Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 37
________________ ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે હરિણગમૈષી દેવે ગર્ભપરિવર્તન કર્યું. પોતાના પૂર્વજન્મની આ કરુણ ઘટનાઓ જાણતાં દેવાનંદાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઋષભદત્ત અને દેવાનંદા બ્રાહ્મણ હોવા છતાં જીવ-અજીવ, પુણ્યપાપ આદિ તત્ત્વોનાં જાણકાર અને પાર્શ્વનાથ પરંપરામાં શ્રદ્ધા ધરાવનારાં શ્રમણોપોસ કે હતાં. ભગવાન મહાવીરે એમની માતા દેવાનંદા અને પિતા ઋષભદત્તને ઉપદેશ આપ્યો અને બન્નેની દીક્ષાની ભાવના જોઈ એમને સાધુતાના પંથે વાળ્યાં. દેવાનંદાએ સાધ્વી ચંદનબાળાની નિશ્રામાં રહીને સંયમધર્મની આરાધના કરી. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વર્ષો સુધી તપ કરીને અને વ્રતપાલન કરીને એણે કર્મક્ષય કર્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી. જૈન આગમ ‘ભગવતીસૂત્રમાં આલેખાયેલી ઋષભદત્ત અને દેવાનંદાની જીવનકથામાં માનવજીવનના ધૂળથી માંડીને સૂક્ષ્મ આધ્યાત્મિક ભાવો સુધીની ઘટના જોવા મળે છે. થયું. એમણે ઉત્સુકતાથી ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, “ભગવાન ! આ બ્રાહ્મણ નારી દેવાનંદાનું શરીર આપનાં દર્શનને કારણે આટલું બધું પુલકિત કેમ થઈ ગયું ? એની આંખોમાંથી હર્ષનાં આંસુ અને ઉરમાંથી દૂધની ધારા કેમ વહી નીકળ્યાં ?” ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો, “ગૌતમ ! દેવાનંદા મારી માતા છે. હું એનો પુત્ર છું. દેવાનંદાના શરીરમાં જે ભાવ પ્રગટ થયો તેનું કારણ મારા તરફનો પુત્રસ્નેહ છે.” શા માટે પ્રભુ મહાવીર દેવાનંદાના પુત્ર બનવાને બદલે ત્રિશલાનંદન બન્યા? પૂર્વજન્મમાં દેવાનંદા અને ત્રિશલા દેરાણી-જેઠાણી હતાં. એક વાર જેઠાણીએ દેરાણીના રત્નજડિત અલંકારોની પેટી છુપાવી દીધી હતી. આને પરિણામે ત્રિશલાના પૂર્વજન્મમાં રહેલો દેરાણીનો આત્મા અપાર સંતાપ પામ્યો હતો. જેઠાણીએ જ આભૂષણોની પેટી સંતાડી દીધી છે એવી ખાતરી હોવા છતાં દેરાણીની વિનંતીને એણે ઠુકરાવી દીધી. આ દુષ્કર્મને કારણે ઉગ્ર લાભાંતરાય કર્મનું ઉપાર્જન થયું. પૂર્વે જેઠાણી તરીકે કરેલા અશુભ કર્મનો બદલો વાળવો પડ્યો. જગતના ઉદ્ધારક એવા પરમાત્મા મહાવીરના ગર્ભને ૮૨ દિવસ બાદ ગુમાવવાની ઘટના બની. હકીકતમાં પ્રાણતકલ્પ દેવલોકમાંથી ભગવાન મહાવીરનો જીવ વીને દેવાનંદાની કુતિમાં અષાઢ સુદ ૬ના દિવસે ગર્ભ રૂપે ઉત્પન્ન થયો. દેવાનંદાએ ચૌદ સ્વપ્નો જોયાં. એના પતિ ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યું કે આ સ્વપ્નનો મર્મ એ છે કે એની કૂખે સર્વગુણસંપન્ન મહાપ્રભાવશાળી પુત્રરત્નનો જન્મ થશે. આનંદવિભોર બનેલી દેવાનંદાના શરીરની કાંતિ અને લાવણ્ય વધુ ને વધુ તેજ ધારણ કરતાં ગયો. ૮૨ દિવસ બાદ દેવાનંદાએ પૂર્વે જોયેલાં સ્વપ્નને કોઈ ચોરી જતું હોય તેવો અનુભવ કર્યો. વાસ્તવમાં ભગવાન મહાવીરનો ગર્ભ દેવાનંદાની કુક્ષિમાં આવ્યો હતો. મરીચિના ત્રીજા ભવમાં કરેલા કુળાભિમાનને કારણે આવું બન્યું હતું. દેવરાજ ઇન્દ્ર આ ઘટના જોઈ. એમણે હરિણગમૈષી દેવને બોલાવ્યા અને કહ્યું કે તમારે તમારી શક્તિથી અસાધ્ય એવું કાર્ય કરવાનું છે. દેવાનંદાની કુક્ષિનો ગર્ભ ત્રિશલાની કૂખમાં મૂકવાનો છે અને ત્રિશલાનો ગર્ભ દેવાનંદાના ઉદરમાં મૂકવાનો છે. આ ગર્ભપરિવર્તન એવી રીતે થવું જોઈએ કે બંને માતાઓને લેશમાત્ર પીડા કે વેદના ન થાય. દેવરાજ 11 શ્રી મણવીર વાણી | ક્રોધ પ્રીતિનો નાશ કરે છે; માન વિજયનો નાશ કરે છે; માયા-કપટ મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વનો વિનાશ કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮-૩૭ કથામંજૂષાછું ૬૨ કથામંજૂષા ૬૩

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82