Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 30
________________ અકબર ફરમાન કરતાં કહે છે, “આ કારણોથી અમારી ઊંચી હિમ્મત અને સાફ નિયતનો તકાદો છે કે અમારા સામ્રાજ્યમાં ગૌહત્યાની રસમ બિલકુલ ન રહે. એટલા માટે આ શાહી ફરમાનને જોતાં જ સહુ રાજ કર્મચારીઓએ આ બાબતમાં વિશેષ રૂપે પ્રયત્ન કરવો જોઈએ, જેથી શાહી ફરમાન અનુસાર હવેથી કોઈ ગામ કે શહેરમાં ગૌહત્યાનું નામનિશાન પણ ન રહે. “જો કોઈ આદમી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરી, વર્જિત કામને નહીં છોડે તો તેને સુલતાની કોપમાં, જે ઈશ્વરીય કોપનો નમૂનો છે, ફસાવું પડશે અને તેને દંડ દેવામાં આવશે. આ ફરમાનનું જે ઉલ્લંઘન કરશે તેના હાથ-પગની આંગળીઓ કાપી નાખવામાં આવશે. શહેનશાહ અકબરે સમગ્ર ભારતવર્ષમાં છ મહિના સુધી એક પણ પ્રાણીની કતલ ન થાય તેવો કાયદો કર્યો. એટલું જ નહીં, પણ એણે એના રોજના આહારમાં પરિવર્તન કર્યું. શાહકુટુંબ દ્વારા ખેલાતા શિકારમાં સેંકડો પ્રાણીઓની ક્રૂર હત્યા થતી હતી, તેના પર પ્રતિબંધ મૂક્યો. આથી જ શહેનશાહ અકબરે પોતાને નવી દૃષ્ટિ આપનાર અને પ્રાણીમાત્રના કલ્યાણની ખેવના કરનાર આચાર્ય હીરવિજયસૂરિજીને વિક્રમ સંવત ૧૯૪૦માં ‘જગદ્ગુરુ'ની પદવી આપી. ૨૩. અવિરત વરસતી પ્રેમધારા * ગ્રામક સન્નિવેશથી વિહાર કરીને ભગવાન મહાવીર શાલિશીર્ષ ગામમાં આવ્યા. અહીંના રમણીય ઉધાનમાં તેઓ કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા. માઘ મહિનાની કડકડતી ઠંડી હતી. હાડ સોંસરવો ઊતરી જાય તેવો પવન સુસવાટા લેતો હતો. એમાંય પ્રભુ મહાવીર ખુલ્લા, વિશાળ ઉદ્યાનમાં હતા તેથી પવન એમના વસ્ત્રવિહોણા દેહ પર શૂલની માફક ભોંકાતો હતો. ભલભલા બળિયાનાં હાડ ધ્રુજી ઊઠે એવી આ કારમી ઠંડી હતી. શાલિશીર્ષના ગ્રામજનો તો ગરમ વસ્ત્રો ઓઢીને સૂતાં હતાં, છતાં કારમી ઠંડી એમને ધ્રુજાવતી હતી. રાતના સમયે થીજી જાય એવી ઠંડીમાં ભગવાન મહાવીર વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા હતા. બહારની દુનિયા વીસરાઈ ગઈ હતી. એમના અંતરના જગતમાં અજવાળાં પથરાયેલાં હતાં. ધ્યાનસ્થ દશા પણ એવી કે ગમે તેવી સુસવાટાભર્યો પવન આવે, ગમે તેવી કારમી ઠંડી હોય છતાં તદ્દન અડોલ, અપ્રતિબદ્ધ અને આલંબનરહિત હતા. 11 શ્રી મહાવીર વાણી કોઈ માણસ અસત્ય ભાસે એવું વચન બોલે તો પણ તે પાપ ગણાય છે; તો પછી જે ખરેખર અસત્ય બોલે તેની તો વાત જ શી ? શ્રી દશવૈકાલિક સૂત્ર, ૭-૫ કથામંજુમાં ૪૮ કથામંજૂષાર્જ૮૯

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82