસન્નચંદ્ર રાજાના મંત્રીઓ ફૂટી જવાથી બાળરાજાને મારી નાખીને રાજ્ય લેવા ઇચ્છે છે. આ સાંભળીને મુનિ પ્રસન્નચંદ્રના મનમાં રાજ્ય અને બાળક પરના મોહને કારણે હિંસક વિચારોનું સમરાંગણ રચાઈ ગયું ! પરિણામે એમણે સાતમી નરકને યોગ્ય ગતિ-જાતિ આદિ નામકર્મ બાંધ્યાં. આવા રૌદ્રધ્યાનમાં તેઓ કાળ પામ્યા હોત તો અવશ્ય નરક જ જાત. ચિત્તમાં લડાઈ ખેલતા મુનિ પ્રસન્નચંદ્રએ શત્રુ રાજા પર મરણિયો પ્રહાર કરવા પોતાનું શિરસાણ લેવા મસ્તક પર હાથ લગાડ્યો.
એ સમયે પોતાના મુંડિત મસ્તકનો સ્પર્શ થતાં તરત જ જાગ્રત બની ગયા. વિચાર કરવા લાગ્યા કે “સાધુની તપશ્ચર્યામાં રહીને મેં કેવા હિંસક વિચારો કર્યા, કેવા કૂર પાપનું આચરણ કર્યું !''
આમ મુનિ પ્રસન્નચંદ્રને પારાવાર પશ્ચાત્તાપ થયો. પોતાની મહાન ભૂલની આલોચના, પ્રતિક્રમણ કરીને મુનિ પાછા પ્રશસ્ત પ્રસન્ન ધ્યાનમાં સ્થિર થયા. પરિણામે જ્યારે સમ્રાટ શ્રેણિક પ્રભુને બીજી વાર પૂછયું ત્યારે તેઓ સર્વાર્થ સિદ્ધને યોગ્ય મોક્ષગતિને પાત્ર બની ગયા હતા. એવામાં પ્રસન્નચંદ્ર મુનિની સમીપે દેવદુંદુભિ વાગતાં પ્રભુ મહાવીરે કહ્યું, “એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે દેવતાઓ તેમના કેવળજ્ઞાનનો મહિમા ઊજવવા લાગ્યા.”
મુનિ પ્રસન્નચંદ્રનું ચરિત્ર એક આત્મજાગ્રત મુનિની ઓળખ આપે છે. દુશ્મનને શિરસાણથી મારી નાખવો એવા વિચારથી એમણે માથે હાથ મૂક્યો અને માથે લોચ કરેલો જાણી પોતાની સાધુતાનું સ્મરણ થયું. પોતાના હિંસક વિચારો માટે પશ્ચાત્તાપ થતાં તેઓ પશ્ચાત્તાપની પાવન ગંગામાં વિશુદ્ધ બન્યા. સાચા જાગ્રત આત્માનો પશ્ચાત્તાપ હોવાથી તેનો ક્ષપક શ્રેણીએ ચડીને કેવળજ્ઞાન પામ્યા.
કંથામાં પાસ