Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 36
________________ અરણિકે કહ્યું, “માતા ! આ સાધનાનો માર્ગ અતિ કઠિન છે. ખાંડાની ધારે જીવન ગુજારવા જેવું છે. આવો સંયમ હું પાળી શકું તેમ નથી.” સાધ્વી ભદ્રાએ સમજાવ્યું કે ભવોભવના ભ્રમણમાંથી છૂટવા માટેનો આ એકમાત્ર માર્ગ છે. ભવસાગરને તરી જવાનો આ જ સાચો ઉપાય છે. માટે ફરીથી સંયમ ધારણ કરીને તેજસ્વી સાધુતા પાળી બતાવ. અરણિકે કહ્યું કે તે એક જ શરતે દીક્ષા લેવા તૈયાર છે અને તે એ કે દીક્ષા લીધા પછી અનશન કરીને પ્રાણ ત્યાગશે. માતાને માટે પુત્રના પ્રાણત્યાગથી બીજો કયો વજાઘાત હોય ? સાધ્વી ભદ્રાને માટે પ્રાણત્યાગ કરતાં પણ દીક્ષાત્યાગ વધુ અનિષ્ટકારક હતો, આથી માતાએ કહ્યું, સંસાર ભોગવીને ભવોભવ તારો આત્મા નીચ ગતિમાં જાય તેને બદલે તું દીક્ષા લઈને પ્રાણત્યાગ કરે તે વધુ ઉચિત છે.” અરણિકે ફરી દીક્ષા લીધી. અનશન કરીને સાધુ અરણિક પ્રાણત્યાગ કર્યા બાદ કાળક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. ૨૭. સ્થળ અને સૂક્ષ્મ સાધ્વી દેવાનંદાના ચરિત્રમાં એક બાજુ દુષ્કર્મનું ફળ અને કર્મની ગતિ જોવા મળે છે, તો બીજી બાજુ માતાનું અનુપમ વાત્સલ્ય અને વૈરાગ્યની ઉદાત્ત ભાવના માર્મિક રીતે પ્રગટ થાય છે. ભગવાન મહાવીરનો ચૌદમો ચાતુર્માસ બ્રાહ્મણકુંડની નજીક આવેલા બહુસાલ ઉદ્યાનમાં હતો. ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને બ્રાહ્મણકુંડ ગામનો પ્રતિષ્ઠિત નાગરિક કોડાલગોત્રીય બ્રાહ્મણ ઋષભદત્ત અને એમની પત્ની દેવાનંદા રથમાં બેસીને બહુસાલ ઉદ્યાનમાં આવ્યાં હતાં. એમણે વિધિપૂર્વક વંદન કરીને ભગવાનની દેશનાનું શ્રવણ કર્યું. આ સમયે દેવાનંદા ભગવાન મહાવીર સામે એકીટશે નીરખી રહ્યાં હતાં. એમનો અસીમ આનંદ એમની કાયાના કચોળામાં સમાતો નહોતો. એમના દેહની રોમરાજિ પુલકિત બની ઊઠી હતી. ચાતક ચંદ્રને નીરખી રહે એમ ભગવાન મહાવીરને નિહાળતાં દેવાનંદાનું માતૃવાત્સલ્ય ઊભરાતાં એમના ઉરમાંથી દૂધની ધારા વહી નીકળી. આ દૃશ્ય નિહાળી રહેલા જ્ઞાની ગૌતમને અપાર આશ્ચર્ય 11 શ્રી મહાવીર વાણી , મનુષ્ય જ્ઞાનથી પદાર્થને જાણે છે, દર્શનથી તેના ઉપર શ્રદ્ધા રાખે છે, ચરિત્રથી નિગ્રહ કરે છે અને તપથી પરિશુદ્ધ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮-૩૫ કથામંજૂષા ૬૯ કથામંજૂષા ૬૧

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82