Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ આચાર્યશ્રીએ કહ્યું, “ભાઈ, તારી સાચે જ ભિક્ષા આપવાની ઇચ્છા છે ? ખરેખર ઉપકારનો આશય ધરાવે છે ? જો તારી ભાવના સાચી હોય તો હું જરૂર આવું.” ૧૧. જિનેશ્વર અને જિનદાસ ઠાકોર અર્જુનસિંગે કહ્યું, “મહારાજ, આજ સુધી દિલમાં ખોટી ભાવના રાખીને ઘણાં ખોટાં કામ કર્યા છે, પરંતુ આજે તો અંતઃકરણની વાત કરું છું. આપના જેવા સમર્થ આચાર્ય મારે ત્યાં પધારે તો મારું જીવન ધન્ય થઈ જાય.' આચાર્યશ્રીએ કહ્યું, “જીવન ધન્ય બનાવવા માટે ભિક્ષા પણ એવી જ આપવી પડશે. સાચી ભાવનાવાળી ભિક્ષા આપવાની તારી તૈયારી છે ને ?” ઠાકોર અર્જુનસિંગે જવાબ આપ્યો, “હા મહારાજ, આપ કહો તે ભિક્ષા આપવા તૈયાર છું.” આચાર્યશ્રીએ કહ્યું, “ભાઈ, તારી ધારણા એવી હશે કે અમે ભિક્ષામાં ભોજનની, આહારની વાત કરીશું, પણ અમારા જેવા સાધુનો ખરો આહાર તો સદાચાર છે. તું સદાચારની ભાવના રાખીને ખોટાં વ્યસનોના ત્યાગની ભિક્ષા આપતો હોય તો અમને આનંદ થાય.” અર્જુનસિંગના હૃદયના એક ખૂણામાં રહેલી ભલાઈને સાધુની વાત સ્પર્શી ગઈ. એ દિવસે એણે શેતાનનો સાથ છોડી દેવાનું નક્કી કર્યું. એણે આચાર્યશ્રીને કહ્યું, “આપે દુર્બસનોના ત્યાગની ભિક્ષા માગી છે તો આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે લૂંટફાટ કરીશ નહીં, નિર્દોષને રંજાડીશ નહીં, નિર્દોષ પ્રાણીઓની હત્યા નહીં કરું અને વ્યસનોનો ત્યાગ કરીશ.” આચાર્યશ્રી હીરવિજયસૂરિના ચહેરા પર આનંદની રેખાઓ તરવરી ઊઠી. આ રેખાઓમાં સરોતર ગામના ઠાકોર અર્જુનસિંગની સાચી ભિક્ષા મળ્યાનો આનંદ જોયો. મંદિર એટલે એવું સ્થાન કે જે માનવીમાં ઉન્નત ભાવ જગાવે. જગતના વ્યવહારમાં રચ્યોપચ્યો રહેતો માનવી એ સઘળી વાતોથી અળગો બનીને દેવાલયમાં પ્રવેશતો હોય છે. વ્યવહારજીવનના સઘળા વિચારોનો એ ત્યાગ કરે છે. ધીરે ધીરે પોતાની આસપાસની દેવાલયની દુનિયાનું વિસ્મરણ કરતો જાય. છે, અને માત્ર પ્રભુ તરફ એનું સમગ્ર ચિત્ત સમર્પિત થતું હોય - જિનમંદિરમાં પ્રવેશતી વખતે ત્રણ વખત નિસહી બોલવાની પરંપરા છે. નિસીહી એટલે અટકાવવું. મનને બાહ્ય વિચારોથી દૂર રાખીને પરમાત્મામાં પરોવવું એ એનો મર્મ, રાજા ભીમદેવનો પરમ વિશ્વાસુ દંડનાયક જિનદાસ દેવાલયમાં પ્રવેશ્યો ત્યારે રાજકાજના સઘળા વિચારો ભૂલીને માત્ર ભક્તિ અર્થે દાખલ થયો હતો. એણે પ્રભુપૂજાનો પ્રારંભ કર્યો. એવામાં એકાએક ધસમસતા કથામથી ૨૩ કથામંજૂષા# ૨ ૧

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82