________________
કોઈ પંડિત એમની આગળ પંડિત તરીકે પરિચય આપતા નહિ, કારણ કે આચાર્યશ્રીની પંડિતાઈ આગળ એમનું પાંડિત્ય કશી વિસાતમાં નથી એમ માનતા હતા. આવા પ્રજ્ઞાવાન અને શાસ્ત્રપારંગત શ્રી રત્નાકરસૂરિજી એક પદના અનેક સુસંગત અર્થ કરી શકવાની વિશિષ્ટ શક્તિ ધરાવતા હતા. એમની આવી શક્તિને કારણે સ્વયં રાજાએ એમને બહુમાનપૂર્વક “અનેકાર્થવાદી'નું બિરુદ આપ્યું હતું.
રાજા અને પ્રજા સર્વેએ એમના પ્રત્યે માન-સન્માન દાખવવા માટે રાજસભામાં પગે ચાલીને વિહાર કરવાને બદલે પાલખીમાં બિરાજીને આવવાની આગ્રહભરી | વિનંતી કરી. એ પછી ક્રમશઃ આચાર્યશ્રી રત્નાકરસૂરિજીના ચારિત્રગુણમાં શિથિલતા
આવતાં ઓટ આવવા માંડી. એક ભૂલ એકસો ભૂલ સર્જે . સમય જતાં રાજા અને સામંત જેવો સ્વાદિષ્ટ, મિષ્ટ આહાર અને ઉત્તમ મતી વસ્ત્રો વાપરવા લાગ્યા. વખત જતાં મોતી-માણેકની ભેટ પણ સ્વીકારવા લાગ્યા.
કુંડલિયા શ્રાવકે વિચાર્યું કે અહો, આ શાસનના પ્રભાવક ગણાતા આચાર્ય શું પાલખીમાં બેસે છે ? કીમતી ભેટ-સોગાદ સ્નેહથી સ્વીકારે છે ? મોંઘાં વસ્ત્રો ધારણ કરે છે ? અપરિગ્રહી સાધુને માટે આવું યોગ્ય ગણાય ખરું ?
આવા મહાન આચાર્ય કદાચ પ્રમાદમાં પડી જતા હોય, પણ એમને સત્ય હકીકત કહેવાની હિંમત કોણ કરે ? જેઓ ખુદ આટલા ગહન જ્ઞાની હોય, એમને કશું શીખવી શકાય કઈ રીતે ?
કુંડલિયા શ્રાવકે આચાર્યશ્રીને વિધિપૂર્વક વંદન કર્યા. રત્નાકરસૂરિજીના વ્યાખ્યાનમાં ગયો. વ્યાખ્યાન બાદ ‘ઉપદેશમાલા' ગ્રંથની ગાથા કહીને અર્થ પૂછડ્યો. એણે પૂછ્યું,
दोससयमूलजालं, पुचरिसिविवज्जियं जइयंतं ।
अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ।। (સેંકડો દોષોને ઉત્પન્ન કરવામાં મુળ જાળ સમાન, પૂર્વઋષિઓએ ત્યાગેલા, યતિ-મુનિઓએ જેનું વમન કર્યું છે તેવા અને અનર્થ કરનારા એવા અર્થ(ધન)ને જો વહન કરે અર્થાતુ પાસે રાખે, તો પછી શા માટે નિરર્થક તપ કરે છે ? અર્થાત્ ધનાદિ પરિગ્રહને ગ્રહણ કરનારના તપ-સંયમાદિ નિરર્થક છે.)
અનેકાર્થવાદી આચાર્યશ્રીએ પોતાની પ્રજ્ઞા-પ્રતિભાથી સર્વ પંડિતો માન્ય કરે એવા આ શ્લોકના મુળ અર્થને બદલે એના અનેક જુદા જુદા અર્થ કરી બતાવ્યા.
કથામંજૂષા ૮ ૪
કુંડલિયા શ્રાવકે નમ્રતાથી કહ્યું, “આચાર્યશ્રી ! આપની પાસે અદ્દભુત અર્થ સાંભળ્યો, પરંતુ આવતી કાલે એનો મૂળ અર્થ વિશેષ પ્રકાશિત કરીને મારા આત્માને કૃતાર્થ કરશો તેવી વિનંતીપૂર્વકની મારી પ્રાર્થના સ્વીકારશો.”
આમ કહી વંદન કરી કુંડલિયો ઘી વેચવા નીકળી ગયો. ફરી બીજે દિવસે આવ્યો. આચાર્યશ્રીએ શબ્દપર્યાયના આધારે શ્લોકની નવીન વ્યાખ્યા કરી. ત્રીજે દિવસે આવ્યો ત્યારે કદી ન સાંભળ્યો હોય તેવો સાવ નવીન અર્થ કર્યો. આમ ગાથાના અર્થની વ્યાખ્યામાં છ મહિના વીતી ગયા.
છ મહિના બાદ કુંડલિયાએ આવીને કહ્યું, “આચાર્યશ્રી ! ઘી વેચીને ઉપાર્જન કરેલું સઘળું નાણું આજે ખલાસ થઈ ગયું છે. એક જરૂરી કામથી મારે મારા ગામ પાછા જવું પડશે. માત્ર એક વાતનો વસવસો રહેશે કે આપના જેવા મહાન અને સમર્થ ગુરુમહારાજ પાસેથી ગાથાનો મૂળ અર્થ હું સમજી શક્યો નહીં.”
આચાર્યશ્રીએ એને આવતી કાલે ફરી આવવા કહ્યું. તેઓ ખુદ ચિંતનમાં પડ્યા. પછીને દિવસે ગાથાનો યથાર્થ અર્થ કુંડલિયાને સંભળાવ્યો. શ્રાવક કુંડલિયો આનંદિત થતો ઘેર ગયો. શ્રી રત્નાકરસૂરિજી મહારાજનો આત્મા જાગી ગયો. પોતાના પ્રમાદ માટે પારાવાર પશ્ચાત્તાપ થયો. તેની આલોચના કરવા શ્રી શત્રુંજય મહાતીર્થ પર જઈને શ્રી આદીશ્વર ભગવાન સમક્ષ વૈરાગ્ય રસથી ભરપૂર સ્તુતિ કરી, જે સ્તુતિ ‘રત્નાકર પચ્ચીશી' તરીકે ભાવિકોના કંઠે વસી ગઈ.
|| શ્રી મહાવીર વાણી | સમુદ્ર જળમાં પડી ગયેલા રત્નની પુનઃ પ્રાપ્તિની જેમ જ મનુષ્યત્વની પ્રાપ્તિ દુર્લભ છે એવો નિશ્ચય કરીને મિથ્યા અને અરુચિકર આચરણને છોડી દો.
શ્રી દ્વાદશાનુપ્રેક્ષા, ૨૯૭
કથામંજૂષાર્જ ૪૫