________________
એની પાછળ પોતાની જાત પણ ઘસી નાખી. ચારે પ્રકારના સંઘની ગરિમા વહન કરતાં ગંગામાં ધર્મમાતા સમાન હતાં.
સહુ કોઈને એમની પાસેથી માતાની મમતા, વાત્સલ્ય અને સેવા મળતાં હતાં અને તેથી જ તેઓ ગંગામા તરીકે ઓળખાતાં હતાંએમની ઉદારતા જોઈને સહુને આબુ ઉપર અક્ષયકીર્તિસમાં દેવાલયો બંધાવનાર અનુપમાદેવીનું સ્મરણ થતું હતું. વિ. સં. ૧૯૬૭ના કારતક વદ ૯થી માગસર વદ ૧૦ને રવિવાર સુધી અમદાવાદના ચારેય સંઘને અમદાવાદની શહેરયાત્રા કરાવી.
આ ધર્મપ્રસંગ એટલો વિરલ હતો કે મુનિરાજ શ્રી રત્નવિજયજી મહારાજે આ ધર્મયાત્રાને વર્ણવતું ભાવવાહી સ્તવન રચ્યું હતું.
એક વાર ગંગામા આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજી મ.સા નું વ્યાખ્યાન સાંભળતાં હતાં. આ સમયે શાસનસમ્રાટ આચાર્યશ્રીએ એમની સિંહગર્જનાભરી વાણીમાં તીર્થરક્ષાના મહત્ત્વ અંગે વિસ્તૃત વિવરણ કર્યું. ગંગામાના ચિત્તમાં આનાથી ઉલ્કાપાત જાગ્યો, એ સમયે પરમ પવિત્ર સમેતશિખરજી પહાડ પર અંગ્રેજો શિકારીઓ અને સહેલાણીઓ માટે એક ગેસ્ટ હાઉસ બાંધી રહ્યા હતા.
ગંગામાનું ચિત્ત વિચારે ચડ્યું. અનેક તીર્થંકરો અને મુનિગણોની તપોભૂમિ અને નિર્વાણભૂમિની આવી આશાતના ! કેવી પાવન છે આ તીર્થભૂમિ કે જ્યાંથી વીસ તીર્થંકર પરમાત્મા અને અનેક મુનિગણો તપશ્ચર્યા કરતાં મોક્ષે સિધાવ્યા
તમે નગરશેઠ હોવા છતાં કશું કરતા નથી. આવા નિષ્ક્રિય જ રહેવાના હો તો આ બંગડી પહેરી લો અને મને તમારી સત્તા આપી દો. હું તીર્થરક્ષા માટે મારા પ્રાણની આહુતિ આપવા તૈયાર છું.”
માતાના પુણ્યપ્રકોપે લાલભાઈમાં જુસ્સો જ ગાડ્યો. પુત્રના વીરત્વને માતાની વાણીએ જાગ્રત કર્યું. એમણે અંગ્રેજ સરકાર સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને ગેસ્ટ હાઉસનું બાંધકામ બંધ રખાવ્યું.
ગંગામાં સાધુ-સાધ્વીઓને અગાધ આદર આપતાં હતાં. સાથોસાથ પાંચ મહાવ્રતોની બાબતમાં સાધુ-સાધ્વી સમુદાયમાં શિથિલતા પેસી ન જાય તેની તકેદારી પણ રાખતાં હતાં. ક્યાંક કોઈ ક્ષતિ કે ઊણપ જુએ કે તરત જ વહાલસોયી માતાની માફક ધ્યાન દોરે. પોતાના પરિવારમાં પણ ધર્મમર્યાદા જળવાય તે માટે સદૈવ જાગ્રત રહેતાં અને અભણ્ય ભક્ષણ ન થાય તેની સાવચેતી રાખતાં. આવાં હતાં ધર્મમાતા સમાં ગંગામા !
=
આવી પાવનભૂમિ પર અંગ્રેજ સહેલાણીઓ માટે મોજ શોખ, શિકાર, આનંદપ્રમોદ, માંસાહાર, મદિરા અને અભક્ષ્ય ભોજનનું અતિથિગૃહ ? ગંગામાં મનોમન પ્રભુ પાર્શ્વનાથની પ્રાર્થના કરવા લાગ્યાં. શ્રી સમેતશિખર પર્વત શ્રી પાર્શ્વનાથ પર્વત તરીકે પણ જાણીતો હતો. આ આપત્તિમાંથી ઉગારવા માટે ગંગામાં પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન ગાવા લાગ્યાં.
ગંગામાને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ થયું. શેઠ શાંતિદાસે તીર્થરક્ષા માટે તો ધર્મઝનૂની એવા ઔરંગઝેબને નમાવ્યો હતો. ગંગામાના પુત્ર લાલભાઈ ભોજન માટે આવ્યા ત્યારે ગંગામાએ એમની થાળીમાં બંગડીઓ પીરસી, લાલભાઈ આનો અર્થ સમજી શક્યા નહીં ત્યારે ગંગામાએ કહ્યું, આચાર્ય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ તીર્થરક્ષા કાજે વ્યથિત છે ત્યારે
કથામંજૂષા®૬૮
11 શ્રી મણવીર વાણી | ઉપશમ દ્વારા કોઇને નષ્ટ કરો, મૃદુતા દ્વારા માનને જીતો, સરળતા દ્વારા કપટભાવને દૂર કરો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો.
શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮-૩૮
કથામંજૂષાશ્રુ ૬૯