________________
૨૨. ઊંચી હિંમત ને સાફ નિયત વિક્રમ સંવત ૧૯૩૯ના જેઠ મહિનાની વદ ૧૩ અને શુક્રવારે આચાર્યશ્રી હીરવિજયસૂરિજી ફતેહપુર પહોંચ્યા. શહેનશાહ અકબરને આચાર્યશ્રીનાં દર્શનની ઇચ્છા જાગી હોવાથી એમને આવતા જોઈને સિહાસન પરથી ઊતરી એ કબરે સામે ચાલીને પ્રણામ કર્યા. એકબરના ત્રણ રાજ કુમારો શેખ સલીમ, મુરાદે અને ધનિયાલે એમને નમસ્કાર કર્યા.
આ સમયે ફત્તેહપુર સિક્રીના શાહીમહેલમાં કીમતી ગાલીચા બિછાવેલા હતા. આચાર્યશ્રી હીરવિજયસૂરિજીએ તેના પર ચાલવાની ના પાડી, આખો રાજદરબાર સ્તબ્ધ બની ગયો. એવું તે શું થયું કે આચાર્યશ્રી દરબારના દ્વાર પર અટકી ગયા ?
આશ્ચર્યચકિત શહેનશાહ અકબરે આનું કારણ પૂછતાં આચાર્યશ્રીએ કહ્યું કે વર્ષોથી ઢાંકેલી જમીન પર અમે પગ મૂકતા નથી.
અકબરે પ્રશ્ન કર્યો, “આની પાછળ કોઈ કારણ ખરું ?” આચાર્યશ્રીએ કહ્યું, “આનું કારણ એ કે કદાચ એની નીચે
કીડી અને જીવજંતુ હોય તો તે કચડાઈ જાય. આપણા પ્રમાદને કારણે હિંસા થાય તે કેમ ચાલે ?**
શહેનશાહ અકબરે કહ્યું, “આ તો શાહીમહેલના કીમતી ગાલીચા છે. રોજ સફાઈ થાય છે. એની નીચે કોઈ જીવજંતુ હોય તેવી શક્યતા નથી. આમ છતાં આપ કહો તો જરા ગાલીચા ઉપાડવાનું કહ્યું.”
શહેનશાહ અકબરે ગાલીચા ઉપાડવાનું ફરમાન કર્યું, તો ખ્યાલ આવ્યો કે એની નીચે સેંકડો કીડીમંકોડા અને જીવજંતુઓ હતાં.
શહેનશાહે જ્યારે જાણ્યું કે આચાર્યશ્રી દોઢેક વર્ષ પગપાળા ચાલીને ગંધાર, બંદરેથી અહીં આવ્યા છે, ત્યારે આશ્ચર્યચકિત શહેનશાહે કહ્યું કે આપ મારી કોઈ ભેટનો સ્વીકાર કરો.
આચાર્યશ્રીએ કહ્યું કે તેઓ આવું કશું સ્વીકારી શકે નહીં, એમ છતાં જો આપવું જ હોય તો પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કરો. ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કરાવો. પર્યુષણ પર્વના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કરો. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કરો.
શહેનશાહ અકબરે સૂરિજીની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ ચાર દિવસો ઉમેરીને બાર દિવસ માટે જીવવધ બંધ કરવાનો હુકમ આપ્યો.
વળી ગુજરાત, માળવા, અજ મેર, દિલ્લી-ફતેહપુર, લાહોર અને મુલતાન સુધીના પોતાના સામ્રાજ્યમાં આ ફરમાન મોકલી આપ્યાં, એ જ રીતે ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરિયાજી, આબુ, રાજ ગૃહી અને સમેતશિખરજી જેવાં તીર્થોમાં આસપાસ કોઈએ જીવહિંસા કરવી નહિ એવું ફરમાન કર્યું.
આ ફરમાનમાં શહેનશાહ અકબરે કહ્યું કે સમસ્ત પશુ ઈશ્વરનાં બનાવેલાં છે. એ બધાથી કોઈ ને કોઈ લાભ થાય છે. એમાં ગાયની જાતિ, પછી તે માદા હોય કે નર, લાભ આપનારી છે, કારણ કે મનુષ્ય અને પશુ અન્ન ખાઈને જીવે છે. અન્ન ખેતી વિના નથી ઉત્પન્ન થતું. ખેતી હળ ચલાવવાથી જ થઈ શકે છે અને હળોનું ચલાવવું બળદો પર આધાર રાખે છે, તેથી સ્પષ્ટ છે કે સમસ્ત સંસાર, પશુઓ તથા મનુષ્યોનાં જીવનનો આધાર એક ગાય જાતિ જ છે.
કથામંજૂષા ૪૭
કથામં પાત૬